________________
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૨-૩૩-૩૪
૩૫ જે પીલાયે છતે સ્નેહ તેલ, નીકળતું નથી તેને દ્વિદલ કહે છે. દ્વિદળમાં પણ ઉત્પન્ન થયેલું=બે ફાડિયામાં પણ ઉત્પન્ન થયેલું, સ્નેહયુક્ત તેલયુક્ત, દ્વિદલ થતું નથી." (સંબોધ પ્રકરણ શ્રા. ૮૫)
અહીં આ સ્થિતિ છે. કેટલાક ભાવો હેતુગમ્ય છે. વળી, કેટલાક આગમગમ્ય છે. ત્યાં જે જે પ્રકારે હેતુગમ્ય છે તે, તે પ્રકારે જ પ્રવચનધર વડે પ્રતિપાદન કરવા યોગ્ય છે. આગમગમ્યમાં હેતુને અને હેતુગમ્યમાં વળી આગમ માત્ર પ્રતિપાદન કરતો ઉપદેશક આજ્ઞાવિરાધક થાય. જે કારણથી કહેવાયું છે –
જે ઉપદેશક હેતુવાદ પક્ષમાં હેતુથી અને આગમમાં આગમિક છે તે સ્વસમય પ્રજ્ઞાપક છે, અન્ય સિદ્ધાંતનો વિરાધક છે." If૧ (પંચવસ્તુ-૯૯૩)
આ રીતે કાયા ગોરસથી યુક્ત દ્વિદલમાં, પુષિત ઓદનમાં, બે દિવસથી અતીત દહીંમાં અને કુથિત અત્નમાં હેતુગમ્ય જીવતો સાવ નથી. પરંતુ આગમગમ્ય જ છે. તેથી તેઓમાં જે જીવો છે તે કેવલી વડે જોવાયા છે.
બાવીશ અભક્ષ્યનું વર્જન કરવું જોઈએ. એ પ્રમાણે પૂર્વમાં યોજન કરાયેલું જ છે. એ પ્રમાણે ત્રણેય શ્લોકનો અર્થ છે. ભાવાર્થ :
ભોગોપભોગવ્રતવાળા શ્રાવકને વર્જનીય બાવીશ અભક્ષ્ય કયા છે? તે ત્રણ શ્લોકથી ગ્રંથકારશ્રી બતાવે છે –
વર્જનીય એવી ચાર મહાવિગઈમાંથી મઘ અને માંસનું સ્વરૂપે પૂર્વમાં બતાવ્યું. હવે મધ અને માખણનું સ્વરૂપ બતાવે છે – ૩. મધ :
મધના ત્રણ ભેદો છે. મધમાં અનેક જીવો ઉત્પન્ન થાય છે તેથી દયાળુ સ્વભાવવાળા શ્રાવકે તેનો ત્યાગ કરવો જોઈએ.
૪. માખણ :
વળી, માખણ પણ મહાવિગઈ છે. અને તેમાં પણ એક અંતર્મુહૂર્ત પછી સૂક્ષ્મજંતુ ઉત્પન્ન થાય છે. માટે માખણનો પણ દયાળુ સ્વભાવવાળા શ્રાવકે ત્યાગ કરવો જોઈએ.
આ રીતે ચાર મહાવિગઈનું સ્વરૂપ બતાવ્યા પછ ઉદુમ્બરપંચકનું સ્વરૂપ બતાવે છે. પ થી ૯ ઉદુમ્બરપંચક -
ઉદુમ્બરપંચકમાં મશક આકારવાળા ઘણા સૂક્ષ્મ ત્રસજીવો થાય છે, તેથી શ્રાવકે તેનો ત્યાગ કરવો જોઈએ.