________________
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૨-૩૩-૩૪
પ૧ છે. વળી, લાંબો સમય રહેલું અચિત્ત છે. વળી, ચોથા આદિ વખત ચોખાનું ધોવાયેલું પાણી લાંબો સમય રહેવા છતાં પણ સચિત્ત છે. અચિત્ત જલાદિનું કાલમાન પ્રવચન સારોદ્ધાર' આદિ ગ્રંથોમાં આ પ્રમાણે કહેવાયું છે –
“ત્રણ ઉકાળાથી ઉકાળાયેલું ઉષ્ણ પાણી પ્રાસુક જલ સાધુને કલ્પ છે. ફક્ત ગ્લાન આદિને કારણે ત્રણ પ્રહરની ઉપરમાં પણ ધારણ કરવું જોઈએ. ના
તે=ઉકાળેલુ પાણી, ઉનાળામાં પાંચ પ્રહર પછી સચિતપણાથી થાય છે=સચિત્ત થાય છે. શિયાળામાં ચાર પ્રહર પછી સચિત્ત થાય છે. વર્ષાઋતુમાં ગરમ પાણી ત્રણ પ્રહર પછી સચિત્ત થાય છે.” રાા (પ્રવચનસારોદ્ધાર૮૮૧-૨, વિચારસાર – ૨૫૭-૮)
અને અચેતન પણ કંકડુ મગ, હરીતકી, કુલિકા આદિના અવિનષ્ટ યોનિના રક્ષણ માટે અને વિકતા આદિના પરિહાર માટે દાંત આદિથી ભાંગવા જોઈએ નહિ. જે કારણથી ‘ઓઘનિર્યુક્તિ ગ્રંથની પંચોતેરમી ગાથાની વૃત્તિમાં કહેવાયું છે –
‘અચિત્ત પણ કેટલીક ગડૂચી, મુગ આદિ વનસ્પતિઓની અવિનષ્ટ યોનિ થાય. તે આ પ્રમાણે - સુકાયેલી પણ ગડૂચી પાણીના સિચનથી તાદાભ્યને પામતી દેખાય છે=સચિત્ત થતી દેખાય છે - એ રીતે કંકડુ મુત્ર આદિ પણ સચિત્ત થતા દેખાય છે, આથી યોનિના રક્ષણ માટે અચેતનની યતના વ્યાયવાળી જ છે.” (તુલા-૪૧ તમ ગાથાવૃત્તિ પત્ર ૩૪)
આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, સચિત્ત-અચિત આદિ વ્યક્તિને=વસ્તુને, જાણીને તામગ્રાહ્ય એવું સાતમું વ્રત સચિત્ત આદિ સર્વ ભોગ્ય વસ્તુના તૈયત્યકરણ આદિ દ્વારા સ્વીકારવું જોઈએ. જે પ્રમાણે આનંદ-કામદેવ આદિ વડે સ્વીકારાયેલું, તે પ્રકારના કરણની અશક્તિમાં=સામગ્રહણપૂર્વક સચિત આદિના નિયમના કરણની અશક્તિમાં, વળી સામાન્યથી પણ સચિત્ત આદિના નિયમો કરવા જોઈએ. અને તે આ પ્રમાણે છે –
“સચિત્ત, દ્રવ્ય, વિગઈ, વાણહ, તંબોલ, વત્થ=વસ્ત્ર, ફૂલોમાં નિયમ કરવો જોઈએ. વાહણ=વાહન, શયન, વિલેપન, બ્રહ્મચર્ય, દિશા, સ્નાન અને ભક્તમાં નિયમ કરવો જોઈએ.” ૧ાા (સંબોધપ્ર. શ્રા.૧૧)
૧. ત્યાં=ભોગોપભોગ વસ્તુના તૈયત્યકરણમાં, મુખ્યવૃત્તિથી સુશ્રાવકે સચિતનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. તેની અશક્તિમાં તામગ્રહણ કરવા જોઈએ=સર્વથા સચિત્તના ત્યાગની અશક્તિમાં અમુક નામવાળી વસ્તુના ગ્રહણની મર્યાદા કરવી જોઈએ. તે પ્રમાણે પણ અશક્તિ હોતે છતે= સામગ્રહણપૂર્વક સચિતના ત્યાગની અશક્તિ હોતે છતે, સામાન્યથી એક-બે આદિનો નિયમ કરવો જોઈએ=એક-બે સચિત વાપરીશ, વધુ નહીં એ પ્રમાણે નિયમ કરવો જોઈએ. જે કારણથી ‘નિરવન્નાહારેણં’ એ પ્રમાણે પૂર્વલિખિત ગાથા છે. પરંતુ પ્રતિદિન એક સચિત્તના અભિગ્રહવાળાને જુદા જુદા દિવસોમાં પરાવર્તનથી સર્વ સચિતનું ગ્રહણ પણ થાય અને તે રીતે વિશેષ વિરતિ ન થાય. વળી, સામગ્રહણપૂર્વક સચિત્તનો અભિગ્રહ કરાયે છતે-આ-આ સચિત વાપરીશ એ પ્રકારે