________________ રામ અને લક્ષ્મણ પુરુષની બોતેર કળાઓમાં પ્રવીણ બનાવી દીધા. એવી એક પણ વિદ્યા કે શાસ્ત્ર ન હતું કે જે ભણ્યા વિના આ બંને ભાઈઓ રહી ગયા હોય. ગુરુએ તે બંનેને તમામ શસ્ત્ર ને શાસ્ત્રની તાલીમ આપી હતી. વિદ્યાભ્યાસ પૂરો થશે. આ બંને ભાઈઓ યૌવનના થનગનાટમાં કૂદતા ને રમતા રાજમહેલે પાછા ફર્યા. રાજમહેલમાંથી તેઓ ગયા ત્યારે સાવ નાના અને સુકુમાર હતા. આજ જ્યારે તેઓ પાછા ફર્યા હતા ત્યારે તેઓ યુવાન અને પડછંદ સશકત ને વીર બનીને આવ્યા હતા. આવીને બંને ભાઈઓએ સૌ પ્રથમ માતપિતાને પ્રણામ કર્યા. અને આશીર્વાદ માંગ્યા. ગુણસેન અને પ્રિયદર્શના તે પિતાના સંતાનોનો આ વિકાસ જોઈને, ભાવભીની આંખે જોતાં જ રહી ગયાં. મૂક આંખોથી જાણે કહી રહ્યાં હતાં : “અરે ! મારા દીકરા ! આટલા બધા મોટા થઇ ગયા !...." P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust