Book Title: Simandhar Swami 350 Gathanu Stavan Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/005545/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય થવિજયજી હા વિરચિત શ્રી સીમંધરસવામી ઉપo થાથી સ્તની RIGERIB Ladzia ભાગ૧ To વિવેચક 8 પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંઘરસ્વામીનું 3૫0 ગાથાનું સ્તવન શબ્દશ: વિવેચન ભાગ-૧ મૂળ ગ્રંથકાર - લઘુહરિભદ્રસૂરિ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા આશીર્વાદદાતા વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ. શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પદર્શનવેત્તા, પ્રવચનિકપ્રતિભાધારક સ્વ. પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા * વિવેચનકાર પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા છ સંકલનકારિકા સ્મિતા ડી. કોઠા સંસ્થાના જ્ઞાનખાતામાંથી આ પુસ્તક જ્ઞાનભંડારશ્રીસંઘને ભેટ આપેલ છે. કતારગામ : પ્રકાશક : ત રિ નાતાળ શિ ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન ભાગ-૧ શબ્દશઃ વિવેચન * વિવેચનકાર : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૫ * વિ. સં. ૨૦૬૫ આવૃત્તિ : પ્રથમ * નફલ : ૩૦૦ મૂલ્ય : રૂ. ૧૦૫-૦૦ 卐 આર્થિક સહયોગ પરમતારક આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના સ્વપ્નને ગીતાર્થગંગાના પ્રયત્નમાં સાકાર થતાં જોઈ ધાનેરા નિવાસી ચંદનબેન કનૈયાલાલ પાનસોવોરા : મુખ્ય પ્રાપ્તિસ્થાન : તાર્થ ક ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. * મુદ્રક નવરંગ પ્રિન્ટર્સ આસ્ટોડીયા, અમદાવાદ-૧. ફોન ઃ (મો.) ૯૪૨૮૫૦૦૪૦૧ (ઘર) ૨૬૬૧૪૬૦૩ ૧૦૮ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ R : પ્રાપ્તિસ્થાન :* અમદાવાદ : * વડોદરા : ગીતાર્થ ગંગા શ્રી સૌરીનભાઈ દિનેશચંદ્ર શાહ ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ‘દર્શન' ઈ-૪૯, લીસાપાર્ક સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. વિભાગ-૨, રામેશ્વર સર્કલ, સુભાનપુરા, (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧ હાઈટેન્શન રોડ, વડોદરા-૩૯૦૦૨૩. 6 (૦૨૬૫) ૨૩૯૧૬૯૬ * મુંબઈ : શ્રી નિકુંજભાઈ આર. ભંડારી શ્રી હિમાંશુભાઈ એન. શેઠ વિષ્ણુ મહલ, ત્રીજે માળે, એ-૨/૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જવેલર્સની ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪000૨૦. ઉપર, મલાડ (ઈ.), મુંબઈ- ૪OOO૯૭. R (૦૨૨) ૨૨૮૧૪૦૪૮ = (૦૨૨) ૩૨૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ * જામનગર : શ્રી લલિતભાઈ ધરમશી શ્રી ઉદયભાઈ શાહ ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, C/o. મહાવીર અગરબત્તી વર્કસ જવાહરલાલ નહેરુ રોડ, C-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, સર્વોદય પાર્શ્વનાથનગર, જામનગર-૩૬૧૦૦૧. જૈન દેરાસર પાછળ, મુલુંડ (વે), મુંબઈ-૮૦. (૦૨૮૮) ર૬૭૮૫૧૩ (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૯૦૩૦ સુરત : ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુ નિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. 8 (૦૨૬૧) ૩૨૨૮૬૨૩ * રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. 8 (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ * BANGALORE: Shri Vimalchandji C/o. J. NEMKUMAR & COMPANY Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-53. (080) (O) 22875262, (R) 22259925 For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય “ગીતાર્થ ગંગા”નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે ૫. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થભૂત તત્ત્વોનાં રહસ્યોનું નય, નિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાંગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે, અનેક શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટે નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચનોનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દૃષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. તત્ત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યગ્ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધવામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. - સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગાનાં પ્રકાશનો પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મ. સા.)ના વ્યાખ્યાનનાં પુસ્તકો ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મ. સા.)ના વ્યાખ્યાનનાં તેમજ લેખિત સંપાદિત પુસ્તકો ? ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો ૨. યોગદષ્ટિસમુચ્ચય ૩. કર્મવાદ કર્ણિકા ૪. સદ્ગતિ તમારા હાથમાં ! ૫. દર્શનાચાર ૬. શાસન સ્થાપના ૭. અનેકાંતવાદ ૮. પ્રશ્નોત્તરી ૯. ચિત્તવૃત્તિ ૧૦. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૧. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૨. ભાગવતી પ્રવ્રજ્યા પરિચય ૧૩. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૪. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ, વિનિયોગ) १५. जैनशासन स्थापना ૧૬. ચિત્તવૃત્તિ ૧૭. શ્રાવ ઝું વરદ વ્રત પૂર્વ વિ7 ૧૮. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૧૯. પ્રશ્નોત્તરી For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૦. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૨૧. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૨૨. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? ૨૩. નિનશાસન સ્વતંત્ર ધર્મ યા સંપ્રદાય ? 28. Is Jaina Order Independent Religion or Denomination ? 24. Status of religion in modern Nation State theory ૨૬. ગૃહજિનાલય મહામંગલકારી ૨૭. શ્રી ઉપધાન માર્ગોપદેશિકા संपादक :- प. पू. गणिवर्य श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત |_|. અન્ય પુસ્તકોની યાદી ___L. ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ ૨. શ્રી નવપદ આરાધના વિધિ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!!!! (ગુજ.) સંકલનકર્તાઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ ૪. સ્વતંત્ર ભારત મેં થર્મ પરતંત્ર !!!!! (હિન્દી) સંકલનકર્તાઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ ૫. Right to Freedom of Religion !!!! સંકલનકર્તા: ધર્મતીર્થ રક્ષા સમિતિ | (અંગ્રેજી) ૬. “રક્ષાધર્મ' અભિયાન (ગુજ.) સંકલનકર્તા: ધર્મતીર્થ રક્ષા સમિતિ ૭. “Rakshadharma' Abhiyaan (અંગ્રેજી) સંકલનકર્તા: ધર્મતીર્થ રક્ષા સમિતિ ૮. સેવો પાસ સંખેસરો (ગુજ.) સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ ૯. સેવો પાસ સંવેસરો (હિન્દી) સંકલનકર્તા ઃ જ્યોતિષભાઈ શાહ ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો " whu ૧. ધર્મતીર્થ ભાગ-૧ ૨. ધર્મતીર્થ ભાગ-૨ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ છે : ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનનાં ગ્રંથો થે 1 - - 2 વિવેચનકાર - પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યનલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનહાવિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાચિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્વાચિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુસામગ્ગદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષદ્વાચિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાચિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચના ૨૯. યોગદષ્ટિની સઝાય શબ્દશઃ વિવેચન ૩૦. કેવલિભક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્ત્વદ્વાબિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચન ૩૬. યોગલક્ષણદ્વાબિંશિકા-૧૦ શબ્દશઃ વિવેચન ૩૭. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૮. અપુનર્ભધકદ્વાચિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચના ૩૯. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચના ૪૫. દેવપુરુષકારદ્વાબિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચના ૪૬. તારાદિત્રયદ્વાબિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચન ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિદ્વાબિંશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદ્દષ્ટિદ્વાચિંશિકા-૨૪ શબ્દશઃ વિવેચન ૪૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગદ્વાચિંશિકા-૩ શબ્દશઃ વિવેચન ૫૧. દેશનાદ્વાચિંશિકા-૨ શબ્દશઃ વિવેચન પ૨. જિનભક્તિદ્વાચિંશિકા-૫ શબ્દશઃ વિવેચન પ૩. યોગાવતારદ્વાચિંશિકા-૨૦ શબ્દશઃ વિવેચન ૫૪. યોગમાહાભ્યદ્વાચિંશિકા-૨૬ શબ્દશઃ વિવેચન પપ. સજ્જનસ્તુતિદ્વાચિંશિકા-૩૨ શબ્દશઃ વિવેચના ૫૬. પૂર્વસેવાદ્વાચિંશિકા-૧૨ શબ્દશઃ વિવેચન પ૭. ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા-૧૬ શબ્દશઃ વિવેચન ૫૮. ક્લેશતાનોપાયદ્વાચિંશિકા-૨૫ શબ્દશઃ વિવેચન ૫૯. વિનય દ્વાચિંશિકા-૨૯ શબ્દશઃ વિવેચન ૬૦. શ્રી સીમંધરસ્વામીને વિનંતીરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ૬૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૨. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૪. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૫. