________________
૩૨
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૨-૩૩-૩૪ નિમિતપણું હોવાથી વજર્ય છે. જે કારણથી કહેવાયું છે –
મનુષ્યોથી સંપૂર્ણ નારકી અને દેવો, પંચેંદ્રિય તિર્યંચગણ, બેઇંદ્રિયાદિ તેઉકાય યથોત્તર આ પૂર્વમાં વર્ણન કર્યું એ, જીવો અસંખ્યાતા કહેવાયા છે. તેનાથી-તેઉકાયથી, ભૂપૃથ્વીકાય, જલઅપકાય અને વાઉકાય યથાનુક્રમ સમધિક કહેવાયા છે. અને સર્વથી=પૂર્વમાં વર્ણન કરાયેલા સર્વ જીવોથી, મોક્ષમાં ગયેલા જીવો અનંતગુણા કહેવાયા છે તેનાથી પણ=સિદ્ધના જીવોથી પણ, અનંત અંશવાળા છે અનંતકાયના જીવો અનંત સંખ્યામાં છે.” ૧
અને તે-અનંતકાય, આદિશમાં પ્રસિદ્ધ બત્રીશ છે. તેને કહે છે –
(૧) સર્વ પણ કંદ જાતિ (૨) સૂરણકંદ અને વજકંદ (૩) અલ્લાહલિદ્રા (૪) તથા અલ્લ (પ) અને અલ્લકચૂરો (૬) શતાવરી (૭) વિરાલી (૮) કુંઆરી કુંવરનું પાઠું (૯) અને થોહરી થોર (૧૦) ગલોઈ (૧૧) લસણ (૧૨) વંશકરિલ્લા=વાંસ કારેલાં (૧૩) ગજ્જર ગાજર (૧૪) લૂણો =લૂણ (૧૫) અને લોઢા (૧૬) ગિરિકંદ (૧૭) કિસલિપત્તા=પાનની કૂંપળો (૧૮) ખરિફુઆ (૧૯) વેગ (૨૦) અલ્લમુત્થા (૨૧) લૂણરુફખછલ્લી (૨૨) ખિલ્લડો અને (૨૩) અમયવલ્લી (૨૪) મૂળ (૨૫) અને ભૂમિહા (૨૬) વિરુઆ અને (૨૭) પ્રથમ ઢક્કવત્થલો (૨૮) સૂઅરવલ્લો અને (૨૯) પલંક-પાલક (૩૦) કોમલબિલિઆ (૩૧) આલુ - બટાકા અને (૩૨) પિંડાલ. ll૧-૨૩-૪
આ=ઉપર કહ્યા તે બત્રીસ, ‘અનંત' નામથી કહેવાય છે. અન્ય અનંતકાયને શાસ્ત્રથી લક્ષણ અને યુક્તિ વડે જાણવા." iા (સંબોધ પ્રકરણ, શ્રા. ૯૦-૪, પ્રવચન સારોદ્ધાર – ૨૩૬-૪૦)
વ્યાખ્યા=ઉપર આપેલ પાંચ શ્લોકોની વ્યાખ્યા કરેલ છે – સર્વ જ કંદજાતિ અનંતકાય છે. એ પ્રમાણે સંબંધ છે અને કંદ એટલે ભૂમિની મધ્યમાં રહેલ વૃક્ષનો અવયવ છે અને અહીં-અનંતકાયમાં, તે કંદો અશુષ્ક જ ગ્રહણ કરવા. વળી સુકાયેલા નિર્જીવપણું હોવાથી અનંતકાયપણું સંભવતું નથી. શ્રી હેમસૂરિએ પણ આ પ્રમાણે જ કહ્યું છે – “સમગ્ર પણ આÁકંદ” (યોગશાસ્ત્ર-૩/૪૪)
આર્ટ અશુષ્ક કંદ=નહિ સુકાયેલા, આદુનો કંદ (અનંતકાય છે.) વળી, સુકાયેલા એવા આદુના કંદનું નિર્જીવપણું હોવાથી અનંતકાયપણું સંભવતું નથી" એ પ્રમાણે યોગશાસ્ત્રના સૂત્ર અને વૃત્તિમાં કહેલ છે. (યોગશાસ્ત્ર-૩/૪૪) હવે તે જ કેટલાક કંદોને વ્યાપ્રિયમાણપણું હોવાથી=વ્યવહાર થતો હોવાથી, નામથી કહે છે –
(૧) સૂરણકંદ અર્શીત કદવિશેષ છે. (૨) વજકન્દ પણ કંદવિશેષ જ છે. (૩) લીલી અને સૂકી હળદર પ્રતીત જ છે. (૪) આદુ શૃંગબેર છે. (૫) આદુનો ચૂરો – આકચ્ચર તીખું દ્રવ્યવિશેષ પ્રતીત જ છે. (૬) શતાવરી (૭) વિરાલિક વેલડીનો પ્રકાર છે. (૭) કુમારી માંસલપ્રણાલ આકારપત્ર પ્રતીત જ છે. (૯) થોહરી સ્તુહીવૃક્ષ છે. (૧૦) ગડૂચી વેલડીવિશેષ પ્રતીત જ છે. (૧૧) લસણ કંદવિશેષ છે. (૧૨) વંશકારેલાં કોમળ નવા વાંસનો અવયવવિશેષ પ્રસિદ્ધ જ છે. (૧૩) ગાજર સર્વજન જાણે જ છે. (૧૪) લવણક વનસ્પતિવિશેષ બાળવાથી સક્લિકા સાજી બને છે. (૧૫) લોઢક પતિની કંદ છે. (૧૬) ગિરિકણિકા વેલડીવિશેષ છે. (૧૭) કિસલયરૂપ પત્રો પ્રોઢ પત્રોથી પહેલા બીજના અંકુશની અવસ્થારૂપ સર્વ પણ અનંતકાયિકા છે પરંતુ કેટલા જ નહિ. (૧૮) ખરિંશુકા કદનો પ્રકાર છે. (૧૯) થેગ પણ કંદવિશેષ જ છે. (૨૦) આ મુસ્તા પ્રતીત જ છે. (૨૧) લવણના બીજા