________________
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર / બ્લોક-૩૨-૩૩-૩૪
૪૭
વગર, વાલુકાદિના ક્ષેપ વગર=રેતી નાખ્યા વગર, શેકાયેલા ચણા, ઘઉં, યુગધરીના ધાણા=જુવારની ધાણી મિશ્ર છે એમ પાછળ સાથે અન્યાય છે. સારાદિના પ્રદાન વિના લોલિત એવા તલઃખાંડેલા તલ, ઓલક, ઉમ્બિકા, પૃથુક સેકિત ફલિકા, પપૈટિકા આદિ મિશ્ર છે એમ પાછળ સાથે અવય છે. મરચાં, રાઈના વઘાર આદિ માત્રથી સંસ્કૃત ચીભડાં આદિ અને સચિત્ત અંતર્બેજવાળાં સર્વ પાકાં ફળો મિશ્ર છે. અને જે દિવસે તલકુટ્ટિ=ખાંડેલા તલ, કર્યા હોય તે દિવસે મિશ્ર છે. વળી મધ્યમાં=ખાંડેલા તલની મધ્યમાં અન્નરોટિકાદિનો લેપ કરાયે છતે મુહૂર્ત ૪૮ મિનિટ, પછી અચિત્ત થાય છે. દક્ષિણ માલવદેશમાં ઘણો ગોળ નાંખવાને કારણે તે જ દિવસે પણ=તિલકુટ્ટિ જે દિવસે કરી હોય તે દિવસે પણ, તેના અચિતપણાનો વ્યવહાર છે. વૃક્ષ ઉપરથી તત્કાલ ગ્રહણ કરેલ ગુંદર, લાખ, છાલ આદિ એક મુહૂર્ત-૪૮ મિનિટ, સુધી મિશ્ર છે. તરત કાઢેલ નારિયેળનું પાણી, લીંબુનો રસ, લીમડાનો રસ, કેરીનો રસ, શેરડીનો રસ, એક મુહૂર્ત સુધી મિશ્ર છે. તરત કાઢેલું તલ આદિનું તેલ, તરત ભંગાયેલા નિર્બેજ કરેલાં નારિયેળ, શૃંગાટ શીંગોડાં, સોપારી આદિ એક અંતર્મુહૂર્ત સુધી મિશ્ર છે. અને નિર્બેજ કરાયેલાં પાકાં ફળો, ગાઢ મર્દિત નિષ્કણ=બારીક વાટેલાં, જીરુ-અજમો આદિ એક અંતર્મુહૂર્ત સુધી મિશ્ર છે. વળી મુહૂર્ત-૪૮ મિનિટ, પછી અચિત્ત છે એ પ્રકારનો વ્યવહાર છે. બીજા પણ પ્રબલ અગ્નિના યોગ વગર જે પ્રાસુક કરાયેલું છે તે એક મુહૂર્ત સુધી મિશ્ર છે ત્યારપછી અચિતનો વ્યવહાર થાય છે. જે પ્રમાણે અચિત જલ આદિ. અને કાચાં ફળો, કાચાં ધાન્યો અને ગાઢ મર્દિત પણ લવણ આદિ પ્રાયઃ અગ્નિ આદિના પ્રબલ શસ્ત્ર વગર અચિત્ત નથી.
સો યોજનથી પર આવેલા=સો યોજન દૂરથી આવેલાં, વરિયાળી, ખારેક, કિસમિસ, દ્રાક્ષ, ખજૂર, મરી, પિપ્પલી, જાતિફલ=જાયફળ, બદામ, વાયમ, અક્ષોટક=અખરોટ, તમિજા, પીસ્તા, ચિણીકબાબા, સ્ફટિક જેવા સૈન્ધવઆદિ સજિકા, બિડલવણ આદિ, કૃત્રિમ ક્ષાર, કુંભારથી મસળાયેલી માટી આદિ, એલચી, લવિંગ, જાવિત્રી, શુષ્ક મુસ્તા, કોંકણ આદિ દેશમાં પાકેલાં કેળાં, ઉત્કાલિત–ઉકાળેલાં શીંગોડાં બાફેલાં શીંગોડાં, સોપારી આદિ અચિત છે. એ પ્રમાણે વ્યવહાર દેખાય છે. “શ્રીકલ્પ’ ગ્રંથમાં પણ કહેવાયું છે.
સો યોજન ગયેલ અનાહારથી આહારના અભાવથી, વળી ભાંડની સંક્રાંતિથી, વાયુ - અગ્નિ અને ધૂમથી લવણાદિ વિધ્વસ્ત થાય છે અચિત્ત થાય છે.” ૧] (બૃહત્કલ્પભાષ-૯૭૩, પ્રવચનસારોદ્ધાર-૧૦૦૧, નિશીથભાષ્ય-૪૮૩૩)
લવણ આદિ સ્વસ્થાનથી જતા પ્રતિદિવસ બહુ-બહુત્તર આદિ ક્રમથી વિધ્વસ્વમાન=અચિત્ત થતું. સો યોજન પરથી જઈને સર્વથા જ વિધ્વસ્ત અચિત્ત થાય છે.
શસ્ત્રના અભાવમાં સો યોજન જવા માત્રથી જ કેમ અચિત્ત થાય છે ?=મીઠું આદિ કેમ અચિત થાય છે એથી કહે છે –
અનાહારને કારણે જે ઉત્પત્તિ દેશ આદિ સાધારણ છે તે તેનાથી વ્યવસ્થિત છે–તેનાથી સચિત્ત રહે છે. અને સ્વ ઉપખંભક આહારના વિચ્છેદથી વિધ્વસ્ત થાય છે અચિત્ત થાય છે. અને તે લવણાદિ ભાંડવી સંક્રાંતિથી=પૂર્વ-પૂર્વના