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૬૬. મુક્તિદ્વાચિંશિકા-૩૧ શબ્દશઃ વિવેચન ૬૭. યોગસાર પ્રકરણ શબ્દશઃ વિવેચન For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંઘરસ્વામીની 3૫0 ગાથાનાં સ્તવન ભાગ-૧ની - સંકલના પ્રસ્તુત સ્તવનમાં ઉપાધ્યાય યશોવિજયજીએ ભગવાનના માર્ગનો માર્મિક બોધ થાય તે રીતે સીમંધરસ્વામી પાસે વિનંતીરૂપે સ્તવન કરેલ છે. તેમાં સૌ પ્રથમ સાધુવેશમાં રહીને જેઓ વિરુદ્ધ આચરણા કરે છે, વિરુદ્ધ પ્રરૂપણા કરે છે અને પોતે કાળને અનુરૂપ ઉચિત આચરણા કરે છે તેમ સ્થાપન કરે છે, તેનું અનેક યુક્તિઓથી નિરાકરણ કરેલ છે. વળી, કેટલાક સાધુઓ ભગવાનના માર્ગને કઈ કઈ રીતે વિપરીત સ્થાપન કરે છે તે સર્વ સ્થાનને જુદા જુદા બતાવીને, તે સર્વ પ્રરૂપણા માર્ગવિરુદ્ધ છે, તે અનેક યુક્તિઓથી સ્થાપન કરેલ છે. વળી, કેટલાક સાધુઓ બાહ્ય કઠોર આચારમાત્રમાં સંયમપણાની બુદ્ધિ ધારણ કરીને ક્રિયાઓ કરે છે, તેઓ પણ કઈ રીતે માર્ગમાં નથી તે યુક્તિથી બતાવેલ છે. વળી, કેટલાક સાધુઓ આ કાળમાં ગીતાર્થ સાધુની પ્રાપ્તિ નથી તેમ માનીને એકાકી વિહાર કરે છે, તેઓની પણ તે પ્રવૃત્તિ ઉચિત નથી અને આ વિષમકાળમાં સાધુઓને શું કરવું ઉચિત છે ? તેને અનેક યુક્તિઓથી સ્થાપન કરેલ છે. વળી, કેટલાક સાધુઓ અહિંસા પરમો ધર્મ છે એમ માનીને જિનપૂજાઆદિ કૃત્યોનો અપલાપ કરે છે અને માત્ર ઉત્સર્ગ માર્ગની સંયમની આચરણામાં જ ધર્મ જોનારા છે તેઓની પણ તે મતિ માર્ગાનુસારી નથી, તે અનેક યુક્તિઓથી ઢાળ-૮માં બતાવેલ છે. છબસ્થતાને કારણે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડ. વિ. સં. ૨૦૬૫, અષાઢ સુદ-૧૩ - પ્રવીણચંદ્ર ખીમજી મોતા તા. ૫-૭-૦૯, રવિવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૩૨૪૪૭૦૧૪ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/સંપાદિકાનું કથન જે સંપાદિડાનું કથન છે પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે ગુજરાતી ભાષામાં ખૂબ સરળ શૈલીમાં સ્તવનોની રચના કરીને આપણા ઉપર ખૂબ ઉપકાર કર્યો છે. શ્રી સીમંધરસ્વામીના ૩૫૦ ગાથાના સ્તવનમાં પૂ. ઉપા. મહારાજ શ્રી સીમંધરસ્વામીને વિનંતી કરે છે કે “હે ભગવાન ! કૃપા કરીને મને શુદ્ધમાર્ગ બતાવો.” તેઓશ્રીએ કુગુરુઓનાં અનિષ્ટ વર્તન પર સખ્ત પ્રહારો કર્યો છે. અજ્ઞાની લોકોની અંધશ્રદ્ધા પર અને મુનિઓનાં ભ્રમભર્યા વિચારો પર પણ પ્રહાર કરેલ છે. પ્રભુ આજ્ઞાના પાલન વિનાના કેવળ બાહ્યાચાર કષ્ટરૂપ છે તે દર્શાવતા ગ્રંથકારશ્રી કહે છે કે – “જો કષ્ટ મુનિ મારગ પાવે, બળદ થાએ તો સારો; ભાર વહે જે તાવડે ભમતો, ખમતો ગાઢપ્રહારો રે.” પ્રસ્તુત ગ્રંથમાં પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ જેઓ આગમ વાંચી શકવાના નથી તેવા આપણને સૌને જીવનમાં પ્રાપ્ત થયા ન હોય તેવા યોગના પદાર્થોની આપણને પ્રાપ્તિ થાય તે રીતે આ ગ્રંથનું વિવેચન કરીને આપણા ઉપર ખૂબ ખૂબ ઉપકાર કરેલ છે. આ ગ્રંથના લખાણના કાર્યમાં છેક સાબરમતીથી વહેલી સવારે પ-૩૦ વાગે ભાઈશ્રી જિગ્નેશભાઈ હુકમીચંદજી ભંડારીએ આવીને સ્વકલ્યાણના ખ્યાલથી નોંધ તૈયાર કરેલ. તેનો સર્વને લાભ મળે તે હેતુથી ગીતાર્થ ગંગા ટ્રસ્ટ પ્રસ્તુત ગ્રંથમાં ૧થી ૯ ઢાળનું પ્રકાશન કરે છે. આ ગ્રંથમાં સતત માર્ગદર્શન અને પ્રેરણા આપવા બદલ વિદૂષી સાધ્વીજી પૂ. શ્રી ચારૂનંદિતાશ્રીજી મહારાજ સાહેબનો અને પ્રફરીડીંગના કાર્યમાં સા. પૂ. શ્રી ધ્યાનરૂચિતાશ્રીજી મહારાજ સાહેબનો ઉપકાર ભૂલી શકાય તેમ નથી. ગ્રંથકારશ્રીના આશયથી અને જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તે બદલ “મિચ્છામિ મિ દુક્કમ્.” આ સ્તવનને સંપૂર્ણ કંઠસ્થ કરીને તેનો અલ્પ પણ સ્વાદ ચાખીને મોક્ષમાર્ગની ગતિનો વેગ વધારીએ એ જ અભ્યર્થના. વિ.સં. ૨૦૬પ, અષાઢ સુદ-૧૩ - મિતા ડી. કોઠારી તા. ૫-૭-૦૯, રવિવાર ૧૨, બેન્ક ઑફ ઈન્ડિયા સોસાયટી, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ 3 ઢાળ નં. ૧ ૨ ૩ ૬ ૭ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/અનુક્રમણિકા ૐ અનુક્રમણિકા વિષય કલિકાળની વિષમ સ્થિતિનું સ્વરૂપ. ગુરુવિષયક વિવેક વગર જે તે ગુરુના બળથી તરવાની વૃત્તિવાળા જીવોનું સ્વરૂપ. દુષ્ટ આલંબન લેનારા સાધુઓનું સ્વરૂપ. કેટલાક અવિચારકો ઉપદેશ આપવાનો નિષેધ કરીને માત્ર સ્વકલ્યાણ માટે ઉદ્યમ કરવો ઉચિત છે તેઓના તે વચનની અસમંજસતા. કષ્ટકારી સંયમની ક્રિયા કરનાર સ્વમતિ અનુસાર ચાલનાર સાધુઓનું સ્વરૂપ. સમ્યજ્ઞાનપૂર્વકની ક્રિયાથી જ સંયમની પ્રાપ્તિ. વર્તમાનમાં પ્રાયઃ ગીતાર્થ સાધુની અપ્રાપ્તિ હોવા છતાં સાધુએ શું કરવું ઉચિત છે તેની સ્પષ્ટતા. અહિંસા માત્રને ધર્મરૂપે સ્વીકારીને અન્ય સર્વ પ્રત્યે અનાદરવાળાને ઉચિત ઉપદેશ. For Personal & Private Use Only પાના નં. ૧-૨૩ ૨૪-૪૩ ૪૪૫૯ ૬૦-૮૪ ૮૫-૧૦૮ ૧૦૯-૧૪૦ ૧૪૧-૧૬૨ ૧૬૩-૧૯૯ Page #13 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ॐ ह्रीँ अर्हं नमः । ॐ ह्रीँ श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः । તે નમઃ ।। શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન ભાગ-૧ ઢાળ પહેલી (રાગ : એ છીંડી કિહાં રાખી ? એ દેશી) શ્રીસીમંધરસાહિબ આગે, વીનતડી એક કીજે; ‘મારગ શુદ્ધ મયા કરી મુઝને, મોહનમૂરતિ ! દીજે રે.' જિનજી ! વીનતડી અવધારો. એ આંકણી. ૧ ગાથાર્થ : શ્રી સીમંધરસ્વામી ભગવાન આગળ એક વિનંતી કરીએ છીએ. હે મોહનમૂરતિ સીમંધરસ્વામી ભગવાન ! શુદ્ધમાર્ગ મને મારો કરીને આપો. હે જિનજી ! મારી વિનંતી અવધારો. ।।૧।। ભાવાર્થ : ગ્રંથકારશ્રી સીમંધરસ્વામી ભગવાન પ્રત્યે ભક્તિથી એક વિનંતી કરતાં કહે છે કે તત્ત્વના અર્થી જીવને મોહ પમાડે એવી મૂર્તિવાળા સીમંધરસ્વામી ભગવાન ! તમે શુદ્ધ માર્ગ મને મારો કરીને આપો અર્થાત્ શુદ્ધમાર્ગ મારો બને તેમ કરો. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧/ગાથા-૧-૨ આ પ્રકારની મારી વિનંતીને તમે અવધારણ કરો, એ પ્રમાણે વિનંતી કરીને ગ્રંથકારશ્રી પોતાને શુદ્ધમાર્ગનો પક્ષપાત વધે એ પ્રકારનો અભિલાષ કરે છે. જેથી પોતાને શુદ્ધમાર્ગની પ્રાપ્તિ દ્વારા કલ્યાણની પ્રાપ્તિ થાય. અહીં વિશેષ એ છે કે તીર્થકરો બધાને શુદ્ધમાર્ગ જ આપે છે; છતાં ભારેકર્મી જીવોને તીર્થકરે આપેલ શુદ્ધ માર્ગ પણ અશુદ્ધ રૂપે પ્રાપ્ત થાય છે. તેથી ગ્રંથકારશ્રી કહે છે કે હે સીમંધરસ્વામી ભગવાન ! આપે આપેલો શુદ્ધમાર્ગ મને શુદ્ધરૂપે પરિણમન પામે તે રીતે તમે શુદ્ધમાર્ગ આપો. આ પ્રકારના અભિલાષથી ગ્રંથકારશ્રી ભગવાનનો માર્ગ યથાર્થ પરિણમન પામે, તે પ્રકારનો અધ્યવસાય કરે છે. આવા અવતરણિકા : ગ્રંથકારશ્રી પોતાને શુદ્ધમાર્ગ મળે એવી સીમંધરસ્વામી ભગવાનને વિનંતી કરીને શુદ્ધમાર્ગ શું છે, તે સ્પષ્ટ કરવા અર્થે પ્રથમ અશુદ્ધમાર્ગ બતાવે છે - ગાથા : ચાલે સૂત્ર વિરુદ્ધાચારે, ભાષે સૂત્ર વિરુદ્ધ એક કહે અમ મારગ રાખું, તે કિમ માનું શુદ્ધ રે ? જિનાજી ! ૨ ગાથાર્થ : સૂત્રથી વિરુદ્ધ આચારમાં પોતે ચાલે છે, સૂત્ર વિરુદ્ધ બોલે છે, એવા એક પ્રકારના સાધુઓ અને માર્ગનું રક્ષણ કરીએ છીએ; એમ કહે છે, તેને હું શુદ્ધ કઈ રીતે માનું? અર્થાત્ તે માર્ગ શુદ્ધ છે એમ માની શકાય નહિ. પરા ભાવાર્થ : કેટલાક સાધુઓ શાસ્ત્રનો બોધ નહિ હોવાને કારણે સૂત્ર વિરુદ્ધ આચાર પાળે છે અને શાસ્ત્ર ભણીને ગીતાર્થ નહિ થયેલા હોવાથી ઉપદેશ દ્વારા સૂત્ર વિરુદ્ધ બોલે છે. વળી, સ્વમતિ અનુસાર શાસ્ત્રોના ખંડ-ખંડ અર્થોનો બોધ કરીને પોતાની પ્રવૃત્તિ કરે છે અને લોકોને માર્ગ બતાવે છે. વળી, તેઓ માને For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ 3 શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧/ગાથા-૨-૩-૪ છે કે અમે જ ભગવાનના માર્ગનું રક્ષણ કરીએ છીએ. તેથી ગ્રંથકારશ્રી કહે છે કે તેઓની તે પ્રવૃત્તિને હું કઈ રીતે શુદ્ધ માની શકું ? અર્થાત્ તે શુદ્ધ માર્ગ નથી. III અવતરણિકા : આ એક પ્રકારના સાધુઓ, સૂત્ર વિરુદ્ધ કઈ રીતે ચાલે છે, તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે ગાયા : આલંબન ફૂડાં દેખાડી, મુગધ લોકને પાડે; આણાભંગ તિલક તે કાલું, થાપે આપ નિલાડે રે. જિનજી ! ૩ ગાથાર્થ ફૂડા આલંબન દેખાડી=કલિયુગના ખોટા આલંબન બતાવીને, મુગ્ધ લોકને પાડે છે=શાસ્ત્ર વિરુદ્ધ ક્રિયાઓ કરાવે છે અને તે પ્રવૃત્તિથી તેઓ પોતાના લલાટે આજ્ઞાભંગનું કાળું તિલક સ્થાપન કરે છે. II3|| ભાવાર્થ : : - જે સાધુઓ ભવથી અત્યંત વિરક્ત નથી અને શાતાના અર્થ છે, તેઓ કલિકાલનું ખોટું આલંબન લઈ શાસ્ત્ર વિરુદ્ધ પ્રવૃત્તિ કરે છે અને મુગ્ધ એવા શિષ્યોને એ પ્રકારે પ્રવૃત્તિ કરાવીને ખાડામાં પાડે છે; જેના કારણે તેમના લલાટે આજ્ઞાભંગનું પાપ લાગે છે. માટે ગ્રંથકારશ્રી કહે છે કે તેઓની પ્રવૃત્તિને હું કઈ રીતે શુદ્ધ માનું ? એમ પૂર્વગાથા સાથે સંબંધ છે. 11311 અવતરણિકા : સૂત્ર વિરુદ્ધ ચાલનારા સાધુઓ કેવી મતિ ધરાવે છે જેથી તેઓની પ્રવૃત્તિ સૂત્ર વિરુદ્ધ બને છે, એ સ્પષ્ટ કરવા અર્થે કહે છે ગાથા : ‘વિધિ જોતાં કલિયુગમાં હોવે, તીરથનો ઉચ્છેદ; જિમ ચાલે તિમ ચલવે જઇયે, એહ ધરે મતિભેદ રે.’ - For Personal & Private Use Only જિનજી ! ૪ Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧/ગાથા-૪-૫ ગાથાર્થ : વિધિ જોતાં=શાસ્ત્રમાં કહેલી સમ્યક્ વિધિને જોતા, કલિયુગમાં તીર્થનો ઉચ્છેદ થાય=વિધિ પ્રમાણે પાળનારા સાધુઓનો અભાવ થવાથી ભગવાનના શાસનનો ઉચ્છેદ થાય. તેથી જેમ ચાલે તેમ ચલાવી લેવું જોઈએ= 1=સાધુ જે પ્રમાણે પોતાની અનુકૂળતા અનુસાર સંયમની આચરણા કરતા હોય તે પ્રમાણે ચલાવી લેવું જોઈએ. એ પ્રમાણે મતિનો ભેદ તેઓ ધારણ કરે છે અર્થાત્ શાસ્ત્રમતિ કરતાં જુદી મતિ ધારણ કરે છે. ||૪|| ભાવાર્થ : ૪ જે સાધુઓ સૂત્ર વિરુદ્ધ આચરણા કરનારા છે તેઓ શાસ્ત્ર વાંચે છે અને શાસ્ત્રમાં બતાવેલી વિધિ દુષ્કર જણાય છે, તેથી તેઓ વિચારે છે કે શાસ્ત્ર પ્રમાણે ક્રિયાઓ કરવાનો આગ્રહ રાખવામાં આવે તો કલિકાલમાં તીર્થનો ઉચ્છેદ થાય. અર્થાત્ શાસ્ત્ર અનુસાર ક્રિયા કરનારા બહુ અલ્પજીવોની પ્રાપ્તિ થાય, તેથી તીર્થની હાનિ થાય. માટે તીર્થના રક્ષણ અર્થે જેમ ચાલે તેમ ચલાવી લેવું જોઈએ અર્થાત્ સાધુઓ પોતાની પ્રકૃતિ પ્રમાણે જે રીતે આચરણા કરતા હોય તે રીતે ચલાવી લેવું જોઈએ, જેથી સાધુઓના સમુદાયની વૃદ્ધિ થાય અને ક્રિયા કરનારો વર્ગ ઘણો મોટો પ્રાપ્ત થાય તો ભગવાનના શાસનનો ઉચ્છેદ થાય નહિ . આ રીતે ધર્મ ક૨ના૨ા ઘણા વર્ગની પ્રાપ્તિરૂપ તીર્થનું રક્ષણ થાય એ પ્રકારની શાસ્ત્રથી ભિન્ન એવી મતિને તે સાધુઓ ધારણ કરે છે. II૪] ગાથા : ઈમ ભાષી તે મારગ લોપે, સૂત્રક્રિયા સવિ પીસી; આચરણા-શુદ્ધિ આચરિયે, જોઈ યોગની વીસી રે. ગાથાર્થ : ગાથા-૪માં કહ્યું એ પ્રમાણે બોલીને સૂત્રની બધી ક્રિયાઓ પીસીને તેઓ માર્ગનો લોપ કરે છે તો શુદ્ધ માર્ગ શું છે તે સ્પષ્ટ કરે છે. જિનજી ! ૫ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૯/ગાથા-૪-૫ અવતરણિકા : વળી, ગાથા-૧માં કહેલ એ પ્રમાણે પ્રતિમા લોપક સૂત્રને સ્વીકારે છે અને અર્થને માનતા નથી તે તેઓની અનુચિત પ્રવૃત્તિ છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : વૃત્તિપ્રમુખ જોઈ કરી, ભાખે આગમ આપ; જિનજી! તેહ જ મૂઢા ઓલવે, જિમ કુપુત્ર નિજ બાપ. જિનજી ! ૪ ગાથાર્થ : વૃત્તિપ્રમુખ જોઈ કરી આગમના અર્થ કરવા માટે આગમ ઉપર નિર્યુક્તિ, ભાષ્ય, ટીકા આદિ જોઈને આગમના અર્થો, આપ= સ્થાનકવાસી ભાખે છે. મૂઢ એવા તેઓ તેને જ ઓળવે છે-વૃત્તિપ્રમુખનો જ અપલાપ કરે છે, જેમ કુપુત્ર પોતાના બાપનો અપલાપ કરે છે. ll૪ll ભાવાર્થી - સ્થાનકવાસી પોતે જે સૂત્રો માને છે તેના અર્થને વૃત્તિ પ્રમુખ જોઈને સ્વયં બેસાડે છે અને લોકો આગળ પણ વૃત્તિના આધારે અર્થ કરીને ભાખે છે. આમ છતાં વૃત્તિ આદિમાં જિનપ્રતિમાની પૂજ્યતા સ્થાપન કરતા સ્થાનો માટે તેઓ કહે છે કે આ વૃત્તિ વગેરે પ્રમાણ નથી પરંતુ આગમના સૂત્રો જ પ્રમાણ છે. આમ કહીને સૂત્રોના અર્થોને કહેનાર વૃત્તિનો તેઓ અપલાપ કરે છે. જેમ કુપુત્ર પોતાના બાપનો અપલાપ કરે અર્થાત્ આ મારા બાપ છે તેમ કહેતા લજ્જા આવે ત્યારે લોકો આગળ બાપને બાપ પણ કહે નહિ. તેમ આગમ ઉપર રચાયેલી વૃત્તિ વગેરેને પ્રતિમા લોપક પ્રમાણ કહેતા નથી. III અવતરણિકા - પ્રતિમા લોપક વૃત્તિ આદિને નહિ માનનારા હોવાથી ભગવાનના સૂત્રના વિરાધક છે તે યુક્તિથી સ્પષ્ટ કરે છે – For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૯/ગાથા-૫ નૃત્યાદિક અણમાનતા, સૂત્ર વિરાધે દીન; જિનજી ! સૂત્ર-અરથ-તદુભયથકી, પ્રત્યનીક કહ્યા તીન. જિનજી ! ૫ 51121 : ગાથાર્થ : વૃત્તિ આદિને નહિ માનતા દીન=કલ્યાણનો માર્ગ જેમને જોયો નથી એવા પ્રતિમાલોપક, સૂત્રને=આગમને, વિરાધે છે. કેમ સૂત્રને વિરાધે છે તેથી કહે છે. શાસ્ત્રમાં સૂત્ર, અર્થ અને તદુભય થકી-તદ્દભયને આશ્રયીને, ત્રણ પ્રકારના પ્રત્યનીક કહ્યા છે=શાસ્ત્રના ત્રણ પ્રકારના શત્રુ કહ્યા છે. પા ભાવાર્થ : પ્રતિમાલોપક આગમને પ્રમાણ માને છે, છતાં આગમ ઉપર રચાયેલી પૂર્વાચાર્યોની વૃત્તિ, ભાષ્ય, ચૂર્ણી વગેરેને પ્રમાણ માનતા નથી; કેમ કે સર્વને પ્રમાણ માને તો વૃત્તિ આદિના બળથી પ્રતિમાની પૂજ્યતા સિદ્ધ થાય છે અને પ્રતિમા પૂજ્ય નથી તેવી સ્થિર બુદ્ધિ હોવાથી સ્થાનકવાસીઓ પ્રતિમાની પૂજ્યતા સિદ્ધ ક૨ના૨ વૃત્તિ વગેરેનો અપલાપ કરે છે. તેઓ ભગવાનના સૂત્રની વિરાધના કરનારા દીન છે અર્થાત્ જેમને કલ્યાણનો માર્ગ જોયો નથી તેવા રાંકડા છે. તેઓ સૂત્રને કેમ વિરાધે છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે. શાસ્ત્રકારોએ ત્રણ પ્રકારના આગમ પ્રત્યેનીક કહ્યા છે. (૧) સૂત્રને નહિ માનનારા, (૨) અર્થને નહિ માનનારા, (૩) સૂત્ર-અર્થ ઉભયને નહિ માનનારા. તેથી આગમના અર્થને કહેનાર એવી વૃત્તિ આદિને નહિ માનનારા સ્થાનકવાસી આગમના પ્રત્યનીક છે તેમ સિદ્ધ થાય છે અને જે આગમના પ્રત્યનીક છે તેઓ કલ્યાણનો માર્ગ જોયો નથી તેવા દીન છે. તેથી પ્રતિમા લોપક એવા તે જિનવચનાનુસાર અન્ય તપ, ક્રિયાદિ કરતા હોય તોપણ કલ્યાણને પામી શકે નહિ. ॥