________________
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૩૨-૩૩-૩૪
ભાજનથી બીજા ભાજનમાં અથવા પૂર્વની ભાંડશાલાથી બીજી ભાંડશાલામાં સંક્રમણ કરાતું ફેરવાતું, વિધ્વસ્ત થાય છે=અચિત્ત થાય છે, અને વાયુથી અથવા અગ્નિથી અથવા રસોડા આદિમાં ધુમાડાથી લવણાદિક વિધ્વસ્ત થાય છે અચિત્ત થાય છે. લોણાઈ એ પ્રકારના શબ્દમાં “આદિ' શબ્દથી આગળની ગાથામાં કહે છે એ વસ્તુ જાણવી.
“હરિયાલ, મણશિલ, પિપ્પલી, ખજૂર, મુદ્રિઆ=દ્રાક્ષ, અભયા=હરડે તે પણ આશીર્ણ-અનાચીણ આ પ્રમાણે જાણવા.” iરા (બૃહત્ કલ્પભાષ-૯૭૪, નિશિથભાષ્ય-૪૮૩૪, પ્રવચનસારોદ્ધાર-૧૦૦૨).
હરિતાલ, મન:શિલ, પિપ્પલી અને ખજૂર આ પ્રસિદ્ધ છે. મુદ્રિકા દ્રાક્ષ, અભયા=હરડે, એ પણ આ રીતે જ લવણની જેમ યોજનશતગમન આદિ કારણથી અચિત્ત થતાં જાણવાં, પરંતુ એક અહીં હરિતાલ આદિના વિભાગમાં, આચીર્ણ છે=અચિત્ત તરીકે સ્વીકૃત છે. બીજાં અનાચીણ છે=અચિત્ત તરીકે વ્યવહાર થતો નથી. ત્યાં પિપ્પલી હરડે વગેરે આચીર્ણ છે એ પ્રમાણે ગ્રહણ થાય છે. ખજૂર, મુદ્રિકા દ્રાક્ષ આદિ, અનાચીર્ણ છે એ પ્રમાણે ગ્રહણ થાય છે.
હવે સર્વના સામાન્યથી જ પરિણમનનાં કારણોને કહે છે અચિત્તરૂપે થવાનું કારણ કહે છે –
“આરોહણમાં, અવરોહણમાં, લિસિદનમાં તેના ઉપર બેસવામાં, ગાય આદિની ગરમીથી, ભૂમિના આહારના ઉચ્છેદમાં અને ઉપક્રમથી (લવણાદિ પદાર્થોના) પરિણામ થાય છે અચિત થાય છે.” મા (બૃહકલ્પભાળ ૯૭૫, નિશીથભાષ્ય ૪૮૩૫, પ્રવચનસારોદ્ધાર-૧૦૦૩)
ગાડાંઓમાં લવણ આદિનું જે ફરી ફરી આરોહણ અવરોહણ છે તેના કારણે લવણાદિ અચિત્ત થાય છે એમ અન્વય છે અને જે તે ગાડાંઓમાં લવણઆદિ ભારની ઉપર મનુષ્યો બેસે છે તેના કારણે પરિણામ થાય છે અચિત્ત થાય છે, એમ અવય છે. તે ગવાદિની જે કોઈપણ પીઠ આદિ ગાત્રની ઉષ્મા છે તેનાથી પરિણામ થાય છે=સચિત્ત લવણાદિ અચિત્ત થાય છે અને જે જેનો ભૌમાદિક પૃથિવ્યાદિક આહાર છે તેના વ્યવચ્છેદમાંઆહારના વ્યવચ્છેદમાં, તેનો પરિણામ થાય છે=લવણાદિ અચિત્ત થાય છે. ઉપક્રમ=શસ્ત્ર, તે ત્રણ પ્રકારના છે. સ્વકાય-પરકાય અને તદુભયરૂપ. ત્યાં સ્વકાયશસ્ત્ર જે પ્રમાણે ખારું પાણી મધુર પાણીનું શસ્ત્ર છે અથવા કાલી જમીન પાંડુભૂમિનું શસ્ત્ર છે. પરકાયશસ્ત્ર આ પ્રમાણે છે. અગ્નિ પાણીનું શસ્ત્ર છે. પાણી અગ્નિનું શાસ્ત્ર છે. તદુભય શસ્ત્ર આ પ્રમાણે છે. પાણીવાળી માટી શુદ્ધ પાણીનું શસ્ત્ર છે. ઈત્યાદિ એ વગેરે, સચિત વસ્તુના પરિણમનનાં કારણો જાણવાં.
“વળી ઉત્પલ પત્રાદિ ગરમીમાં રખાયેલાં પ્રહર માત્ર પણ ધારણ કરતાં નથી=સચિત્ત રહેતાં નથી. મોગરા અને જૂઈ આદિ ગરમીમાં મુકાયેલાં ચિરકાળ સુધી રહે છે=લાંબા સમય સુધી સચિત્ત રહે છે. મગદન્તિકા પુષ્પો પાણીમાં મુકાયેલાં પ્રહર પણ રહેતાં નથી=એક પ્રહર પણ સચિત્ત રહેતાં નથી. વળી ઉત્પલ પહ્માદિ પાણીમાં મુકાયેલાં ચિરકાળ રહે છે=લાંબા સમય સુધી સચિત્ત રહે છે." I૪-પા (બૃહત્કલ્પભાણ ૯૭૮-૭૯)
ઉત્પલ અને પદ્મ ઉષ્ણમાંતડકામાં, મુકાયેલા એક પ્રહર માત્ર કાલ રહેતાં નથી. પરંતુ એક પ્રહરથી પૂર્વે જ અચિત્ત થાય છે. કેમ કે, ઉદકયોનિકપણું છેઃઉત્પલ અને પદ્મ પાણીમાં ઉત્પન્ન થનારાં છે. મુદ્દગરક=મગદનિકા પુષ્પો અને યૂથિકા પુષ્પો ઉષ્ણમાંતડકામાં, મુકાયેલાં ચિર પણ કાળ રહે છે=સચિત્ત જ રહે છે; કેમ કે ઉષ્ણયોનિકપણું છે=મુદ્રનગર અને યુથિકા પુષ્પો ગરમ વાતાવરણમાં જ ઉત્પન્ન થાય છે. મગદત્તિકા પુષ્પોને પાણીમાં રાખેલાં એક પ્રહર રહેતાં નથી. વળી, ઉત્પલ-પપ્રાદિ પાણીમાં રાખેલાં ચિર પણ કાળ રહે છે=સચિત્ત રહે છે.
પાંદડાના, પુષ્પોના, સરડુ ફળોના અને હરિઆણંતરુણ વનસ્પતિના વૃત્ત મ્યાન થયે છd=મૂળનાલ પ્લાન થયે છતે, જીવ વિપ્રયુક્ત જાણવું અચિત્ત જાણવું.” Ing (બૃહત્કલ્પભાષ-૯૮૦)