________________
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૨-૩૩-૩૪ લોકમાં પણ ઉદુમ્બ૨પંચક ત્યાજ્ય છે તે પ્રકારે પ્રસિદ્ધ છે. તેનું ઉદ્ધરણ ગ્રંથકારશ્રીએ આપેલ છે, જેનો ભાવાર્થ આ પ્રમાણે છે
39
કોઈકના ચિત્તમાં કોઈક પ્રત્યે રાગ થાય ત્યારે તે પુરુષ તેના ચિત્તમાં પ્રવેશ કરે છે. તે તેના ચિત્તમાં ક્યાંકથી પ્રવેશ પામે છે. કોઈક હેતુથી પ્રવેશ પામે છે. કોઈકના વડે પ્રવેશ પામે છે.
તે કઈ રીતે પ્રવેશ પામે છે ? તેમાં દૃષ્ટાંત કહે છે
-
ઉદુંબરપંચકમાં પ્રાણીનો ક્રમ જે રીતે પ્રવેશ પામે છે તે રીતે ક્ષણમાં પ્રવેશ પામે છે.
તેથી એ પ્રાપ્ત થાય કે રાગીના ચિત્તમાં કોઈ વ્યક્તિનો પ્રવેશ થાય તે રીતે ઉદુમ્બર ફલમાં ક્ષણમાત્રમાં જીવો પ્રવેશ પામે છે. તેથી ઉદુમ્બરપંચક ત્યાજ્ય છે. વળી, તે રાગી જીવના ચિત્તમાં પ્રવેશ પામેલો જીવ તે રાગી પાત્રને પછાડે, પાડે, વિઘટન કરે કે ઘણી કદર્થના કરે તોપણ તેના ચિત્તમાંથી તે રાગી પાત્ર નીકળે છે અથવા નથી નીકળતો.
આ રીતે બતાવી સંસારી જીવોનો રાગ કેવો અસમંજસ છે તેમ શ્લોકમાં બતાવેલ છે. તેમાં દષ્ટાંત તરીકે ઉદુમ્બર ફલમાં પ્રવેશ પામતા જીવોના ક્રમથી તે રાગીના ચિત્તમાં તે પુરુષ પ્રવેશ પામે છે, તેમ કહેલ છે. તેથી નક્કી થાય છે કે ઉદુમ્બરફલમાં ઘણા જીવો છે માટે શ્રાવકે ઉદુમ્બરપંચકનો ત્યાગ કરવો જોઈએ. ૧૦. હિમ :
વળી, બરફ અસંખ્ય અપ્લાયરૂપ હોવાથી ત્યાજ્ય છે. જોકે પાણીમાં અસંખ્ય અકાયના જીવો છે છતાં તેનો પરિહાર અશક્ય છે જ્યારે બરફ તો સ્વાદ અર્થે વપરાય છે. જેમાં અસંખ્ય જીવોની હિંસા થાય છે માટે દયાળુ એવા શ્રાવકે તેનો ત્યાગ કરવો જોઈએ.
૧૧. વિષ :
વિષ ખાવાથી શરીરની અંદર રહેલા જીવોનો ઘાત થાય છે. અને મરણ સમયમાં મહામોહનો ઉત્પાદક છે, માટે વર્જ્ય છે.
આશય એ છે કે કેટલાક જીવો મૃત્યુનું કારણ ન બને તે રીતે અલ્પ પ્રમાણમાં વિષ ખાય છે અથવા મંત્રથી હણાયેલી શક્તિવાળું વિષ ખાય છે. તે પ્રકારે ખાનારને તે વિષનું વ્યસન લાગુ પડે છે. તે વિષ ખાવાથી શરીરમાં રહેલા જીવોનો ઘાત થાય છે. વિષ ખાનાર જીવને મરણ સમયે મહામોહ ઉત્પન્ન થાય છે તેથી શ્રાવકે વિષ ખાવું જોઈએ નહિ.
૧૨. કરા ઃ
શ્રાવકે ક૨ા ખાવા જોઈએ નહિ, કારણ કે પાણીના કરાઓ અસંખ્યાત જીવાત્મક છે. માટે દયાળુ શ્રાવકે ત્યાગ કરવો જોઈએ. પાણી વગર નિર્વાહ નથી તેથી પાણીને અભક્ષ્ય કહેલ નથી પરંતુ કરા તો શોખ અર્થે લોકો ખાય છે અને શ્રાવક દયાળુ હોવાથી તેનું વર્જન કરે.