૫॥ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું રૂ૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૯/ગાથા-૬ અવતરણિકા : પૂર્વ ગાથામાં કહ્યું કે વૃત્તિઆદિને ન માનવામાં આવે અને સૂત્રને જ માનવામાં આવે તો સૂત્રના વિરાધક થાય. ત્યાં પ્રશ્ન થાય કે અર્થને ન માને તો અર્થના વિરાધક કહી શકાય પણ સૂત્રતા વિરાધક કેમ કહ્યા ? તેથી તેઓ સૂત્રના વિરાધક કેવી રીતે છે તે ભગવતીસૂત્રના વચનથી સ્થાપન કરે છે – ગાથા : અક્ષર અર્થ જ એકલો, જો આદરતાં ખેમ; જિનજી ભગવઈઅંગે ભાખિયો, ત્રિવિધ અર્થ તો કેમ? નિજી ! ૬ ગાથાર્થ : અક્ષરનો અર્થ જ=સૂત્રના અક્ષરથી પ્રાપ્ત થતો અર્થ જ, એકલો આદરતા જો એમ થાય કલ્યાણ થાય, તો ભગવતીઅંગમાં ત્રણ પ્રકારનો અર્થ કેમ કહ્યો ? અર્થાત્ ભગવતીસૂત્રનો ત્રણ પ્રકારનો અર્થ સંગત થાય નહિ. IfIl ભાવાર્થ - પ્રતિમાના લોપન કરનાર સ્થાનકવાસી મૂળ આગમસૂત્રને પ્રમાણ માને છે અને સૂત્રના અર્થને કહેનાર નિર્યુક્તિ, ભાષ્ય આદિને અપ્રમાણ સ્વીકારે છે તેને ગ્રંથકારશ્રી કહે છે કે સૂત્રના અક્ષરથી પ્રાપ્ત થતો એકલો અર્થ આદરવા માત્રથી જ જો કલ્યાણની પ્રાપ્તિ થતી હોય તો ભગવતીસૂત્રમાં સાધુને વાચના વખતે ત્રણ પ્રકારનાં અર્થ કરવાના કહ્યાં છે તે સંગત થાય નહિ અને ભગવતીસૂત્રને સ્થાનકવાસી પણ સ્વીકારે છે. તેથી સૂત્ર ઉપરની વૃત્તિ આદિને ન માને તો સ્થાનકવાસી ભગવતીસૂત્રના વિરાધક બને. ભગવતીસૂત્રમાં જે ત્રણ પ્રકારનો અર્થ કહ્યો છે તે ગ્રંથકારશ્રી સ્વયં આગળની ગાથામાં સ્પષ્ટ કરે છે. Iકા For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-ગાથા-૭ અવતરણિકા : પૂર્વ ગાથામાં કહ્યું કે ભગવતીસૂત્રમાં ત્રણ પ્રકારનાં અર્થ આપવાનું કહ્યું છે તેથી આગમ ભણનાર સાધુને ક્રમસર આગમના ત્રણ પ્રકારના અર્થ આપવાની જે વિધિ છે તેને સ્પષ્ટ કરે છે – ગાથા : સૂત્ર અરથ પહેલો બીજો, નિજુતીય મીસ; જિનાજી! નિરવશેષ ત્રીજો વલી, ઈમ ભાખે જગદીશ. જિનજી ! ૭ ગાથાર્થ : સૂત્રનો શબ્દથી પ્રાપ્ત થતો અર્થ પહેલો અર્થાત્ પ્રથમ વાચનામાં ગુરુ શબ્દથી પ્રાપ્ત થતો અર્થ શિષ્યોને આપે, બીજો નિર્યુક્તિ મિશ્ર બીજી વાચનામાં નિર્યુક્તિથી મિશ્ર સૂત્રનો અર્થ આપે, અને ત્રીજી વાચનામાં ત્રીજો નિરવશેષ અર્થ આપે બધા નયોથી ખોલીને અર્થની વાચના આપે, એમ જગદીશ ભગવાન, ભાખે કહે છે. ll૭ll ભાવાર્થ : યોગ્ય શિષ્ય જાણીને ગુરુ વાચના આપે ત્યારે પ્રથમ સૂત્રનો સામાન્યથી પ્રાપ્ત થતો અર્થ આપે જેને ભણીને શિષ્ય કંઠસ્થ કરે અને તે સૂત્ર અને તે સૂત્રના સામાન્ય અર્થથી યુક્ત બોધમાં શિષ્ય સ્થિર થાય પછી ગુરુ બીજી વાચના આપે જેમાં સૂત્ર ઉપર જે નિયુક્તિ છે તે નિર્યુક્તિથી મિશ્ર સૂત્રના અર્થ ભણાવે અને નિર્યુક્તિથી યુક્ત સૂત્રના અર્થને ધારણ કરીને શિષ્ય જ્યારે તે સૂત્રના અર્થને નિયુક્તિ અનુસાર યોજી શકે તેવો શક્તિ સંપન્ન થાય પછી તે સૂત્ર ઉપર ગુરુ ત્રીજી વાચના આપે જે વાચનામાં સર્વ નયોને ફલાવીને=ઘટાવીને, અર્થો કહે જેથી સર્વ નયોની દૃષ્ટિથી તે સૂત્રના યથાર્થ અર્થની શિષ્યને પ્રાપ્તિ થાય. આ પ્રકારની ત્રણ વાચનાથી સૂત્ર ઉપર ત્રણ પ્રકારના અર્થો આપવાનું ભગવતીસૂત્રમાં કહ્યું છે. માટે સૂત્રનો શબ્દથી પ્રાપ્ત થતો એકલો અર્થ સ્વીકારવાથી કલ્યાણની પ્રાપ્તિ થાય નહિ. આ રીતે માત્ર સૂત્રને સ્વીકારનાર સ્થાનકવાસી ભગવતીસૂત્રના વચનના વિરાધક છે. llણા. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૯|ગાથા-૮ અવતરણિકા : અર્થ અનુસાર સૂત્ર ચાલે છે, સૂત્ર અનુસાર અર્થ ચાલતો નથી તે દષ્ટાંતથી સ્પષ્ટ કરીને સૂત્ર એકલું સ્વીકારવાથી યથાર્થ અર્થ પ્રાપ્ત થાય નહિ તે બતાવવા અર્થે કહે છે – ગાથા : છાયા નરચાલે ચલે, રહે વિતી તસ જેમ; જિનજી! સૂત્ર અરથચાલે ચલે, રહે વિતી તસ તેમ. જિનજી! ૮ ગાથાર્થ : જેમ નર ચાલે છાયા ચલે, રહે નર ઊભો રહે, તસ તેની છાયાની સ્થિતિ થાય સ્થિર થાય, તેમ અર્થ ચાલે સૂત્ર ચલે, રહે અર્થ ઊભો રહે, તેની સ્થિતિ થાય સૂત્ર સ્થિર થાય. IIટiા. ભાવાર્થ : ભગવાને અર્થની દેશના આપી પછી અર્થ અનુસાર ગણધરોએ સૂત્રની રચના કરી. વળી, “સૂચનાત્ સૂત્ર:' એ પ્રમાણે સૂત્રની વ્યુત્પત્તિ છે તેથી સૂત્ર સૂચન માત્ર કરે છે અર્થાત્ અતિ ગંભીર પદાર્થને સંક્ષેપથી કહે છે. તેથી અર્થ જ્યાં જતો હોય ત્યાં સૂત્રનું યોજન કરવું જોઈએ અને અર્થ નિયુક્તિ, ભાષ્યાદિથી પ્રાપ્ત થાય છે, પરંતુ સૂત્રના વચનથી અર્થ પ્રાપ્ત થતો નથી. આ વાતને સ્પષ્ટ કરવા અર્થે દૃષ્ટાંત કહે છે કે પુરુષ ચાલે તેમ પુરુષની છાયા ચાલે છે અને પુરુષ ઊભો રહે તો છાયા ઊભી રહે છે પરંતુ છાયા પ્રમાણે પુરુષ ચાલતો નથી તેમ અર્થ જે દિશામાં જાય છે તે દિશામાં સૂત્ર જાય છે અને અર્થ જે સ્થાને પોતાનું કથન કરીને ઊભો રહે છે ત્યાં સૂત્ર પણ સ્થિર થાય છે. માટે સ્ત્ર પ્રમાણે અર્થ ચાલતા નથી; કેમ કે ભગવાને અર્થની દેશના આપી તે દેશનાના અર્થને અનુસરીને સૂત્રની રચના થઈ. તેથી અર્થને સૂત્ર અનુસરે છે અને જ્યાં ભગવાનથી બતાવાયેલ અર્થ જતો નથી ત્યાં સૂત્રની પણ રચના ગણધરોએ કરી નથી. તેથી અર્થ જ્યાં સ્થિર થાય છે ત્યાં સૂત્ર પણ સ્થિર થાય છે. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૯/ગાથા-૮-૯ વળી, સૂત્રમાત્રથી અર્થની પ્રાપ્તિ થતી નથી આથી જ દશપૂર્વધર એવા સ્થૂલિભદ્ર મુનિને પૂ. ભદ્રબાહુસ્વામીજીએ પાછળના ચાર પૂર્વે સૂત્રથી આપ્યા, અર્થથી આપ્યા નહિ તો તે ચાર પૂર્વનો અર્થ દશપૂર્વી એવા સ્ફુલિભદ્ર મુનિ પણ સ્વયં પ્રાપ્ત કરી શક્યા નહિ; કેમ કે અર્થ ક્યાં જાય છે તેની પ્રાપ્તિ નહિ હોવાથી સૂત્ર તે દિશામાં જવા માટે અસમર્થ છે. માટે સૂત્રોના અક્ષર પ્રમાણે એકલો અર્થ સ્વીકા૨વામાં આવે તો તે સૂત્રથી યથાર્થ અર્થ પ્રાપ્ત થાય નહિ તેથી હિતની પ્રાપ્તિ થાય નહિ માટે હિતાર્થીએ સૂત્રના વિશેષ અર્થને કહેનાર નિર્યુક્તિ આદિને સ્વીકારીને તેના અર્થ અનુસાર સૂત્રનું યોજન કરવું જોઈએ. III અવતરણિકા : ૧૦ અર્થ સાપેક્ષ સૂત્ર પ્રમાણ છે અને અર્થ નિરપેક્ષ સૂત્ર પ્રમાણ નથી તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે ગાથા : અર્થ કહે વિધિ વારણા ઉભય સૂત્ર જિમ ઠાણ; જિનજી ! તિમ પ્રમાણ સામાન્યથી, નવિ પ્રમાણ અપ્રમાણ. જિનજી ! ૯ ગાથાર્થઃ જેમ સૂત્ર ઠાણ=સ્થાને, વિધિ, વારણા અને ઉભય=વિધિ અને નિષેધ ઉભય, અર્થ કહે તિમ પ્રમાણ અર્થાત્ તે રીતે સૂત્ર પ્રમાણ છે. સામાન્યથી= વિધિ, વારણા અને ઉભયરૂપ અર્થના યોજન વગર સામાન્યથી, નવિ પ્રમાણ અપ્રમાણ=સૂત્ર પ્રમાણ નથી અને અપ્રમાણ નથી. III ભાવાર્થ : આગમસૂત્રો કોઈક સ્થાને વિધિરૂપ અર્થને કહે છે, કોઈક સ્થાને વારણારૂપ અર્થને કહે છે અર્થાત્ નિષેધ વચનને કહે છે અને કોઈક સ્થાને વિધિ નિષેધરૂપ ઉભય વચનને કહે છે. સૂત્રના તે પ્રકારના અર્થનું યોજન ક૨ીને સૂત્રનો અર્થ ક૨વામાં આવે તો તે સૂત્ર પ્રમાણ બને છે અર્થાત્ તે સૂત્ર અર્થનું યથાર્થ પ્રકાશન કરનાર બને છે માટે પ્રમાણ છે. પરંતુ વિધિ, વારણા કે ઉભય અર્થને ગ્રહણ કર્યા વગર, સૂત્રથી વાચ્ય અર્થને કહેવામાં આવે તો તે કથન પ્રમાણરૂપ પણ નથી અને અપ્રમાણરૂપ પણ નથી; કેમ કે સૂત્રથી વાચ્ય અર્થને નિર્યુક્તિ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૯/ગાથા-૯-૧૦ આદિના વક્તવ્ય અનુસાર વિધિ, વારણા અને ઉભયમાં યથાર્થ યોજન કરવામાં આવે તો તે સ્ત્ર પ્રમાણ બને અને તેનાથી વિપરીત યોજન કરવામાં આવે તો અપ્રમાણ બને માટે માત્ર સૂત્રથી વાચ્ય સામાન્ય અર્થ ગ્રહણ કરવાથી કલ્યાણની પ્રાપ્તિ થાય નહિ; કેમ કે તે અર્થ પ્રમાણ પણ નથી અને અપ્રમાણ પણ નથી. II II અવતરણિકા : વળી, એકલા સૂત્રથી ઈષ્ટ એવા સ્થાનની પ્રાપ્તિ થતી નથી, પરંતુ સૂત્ર અને અર્થ ઉભયથી જ ઈષ્ટ એવા મોક્ષરૂપ સ્થાનની પ્રાપ્તિ થાય છે. માટે સૂત્રને જ પ્રમાણ કહેનાર લંપાકનું સ્થાનકવાસીનું, વચન મિથ્યા છે. તે બતાવવા અર્થે કહે છે – ગાથા : અંધ પંગુ જિમ બે મલે, ચાલે ઈચ્છિત ઠાણ; જિનજી ! સૂત્ર અરથ તિમ જાણીયેં, કલ્યભાષ્યની વાણ. જિનાજી! ૧૦ ગાથાર્થ : જેમ અંધ પુરુષ અને પંગુ બે મળે તો ઈચ્છિત સ્થાને ચાલે, તેમ સૂત્ર અને અર્થ જાણીએ સૂત્ર અને અર્થ બે મળે, તો ઈચ્છિત સ્થાને ચાલે. એમ જાણીએ એ પ્રકારની કલ્પભાષ્યની વાણી છે. I૧૦II ભાવાર્થ : સૂત્ર અંધ સ્થાનીય છે. જેમ અંધ પુરુષ કયા માર્ગે જવાથી ઇષ્ટસ્થાનની પ્રાપ્તિ થશે તે જોઈ શકતો નથી તેમ સૂત્રથી પ્રાપ્ત સામાન્ય અર્થ ઇષ્ટ એવા મોક્ષમાર્ગને બતાવવા સમર્થ નથી અને પંગુ જેવો અર્થ ઇષ્ટ એવા મોક્ષના માર્ગને જોનાર હોવા છતાં મોક્ષમાર્ગ પર ગમન કરી શકતો નથી પરંતુ જેમ અંધપુરુષ અને પંગુ સાથે મળીને માર્ગમાં ગમન કરી શકે અર્થાત્ અંધ પુરુષ પંગુને પોતાના ખભા પર બેસાડે અને પંગુ પુરુષ અંધને માર્ગ બતાવે તો તે બન્ને ઇચ્છિત સ્થાનને પ્રાપ્ત કરે છે તેમ સૂત્ર અને અર્થ બન્ને ભેગા મળે તો મોક્ષમાર્ગમાં ગમન કરીને ઇચ્છિત એવા મોક્ષને પ્રાપ્ત કરે છે. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૯/ગાથા-૧૦-૧૧ આશય એ છે કે માત્ર સૂત્રથી વાચ્ય અર્થ તત્ત્વને બતાવવા સમર્થ નથી પરંતુ નિર્યુક્તિ, ભાષ્યથી અને ત્યારપછી સર્વ નયોથી પ્રાપ્ત થયેલો અર્થ યોગમાર્ગના પરમાર્થને બતાવવા સમર્થ છે અને આરાધક પુરુષ અર્થના બળથી મોક્ષના કારણભૂત એવા યોગમાર્ગના પરમાર્થને જોઈ શકે છે. આમ છતાં જેમ પંગુ પુરુષ માર્ગ જોવા છતા માર્ગ ઉપર ચાલવા સમર્થ નથી પરંતુ અંધના બળથી માર્ગ ઉપર જઈ શકે છે તેમ કોઈ મહાત્માને નિયુક્તિ, ભાષ્યથી વાચ્ય અર્થ અને નિરવશેષ અર્થ પ્રાપ્ત થયો હોય છતાં સૂત્રો કંઠસ્થ કર્યા ન હોય તો તે મહાત્મા સૂત્ર અને અર્થનું પરાવર્તન કરીને આત્માને વિતરાગભાવને અનુકૂળ એવા ઉત્તમ ભાવોથી વાસિત કરી શકતા નથી. પરંતુ જો તે મહાત્માને જેમ અર્થ પ્રાપ્ત થયો છે તેમ સૂત્ર પણ કંઠસ્થ હોય તો સૂત્રનું પારાયણ કરીને અર્થના પરમાર્થને આંતરચક્ષુ દ્વારા અવલોકન કરતા સૂત્રોથી વાચ્ય એવા પારમાર્થિક અર્થથી આત્માને વાસિત કરી શકે છે જેથી મોક્ષમાર્ગમાં અપેક્ષિત એવું અનુભવ જ્ઞાન પ્રગટે છે જેના બળથી તે મહાત્મા ઉત્તર-ઉત્તરના યોગમાર્ગમાં ગમન કરીને ઇષ્ટ એવા મોક્ષ તરફ પ્રયાણ કરે છે. આથી જ ગ્રંથકારશ્રીએ સવાસો ગાથાના સ્તવનમાં કહ્યું છે કે “સૂત્ર અક્ષર પરાવર્તના સરસ શેલડી દાખી, તાસ રસ અનુભવ ચાખીએ જિહાં એક છે સાખી” તેથી પારમાર્થિક અર્થના જાણકાર પુરુષ સ્ત્રનું પરાવર્તન કરીને અનુભવ જ્ઞાન પ્રાપ્ત કરે છે જે શેરડીના રસ જેવો મધુર છે અને તેના અનુભવના બળથી આત્મિક સુખને અનુભવતા પ્રકર્ષ વીર્યવાળા થાય તો ક્ષપકશ્રેણીને પ્રાપ્ત કરે છે. માટે પરમાર્થને સ્પર્શનારા અર્થ વગર માત્ર સૂત્રના અક્ષરનો સામાન્ય અર્થ જ આદરવામાં આવે તો કલ્યાણની પ્રાપ્તિ થાય નહિ. ll૧ની અવતરણિકા : વળી, સૂત્રનો યથાર્થ અર્થ વિશિષ્ટ વચન દ્વારા પ્રાપ્ત થઈ શકે સૂત્રના શબ્દથી પ્રાપ્ત થઈ શકે નહિ તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : વિધિ-ઉધમ-ભય-વર્ણના, ઉત્સર્ગહ-અપવાદ; નિજી ! તદુભય અર્થે જાણીયે, સૂત્ર ભેદ અવિવાદ. જિનજી ! ૧૧ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૯/ગાથા-૧૧-૧૨ ૧૩ ગાથાર્થ : વિધિ, ઉઘમ, ભય, વર્ણના, ઉત્સર્ગ, અપવાદ અને તદુભય-ઉત્સર્ગ અપવાદ ઉભય, આ સાત અર્થમાં સૂત્ર વિભક્ત છે અને તે સાત વિભાગો અર્થથી જાણીએ=વિશેષ અર્થના બોધથી જાણી શકાય છે, તેથી સૂત્રના ભેદનો અવિવાદ થાય છે. અર્થાત્ જો તે સાત ભેદનો બોધ ન થાય તો સૂત્રના ભેદનો નિર્ણય થઈ શકે નહિ પરંતુ અર્થથી જણાયેલા તે સાત ભેદને કારણે સૂત્રના ભેદમાં અવિવાદ થાય છે. ll૧૧l ભાવાર્થ : શાસ્ત્રોના સૂત્રો વિધિ, ઉદ્યમ આદિ સાત પ્રકારમાં વિભક્ત છે તેથી કેટલાક સૂત્રો વિધિને બતાવનારા છે, તો કેટલાક સૂત્રો ઉદ્યમને બતાવનારા છે, એ રીતે સૂત્રોનો વિભાગ સૂત્રના અક્ષર માત્રથી પ્રાપ્ત થતા અર્થને જાણવાથી થઈ શકે નહિ; પરંતુ નિર્યુક્તિ, ભાષ્યાદિથી વિશેષ અર્થનો બોધ થાય તો કયું સૂત્ર વિધિને કહેનારું છે, કયું સૂત્ર ઉદ્યમને કહેનારું છે તેનો નિર્ણય થઈ શકે. સૂત્રના વિશેષ અર્થને જાણનારા પુરુષને સૂત્રના ભેદમાં અવિવાદ થાય છે અર્થાત્ આ સૂત્રો વિધિ આદિ ભેદમાંથી કયા ભેદમાં અંતર્ભાવ પામે છે તેનો નિર્ણય થવાથી સૂત્રના ભેદનો વિવાદ રહેતો નથી. જિજ્ઞાસુએ વિધિ આદિ સાત ભેદોનું વર્ણન અમારા વડે વિવરણ કરાયેલા યતિલક્ષણસમુચ્ચય' ગ્રંથમાંથી જાણવું. ||૧૧|| અવતરણિકા : પૂર્વ ગાથામાં કહ્યું કે વિધિ આદિ સાત ભેદોમાં સૂત્ર વિભક્ત છે અને સૂત્રનો અર્થ જાણવાથી તે ભેદો જાણી શકાય છે. હવે, જો અર્થને પ્રમાણ ન માનવામાં આવે અને એકલા સૂત્રના અક્ષરના અર્થને જ પ્રમાણ માનવામાં આવે તો વિધિ આદિ ભેદો જાણી શકાય નહિ તેથી શું અર્થ પ્રાપ્ત થાય ? તે બતાવે છે – ગાથા : એહ ભેદ જાણ્યા વિના, કંખામોહ લહંત; જિનાજી ભંગન્તરપ્રમુખે કરી, ભાખ્યું ભગવઈતત્ત. જિનજી ! ૧૨ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૯/ગાથા-૧૨, ૧૩થી ૧૫ ગાથાર્થ - એહ ભેદસૂત્રના વિધિ આદિ સાત ભેદ જાણ્યા વગર, ભગત્તર પ્રમુખે કરી વિધિ આદિમાંથી જે ભાંગો પ્રાપ્ત થતો હોય તેનાથી અન્ય ભાંગાના વિકલ્પ કરી, કંખામોહ લહંત-કાંક્ષામોહની પ્રાપ્તિ થાય, એમ ભગવઈતન્ત ભગવતી તંત્રમાં ભગવતીસૂત્રમાં, ભાખ્યું છે. ll૧૨માં ભાવાર્થ - પૂર્વ ગાથામાં વિધિ આદિ સાત ભેદોમાં સૂત્ર વિભક્ત છે તેમ બતાવ્યું. હવે જો નિયુક્તિ, ભાષ્યાદિ પ્રમાણ સ્વીકારવામાં ન આવે તો માત્ર સૂત્રના અક્ષરોને વાંચીને આ સૂત્ર કયા ભેદમાં અંતર્ભાવ પામશે તેનો સર્વ સ્થાને નિર્ણય થઈ શકે નહિ અને તે ભેદનો નિર્ણય કર્યા વગર સૂત્રને વિધિ આદિ સાત ભેદોમાં વિભાગ કરવા માટે યત્ન કરવામાં આવે તો પરમાર્થથી કોઈક સૂત્ર વિધિ આદિ જે ભેદમાં રહેલું હોય તેનાથી અન્ય ભાંગાના વિકલ્પ કરી કાંક્ષા થાય અર્થાત્ આ સૂત્ર વિધિ આદિ સાત ભેદોમાંથી આ ભાંગામાં અંતર્ભાવ પામશે કે અન્ય ભાંગામા, તે પ્રકારની આકાંક્ષાથી મુંઝવણ પ્રાપ્ત થાય એ પ્રમાણે ભગવતીસૂત્રમાં કહ્યું છે. માટે ભગવતીસૂત્રને પ્રમાણ માનનાર સ્થાનકવાસીઓએ વિધિ આદિ સાત ભેદોને યથાર્થ જાણવા માટે અને કાંક્ષામોના નિવારણ અર્થે પણ વૃત્તિ આદિને પ્રમાણ સ્વીકારી જોઈએ. //વરા અવતરણિકા : વળી, માત્ર સૂત્રોએ જ પ્રમાણ સ્વીકારવામાં આવે અને નૃત્યાદિને પ્રમાણ સ્વીકારવામાં આવે તો સાધુને ઉચિત સ્થાને ઉચિત પ્રવૃત્તિ કરવાનો નિર્ણય થઈ શકે નહિ. માટે પણ વૃત્યાદિનું પ્રમાણ માનવી જોઈએ, તે બતાવવા અર્થે કહે છે – ગાથા : પરિવાસિત વારી કરી, લેપન અશન અશેષ; જિનજી! કારણથી અતિ આદર્યા, પંચકલા ઉપદેશ. જિનાજી! ૧૩ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૯/ગાથા-૧૩થી ૧૫ ૧૫ વર્ષાગમન નિવારિઓ, કારણે ભાખ્યું તેહ; જિનજી ! ઠાણાંગે શ્રમણી તણું, અવલમ્બાદિક જેહ. જિનજી ! ૧૪ આધાકર્માદિક નહી, બન્ધ તણો એકન્ત; જિનજી ! સૂયગડે તે કિમ ઘટે, વિણ વૃન્ત્યાદિક ત? જિનજી ! ૧૫ ગાથાર્થ : પરિવાસિત એવા લેપ, અશન અશેષ વારી કરી=સાધુને રાત્રે વાસી રખાયેલા લેપ, આહાર વગેરે અશેષ વસ્તુ કલ્પે નહિ એ પ્રકારે નિષેધ કરી, અતિ કારણથી પંચકલ્પ ઉપદેશ અનુસાર આદર્યા છે. ।।૧૩।। વર્ષામાં ગમન નિવારિયો=સાધુને વર્ષાઋતુમાં વિહાર નિવારણ કરાયેલો છે, કારણે તે ભાખ્યું છે=વર્ષામાં ગમન કરવાનુ ભાખ્યું છે. વળી, જે ઘણાંગસૂત્રમાં શ્રમણીતણું અવલંબનાદિ ભાખ્યું છે=અન્યત્ર સાધુને સાધ્વીનું અવલંબન આદિનો નિષેધ હોવા છતાં ઠાણાંગસૂત્રમાં અપવાદથી સાધુને સાધ્વીનુ અવલંબન આદિ સ્વીકાર્યું છે. ।।૧૪।। વળી, સૂયગડે-સૂયડાંગસૂત્રમાં, આધાકર્મીના બંધ તણો ‘એકાન્ત નહિ' કહેલ છે. તે=ગાથા-૧૩થી અત્યાર સુધી જે અપવાદો કહ્યા તે, નૃત્યાદિના તન્ત વગર=નૃત્યાદિના આલંબન વગર, કેમ ઘટે ? અર્થાત્ નિર્ણય થઈ શકે નહિ. ।।૧૫।। ભાવાર્થ : અપરિગ્રહ વ્રતના રક્ષણ અર્થે સાધુને લેપ, અશન વગેરે વસ્તુઓ રાત્રિ ઓળંગીને રાખવાનો નિષેધ છે; કેમ કે સાધુ સુખ-દુઃખ આદિ પ્રત્યે સમભાવવાળા હોય છે અને ભગવાનના વચનથી આત્માને વાસિત કરીને અસંગભાવની વૃદ્ધિ કરનારા હોય છે. હવે, સાધુ શાતા અર્થે લેપ વગે૨ે ૨ાખતા થઈ જાય તો પરિગ્રહધારી બને. તેથી ભગવાને સાધુના નિષ્પરિગ્રહ ભાવ ના અતિશય અર્થે ધર્મના ઉપકરણ સિવાય કોઈ પણ વસ્તુ રાત્રે રાખવાનો નિષેધ કર્યો છે. છતાં અતિકારણ પ્રાપ્ત થાય તો પંચકલ્પભાષ્યમાં અપવાદથી તેની અનુજ્ઞા આપેલી છે; કેમ કે સાધુ વીતરાગ નથી પરંતુ વીતરાગ થવાના અર્થી છે તેથી આમ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૯ગાથા-૧૩થી ૧૫ વીતરાગના વચનથી આત્માને ભાવિત કરવા અર્થે વીતરાગના વચનાનુસાર પ્રવૃત્તિ કરીને વીતરાગ થવા ઉદ્યમ કરી રહ્યા છે. હવે જો તેવા રોગાદિને કારણે વેપાદિ વસ્તુ રાત્રે ન રાખે અને શીઘ્ર ઉપલબ્ધ ન થવાથી આત્માને તત્ત્વથી વાસિત કરવામાં કરાતી ઉચિત પ્રવૃત્તિ વ્યાઘાત પામે તો હિત થાય નહિ, તેથી તેવા સંયોગોમાં અપવાદથી લેપાદિ વસ્તુ રાખવાની પંચકલ્પભાષ્યમાં અનુજ્ઞા આપી છે. વળી, સાધુને અહિંસા મહાવ્રતના રક્ષણ અર્થે વર્ષાઋતુમાં ગમનનો નિષેધ કર્યો છે; કેમ કે વર્ષાઋતુમાં જીવોત્પત્તિનો ઘણો સંભવ હોવાથી વિરાધના થવાનો સંભવ રહે છે. આમ છતાં અપવાદિક કારણ પ્રાપ્ત થાય તો વર્ષાઋતુમાં પણ વિહારની વિધિ કહી છે. જેમ તાપસોની અપ્રીતિના નિવારણ અર્થે વીર પ્રભુએ ચાતુર્માસમાં વિહાર કર્યો. વળી, સાધુને બ્રહ્મચર્યની નવ વાડોના રક્ષણ અર્થે સાધ્વીનું અવલંબનાદિ અત્યંત વારણ કરેલ છે; કેમ કે વેદનો ઉદય અનાદિ ભવ અભ્યસ્ત છે. તેથી નિમિત્તને પામીને થોડો પણ રાગાદિ ભાવ થાય તો ચોથા વ્રતમાં માલિન્ય પ્રાપ્ત થાય. આમ છતાં આગાઢ કારણે ઠાણાંગસૂત્રમાં સાધ્વીતણું અવલંબનાદિ ભાખ્યું છે. દા.ત. વૃદ્ધ અર્ણિકાપુત્ર આચાર્યએ દુષ્કાળને કારણે શિષ્યોને અન્ય સ્થાને વિહાર કરાવ્યો અને પોતે એકલા રહી આરાધના કરતા હતાં. તે વખતે ધાબળ ક્ષીણ થવાથી પોતે ગોચરી માટે ફરી શકે તેવી સ્થિતિ નહોતી. ત્યારે ગુણવાન સુપરિચિત પુષ્પચૂલા સાધ્વી વડે લાવેલ નિર્દોષ પિંડને ગ્રહણ કરતા હતા. વળી, સૂયડાંગસૂત્રમાં કોઈ સાધુ આધાકર્મી આહાર ગ્રહણ કરે તો તેમાં અનેકાંત બતાવેલ છે અર્થાત્ આધાકર્મી આહાર વાપરે તો તે સાધુને કર્મબંધ થાય અથવા કર્મબંધ ન પણ થાય. તેથી કયા સંયોગોમાં કર્મબંધ થાય છે અને કયા સંયોગોમાં કર્મબંધ થતો નથી તે ઉત્સર્ગ અપવાદને ઉચિત સ્થાને જોડવાથી થઈ શકે, અન્યથા નહિ. તે સર્વ વચનો-ગાથા-૧૩થી અત્યાર સુધી બતાવ્યા તે સર્વ વચનો, વૃત્યાદિના અવલંબન વગર કઈ રીતે ઘટી શકે ? અર્થાત્ તે તે ગ્રંથોની વૃત્યાદિ જોવામાં ન આવે તો તે કથન કઈ અપેક્ષાએ સંગત છે અને કઈ અપેક્ષાએ અસંગત છે તેનો વિશેષ નિર્ણય થઈ શકે નહીં અર્થાત્ તે વચનોનું ઉચિત સ્થાને યોજન થઈ શકે નહિ. I૧૩-૧૪-૧પII For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ટાળ-૯/ગાથા-૧૬ ૧૭ અવતરણિકા : વળી, માત્ર સૂત્રને સ્વીકારવામાં આવે અને નૃત્યાદિને ન સ્વીકારવામાં આવે તો સ્થાનકવાસીને અન્ય શું દોષ પ્રાપ્ત થાય તે બતાવે છે – ગાથા : વિહરમાન ગણધર પિતા, જિનજનકાદિક જેહ; જિનજી ! ક્રમ વલી આવશ્યક તણો, સૂત્ર માત્ર નહી તેહ. જિનજી! ૧૬ ગાથાર્થ : વિહરમાન વિહરમાન વીશ જિનો, ગણધરતેમના ગણધરો, પિતાવીસ વિહરમાન જિનોના પિતા, જિનના જનકાદિ=ચોવીશ તીર્થકરના જનકાદિ જે છે, વળી, આવશ્યકતણો કમ=“છ” આવશ્યકનો ક્રમ, તેહ-પૂર્વમાં વર્ણન કર્યું તે સર્વ, સૂત્ર માત્ર નહિ=એકલા સૂત્રમાં ઉપલબ્ધ નથી. તેથી નિર્યુક્તિ, ભાષ્યાદિ સ્વીકાર્યા વગર સૂત્રથી આ સર્વનો સ્વીકાર થઈ શકે નહિં. I૧૬ll ભાવાર્થ : સ્થાનકવાસીઓ પણ વીશ વિહરમાન તીર્થકરોને સ્વીકારે છે, તેઓના ગણધરોનાં નામો, તેમના પિતાનાં નામો, વળી, વર્તમાન ચોવીશીનાં જે ચોવીશ તીર્થકર છે તેમના જનકાદિના નામો=પિતા, માતા વગેરેના નામો જે વર્તમાનમાં ઉપલબ્ધ છે તે સર્વ આગમના મૂળ સૂત્રોમાં ઉપલબ્ધ નથી પરંતુ વૃત્યાદિમાં ઉપલબ્ધ છે. વળી, સાધુઓ અને શ્રાવકો જ આવશ્યકરૂપ પ્રતિક્રમણ કરે છે તે આવશ્યકનો ક્રમ પણ સૂત્રમાં ઉપલબ્ધ નથી પરંતુ વૃત્યાદિમાં ઉપલબ્ધ છે. માટે માત્ર સૂત્રને પ્રમાણ કરવામાં આવે અને નૃત્યાદિને અપ્રમાણ સ્વીકારવામાં આવે તો વર્તમાનમાં વિહરમાન તીર્થકર આદિ સર્વ સ્વીકારાય છે તે સર્વનો સ્વીકાર થઈ શકે નહિ અને છ આવશ્યકનો ક્રમ સ્વીકારીને જે આવશ્યક ક્રિયા કરાય છે તે પણ માત્ર સૂત્રના બળથી થઈ શકે નહિ. તેથી તૃત્યાદિને પણ પ્રમાણ માનવા જોઈએ. ll૧૬ના For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૯ ગાથા-૧૭ અવતરણિકા : વળી, આગમના સૂત્ર ઉપર નિર્યુક્તિ, ભાષ્યાદિથી કથિત અર્થ સ્વીકારવામાં ન આવે તો યથાર્થ બોધ ન થવાથી આત્માને શાસ્ત્રના પારમાર્થિક ભાવોથી વાસિત કરી શકાય નહિ તે બતાવવા અર્થે કહે છે – ગાથા : અર્થ વિના કિમ પામિયે, ભાવ સકલ અનિબદ્ધ? જિનાજી! ગુરુમુખ વાણી ધારતાં, હોવે સર્વ સુબદ્ધ. જિનજી! ૧૭ ગાથાર્થ : અર્થ વગર નિર્યુક્તિ, ભાગાદિથી વાચ્ય એવા અર્થ સ્વીકાર્યા વગર, અનિબદ્ધ સૂત્રમાં અનિબદ્ધ, એવા સકલ ભાવ કેમ પામિયે ? અર્થાત્ પામી શકાય નહિ. ગુરુમુખથી સૂત્રમાં અનિબદ્ધ એવી વાણીને ધારતા, સર્વ સુબદ્ધ હોવે સૂત્રમાં અનિબદ્ધ એવા ભાવોની પણ પ્રાપ્તિ થવાથી સર્વ કથન સુબદ્ધ થાય. ll૧૭ll ભાવાર્થ : નિયુક્તિ, ભાષ્યાદિ દ્વારા પ્રતિમાની પૂજ્યતા સિદ્ધ થતી હોવાથી સ્થાનકવાસીઓ નિયુક્તિ, ભાષ્યાદિને માનતા નથી, તેઓને ગ્રંથકારશ્રી કહે છે– નિર્યુક્તિ, ભાષ્યાદિથી વાચ્ય એવા અર્થને સ્વીકાર્યા વગર સૂત્રમાં જે ભાવો શબ્દોથી નિબદ્ધ નથી પરંતુ અર્થથી પ્રાપ્ત થાય છે તે સકલ ભાવો નિર્યુક્તિ, ભાષ્યાદિન સ્વીકારીએ તો કઈ રીતે પ્રાપ્ત થાય ? અર્થાત્ પ્રાપ્ત થઈ શકે નહિ, પરંતુ નિર્યુક્તિ, ભાષ્યાદિની રચના કરનારા એવા મહાપુરુષરૂપ ગુરુમુખથી પ્રાપ્ત થતી વાણીને ધારણ કરવામાં આવે તો સૂત્રમાં અનિબદ્ધ હોય તે પણ અર્થ સુબદ્ધ રીતે પ્રાપ્ત થાય છે. તેથી ભગવાને કહેલા યથાર્થ અર્થને ગ્રહણ કરીને તેનાથી આત્માને વાસિત કરવા માટે જેમ સૂત્રને પ્રમાણ માનવું જોઈએ, તેમ સૂત્રના અર્થને કહેનાર નિર્યુક્તિ, ભાષ્યાદિને પણ પ્રમાણ સ્વીકારવા