________________
૨૯
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૨-૩૩-૩૪ અત્યંત સૂક્ષ્મપણું છે. અને તે પ્રમાણે=મીઠામાં અસંખ્ય અત્યંત સૂક્ષ્મજીવો છે તે પ્રમાણે, પાંચમા અંગમાં ૧૯મા શતકના ત્રીજા ઉદ્દેશામાં આ અર્થ બતાવાયો છે –
“વજયી શિલામાં સ્વલ્પ પૃથ્વીકાયનું વજલોષ્ટક વડે ૨૧ વખત પીસાવા છતાં પણ એક પ્રકારના કેટલાક જીવો જેઓ સ્પષ્ટ પણ નથી=પસાવાદિ ક્રિયાથી તેઓ સ્પષ્ટ પણ નથી.” તેથી ફલિત થાય છે કે (પૃથ્વીકાયમાં અસંખ્ય અત્યંત સૂક્ષ્મજીવો છે.)
૧૪. રાત્રિભોજન:- અને રાત્રિમાં ભોજન=ભક્તિ તે રાત્રિભોજન છે તે પણ હેય છે; કેમ કે ઘણા જીવોના સંપાતનો સંભવ હોવાને કારણે આ લોકના પરલોકના અનેક દોષથી દુષ્ટપણું છે જે કારણથી કહેવાયું છે –
“ખાનારને શાકની મધ્યમાં પિપીલિકા=કીડી, બુદ્ધિને હણે છે માખી વમનને કરે છે, જૂ જલોદરને કરે છે, કરોળિયો કોઢરોગને કરે છે. વાળ સ્વરનો ભંગ કરે છે. કાંટો અને લાકડું ગળામાં ભરાઈ જાય છે. અલી-વીંછી, તાલુને વીંધે છે.” (સંબોધ પ્રકરણ, શ્રા. ૮૦-૮૧)
અહીં શ્લોકમાં, વ્યંજન વાર્તાકશાકરૂપ અભિપ્રેત છે અને તેનું વૃત્ત વાર્તાકશાકનું વૃત્ત વૃશ્ચિક આકાર જ છે. એથી તેની મધ્યમાં પડેલા=શાકની મધ્યમાં પડેલા, અસૂક્ષ્મ પણ વીંછીનું અલક્ષ્યપણું હોવાથી ખાવાનો સંભવ છે. એ પ્રકારે અતિવિશેષ છે અતિભેદ છે. “નિશિથચૂણિમાં પણ કહેવાયું
“ગરોળીના અવયવથી મિશ્ર એવા ભોજનથી પેટમાં ગરોળીઓ ઉત્પન્ન થાય છે.”
આ રીતે (રાત્રિના વિશે આહારાદિમાં) સપદિની લાળોના અને સાદિના મળ-મૂત્રાદિના પાતાદિ પણ થાય.
અને “યણીઅરા=રાત્રિમાં ફરનારા જામિણિસુ-રાત્રિના વિશે સમંતેણ સમજો સર્વ રીતે, મહિઅલ–પૃથ્વીને માલિતિ માણે છે–ફરે છે. તેઓ પણ રાત્રિમાં ખાનારા જીવને સ્પષ્ટ છલે છે–ઉપદ્રવ કરે છે.” (સંબોધ પ્રકરણ શ્રા. ૮૨).
વળી, રાત્રિભોજન કરાયું છતે અવશ્ય પાકનો સંભવ છે–રાત્રિના વિશે રસોઈનો સંભવ છે. તેમાં=રાત્રે, રસોઈ કરવામાં જવનિકાયનો વધ અવયંભાવી છે. અને વાસણ ધોવા આદિમાં પાણીમાં રહેલા જીવોનો નાશ છે. પાણીને કાઢવાથી ભૂમિ પર રહેલા કંથવા કીડી આદિ જંતુનો ઘાત થાય છે. તે પ્રાણીના રક્ષણની ઇચ્છાવાળા પણ શ્રાવકે રાત્રિભોજન કરવું જોઈએ નહિ. જેને કહે છે –
“વાસણ ધોવા આદિમાં કંથવા આદિ જીવોનો ઘાત છે. એ વગેરે રાત્રિભોજનના દોષોનું કોણ વારણ કરવા સમર્થ છે?” (સંબોધ પ્રકરણ શ્રા. ૮૩)
અને જોકે સિદ્ધમોદક આદિ-પૂર્વમાં બનાવેલા લાડુ આદિ, ખજૂર, દ્રાક્ષ આદિના ભક્ષણમાં અન્નનો પાક નથી અને વાસણ ધોવા આદિનો સંભવ નથી તોપણ કંથવા-પનકાદિ જીવોના ઘાતનો સંભવ હોવાથી તેનો પણ સિદ્ધમોદકાદિનો પણ, ત્યાગ જ યુક્ત છે.