________________
ધર્મસંગ્રહ ભાગ-૩/ દ્વિતીય અધિકાર | શ્લોક-૩૨-૩૩-૩૪
ત્યાં=ચાર વિગઈઓમાં, મધ=મદિરા છે અને તે બે પ્રકારના છે. ૧. કાષ્ઠનિષ્પન્ન અને ૨. પિષ્ટનિષ્પન્ન. અને આ=બે પ્રકારની મદિરા, બહુદોષનો આશ્રય હોવાથી અને મહા અતર્થનો હેતુ હોવાથી ત્યાજ્ય છે.
જેને કહે છે=બહુદોષો અને મહાઅનર્થના હેતુને કહે છે –
“ગુરમોહ–અત્યંત મોહ, કલહ, નિદ્રા, પરિભવ, ઉપહાસ, રોષ-ભયનો હેતુ, દુર્ગતિનું મૂળ એવું મઘ, હિરિ=લજ્જા, સિરિ=સંપત્તિ, મઈ=મતિ અને ધર્મના નાશ કરનાર છે.” III (સંબોધ પ્રકરણ, શ્રા. ૭૩)
અને
જે કારણથી રસઉદ્દભવ ઘણાં જંતુઓ થાય છે તે કારણથી હિંસાના પાપના ભીરુએ મઘ પીવું જોઈએ નહીં. III
ખેદની વાત છે. અપાયેલું નથી અપાયેલું, ખાધેલું નથી ખાધેલું, કરેલું નથી કરેલું, મૃષાના ઉઘરાજ્યથી જેમ મદ્યપાન કરનાર સ્વેચ્છાથી બોલે છે. ૩
મદ્યપાન કરનારો મૂઢબુદ્ધિવાળો વધ, બંધાદિથી નિર્ભીક, ઘરમાં અથવા બહાર અથવા માર્ગમાં પરદ્રવ્યોને ખેંચીને ગ્રહણ કરે છે. જો
બાલિકાને, યુવતીને, વૃદ્ધાને, બ્રાહ્મણીને, ચંડાલી એવી પરસ્ત્રીને મઘના ઉન્માદથી કદર્ધિત એવો જીવ સદ્ય તરત, ભોગવે છે.” fપા (યોગશાસ્ત્રવૃત્તિ-૩/૧૭).
“જેમ અગ્વિના કણથી ઘાસની ગંજીઓ નાશ પામે છે તેમ વિવેક, સંયમ, જ્ઞાન, સત્ય, શૌચ, દયા, ક્ષમા, સર્વ માંથી નાશ પામે છે. પાકા
સંભળાય છે ખરેખર માંથી અંધ થયેલા શામ્બ વડે સર્વ વૃષ્ણિકુલ યાદવકુળ, હણાયું. અને પિતાની નગરી નાશ કરાઈ.” liા .
જલચર, સ્થલચર, ખેચર જંતુના ઉદ્ભવતા ભેદથી અથવા ચર્મ, રુધિર, માંસના ભેદથી માંસ ત્રણ પ્રકારનું છે. તેનું ભક્ષણ પણ મહાપાપનું મૂલપણું હોવાથી વજર્ય છે.
જેને કહે છે – “પંચેંદ્રિયના વધથી થયેલું દુર્ગધવાળું, અશુચિ, બીભત્સ રાક્ષસથી પરિતુલિત ભક્ષકને કરનારું, આમયજનક=રોગજનક, દુર્ગતિનું મૂળ માંસ છે. II૧
કાચી અને પાકી વિપશ્યમાન=રંધાતી, માંસપેશીઓમાં સતત જ નિગોદના જીવોનો ઉપપાત કહેવાયો છે.” li૨ાાં (સંબોધ પ્રકરણ, શ્રા. ૭૪-૫). ‘યોગશાસ્ત્ર' ગ્રંથમાં પણ કહ્યું છે –
“સઘ, સંમૂચ્છિત અનંત જંતુના સંતાનથી દૂષિત, નરકમાર્ગમાં પાથેય=ભાતારૂપ, પિશિતને માંસને, કોણ બુદ્ધિમાન ખાય ?” i૩ (યોગશાસ્ત્ર-૩/૩૩)