જોઈએ. જેથી સર્વ સુબદ્ધ અર્થની પ્રાપ્તિ થાય. ll૧૭થી For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવનઢિાળ-૯/ગાથા-૧૮-૧૯ ૧૯ અવતરણિકા : વળી, સુવિહિત પુરુષોએ કરેલી આગમ ઉપરની વૃત્યાદિને સ્વીકારવામાં ન આવે તો શું દોષ પ્રાપ્ત થાય ? તે બતાવે છે – ગાથા : પુસ્તક અર્થ પરમ્પરા, સઘલી જેહને હાથ; જિનજી! તે સુવિહિત અણમાનતાં, કિમ રહસે નિજ આથ ? જિનાજી ! ૧૮ ગાથાર્થ - પુસ્તક આગમના મૂળ સૂત્ર, અર્થસૂત્રથી વાચ્ય વિશિષ્ટ અર્થ, પરંપરા ગુરુની પરંપરા, સઘળી જેમના હાથમાં છે જેમને પ્રાપ્ત થયેલી છે, તે સુવિહિતોને અણમાનતા=અપ્રમાણ કહેતા, નિજ આથ કિમ રહસે પોતાની સખ્યત્ત્વરૂપ લક્ષમી કેમ રહેશે ? અર્થાત્ સમ્યક્ત નાશ પામશે. II૧૮ll ભાવાર્થ : જે પૂર્વોના પુરુષોએ આગમ ઉપર નૃત્યાદિ રચી છે તેઓને આગમના સૂત્ર, આગમસૂત્રનાં વિશિષ્ટ અર્થો અને ગુરુ પરંપરાથી પણ કેટલાક પદાર્થો પ્રાપ્ત હતા. જેઓના હાથમાં આ ત્રણે વસ્તુ હતી તે સુનિહિતોએ આગમના અર્થોનો બોધ કરાવવા માટે વૃત્યાદિ રચેલ છે અને તેને પ્રમાણ માનવામાં ન આવે તો પ્રમાણભૂત એવા સુવિહિત મહાપુરુષોના વચનને અપ્રમાણ કહેવાથી પોતાનું સમ્યક્ત કેમ રહી શકે ? અર્થાત્ રહી શકે નહિ. I/૧૮માં અવતરણિકા : પૂર્વપક્ષી કહે છે કે આગમ ઉપર રચાયેલ નિર્યુક્તિ આદિમાં પરસ્પર વિરોધ પ્રાપ્ત થાય છે માટે અમે તેને પ્રમાણ માનતા નથી, તેને ગ્રંથકારશ્રી કહે છે – For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન-ઢાળ-૯/ગાથા-૧૯-૨૦ ગાથા : સગુરુ પાસે શીખતાં, અર્થ માંહિ ન વિરોધ; જિનજી હેતુવાદ આગમ પ્રતે, જાણે જેહ સુબોધ. જિનજી ! ૧૯ ગાથાર્થ : સદ્ગુરુ પાસે શીખતાં-સદ્ગુરુ પાસે નિયુક્તિ, ભાષ્યાદિ અર્થો ભણતા, અર્થમાં વિરોધ નથી પરસ્પર સાપેક્ષ કથનો હોવાથી અર્થમાં વિરોધ નથી. વળી, નિર્યુક્તિ, ભાષ્યાદિ ભણવાથી આગમ પ્રત્યે હેતુવાદ જાણે=આગમને આશ્રયીને કયા હેતુથી કર્યું કથન છે તેના ભાવ જાણે, જેહ=જેનાથી, સુબોધ થાય=સુંદર બોધ થાય. I૧૯ll ભાવાર્થ – સ્થાનકવાસી જિનપ્રતિમાને માનતા નથી અને જિનપ્રતિમાની સિદ્ધિ નૃત્યાદિથી થાય છે તેથી તૃત્યાદિને અપ્રમાણ કહેવા માટે વૃત્યાદિના ભિન્ન-ભિન્ન વચનોને ગ્રહણ કરીને તે કહે છે કે નૃત્યાદિમાં જે અર્થો પ્રાપ્ત થાય છે તેમાં પરસ્પર વિરોધ છે માટે સર્વજ્ઞ કથિત આગમ જ પ્રમાણ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે સદ્ગુરુ પાસે વૃત્યાદિના આધારે જો આગમના અર્થો ભણવામાં આવે તો અર્થમાં કોઈ વિરોધ નથી પરંતુ આગમમાં આ કથન કઈ અપેક્ષાએ કહ્યું છે તેના હેતુવાદની પ્રાપ્તિ થાય છે અને આગમના વચનો કઈ અપેક્ષાએ કહ્યા છે તે ગુરુ પાસે જાણવાથી શિષ્યને સુબોધ થાય છે. આ રીતે આગમના કથનો કઈ અપેક્ષાએ છે તેનો યથાર્થ બોધ કરવાનો ઉપાય નૃત્યાદિ છે માટે તેને અપ્રમાણ સ્વીકારી શકાય નહિ. ૧૯ અવતરણિકા : આગમ ઉપર રચાયેલી વૃત્તિરૂપ અર્થમાં મતભેદને સામે રાખીને સ્થાનકવાસી કહે છે કે અર્થમાં ઘણા મતભેદ છે માટે અર્થ પ્રમાણ થઈ શકે નહિ, સૂત્ર જ પ્રમાણ થઈ શકે તેને ગ્રંથકારશ્રી કહે છે – For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧/ગાથા-૨૩ અવતરણિકા : પૂર્વમાં કહેલા કોઈકના માર્ગના વિષયમાં ભ્રમને દૂર કરવા કહે છે – ગાથા : પામી બોધ ન પાલે મૂરખ, માગે બોધ વિચાલે; લહિયે તેહ કહો કુણ મૂલે ? બોલ્યું ઉપદેશમાલે રે. ૨૧ ગાથાર્થ : બોધ પામીને મૂર્ખ પાળે નહિ તો ક્યા વિચારે બોધને માંગે છે=ભગવાન પાસે બોધને માંગે છે તેને હિતશિક્ષા આપતા કહે છે કે ભગવાન પાસે જે તે માંગે છે, તે ક્યા મૂલ્યથી પ્રાપ્ત કરશે ? એ પ્રમાણે “ઉપદેશમાલા”માં કહ્યું છે. II૨૩]I જિનજી ! ૨૩ ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું તે પ્રમાણે કોઈક વિચારે છે કે ભગવાન પાસે આપણે પ્રાર્થના કરશું એટલે મોક્ષમાર્ગની પ્રાપ્તિ થશે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે “વર્તમાનમાં પોતાને બોધ થયો છે કે સંસારમાર્ગ અહિતકારી છે અને મોક્ષમાર્ગ હિતકારી છે. આમ છતાં, સ્વશક્તિ અનુસાર ગુણનિષ્પત્તિ માટે જે મૂર્ખ પ્રયત્ન કરતો નથી અને ભગવાન પાસે માગે છે કે મને મોક્ષમાર્ગને અનુકૂળ ગુણસંપત્તિ આપો. એટલે વર્તમાનમાં સ્વશક્તિ હોવા છતાં શક્તિ અનુસાર શાસ્ત્રના ૫૨માર્થને જાણવા, જાણીને સ્થિર કરવા અને તદ્અનુસાર સ્વશક્તિ પ્રમાણે ગુણનિષ્પત્તિમાં ઉદ્યમ કરવા જેઓ યત્ન કરતા નથી, પરંતુ તે પ્રકારના યત્નમાં પ્રમાદ કરે છે અને વિચારે છે કે નિર્ગુણીને પણ સાહિબ તારે છે માટે સાહિબની ભક્તિ કરીને અમે તરશું. પરંતુ જેઓ વર્તમાનકાળમાં માર્ગની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરતા નથી, તેઓ ભવિષ્યમાં કયા મૂલ્યથી માર્ગને પ્રાપ્ત કરશે” ? અર્થાત્ શક્તિના પ્રકર્ષથી માર્ગને આત્મામાં નિષ્પન્ન કરવાનો ઉદ્યમ કરવો એ માર્ગની પ્રાપ્તિનો ઉપાય છે અને જેઓ શક્તિના પ્રકર્ષથી માર્ગને પ્રગટ કરવા માટે ઉદ્યમ કરે છે, તેઓને તે ઉદ્યમના મૂલ્યથી જ જન્માંત૨માં માર્ગ પ્રાપ્ત થાય For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧/ગાથા-૨૩-૨૪ છે; કેમ કે વર્તમાનકાળમાં માર્ગવિષયક અપ્રમાદભાવથી કરાયેલા યત્નને કારણે અપ્રમાદભાવના સંસ્કારો પડે છે અને અપ્રમાદભાવથી માર્ગવિષયક કરાયેલી પ્રવૃત્તિકાળમાં બંધાયેલું પુણ્ય ભવિષ્યમાં માર્ગ પ્રાપ્તિનું કારણ બને છે. પરંતુ જેઓ વર્તમાનકાળમાં શક્તિ અનુસાર માર્ગને સેવવામાં પ્રમાદ કરે છે અને માત્ર પ્રાર્થનાના બળથી ભવિષ્યમાં પોતાને માર્ગ મળશે, એવી અપેક્ષા રાખે છે તેઓને માર્ગની નિષ્પત્તિમાં રહેલો પ્રમાદભાવ પ્રમાદના સંસ્કારો નાખશે અને માર્ગમાં શક્ય પ્રયત્ન પ્રત્યેનો ઉપેક્ષાભાવ માર્ગની પ્રાપ્તિમાં વિઘ્નભૂત કર્મબંધનું કારણ થશે. તેથી માત્ર ભગવાનની પાસે યાચના કરવાથી માર્ગની પ્રાપ્તિ થાય નહિ, એમ ‘ઉપદેશમાલા’ગ્રંથમાં કહ્યું છે. II૨૩॥ અવતરણિકા : ગાથા-૨૨/૨૩માં કહ્યું કે માત્ર ભગવાનની પાસે મોક્ષમાર્ગને માંગવાથી માર્ગની પ્રાપ્તિ થાય તેમ નથી. તેથી જિજ્ઞાસા થાય કે ભગવાનની પાસે માંગવાથી કેવા જીવોને માર્ગની પ્રાપ્તિ થશે, તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે - ૨૨ ગાથા : આણા પાલે સાહેબ તૂસે, સકલ આપદા કાપે; આણાકારી જે જન માગે, તસ જસલીલા આપે રે. ગાથાર્થ ઃ આણા પાળે સાહેબ તુસે=જે જન ભગવાનની આજ્ઞા પાળે તેના ઉપર ભગવાન તોષ પામે અને સકલ આપદાને કાપે=તે જનની બધી આપત્તિઓને દૂર કરે. આજ્ઞાકારી જન જે માંગે=ભગવાનની આજ્ઞાનું પાલન કરનાર પુરુષ ભગવાનની પાસે મોક્ષમાર્ગને માંગે તેને ભગવાન જશલીલા આપે=કીર્તિ અને સુખસંપત્તિ આપે. ।।૨૪।। જિનજી ! ૨૪ ભાવાર્થ : ભગવાન સર્વજ્ઞ વીતરાગ છે. કોઈના ઉપર તોષ પામતા નથી કે રોષ પામતા નથી. આમ છતાં ભગવાનની આજ્ઞાના પાલનથી જીવને હિતની પ્રાપ્તિ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન ટાળ-૧/ગાથા-૨૪ થાય છે. તેને સામે રાખીને ભગવાન તોષ પામે છે અને ભગવાન તોષ પામીને બધી આપત્તિઓ દૂર કરે છે, તેમ ઉપચારથી કહેવાય છે. તેથી ગ્રંથકારશ્રી કહે છે – જે ભગવાનની આજ્ઞા પાળે છે, તેના ઉપર ભગવાન તોષ પામે છે અર્થાત્ ભગવાનના તોષના ફલરૂપે સર્વ કલ્યાણની પરંપરા તેને પ્રાપ્ત થાય છે અને આજ્ઞાપાલનથી જ તેની બધી આપત્તિઓ દૂર થાય છે અર્થાત્ દુર્ગતિના પરિભ્રમણરૂપ બધી આપત્તિઓ દૂર થાય છે. તેથી વ્યવહારથી ઉપચાર કરીને કહેવામાં આવે છે કે ભગવાને બધી આપદા કાપી અને ભગવાનની આજ્ઞા અનુસાર જેઓ યોગમાર્ગમાં ઉદ્યમ કરે છે, તેઓ ભગવાનની ભક્તિકાળમાં જે જે માંગે છે, તેનાથી યોગમાર્ગને સેવવાના બળનો સંચય થાય છે. તેથી તેવા આજ્ઞાકારી જીવો ભગવાનની ભક્તિ કરીને જે જે યાચના કરે છે, તેના ફળરૂપે તેઓને સદ્ગતિની પરંપરાની પ્રાપ્તિ થાય છે. તેથી લોકમાં પણ આ મહાત્મા છે, તે પ્રકારની કીર્તિ ફેલાય છે અને તે આજ્ઞાકારી પુરુષને સતિઓના સુખ અને અંતે મોક્ષના સુખરૂપ લીલા પ્રાપ્ત થાય છે. તેથી આજ્ઞાકારી પુરુષને ભગવાન પાસે કરેલી યાચના દ્વારા જશ અને લીલા પ્રાપ્ત થાય છે, તેને સામે રાખીને ભગવાન આજ્ઞાકારી પુરુષને યશ અને લીલા આપે છે, તેમ કહેવાય છે. ર૪ll For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ટાળ-ર/ગાથા-૧ ઢાળ બીજી :(આદર જીવ ક્ષમાગુણ આદર-એ દેશી અથવા રાગ આસાઉરી;ઉપશમ આણો-એ દેશી) અવતરણિકા :વળી, કોઈ અન્ય પ્રકારે અશુદ્ધ માર્ગને માર્ગરૂપે માને છે, તે બતાવે છે – ગાથા : કોઈ કહે અમે ગુરુથી તરસું, જિમ નાવાથી લોહા રે;' તે મિથ્યા ન લહે સહવાસે, કાચ પાચની સોહા રે. ૧ ગાથાર્થ : કોઈ કહે છે કે અમે ગુરુથી તરશું અર્થાત્ ગુરુને શરણે રહીશું તો તરી જઈશું, જેમ નાવથી લોખંડ તરે છે. તેને ગ્રંથકાર કહે છે ? તે મિથ્યા છે કોઈ કહે છે તે મિથ્યા છે. કેમ મિથ્યા છે ? તે સ્પષ્ટ કરતા કહે છે. પારસમણિની સાથે સહવાસથી કાય શોભા ને પામતો નથી. IIII ભાવાર્થ - કેટલાક માર્ગના વિષયમાં કહે છે ગુણવાન ગુરુ સાથે વસવાથી અમે તરી જઈશું. તેમ કહીને પોતે મોહનાં ઉમૂલન માટે સમ્યક્ યત્ન કરતા નથી. અને ગુરુના બળથી અમે તરી જઈશું, એમ માને છે અને તેમાં તેઓ યુક્તિ આપે છે કે લોખંડ પાણીમાં તરતું નથી પણ નાવથી લોખંડ તરી શકે છે. તેમ ગુરુના બળથી અમે પણ તરી જઈશું. તેઓને ગ્રંથકાર શ્રી કહે છે કે તેઓનું તે વચન મિથ્યા છે. તેમાં મુક્તિ આપે છે કે કાચને પારસમણિની સાથે રાખવામાં આવે તો કાચ પારસમણિની શોભા પામે નહિ. તેમ જે જીવ પારસમણિ જેવા ગુણવાન ગુરુની પાસે રહે પરંતુ યોગમાર્ગમાં સમ્યક ઉદ્યમ ન કરે તો યોગી બને નહિ અને યોગી બન્યા વગર માત્ર ગુરુના સહવાસથી સંસારથી વિસ્તાર થાય નહિ. ll For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૫ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન|ઢાળ-૨ગાથા-૨-૩ અવતરણિકા : ભગવાનને વિનંતી કરતા કહે છે – ગાથા : શ્રી સીમંધરસાહિબા સુણજો, ભરતક્ષેત્રની વાતો રે; લહું દેવ! કેવલ-રતિ ઇણે યુગે, હું તો તુજ ગુણ રાતો રે; શ્રી સી. ૨ ગાથાર્થ : હે સીમંધરસ્વામી ભગવાન ! આપ ભરતક્ષેત્રની વાતો સાંભળો ભરતક્ષેત્રના જીવો ધર્મના વિષયમાં જે કહે છે તે વિનંતીરૂપે પોતે અત્યાર સુધી કહ્યું કે તમે સાંભળો. હે દેવ ! આ યુગમાં હું તમારા ગુણમાં રક્ત કેવળ રતિ લહુ છું. ll ભાવાર્થ - ધર્મના વિષયમાં ભરતક્ષેત્રના જીવો જે કહે છે તેનું નિરૂપણ ગ્રંથકારશ્રીએ ઢાળ-૧માં કર્યું અને તે નિરૂપણને સામે રાખીને ભગવાનને વિનંતી કરતા કહે છે : હે સીમંધરસ્વામી ભગવાન ! ભરતક્ષેત્રની ધર્મવિષયક મિથ્યા ભ્રાન્તિની વાતો તમે સાંભળો પરંતુ આ સર્વ ભ્રાન્તિમાં મને કોઈ રસ નથી. મને તો આપના વીતરાગતા આદિ ગુણો છે, તે ગુણોમાં રક્ત રહેવામાં જ કેવળ રતિ છે. તેથી એ ફલિત થાય છે કે વીતરાગના ગુણોમાં રક્ત રહેવાથી હું આ સંસારસાગરને તરી શકીશ. પરંતુ ભરતક્ષેત્રની અસંબદ્ધ માન્યતાઓથી સંસારનો પાર પામી શકીશ નહિ. શા અવતરણિકા :વળી, કોઈ અન્ય પ્રકારે અશુદ્ધ માર્ગને માર્ગરૂપે માને છે, તે બતાવે છે – ગાથા : કોઈ કહે જે ગચ્છથી ન ટલ્યા, તે નિરગુણ પણ સાધો રે; નાતિમાંહે નિરગુણ પણ ગણીયે, જસ નહી નાતિ બાધો રે.” શ્રીસી ૩ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ગાથાર્થ : કોઈ કહે છે જે ગચ્છથી ટળ્યા નથી=ગચ્છથી બહાર કરાયા નથી, તે નિર્ગુણ પણ સાધુ છે=સાધુના ગુણોથી રહિત હોય તોપણ સાધુ છે. તેમાં પૂર્વપક્ષી યુક્તિ આપે છે – જેનો જ્ઞાતિને બાધ નથી=જેને જ્ઞાતિમાંથી બહાર કરાયા નથી, તેવા નિર્ગુણ પણ જ્ઞાતિમાં ગણાય છે. II3II ભાવાર્થ : કેટલાક કહે છે કે કોઈ સાધુ આચારમાં શિથિલ હોય, તોપણ જ્યાં સુધી તેઓને ગચ્છ બહાર ન કરવામાં આવે ત્યાં સુધી તે સાધુ જ છે. માટે બાહ્ય આચારોમાં શિથિલ હોય, એટલા માત્રથી “આ સાધુ નથી” તેવો વ્યવહાર કરી શકાય નહિ અને તેમાં પૂર્વપક્ષી વ્યવહારની સ્થૂલદષ્ટિથી યુક્તિ આપે છે. