________________
પર
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૨-૩૩-૩૪ સામગ્રહણપૂર્વક સચિતનો અભિગ્રહ કરાય છતે, તેનાથી અન્ય સર્વ સચિત્તના નિષેધરૂપ જાવજીવ સ્પષ્ટ જ અધિક ફલ છે અને કહેવાયું છે –
પુષ્પ-ફળોના રસને, સુરા=મદિરાના રસને, માંસના રસને અને સ્ત્રીના ભોગના રસને જાણતા જેઓ વિરત છે, દુષ્કરકારક એવા તેઓને હું વંદું .” II૧il ()
સચિત દ્રવ્યોમાં પણ નાગવલ્લીનાં દલો દુસ્યાય છે. શેષ સચિત્તોનું પ્રાયઃ પ્રાસુકીભવન સ્વલ્પકાળમાં પણ દેખાય છે. વળી, આમાં=નાગવલ્લીના દિલમાં નાગરવેલના પાનમાં, નિરંતર જલસિંચન આદિથી સચિતા સુસ્થ જ છે અને કુંથુઆ આદિની વિરાધના પણ ઘણી છે. તેથી જ પાપભીરુ એવા શ્રાવકને ત્યાજ્ય છે. અન્યથા પણ=નાગરવેલનાં પાનનો ત્યાગ ન કરી શકે તોપણ, રાત્રિમાં નાગરવેલના પાનનો ત્યાગ કરવો જોઈએ, રાત્રિમાં નાગરવેલના પાનને ખાય તોપણ દિવસમાં સંશોધન આદિ યતનાની જ મુખ્યતા છેઃદિવસે તે નાગરવેલનાં પાનો કુંથુઆ આદિથી સંસક્ત નથી તેનું સંશોધન આદિ કરીને થતતાપૂર્વક જ રાત્રે તે પાણીનો ઉપયોગ કરે તેની પ્રધાનતા છે. વળી, બ્રહ્મચારીને તો કામનું અંગપણું હોવાથી ત્યાજ્ય જ છે=જાગરવેલનાં પાનો ત્યાજ્ય જ છે. વળી, સચિત્તના ભક્ષણમાં અનેક જીવવિરાધનારૂપ દોષ છે. જે કારણથી એક એવા પ્રત્યેક સચિત્તમાં પણ પત્ર-ફલાદિમાં અસંખ્ય જીવની વિરાધનાનો સંભવ છે. જે કારણથી આગમ છે.
“જે કહેવાયું છે – પર્યાપ્તાની નિશ્રામાં વ્યુત્ક્રમ પામતા–ઉત્પન્ન થતા, અપર્યાપ્તા છે. જ્યાં એક પર્યાપ્તો છે ત્યાં અસંખ્ય અપર્યાપ્તા છે.” III ()
બાદર એકેન્દ્રિયમાં પણ આ પ્રમાણે કહેવાયું છે=જ્યાં એક પર્યાપ્તો છે ત્યાં અસંખ્ય અપર્યાપ્તા છે એ પ્રમાણે કહેવાયું છે. વળી સૂક્ષ્મમાં જ્યા એક અપર્યાપ્તો જીવ છે ત્યાં તેની નિશ્રાથી-તે અપર્યાપ્તાજીવની નિશ્રાથી, નિયમથી અસંખ્ય પર્યાપ્તા હોય છે.” એ પ્રમાણે આચારાંગ' ગ્રંથની વૃત્તિ આદિમાં કહેવાયું છે. આ રીતે એક પણ પત્ર આદિમાં અસંખ્ય જીવવિરાધના છે. વળી તેને આશ્રિત જલતી નીલ આદિના સંભવમાં=નાગરવેલના પાનને આશ્રિત પાણીમાં નીલ-ફૂગ આદિના સંભવમાં, અનંતા પણ જીવોની વિરાધના છે અને જલ-લવણાદિ અસંખ્ય જીવાત્મક જ છે. જે કારણથી આર્ષ છે –
“એક પાણીના બિંદુમાં જે જીવો ભગવાન વડે કહેવાયા છે તે જો સરસવના દાણાના પ્રમાણવાળા થાય તો જંબુદ્વીપમાં સમાય નહિ. IIળા
અદ્દામલગના પ્રમાણવાળા પૃથ્વીકાયમાં=લીલાં આંબળાના પ્રમાણવાળા પૃથ્વીકાયમાં, જે જીવો છે તે પારેવાના પ્રમાણવાળા થાય તો જંબુદ્વીપમાં સમાય નહિ.” પરા (સંબોધસત્તરિ – ૯૫-૯૪)
સર્વ સચિત્તના ત્યાગમાં અંબડ પરિવ્રાજકના સાતસો શિષ્યોનું દષ્ટાંત છે. એ રીતે સચિત્તના ત્યાગમાં યત્ન કરવો જોઈએ. એ પ્રથમ નિયમ છે=ચૌદ નિયમમાંથી પહેલો નિયમ છે. ૨. દ્રવ્ય - સચિત અને વિકૃતિથી રહિત જે મુખમાં નંખાય છે તે સર્વ દ્રવ્ય છે. ક્ષિપ્રચટી, રોટિકા,