________________
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૨-૩૩-૩૪ જે કારણથી “નિશિથ ભાષ્યમાં કહેવાયું છે – “જો કે પ્રાસુક દ્રવ્ય છે ઓદનાદિ અચિત્ત દ્રવ્ય છે. તોપણ કુંથુપણગાદિઆગંતુક એવા કંથવાદિ અને પગાદિ, દુર્દશ્ય છે–રાત્રિમાં દુર્દશ્ય છે. પ્રત્યક્ષ જ્ઞાની પણ અવધિજ્ઞાન આદિવાળા અથવા કેવલી, વિશુદ્ધ ભક્તપાન જોઈ શકે છે તોપણ રાત્રિભોજનનો પરિહાર કરે છે.”
જો કે દીવા આદિના પ્રકાશમાં કીડી આદિ દેખાય છે. તોપણ અનાચીર્ણ છે=તીર્થંકર-ગણધર આદિ વડે અનાચીર્ણ છે. જે કારણથી મૂલવ્રતની વિરાધના છે–છટ્ટા મૂલગુણવ્રતની વિરાધના છે–રાત્રિભોજન કરવામાં મૂલગુણવ્રતની વિરાધના છે.” (નિશીથ ભાષ્ય ગા. ૩૪૧૧, ૩૪૧૨)
અને આના ફળને કહે છે–રાત્રિભોજનના ફળને કહે છે – “ઘુવડ, કાગડો, બિલાડા, ગીધ, શમ્બર, ભૂંડ, સાપ, વીંછી, ઘો રાત્રિભોજનથી (બીજા ભવમાં) થાય છે.” બીજા પણ કહે છે – “સ્વજન માત્ર પણ મરે છતે સૂતક થાય છે. સૂર્ય ગયે છતે કેવી રીતે ભોજન કરાય ? ના. પાણી લોહી થાય છે અને અન્ન માંસ થાય છે તે કારણથી રાત્રિમાં ભોજન આસક્તને ગ્રાસમાં=ખાવામાં, માંસ ભક્ષણ છે.” રાા
સ્કન્દપુરાણમાં રુદ્રપ્રણીત “કપાલમોચન સ્તોત્ર'માં સૂર્યસ્તુતિ સ્વરૂપ સૂત્રમાં પણ કહેવાયું છે – “નિત્ય એક વખત ખાવાથી અગ્નિહોત્રનું ફળ થાય છે અને નિત્ય અનસ્ત ભોજનવાળાને સૂર્યાસ્ત પહેલાં ભોજન કરનારને તીર્થયાત્રાનું ફળ થાય છે.” III
અને
“રાત્રિમાં આહુતિ નથી, સ્નાન નથી, શ્રાદ્ધ નથી, દેવતાનું અર્ચન નથી, દાન વિહિત નથી વળી વિશેષથી ભોજન વિહિત નથી.” રાા (યોગશાસ્ત્ર-૩/૫૬)
આયુર્વેદમાં પણ કહ્યું છે – “ચંડરોચિના=સૂર્યના, અપાયથી=અસ્તથી, હદયકમળનો અને નાભિકમળનો સંકોચ થાય છે. આથી રાત્રિમાં ખાવું ન જોઈએ. સૂક્ષ્મજીવોના આહારથી પણ રાત્રિમાં ખાવું જોઈએ નહિ.” ૧ાા (યોગશાસ્ત્ર-૩/૫૬)
તે કારણથી=પૂર્વમાં રાત્રિભોજનના દોષો બતાવ્યા તે કારણથી, વિવેકીએ રાત્રિમાં ચાર પ્રકારના આહારનો પરિહાર કરવો જોઈએ. તેની અશક્તિ હોતે છતે=ચારે પ્રકારના આહારના ત્યાગની અશક્તિ હોતે છતે, અશન અને ખાદિમનો ત્યાગ કરવો જોઈએ. અને સ્વાદિમ એવું સોપારી આદિ પણ દિવસે સમ્યમ્ શોધન આદિ યતનાથી જ ગ્રહણ કરવું જોઈએ અન્યથા ત્રસ હિંસાદિ દોષો છે અને મુખ્યવૃત્તિથી સવારમાં અને સાંજના રાત્રિનું પ્રત્યાસનપણું હોવાથી=રાત્રિ નજીક હોવાથી બેબે ઘડી ભોજન ત્યાગ કરવો જોઈએ. જે કારણથી યોગશાસ્ત્ર' ગ્રંથમાં કહ્યું છે –
“નિશાભોજનના દોષને જાણનારો દિવસના મુખમાં=સવારમાં, અને દિવસના અવસાનમાં સંધ્યામાં, બે બે ઘડીનો ત્યાગ કરતો આહારનો ત્યાગ કરતો, જે પુરુષ ખય છે. એ પુરુષ પુણ્યનું ભાજન છે.” (યોગશાસ્ત્ર-૩/ ૬૩)