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૨/ગાથા-૩-૪ જેમ જ્ઞાતિમાં રહેલાને જ્યાં સુધી તે જ્ઞાતિવાળા આગેવાનો જ્ઞાતિની બહાર કરે નહિ, ત્યાં સુધી તે પુરુષ તે જ્ઞાતિનો છે, તેમ વ્યવહાર થાય છે. માટે ગચ્છમાં રહેલા નિર્ગુણી સાધુને પણ સુસાધુ માનીને સર્વ વ્યવહાર કરવો જોઈએ. II3II અવતરણિકા : પૂર્વમાં કોઈકનો મત બતાવ્યો, તે ઉચિત નથી. તે બતાવવા અર્થે કહે છે – 51121 : ગુણ અવગુણ ઈમ સરિખા કરતો, તે જિનશાસન-વૈરી રે; નિરગુણ જો નિજછન્દે ચાલે, તો ગચ્છ થાએ સ્વૈરી રે. શ્રીસી ૪ ગાથાર્થ : આ પ્રમાણે=પૂર્વગાથામાં ગચ્છમાં રહેલા નિર્ગુણ સાધુને પણ સાધુ સ્વીકાર્યા એ પ્રમાણે, ગુણ-અવગુણ સરખા કરતો=ગુણવાળા સુસાધુને For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-૨/ગાથા-૪ અને અવગુણવાળા સાધુને સરખા કરતો, એવો તે=પૂર્વપક્ષી, જિનશાસનનો વૈરી છે જિનશાસનના સિદ્ધાન્તનો અપલાપ કરનાર છે. ગચ્છમાં રહેલા નિર્ગુણ સાધુને સાધુરૂપે સ્વીકારવાથી શું અનર્થ થાય ? તે બતાવે છે. નિર્ગુણ એવો સાધુ જો નિજઈદે ચાલે પોતાની મતિ પ્રમાણે સાધ્વાચારની ક્રિયા કરે તો ગચ્છ થાયે વૈરી રેકતો ગચ્છ પોતાનો વેરી થાય અર્થાત પોતાનો વિનાશ કરનારો થાય. ll૪ll ભાવાર્થ : કોઈ કહે છે તેમ ગચ્છમાં રહેલા નિર્ગુણી સાધુને પણ સાધુ તરીકે સ્વીકારવામાં આવે તો, એક ગચ્છમાં રહેલા ગુણસંપન્ન સાધુ અને નિર્ગુણ સાધુ સરખા છે તેમ સ્વીકાર થાય છે, અને તેમ સ્વીકારનાર જિનશાસનનો વૈરી બને છે; કેમ કે ગુણની વૃદ્ધિથી જ કલ્યાણની પ્રાપ્તિ છે તેમ જિનશાસન સ્વીકારે છે. હવે ગુણરહિતને પણ સાધુ તરીકે સ્વીકારવામાં આવે તો ગુણસંપન્નને જ સાધુ કહેનાર જિનવચનનો અપલોપ થાય છે. વળી, ગચ્છમાં રહેલા નિર્ગુણીને સાધુ સ્વીકારીને વ્યવહાર કરવામાં આવે તો શું અનર્થ પ્રાપ્ત થાય, તે બતાવે છે. નિર્ગુણી સાધુ ગચ્છમાં રહેલ હોય અને પોતાની ઇચ્છા પ્રમાણે વર્તે તો તે આખો ગચ્છ પોતાનો વૈરી થાય=પોતાનો વિનાશ કરનાર થાય; કેમ કે નિર્ગુણ સાધુ પોતાની મતિ પ્રમાણે ચાલે છે અને તેની સાથે સુસાધુ તરીકે વ્યવહાર કરવામાં આવે તો તે નિર્ગુણ સાધુનું અવલંબન લઈને ગચ્છના અન્ય સુસાધુ પણ પ્રમાદમાં પડે અને તેઓનો વિનાશ થાય; કેમ કે જીવનો સ્વભાવ છે કે કોઈકના પ્રમાદને જોઈને પોતાને પણ પ્રમાદ થવાનો સ્વભાવ પ્રાપ્ત થાય અને ગચ્છમાં રહેલા નિર્ગુણી સાધુને “આ સુસાધુ નથી, તે પ્રકારનો વ્યવહાર કરવામાં આવે તો તેના વિષયક નિંદાવચનને કારણે ગચ્છની બહાર ન થયા હોય તો પણ તેને અવલંબીને અન્ય સાધુઓને પ્રમાદ થવાની સંભાવના ઓછી રહે છે. પરંતુ સ્વઈચ્છા અનુસાર નિર્ગુણી પણ એવા તેને સુસાધુ કહેવામાં આવે તો અન્ય સાધુને પણ વિચાર આવે કે “આ રીતે વર્તન કરવા છતાં પણ જો આ સુસાધુ છે તો આપણે પણ તે પ્રમાણે કરીએ તો For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન,ઢાળ-૨/ગાથા-૪-૫ સુસાધુપણાનો નાશ થશે નહિ.” એ પ્રકારનું આલંબન લઈને અન્ય સાધુઓ વિનાશ પામે. જા અવતરણિકા : પૂર્વગાથામાં ગચ્છમાં રહેલા પણ નિર્ગુણી સાધુ સાધુ નથી, તેમ સ્થાપન કર્યું. હવે ગચ્છમાં રહેલા નિર્ગુણી સાધુ પ્રત્યે ગુરુ પક્ષપાત રાખે તો શું અનર્થ થાય છે ? તે બતાવે છે – ગાથા : નિરગુણનો ગુરુ પક્ષ કરે છે, તસ ગચ્છ ત્યજવો દાખ્યો રે; તે જિનવરમારગનો ઘાતક, ગચ્છાચારે ભાખ્યો રે. શ્રી સી. ૫ ગાથાર્થ : જે ગુરુ નિર્ગુણીનો પક્ષ કરે તેનો ગચ્છ તે ગુરુનો ગચ્છ ત્યાગ કરવો જોઈએ, એમ શાસ્ત્રમાં કહેલું છે. વળી, તે નિર્ગુણીનો પક્ષ કરનાર ગુરુ, જિનવર માર્ગના ઘાતક છે, એમગચ્છાચાર પયન્ના'માં કહ્યું છે. પII ભાવાર્થ - જે સાધુ સંયમની ક્રિયાઓમાં ઉત્થિત થઈને ગુણ વૃદ્ધિ માટે ઉદ્યમ કરતા નથી, તેઓ ગચ્છમાં હોવા છતાં ભગવાને બતાવેલી સંયમની ક્રિયાઓ યથાતથા કરીને ભગવાનના માર્ગ પ્રત્યે અનાદરવાળા છે અને તેવા નિર્ગુણી સાધુનો ગુરુ, પક્ષપાત કરે અર્થાત્ તેના પ્રમાદની ઉપેક્ષા કરે કે તેનો પ્રમાદ જોઈને પણ આ સુસાધુ છે, તે પ્રકારનો શિષ્યોમાં તેનો પક્ષપાત કરે, તો તેવા ગુરુના ગચ્છનો ત્યાગ કરવો જોઈએ, અર્થાત્ અન્ય સુસાધુઓએ તે ગુરુના ગચ્છનો ત્યાગ કરીને સારા ગચ્છનો આશ્રય કરવો જોઈએ; એમ શાસ્ત્રમાં કહેલ છે. વળી, તે ગુરુ સ્વયં સંયમમાં અપ્રમાદવાળા હોય છતાં નિર્ગુણી સાધુ પ્રત્યે પક્ષપાતવાળા હોય તો તે ભગવાનના શાસનના માર્ગના ઘાતક છે, એમ ગચ્છાચારપયન્ના' માં કહેલ છે. આશય એ છે કે, ગુણના પક્ષપાતથી ભગવાનનો માર્ગ ચાલે છે અને જે ગીતાર્થ પણ ગુરુ કષાયને વશ થઈ નિર્ગુણી એવા સાધુનો પક્ષપાત કરે તો તે For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૯ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૨/ગાથા-પ-૬ પક્ષપાતથી તે નિર્ગુણી સાધુનો પ્રમાદ પોષાય છે અને તે પ્રમાદ પોષવા પ્રત્યે ગુરુ કારણ બને છે અને તે નિર્ગુણી સાધુના પ્રમાદના બળથી અન્ય કોઈ સાધુનો વિનાશ થાય તો તેમાં પણ તે ગુરુ કારણ છે. તેથી ગુણ વૃદ્ધિમાં ઉદ્યમને કહેનાર ભગવાનના માર્ગનો નાશ થાય છે. તેથી ગચ્છાચારપયન્ના'માં તેવા ગુરુને માર્ગનો નાશ કરનારા કહેલ છે. આપણે અવતરણિકા - જે ગચ્છમાં નિર્ગુણી સાધુઓ હોય અને તે નિર્ગુણી સાધુનો પણ ગુરુ પક્ષપાત કરતા હોય તો તે ગચ્છ નિર્ગુણી છે અને તેનો ત્યાગ કરવો જોઈએ, તેમ પૂર્વમાં સ્થાપન કર્યું. હવે વિષમકાળને કારણે ગુણસંપન્ન ગચ્છ પ્રાપ્ત ન થાય અને આરાધક સાધુએ નિર્ગુણ ગચ્છમાં રહેવું પડે તો શું ઉચિત કરવું જોઈએ, જેથી આરાધક સાધુના સંયમનું રક્ષણ થાય, તે બતાવવા અર્થે કહે છે – ગાથા : વિષમકાલમાં નિરગુણગચ્છે, કારણથી જો વસીયે રે; દ્રવ્યથકી વ્યવહારે ચલિયે, ભાવે નવિ ઉલ્લસિયે રે. શ્રીસી, ૬ ગાથાર્થ : વિષમકાળમાં વર્તમાનનો પાંચમાઆરારૂપ જે વિષમકાળ છે તે કાળમાં, કારણથી સારા ગચ્છની પ્રાપ્તિ ન થઈ હોય તે કારણથી, જો નિર્ગુણ ગરચ્છમાં વસવું પડે તો દ્રવ્યથી તે ગચ્છ પ્રમાણે વ્યવહાર ચલાવવો જોઈએ. ભાવથી તે ગચ્છની પ્રવૃત્તિમાં ઉલ્લસિત થવું જોઈએ નહિ. III ભાવાર્થ : વર્તમાનનો કાળ વિષમ છે અને આવા વિષમકાળમાં ગુણવાન ગચ્છ દુર્લભ છે, તેથી કોઈ આરાધક સાધુને પણ ગુણવાન ગચ્છની અપ્રાપ્તિ હોય તો કારણે નિર્ગુણ ગચ્છમાં પણ વસે અને ગુણવાન ગચ્છની પ્રાપ્તિ થાય ત્યારે નિર્ગુણ ગચ્છનો ત્યાગ કરીને ગુણવાન ગચ્છનો સ્વીકાર કરે. પરંતુ જ્યાં સુધી ગુણવાન ગચ્છની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી નિર્ગુણ ગચ્છમાં વસીને તે ગચ્છ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૨/ગાથા-૬-૭-૮ અનુસાર કોઈક વિપરીત પ્રવૃત્તિ પણ કરવી પડે તો દ્રવ્ય થકી=બાહ્ય આચારથી તે પ્રકારનો વ્યવહાર ચલાવી લેવો જોઈએ, પરંતુ ક્લેશ કરવો જોઈએ નહિ અને ભાવથી તે ગચ્છની વિપરીત પ્રવૃત્તિમાં ઉલ્લસિત થવું જોઈએ નહિ. પણ ભગવાનના વચન અનુસાર શું ઉચિત પ્રવૃત્તિ છે, તેનું સ્મરણ કરીને સંયોગ પ્રાપ્ત થશે તો હું તે પ્રમાણે ઉચિત જ કરીશ; આ રીતે માર્ગાનુસારી ઉચિત પ્રવૃત્તિ પ્રત્યેના દૃઢ પ્રતિબંધને ધારણ કરીને માત્ર કાયાની ક્રિયાથી તે ગચ્છની પ્રવૃત્તિ પ્રમાણે પ્રવૃત્તિ કરે તો તે આરાધક સાધુને દોષની પ્રાપ્તિ થાય નહિ. પરંતુ જો અંતરંગ રીતે જાગૃતિ ન રહે અને ગચ્છની પ્રમાદની પ્રવૃત્તિના નિમિત્તથી સ્વયં પણ તે પ્રકારની પ્રવૃત્તિ કરવાના પ્રમાદવાળા થાય તો આરાધક સાધુનો પણ વિનાશ થાય. II9 અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે કારણથી નિર્ગુણ ગચ્છમાં રહેવું પડે તોપણ ભાવથી ઉલ્લસિત થવું જોઈએ નહિ, તે કથન દૃષ્ટાન્તથી સ્પષ્ટ કરે છે 30 511211 : જિમ કુવૃષ્ટિથી નગરલોકને, ઘહેલા દેખી રાજા રે; મંત્રી સહિત ઘહેલા હોઈ બેઠા, પણ મનમાંહે તાજા રે. શ્રીસી ૭ ઈમ ઉપદેશપદે એ ભાખ્યું, તિહાં મારગઅનુસારી રે; જાણીને ભાવે આદરીયે, કલ્પભાષ્ય નિરધારી રે. શ્રીસી ૮ ગાથાર્થ ઃ જેમ કુવૃષ્ટિથી નગરના લોકને ઘેલા જોઈને મંત્રી સહિત રાજા ઘેલા થઈને બેઠા, પણ મનમાં તાજા (રહ્યા) તેમ નિર્ગુણી ગચ્છમાં ભાવથી ભગવાનના વચન અનુસાર પ્રવૃત્તિ કરવા તત્પર થવું જોઈએ, એમ પૂર્વગાથા સાથે સંબંધ છે. ।।૭।। અને આ પ્રકારે=રાજા અને મંત્રીના દૃષ્ટાન્તથી નિર્ગુણ ગચ્છમાં ઉધમ કરવો જોઈએ, એ પ્રકારે ‘ઉપદેશપદ'માં કહ્યું છે અને નિર્ગુણી For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું રૂ૫૦ ગાથાનું સ્તવનઢાળ-૨/ગાથા-૭-૮ ગચ્છમાં વસતી વખતે માર્ગાનુસારી ઉચિત પ્રવૃત્તિ શું છે, તેને જાણીને ભાવથી તે પ્રવૃત્તિને આદરવી જોઈએ; એમ “કલ્પભાષ્ય'ના વચનનો નિર્ધાર કરીને ઉપદેશપદમાં કહ્યું છે. llcil ભાવાર્થ : કોઈ એક નગરમાં નૈમિત્તિકે કહ્યું કે મહિના પછી કુવૃષ્ટિ થશે અને તે કુવૃષ્ટિનું પાણી જે પીશે તે ઘેલા થશે અને ત્યારપછી અમુક કાળે ફરી સુવૃષ્ટિ થશે અને તે પાણી પીવાથી ઘેલછા જશે. તેથી રાજાએ નગરના લોકોને પાણીનો સંગ્રહ કરવાનું સૂચન કર્યું અને કુવૃષ્ટિનું પાણી પીવાનો નિષેધ કર્યો અને લોકોએ તે પ્રમાણે સ્વશક્તિ અનુસાર પાણીનો સંગ્રહ કર્યો. રાજાએ અને મંત્રીએ પણ પાણીનો સંગ્રહ કર્યો. ત્યારબાદ નૈમિત્તિકના કથન પ્રમાણે મહિના બાદ કુવૃષ્ટિ થઈ. લોકો કુવૃષ્ટિનું પાણી પીતા નથી, પરંતુ પોતાના સંચિત પાણીનો ક્ષય થવાથી કુવૃષ્ટિનું પાણી પીવે છે અને ઘેલા બને છે. રાજા અને મંત્રી પાસે પૂરતા પ્રમાણમાં પાણી હોવાથી કુવૃષ્ટિનું પાણી પીતા નથી. તેથી રાજા ને મંત્રી ઘેલા બનતા નથી અને ઘેલા બનેલા લોકો જે પ્રકારે ચેનચાળા કરે છે અને નાચે છે, તે પ્રકારે રાજા ને મંત્રી ચેનચાળા કરતા નથી કે નાચતા નથી. લોકો વિચારે છે કે આ રાજા ને મંત્રી ઘેલા છે. તેથી આપણાથી જુદા પ્રકારનું વર્તન કરે છે. માટે આ રાજા અને મંત્રીને દૂર કરવા જોઈએ. લોકોનો અભિપ્રાય જાણીને મંત્રીએ રાજાને કહ્યું કે જ્યાં સુધી સુવૃષ્ટિ થાય નહિ ત્યાં સુધી આપણે પણ આ લોકોની સાથે બહારથી તેમના જેવી ઘેલી પ્રવૃત્તિ કરવી પડશે. અન્યથા આ લોકો આપણને જીવવા નહિ દે. તે વખતે મંત્રીની સલાહ પ્રમાણે અંદરથી તાજા એવા રાજા અને મંત્રી બહારથી ઘેલાની જેમ પ્રવૃત્તિ કરે છે. તેમ - વિષમકાલના જોરે ઘેલા લોકો જેવા નિર્ગુણ ગચ્છમાં વસવું પડે અને સંયોગ પ્રમાણે કદાચ બાહ્યથી પ્રવૃત્તિ કરવી પડે તોપણ ભાવથી તો સદા જિનવચનનું સ્મરણ કરીને જિનવચન અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવાનો અધ્યવસાય રાખીને સ્વશક્તિ અનુસાર તે રીતે યત્ન કરવો જોઈએ. જેથી અંતરંગ રીતે સમભાવનો પરિણામ નાશ પામે નહિ, અને જ્યારે તે નગરમાં સુવૃષ્ટિ થઈ ત્યારે લોકોનું For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૨/ગાથા-૭-૮,૯ ઘેલાપણું ગયું અને પૂર્વની જેમ સુવ્યવસ્થા થઈ, તેમ વિષમકાળમાં પણ સુંદર ગચ્છનો યોગ થાય ત્યારે નિર્ગુણ એવા ઘેલા ગચ્છનો ત્યાગ કરીને જિનવચન અનુસાર પ્રવૃત્તિ કરનાર ગચ્છમાં વસવું જોઈએ, એ પ્રકારે ‘કલ્પભાષ્ય'ના વચનના નિર્ધારથી ‘ઉપદેશપદ’માં કહેલું છે, તે પ્રમાણે ઘેલા ગચ્છમાં વસનારા સાધુએ પણ માર્ગને જાણીને ભાવથી તો માર્ગનો જ આદર કરવો જોઈએ. પરંતુ સંયોગ પ્રમાણે પ્રવૃત્તિ કરીને પણ અંતઃકરણની વૃત્તિથી ભગવાનના વચનથી અન્યથા પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ. II૭-૮વા ૩૨ અવતરણિકા : નિર્ગુણ ગચ્છમાં વસવાનો નિષેધ છે, અને કારણે નિર્ગુણ ગચ્છમાં રહેવું પડે તો કેવી રીતે રહેવું તે રાજા અને મંત્રીના દૃષ્ટાન્તથી પૂર્વમાં સ્પષ્ટ કર્યું. હવે કેવો ગચ્છ આદરવા જેવો છે અને કેવો ગચ્છ ત્યાગ કરવા યોગ્ય છે, તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે ગાથા : જ્ઞાનદિકગુણવન્ત પરસ્પર, ઉપગારે આદરવો રે; પંચવસ્તુમાં ગચ્છ સુગુણને, અવર કહ્યો છે ત્યજવો રે. ગાથાર્થ : જ્ઞાનાદિ ગુણવાળા એવા સાધુઓ પરસ્પર ઉપકાર કરે એવા સુગુણ ગચ્છને આદરવો અને એનાથી વિપરીત ગચ્છને ત્યજવો એમ ‘પંચવસ્તુ’માં કહેલ છે. શ્રીસી ૯ ભાવાર્થ : જે ગચ્છમાં સાધુઓ ભગવાનના વચનના બોધવાળા છે, ભગવાનના વચનમાં સ્થિર રુચિવાળા છે અને ભગવાનના વચન અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરનારા છે તે ગચ્છ જ્ઞાનાદિ ગુણોથી યુક્ત છે અને તેવા ગચ્છમાં રહેલા સાધુઓ પરસ્પર એકબીજાના જ્ઞાનાદિ ગુણની વૃદ્ધિમાં ઉપકારક થાય છે અને તેવા ગુણવાળો ગચ્છ સ્વીકારવો જોઈએ. અર્થાત્ એવા ગુણવાળા ગચ્છમાં આરાધક સાધુએ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૨/ગાથા-૯-૧૦ રહેવું જોઈએ અને જે ગચ્છમાં જ્ઞાનાદિ ગુણો હોય નહિ અને પરસ્પર જ્ઞાનાદિ ગુણો વૃદ્ધિનું કારણ બને તેવી ઉચિત સા૨ણા-વારણાદિ પ્રવૃત્તિ ન હોય તેવા ગચ્છનો ત્યાગ કરવો જોઈએ, એમ ‘પંચવસ્તુક’ગ્રંથમાં કહેલ છે. અહીં વિશેષ એ છે કે જે ગચ્છમાં બહુશ્રુત સાધુઓ છે તે મહાત્મા પાસેથી યોગ્ય સાધુઓને અભિનવ શ્રુતની પ્રાપ્તિ થાય છે અને ભગવાનના વચનના પરમાર્થનો સૂક્ષ્મબોધ થવાથી ભગવાનના વચનમાં સ્થિરશ્રદ્ધા થાય છે. વળી, ગુણવાન સાધુ પરસ્પર યોગ્ય જીવોની સારણા-વારણાદિ કરીને સંયમમાં અપ્રમાદની વૃદ્ધિ કરાવે છે. તેવો ગચ્છ પરસ્પર ઉપકારનું કારણ છે અને જે ગચ્છમાં તે પ્રકારના જ્ઞાનાદિગુણની વૃદ્ધિ થતી નથી, પરંતુ માત્ર ભેગા રહેવાની પ્રવૃત્તિ જ થાય છે, તે નિર્ગુણ ગચ્છનો ત્યાગ કરવો જોઈએ. IIII અવતરણિકા : પૂર્વગાથામાં કેવો ગચ્છ સુગુણ છે, તે બતાવ્યું. હવે જે ગચ્છના સંચાલક પોતાનો ગચ્છ તેવો સુગુણ ન હોય તોપણ શાસ્ત્રમાં સુગુણ ગચ્છનું વર્ણન કર્યું છે, તેવો જપોતાનો ગચ્છ છે તેમ સ્થાપન કરે છે તેઓ કેવા છે તે બતાવવા અર્થે કહે છે - ગાથા : જે નિરગુણ ગુણરત્નાકરને, આપ સરીખા દાખે રે; સમકિતસાર રહિત તે જાણો, ધર્મદાસગણી ભાખે રે. 33 ગાથાર્થ : નિર્ગુણ એવા જેઓ ગુણરત્નાકરને પોતાના સરખા બતાવે છે અર્થાત્ અમારો ગચ્છ ગુણના સમુદાયરૂપ છે, તેમ કહે છે; તેઓ સમકિત સારરહિત જાણો=ધર્મના સારરૂપ એવા સમકિત ગુણથી રહિત જાણો, એમ ધર્મદાસ ગણી કહે છે=ઉપદેશમાલામાં ધર્મદાસ ગણી કહે છે. For Personal & Private Use Only શ્રીસી ૧૦ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૨/ગાથા-૧૦-૧૧ ભાવાર્થ : જે ગચ્છના સંચાલક એવા ગચ્છાધિપતિ સ્વયં બહુશ્રુત નથી અને ગચ્છના સાધુઓ જ્ઞાનાદિ ગુણની વૃદ્ધિ થાય એવો કોઈ ઉદ્યમ કરતા નથી, પણ માત્ર ગચ્છની વ્યવસ્થા ચલાવીને નિર્ગુણ એવા પોતાને પૂર્વના ગુણરત્નાકર જેવા માને છે. તેથી મહાગુણસંપન્ન એવા ગચ્છને પોતાના ગચ્છ જેવા બતાવે છે. તેઓ સમ્યક્ત્વને પણ ધરાવતા નથી; કેમ કે જો જીવમાં સમ્યક્ત્વ હોય તો ગુણવાન ગચ્છના ગુણોને યથાર્થ જાણીને પોતાની નિર્ગુણતાને પણ યથાર્થ વિચારી શકે અને ગુણવાન ગચ્છને ગુણવાનરૂપે જાણે અને પોતાની નિર્ગુણતાને નિર્ગુણતારૂપે જાણી શકે તેવા સાધુ ક્યારેય ગુણરત્નાકર એવા ગચ્છને પોતાના તુલ્ય કહે નહિ. તેથી ગુણ અને અવગુણને સરખા કરનારા એવા તે સાધુ સમકિત રહિત છે તેમ ધર્મદાસગણી કહે છે. II૧૦ના અવતરણિકા : વળી કોઈ અન્ય પ્રકારે અશુદ્ધ માર્ગને માર્ગરૂપે માને છે, તે બતાવે છે - 511211 : કોઈ કહે જે બકુસકુશીલા, મૂલોત્તરપડિસેવી રે; ભગવઈઅંગે ભાખ્યા તેથી, અન્ત વાત નવિ લેવી રે.’ ગાથાર્થ : કોઈ કહે છે જે બકુશ કુશીલ સાધુ છે, તે મૂલગુણ અને ઉત્તરગુણ પ્રતિસેવી હોય છે, એમ ભગવતી અંગમાં કહ્યું છે. તેથી અંત વાત નવિ લેવી=અમે મૂલગુણની કે ઉત્તરગુણની પ્રતિસેવના કરતા હોઈએ એટલા માત્રથી અમે સાધુ નથી, એવી વાત લેવી નહિ. ૧૧।। ભાવાર્થ : કેટલાક સાધુઓ સ્વયં આચારમાં પ્રમાદી છે અને પોતે સુખશીલિયા હોવાને કારણે સંયમના શુદ્ધ આચારો માટે પોતે ઉદ્યમ કરતા નથી અને ભગવતીસૂત્ર નામના પાંચમા અંગમાં કહ્યું છે કે બકુશ-કુશીલ સાધુઓ મૂલગુણ અને ઉત્તરગુણ શ્રીસી ૧૧ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૨/ગાથા-૧૧-૧૨ ૩પ પ્રતિસેવી હોય તે વચનને ગ્રહણ કરીને પોતે પણ બકુશ-કુશીલ નિગ્રંથ છે, તેમ કહીને સ્વમતિ અનુસાર પોતે સંયમી છે, એવું આશ્વાસન લે છે. તેઓની આ મતિ ઉચિત નથી, તેનું નિરાકરણ ગ્રંથકારશ્રી સ્વયં આગળ કરે છે. [૧૧ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે ભગવતીસૂત્રના વચનનું અવલંબન લઈને કેટલાક સાધુઓ પોતે પ્રમાદી હોવા છતાં પોતે સાધુ છે, એવો સંતોષ ધારણ કરે છે, તે ઉચિત નથી. તે બતાવવા કહે છે – ગાથા : તે મિથ્યા નિ:કારણ સેવા, ચરણઘાતિની ભાખી રે; મુનિને તેહને સભવમાગે, સત્તમઠાણું સાખી રે. શ્રી સી. ૧૨ ગાથાર્થ - તે મિથ્યા=ભગવતીસૂત્રના આલંબનથી પોતાની વિપરીત આચરણામાં પોતે સુસાધુ છે, તેવો પોતાને જે સંતોષ છે તે મિથ્યા છે; કેમ કે નિકારણ સેવા નિષ્કારણ પ્રતિસેવા ચરણને ઘાત કરનારી ભાખી છે શાસ્ત્રમાં કહેલ છે. અહીં પ્રશ્ન થાય કે તો ભગવતીસૂત્રમાં સાધુ મૂલગુણ-ઉત્તરગુણ પ્રતિસેવી કેમ કહેલ છે ? તેથી કહે છે – મુનિને તે પ્રતિસેવના સંભવમાત્રથી જ છે. તેમાં સપ્તમ સ્થાન સાક્ષી છે. TI૧રા ભાવાર્થ : જે સાધુ સંયમની વૃદ્ધિના પ્રયોજન વગર સંયમની પ્રતિસેવના કરે છે તે પ્રતિસેવના ચારિત્રનો ઘાત કરનારી છે, એમ શાસ્ત્રકારે કહેલ છે. માટે પ્રમાદી સાધુ પ્રતિસેવના કરીને ‘ભગવતીસૂત્ર'ના વચનના અવલંબનથી પોતે સાધુ છે એ પ્રકારનો સંતોષ ધારણ કરે છે તે મિથ્યા છે અને સંયમમાં અપ્રમાદ કરતાં એવા મુનિને ક્યારેક સંભવ માત્રથી પ્રતિસેવના હોય છે, એમ ‘ઠાણાંગસૂત્ર'ના સાતમા સ્થાનમાં કહેલ છે. તેથી જે સાધુ સંયમમાં અભ્યસ્થિત થઈને યતના કરે For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૨/ગાથા-૧૨-૧૩ છે, છતાં ક્યારેક સંભવમાત્રથી પ્રતિસેવના હોઈ શકે અથવા એવા કોઈ વિશિષ્ટ કારણથી પ્રતિસેવના હોઈ શકે, એ સિવાય શાતાના અર્થી સાધુ પ્રતિસેવના કરતા હોય તો તેઓમાં સંયમ નથી, એમ શાસ્ત્રથી સિદ્ધ થાય છે. I૧૨ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે નિષ્કારણ પ્રતિસેવા ચારિત્રનો નાશ કરનારી છે અને મુનિને સંભવ માત્રથી જ પ્રતિસેવતા હોય છે. ત્યાં પ્રશ્ન થાય કે કાળદોષને કારણે આરાધક પણ સાધુ ભગવાનના વચનના નિયંત્રણ નીચે સર્વ પ્રવૃત્તિ કરવા યત્ન કરતા હોય તોપણ ઘણી સ્ખલનાઓ થતી દેખાય છે. તેથી તે સ્ખલનાઓરૂપ પ્રતિસેવનાથી સાધુનું ચારિત્ર નાશ પામશે. માટે વર્તમાનમાં સાધુપણાના અસંભવની પ્રાપ્તિ થશે, તેના સમાધાન માટે કહે છે - ગાથા : પડિસેવા વચને તે જાણો, અતિચારબહુલાઈ રે; ભાવબહુલતાયેં તે ટાલે, પંચવસ્તુ મુનિ ધ્યાઈ રે. શ્રીસી૦ ૧૩ ગાથાર્થ : પ્રતિસેવાના વચનમાં અતિચારની બહુલતાવાળો તે જાણો=સંયમની આચરણામાં પ્રતિસેવાની પ્રવૃત્તિમાં ઘણા અતિચારવાળો તે સાધુ જાણો. વળી, મુનિ પંચવસ્તુનું ધ્યાન કરીને ભાવબહુલતાથી તે અતિચારોને ટાળે છે=લાગેલા અતિચારોની શુદ્ધિ કરે છે. I[૧૩]I ભાવાર્થ : વર્તમાનકાળના દોષને કારણે સાધુ સંયમમાં ઉદ્યમ કરતા હોય તોપણ સંયમની સર્વ ઉચિત આચરણામાં પ્રસંગે પ્રસંગે પ્રતિસેવાને પ્રાપ્ત કરે છે=પ્રમાદવશ સંયમની સ્કૂલનાઓને પ્રાપ્ત કરે છે અને સંયમની પ્રતિસેવાના આચરણથી તે સાધુનું સંયમજીવન અતિચાર બહુલ બને છે=ઘણા અતિચારવાળું બને છે. આમ છતાં આરાધક સાધુ પંચવસ્તુક ગ્રંથમાં બતાવેલા સંયમના રક્ષણના ઉપાયભૂત અગિયાર દ્વારોથી આત્માને ભાવિત કરે છે. તે અગિયાર દ્વાર For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૨ગાથા-૧૩-૧૪ અંતર્ગત “અર્થપદની વિચારણા” દ્વાર છે જેમાં પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે કહ્યું છે કે સંયમજીવનમાં લાગેલ સૂક્ષ્મ પણ અતિચારથી બ્રાહ્મી-સુંદરી પ્રમુખને સ્ત્રીપણાની પ્રાપ્તિરૂપ મોટો અનર્થ પ્રાપ્ત થયો તો વર્તમાનના જે સાધુઓ ઘણા અતિચારવાળા છે, તેઓ સંયમની આચરણાથી મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરી શકશે ? આ પ્રકારની શંકા કરીને ખુલાસો કર્યો કે આવા અતિચારવાળા ચારિત્રથી તેઓને મોક્ષની પ્રાપ્તિ થશે નહિ. ત્યારપછી તેનો ઉચિત ઉપાય બતાવતાં કહ્યું કે ભાવશૂન્ય આલોચન માત્ર તો બ્રાહ્મી-સુંદરીએ પણ કરેલ, છતાં તે અતિચારના અનર્થપણારૂપે સ્ત્રીપણાની પ્રાપ્તિ થઈ. તેથી ભાવશૂન્ય આલોચના માત્રથી ઘણા અતિચારવાળા સાધુનું સંયમ શુદ્ધ બને નહિ, પરંતુ કાળ દોષને કારણે ઘણા અતિચારવાળા પણ જે સાધુ નિરતિચાર સંયમ પ્રત્યેના દઢ પક્ષપાતપૂર્વક સંયમમાં લાગેલા અતિચારોની જુગુપ્સા કરે છે અને જે ભાવથી જે અતિચારો થયા છે, તેનાથી અધિક ભાવથી અતિચારોની શુદ્ધિ કરે છે તે સાધુનું સંયમ શુદ્ધ બનશે અને ભાવ બહુલતાથી અતિચારોની શુદ્ધિ થવાને કારણે શુદ્ધ બનેલું એવું તે સંયમ મોક્ષનું કારણ બનશે. પરંતુ જે સાધુ લાગેલા અતિચારોનું પ્રતિપક્ષભાવો દ્વારા શોધન કરશે નહિ, તેનું સંયમ જીવન ઘણા અતિચારોથી દૂષિત હોવાને કારણે નરકગતિ અને ક્લિષ્ટ તિર્યંચગતિનું કારણ બનશે. આ પ્રકારના પંચવસ્તુક'ગ્રંથના વચનનું ચિંતવન કરીને જે સાધુ ઘણા ભાવથી તે અતિચારને ટાળશે તે સાધુનું વર્તમાનનું શુદ્ધ બનેલું સંયમ કલ્યાણનું કારણ બનશે. ll૧૩ અવતરણિકા - પૂર્વગાથામાં કહ્યું કે વર્તમાનકાળના સાધુઓ પણ કાળદોષને કારણે લાગેલા ઘણા અતિચારો ભાવબહુલતાથી ટાળે છે. તેથી હવે કયા દોષો આલોચનાથી ટળે છે અને કયા દોષો પ્રાયશ્ચિત્તથી ટળે છે, તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢિાળ-૨/ગાથા-૧૪ ગાથા : સહસા દોષ લગે તે છૂટે, સંયતને તતકાલે રે; પચ્છિતેં આકુટ્રિટમેં કીધું, પ્રથમ અંગનિભાલે રે. શ્રી સી. ૧૪ ગાથાર્થ : સહસા દોષ લાગે સંયમની આવરણામાં સહસાકારથી જે દોષ લાગે, તે સંયતને તત્કાળે છૂટે દોષ લાગ્યા પછી સમ્યફ આલોચના કરવાથી તત્કાળ તે દોષ નાશ પામે. આકુટ્ટીથી કીધું આકુટ્ટીથી જે દોષ કર્યો તે પચ્છિતું પ્રાયશ્ચિત્તથી નાશ પામે એ પ્રકારે પ્રથમ અંગ નિભાલમાં છે=પ્રથમ અંગને જોવામાં પ્રાપ્ત થાય છે. ll૧૪ll ભાવાર્થ : જે સાધુઓ ભગવાનના વચનના સ્મરણ નીચે અપ્રમાદભાવથી મન-વચનકાયાના યોગોની સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે, તેઓ સુસાધુઓ છે અને તેવા સુસાધુને પણ સંયમની આચરણામાં ભગવાનના વચનના સ્મરણ હેઠળ પ્રવૃત્તિ કરતા સહસત્કારથી કોઈ સ્કૂલના થાય અને ઉપલક્ષણથી અનાભોગથી પણ કોઈ સ્કૂલના થાય તો તે પ્રવૃત્તિ કર્યા પછી જો તે સાધુ સમ્યક આલોચન કરે તો આલોચનકાળમાં તે સ્કૂલના પ્રત્યે થતા જુગુપ્સાભાવથી તત્કાલ તે દોષ નાશ પામે અર્થાત્ તે સ્કૂલનાથી બંધાયેલું કર્મ નાશ પામે; કેમ કે સમ્યમ્ આલોચનથી ખલના પ્રત્યે તીવ્ર જુગુપ્સા થાય છે અને સ્કૂલના થવાનું કારણ એવો જે પ્રમાદભાવ તેના પ્રત્યે તીવ્ર જુગુપ્સા થવાથી તે પ્રમાદભાવથી વિરુદ્ધ અપ્રમાદભાવના સંસ્કારો આધાન થાય છે અને પ્રમાદભાવનાં સંસ્કારો નાશ પામે છે. તેથી તે પ્રકારના પ્રમાદભાવથી ઉત્તરમાં સ્કૂલના થવાનો સંભવ ઓછો રહે છે. વળી, સાધુ કષાયને પરવશ થઈને આ પ્રવૃત્તિ શાસ્ત્ર વિરુદ્ધ છે, તેવું જાણવા છતાં બલવાન ઇચ્છાને વશ થઈને જે દોષનું સેવન કરે, તે દોષને આકુટ્ટીથી કરાયેલ દોષ કહેવાય અને તે આકુટ્ટીથી લેવાયેલો દોષ પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય છે, તે પ્રમાણે પ્રથમ અંગના અવલોકનથી નક્કી થાય છે. II૧૪ll For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૨/ગાથા-૧૫ અવતરણિકા : ગાથા-૧૩માં કહ્યું કે વર્તમાનના સાધુઓનું ચારિત્ર અતિચાર બહુલ હોવા છતાં પંચવસ્તુનું ધ્યાન કરીને અતિચાર કરતા અધિક પ્રતિપક્ષ ભાવ દ્વારા તે અતિચારોને મુનિ ટાળે છે. ત્યારપછી ગાથા-૧૪માં કહ્યું કે સહસા દોષ લાગે તો સાધુ આલોચનાથી તેની શુદ્ધિ કરે છે અને આકુટ્ટીથી જે દોષ લાગે તેની શુદ્ધિ પ્રાયશ્ચિત્તથી કરે છે. હવે જે સાધુ અતિચારો સેવ્યા પછી તે અતિચારોની શુદ્ધિ કરતા નથી, તેઓ સંયમશ્રેણીમાં નથી; તે બતાવવા અર્થે કહે છે ગાથા : - પાયછિત્તાદિક ભાવ ન રાખે, દોષ કરી નિઃશૂકો રે; નિબંધસ સેઢીથી હેઠો, તે મારગથી ચૂકો રે. શ્રીસી ૧૫ ગાથાર્થ : જે સાધુઓ દોષ કરીને પ્રાયશ્ચિત્તાદિકના ભાવો રાખતા નથી, તેઓ નિઃશૂક છે અને નિર્ધ્વસ એવા તેઓ સંયમશ્રેણીથી હેઠા છે માટે તેઓ માર્ગથી ચૂક્યા છે અર્થાત્ મોક્ષમાર્ગથી બહાર છે. ।।