________________
૩૧
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૨-૩૩-૩૪
આથી જ રાત્રિની બે ઘડી પૂર્વે અને સવારમાં બે ઘડી પછી આહાર કરવો જોઈએ આથી જ, આગમમાં સર્વ જઘન્ય પચ્ચખાણ નમસ્કાર સહિત મુહૂર્ત પ્રમાણ કહેવાયું છે. જોકે તે-તે કાર્યમાં વ્યગ્રપણાદિના કારણે તે પ્રમાણે સમર્થ થતો નથી=સૂર્યોદય પછી બે ઘડી અને સૂર્યાસ્ત પહેલાં બે ઘડી આહારત્યાગ કરવા માટે શ્રાવક સમર્થ થતો નથી. તોપણ આતપદર્શન આદિ દ્વારા સૂર્યનાં કિરણોના દર્શન આદિ દ્વારા સૂર્યના ઉદયના નિર્ણયની અને સૂર્યના અસ્તના નિર્ણયની અપેક્ષા જ રાખે છે=રાત્રિભોજનના ત્યાગનો અર્થી જીવ અપેક્ષા જ રાખે છે.
અન્યથા=સૂર્યના ઉદય અને અસ્તની અપેક્ષા ન રાખે તો રાત્રિભોજનનો દોષ છે. અંધકારવાળા ભવનમાં પણ લજ્જાથી પ્રદીપના અકરણાદિના કારણે ત્રસાદિ હિંસાના નિયમનો ભંગ માયામૃષાવાદ આદિ અધિક દોષો પણ થાય છે. જે કારણથી કહેવાયું છે –
“નહિ કરું એ પ્રમાણે બોલીને તે જ પાપને ફરી સેવે છે. પ્રત્યક્ષ મૃષાવાદ અને માયાવિકૃતિનો પ્રસંગ છે=માયામૃષાવાદનો પ્રસંગ છે.” III.
સ્વયં પાપ કરીને આત્માને શુદ્ધ જ કહે છે તે બેગણું પાપ કરે છે–તે જીવ બે ગણું પાપ કરે છે. બાલની બીજી મંદતા છે.” રા
૧૫. બહુબીજ :- અને ‘બહુબીજ બહુબીજ અને અજ્ઞાતફલ એ પ્રમાણે હૃદ્ધ છે. ત્યાં=બહુબીજ અને અજ્ઞાતફલમાં, ઘણાં બીજો વર્તે છે - જેમાં તે બહુબીજ પમ્પોટકાદિ છે. અત્યંતરમાં પમ્પોટકાદિની અંદરમાં, પુટાદિ રહિત કેવલ બીજ હોય છે. અને પ્રતિબીજને આશ્રયીને જીવ ઉપમર્દનનો સંભવ હોવાથી તે બહુબીજ, વજનીય છે. અને જે અત્યંતર પુટાદિ સહિત બીજમય એવા દાડમ સિરાદિ છે. તેનો અભક્ષ્યપણાથી વ્યવહાર થતો નથી.
૧૬. અજ્ઞાતફળ - અને અજ્ઞાત એવું ફલ એ પ્રમાણે કર્મધારય સમાસ છે. અજ્ઞાતફળ સ્વ અને બીજા વડે જે જ્ઞાત નથી તેવું ફળ, ઉપલક્ષણપણાથી પત્ર, તે અજ્ઞાતફળ અને અજ્ઞાતપત્ર, ભસ્થ તથી; કેમ કે નિષિદ્ધ ફળમાં કે વિષફલમાં અજ્ઞાનથી પ્રવૃત્તિનો સંભવ છે. જે કારણથી અજ્ઞાન હોવાને કારણે પ્રતિષિદ્ધ ફળમાં શાસ્ત્ર જેને ગ્રહણ કરવામાં નિષેધ કર્યો છે તેવા ફલમાં, પ્રવર્તમાનને વ્રતભંગ છે. વળી, વિષમય ફળમાં જીવિતનો વિનાશ થાય છે.
૧૭. સંધાન :- અને સંધાન અને અનંતકાય એ પ્રમાણે દ્વન્દ્ર છે. અહીં સંધાન અને અનંતકાયમાં, લિમ્બક બિલ્વક આદિનું સંધાન ત્યાજ્ય છે; કેમ કે અનેક સંસકિતનું નિમિત્તપણું છેઃઅનેક જીવોની પ્રાપ્તિનું નિમિત્તપણું છે. અને સંધાનનું વ્યવહારવૃત્તિથી ત્રણ દિવસ પછી અભક્ષ્યપણું કહેવાય છે. યોગશાસ્ત્રગ્રંથની વૃત્તિમાં પણ કહેવાયું છે.
આમ્રફલાદિનું સંધાન જો સંસક્ત થાય ત્યારે જિનધર્મપરાયણ શ્રાવક કૃપાલુપણું હોવાને કારણે ત્યાગ કરે.” l/૧i (યોગશાસ્ત્ર-૩/૭૨ ૫. ૪૬૭)
૧૮. અનંતકાય - અનંતકાયિકા જીવો છે જેમાં તે અનંતકાયિક-અનંત જંતુના સમૂહના નિપાતનું