૧૫। ૩૯ ભાવાર્થ : જે સાધુઓ ‘પંચવસ્તુક’ના ‘અર્થપદની વિચારણા” દ્વારની વિચારણા કરીને સંયમ જીવનમાં લાગેલા અતિચારોને અધિક વિશુદ્ધ ભાવ દ્વારા ટાળતા નથી, તેઓમાં પ્રાયશ્ચિત્ત આદિના ભાવો નથી. આ રીતે જે સાધુ સંયમ ગ્રહણ કરીને ઘણા અતિચારોને સેવે છે, તેઓનું ચિત્ત અતિચારો પ્રત્યે સૂગ વગરનું છે અને જેઓને અતિચાર પ્રત્યે સૂગ નથી, તેઓ નિષ્વસ પરિણામવાળા છે અને નિર્ધ્વસ પરિણામવાળા સાધુ સંયમની બાહ્ય આચરણા કરતા હોય તોપણ સંયમશ્રેણીથી હેઠા છે અને વર્તમાનના સાધુઓ બકુશ-કુશીલ છે અને બકુશકુશીલ મૂળગુણ-ઉત્તરગુણ પ્રતિસેવી હોય છે એમ ગાથા-૧૧માં કહ્યું તે પ્રમાણે વિચારીને સંયમશ્રેણીથી બહાર હોવા છતાં પોતાને સંયત માને છે, તેઓ માર્ગથી ચૂક્યા છે અર્થાત્ મોક્ષમાર્ગની બહાર છે. II૧૫॥ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ४० શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૨/ગાથા-૧૬ અવતરણિકા : વળી, કોઈ અન્ય પ્રકારે અશુદ્ધ માર્ગને માર્ગરૂપે બતાવે છે – ગાથા : કોઈ કહે જે પાતિક કીધાં, પડિકમતાં છૂટીજે રે; તે મિથ્યા ફલ પડિકમણાનું, અપુણકરણથી લીજે રે. શ્રી સી. ૧૦ ગાથાર્થ : કોઈ કહે છે જે પાતિક કીધા સંયમ જીવનમાં જે અતિચારો સેવાયા તે પ્રતિક્રમણ કરવાથી છૂટે છે તે મિથ્યા છે કોઈક કહે છે તે મિથ્યા છે; કેમ કે પ્રતિક્રમણનું ફળ અપુણકરણથી ફરી પાપ નહિ કરવાથી પ્રાપ્ત થાય છે. II૧૬ો. ભાવાર્થ : પૂર્વગાથાઓમાં કહ્યું કે જેઓ સંયમ ગ્રહણ કરીને ‘પંચવસ્તુક'નું આલોચન કરીને લાગેલા અતિચારોને પ્રતિપક્ષ ભાવન દ્વારા ટાળતા નથી, તેઓ સંયમશ્રેણીથી હેઠા છે. ત્યાં કોઈ કહે છે કે સાધુ પ્રતિદિન પ્રતિક્રમણ કરે છે, તેથી સંયમ જીવનમાં લાગેલા અતિચારો પ્રતિક્રમણથી નાશ પામે છે, તેથી અમારું જીવન અતિચારોવાળું હોવા છતાં સંયમજીવનનો નાશ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે કે આ પ્રમાણે જે કહે છે તે મિથ્યા છે, કેમ કે માત્ર સૂત્રોચ્ચારરૂપ પ્રતિક્રમણની ક્રિયા કરવાથી પાપો નાશ પામતા નથી, પરંતુ સંયમ જીવનમાં થયેલી સ્કૂલનાઓને સમ્યક ઉપસ્થિત કરીને તેના પ્રત્યે તીવ્ર જુગુપ્સાનો ભાવ કરવામાં આવે તો ફરી તે ભાવથી પાપ થાય નહિ. જેથી પૂર્વ પૂર્વ કરતા સંયમમાં યતનાનો પરિણામ અતિશય થતો રહે. આથી જ કહ્યું છે કે પાપને ફરી નહિ કરવાથી પ્રતિક્રમણનું ફળ પ્રાપ્ત થાય છે, પરંતુ જેઓ પ્રતિદિન અતિચારો સેવે છે અને પ્રતિક્રમણની માત્ર ક્રિયા કરે છે, તેટલા માત્રથી તેઓ સંયમશ્રેણીમાં છે તેમ કહી શકાય નહિ. II૧૬ના For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૧ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૨ગાથા-૧૭ અવતરણિકા : કેટલાક સાધુઓ પ્રમાદને કારણે અનેક અતિચાર સેવે છે. આમ છતાં કહે છે કે અમે પ્રતિક્રમણ કરીએ છીએ. એથી અમારા સંયમ જીવનમાં લાગેલા અતિચારો પ્રતિક્રમણથી નાશ પામી જશે. તેથી અતિચાર બહુલ પણ અમારું સાધુપણું મોક્ષનું કારણ બનશે. તે તેમનું વચન મિથ્યા છે, એમ પૂર્વગાથામાં સ્થાપન કર્યું. હવે તેઓની પ્રતિક્રમણની ક્રિયા પણ દોષરૂપ છે. તે બતાવવા અર્થે કહે છે – ગાથા :- મિથ્યાદુક્કડ દેઈ પાતિક, તે ભાવે જે સેવે રે; આવશ્યક સાખે તે પરગટ, માયામોસને સેવે રે. શ્રી સી. ૧૭ ગાથાર્થ : મિથ્યા દુષ્કૃતને આપીને પ્રતિક્રમણ કરીને, તે ભાવે પાપો જે સેવે છે-સંયમના અતિચારો પ્રત્યે જુગુપ્સા વગર પ્રતિદિન જે રીતે અતિચારવાળું ચારિત્ર છે, તે રીતે સેવે છે. તે આવશ્યકની સાખે “વિશેષાવશ્યક વચનની સાક્ષીએ પ્રગટ માયા-મૃષાવાદ સેવે છે. I૧૭ના ભાવાર્થ – ‘પંચવસ્તુક'ના “અર્થપદ વિચારણા દ્વાર”ના વચનનું ચિંતવન કરીને જે સાધુઓ અનાભોગાદિથી લાગતા અતિચારોને ભાવબહુલતાથી ટાળતા નથી અને વિચારે છે કે “અમે પ્રતિદિન પ્રતિક્રમણ કરીએ છીએ, તેનાથી અમારું ચારિત્ર અતિચારવાળું હોવા છતાં મોક્ષનું કારણ બનશે”. આ રીતે પ્રતિદિન પ્રતિક્રમણમાં લાગેલા અતિચારોનું મિથ્યા દુષ્કત આપે છે અને તે પાપો તે ભાવે જ પ્રતિદિન સેવે છે, પરંતુ પાપ પ્રત્યે જુગુપ્સા થાય તે રીતે પ્રતિક્રમણ કરતા નથી, તેઓની પ્રતિક્રમણની ક્રિયા “આવશ્યક સૂત્ર”ના વચન પ્રમાણે પ્રગટ માયા-મૃષાવાદરૂપ છે, કેમ કે “મારું પાપ મિથ્યા થાઓ” તેમ બોલે છે અને પ્રતિદિન તે ભાવથી જ પાપને સેવે છે. માટે પાપ મિથ્યા થાઓ, તે વચન માયાપૂર્વક મૃષાવાદરૂપ છે. તેથી તેઓની પ્રતિક્રમણની ક્રિયા પાપનાશનું કારણ નથી, પરંતુ પાપબંધનું જ કારણ છે. વળી For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૨ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે જેઓ પ્રતિક્રમણની ક્રિયાથી પોતાના જીવનમાં લાગતા અતિચારોને દૂર કરવા યત્ન કરતા નથી. અને માત્ર સૂત્ર ઉચ્ચારણરૂપ પ્રતિક્રમણ કરે છે તેઓની તે પ્રતિક્રમણની ક્રિયા પ્રગટ માયા-મૃષાવાદરૂપ છે. તેથી હવે વસ્તુતઃ કેવા પ્રકારની પ્રતિક્રમણની ક્રિયા શાસ્ત્રસંમત છે, તે બતાવવા અર્થે કહે છે 511211 : શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૨/ગાથા-૧૮ - મૂલપદે પડિકમણું ભાખ્યું, પાપતણું અણકરવુ રે; શક્તિ ભાવતણે અભ્યાસે, તે જસ અર્થે વરવું રે. શ્રીસી૦ ૧૮ ગાથાર્થ : મૂળ પદમાં=ઉત્સર્ગપદમાં, પાપતણું અણ કરવું=પાપ ન કરવું, એ પ્રતિક્રમણ કહ્યું છે. અહીં પ્રશ્ન થાય કે જેઓ પાપ નહિ કરવા માટે યત્ન કરે છે, એવા સાધુ આદિથી પણ અનાભોગાદિથી પાપો થઈ જાય છે, તેથી તેમને પ્રતિક્રમણ કેવી રીતે સફળ બને, તે બતાવવા અર્થે કહે છે - ભાવપણાના અભ્યાસમાં=પાપને દૂર કરવાને અનુકૂળ એવા ભાવપણાના અભ્યાસમાં, શક્તિ છે=પ્રતિક્રમણમાં પાપનાશ કરવાની શક્તિ છે, તે જશ અર્થે=પાપનાશ કરવાના જશ માટે વરવું=વર્તવું= પ્રતિક્રમણની પ્રવૃત્તિમાં યત્ન કરવો જોઈએ. II૧૮।। ભાવાર્થ : ઉત્સર્ગમાર્ગથી પાપ ન કરવું એ જ પ્રતિક્રમણ છે. આથી મધ્યમ બાવીશ તીર્થંકરના સાધુઓ સૂત્રોચ્ચારરૂપ પ્રતિક્રમણ પ્રતિદિન નહિ કરતા હોવા છતાં સંયમમાં અપ્રમાદપૂર્વકના ઉદ્યમથી યત્ન કરતા હતા. તેથી ઉત્સર્ગથી પાપ નહિ કરવારૂપ પ્રતિક્રમણની ક્રિયા તેઓમાં હતી અને જ્યારે અનાભોગ આદિથી સ્ખલના થઈ જાય ત્યારે તેની શુદ્ધિ માટે પ્રતિક્રમણ કરતા હતા. તેથી જેઓ પાપ પ્રત્યે તીવ્ર જુગુપ્સાને ધારણ કરે છે, તેઓ સદા પ્રતિક્રમણના પરિણામવાળા For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૩ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૨/ગાથા-૧૮ છે. વળી, જેઓ પાપ નહિ કરવાની ઇચ્છાવાળા છે, છતાં અનાદિ ભવઅભ્યસ્થ પ્રમાદ હોવાને કારણે લીધેલા વ્રતોમાં સ્કૂલના પામે છે, તેઓ પણ તે સ્કૂલના દૂર કરવાના ભાવોના અભ્યાસ અર્થે પ્રતિક્રમણ કરતા હોય તો તે પ્રતિક્રમણમાં પાપનાશ કરવાની શક્તિ છે. તેથી જેઓ સાધુપણામાં અતિચારના પરિહાર માટે ઉદ્યમ કરે છે, તેઓ પાપનાશ અર્થે પ્રતિક્રમણમાં વર્તે તો તેઓનું પ્રતિક્રમણ સફળ થાય, તે બતાવવા માટે ગાથામાં કહ્યું કે તે જશ અર્થે અર્થાત્ મારા જીવનમાં લાગતા અતિચારો નાશ પામે તે જશ માટે પ્રતિક્રમણમાં વર્તવું જોઈએ, તો પ્રતિક્રમણ સફળ બને. અન્યથા અતિચારોની ઉપેક્ષાથી યુક્ત એવી સાધુની પ્રતિદિન પ્રતિક્રમણની ક્રિયા સાધુનાં સંયમનું રક્ષણ કરી શકે નહિ. પણ સંયમ જીવનમાં લાગતા અતિચારો જ સાધુના વિનાશનું કારણ બનશે. II૧૮ના For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ४४ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૩/ગાથા-૧ C Iળ ત્રીજી > (રાગ : તુંગીયાગિરિ શિખર સોહે અથવા વીર મધુરી વાણિ બોલઈ-એ દેશી.) અવતરણિકા : કોઈક કહે' એ વચનથી પૂર્વમાં માર્ગવિષયક વર્તમાનમાં વર્તતા અનેક પ્રકારના ભ્રમોને ગ્રંથકારશ્રીએ બતાવ્યા. હવે તે સર્વે માર્ગ બરાબર નથી, પરંતુ ભગવાને બતાવેલો માર્ગ જ એકાંતે કલ્યાણનું કારણ છે. અને દુષ્ટ આલંબન લેનારા સાધુઓનો માર્ગ પણ કલ્યાણનું કારણ નથી, તે બતાવવા અર્થે કહે છે – ગાથા : દેવ! તુઝ સિદ્ધાંત મીઠો, એક મને ધરિયે; દુષ્ટ આલંબન નિહાલી, કહો કિમ તરિકે ? દેવ ! ૧ ગાથાર્થ : હે દેવ ! તમારો સિદ્ધાંત મીઠો છે અર્થાત્ સુખને દેનારો છે, તે એકને મનમાં ધારીએ ભગવાનના સિદ્ધાંતને મનમાં ધારીએ, દુષ્ટ આલંબન નિહાળી-આગળમાં ગ્રંથકારશ્રી બતાવશે, એવા દુષ્ટ આલંબનને નિહાળી, કહો કેમ તરીએ સંસારસાગરથી કઈ રીતે કરી શકાય ? અર્થાત્ તરી શકાય નહિ. III ભાવાર્થ : ભગવાનના શાસન પ્રત્યેની ભક્તિથી ગ્રંથકારશ્રી કહે છે કે હે દેવ ! તમારો સિદ્ધાંત મધુર છે; કેમ કે તમારા વચનાનુસાર પ્રવૃત્તિ કરવાથી મોહનું ઉન્મેલન થાય છે, શાંતરસનો અનુભવ થાય છે, ભાવિમાં સદ્ગતિઓની પરંપરા પ્રાપ્ત થાય છે અને અંતે પૂર્ણ સુખમય મોક્ષ મળશે, તેવો વિશ્વાસ પેદા થાય છે. માટે તમારો સિદ્ધાંત મધુર છે. તેથી તમારા એક સિદ્ધાંતને જ અમે મનમાં ધારણ કરીએ છીએ. વળી, ભગવાનના શાસનને સ્થૂલથી પામીને જેઓ ગ્રંથકારશ્રી આગળ બતાવે છે તેવા દુષ્ટ આલંબનને ગ્રહણ કરે છે, તે દુષ્ટ આલંબનને નિહાળીને, For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૫ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૩/ગાથા-૧-૨ હે ભગવાન ! તમે કહો; અમે કેવી રીતે તરી શકીએ ? અર્થાત્ તરી શકીએ નહિ. આ પ્રકારે ભગવાન આગળ નિવેદન કરીને ગ્રંથકારશ્રી દુષ્ટ આલંબન રહિત ભગવાનના સિદ્ધાંત પ્રત્યે પોતે અત્યંત પક્ષપાતવાળા બને છે. IIII અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે દુષ્ટ આલંબનથી કઈ રીતે તરી શકાય ? તેથી હવે દુષ્ટ આલંબનને લેનારા સાધુ મુનિ નથી, તે શાસ્ત્રવચનથી સ્પષ્ટ કરે છે - ગાથા : દુષ્ટ આલંબન ધરે જે, ભગ્ન-પરિણામી; તેહ આવશ્યકે ભાખ્યા, ત્યજે મુનિ નામી. દેવ ! ૨ ગાથાર્થ : જે ભગ્ન પરિણામી સાધુ દુષ્ટ આલંબનને ધારણ કરે છે, તે મુનિના નામનો ત્યાગ કરે છે, એમ ‘આવશ્યકસૂત્ર’માં કહ્યું છે. IIII ભાવાર્થ : જે સાધુઓ ભગવાનના વચનનું અવલંબન લઈને શક્તિ અનુસાર અપ્રમાદભાવથી સંયમયોગમાં ઉદ્યમ કરતા નથી, તેઓ ભગ્ન પરિણામવાળા છે=સંયમના પરિણામવાળા નથી પણ સંયમથી ભ્રષ્ટ પરિણતિવાળા છે. આથી જ આગળમાં કહેવાશે, તેવા પ્રકારના દુષ્ટ આલંબન લઈને જે સાધુ શિથિલ આચારોને સેવે છે અને પોતે શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ કરે છે, તે પ્રકારના સંતોષને મનમાં ધારણ કરે છે તેઓ સાધુવેશમાં હોવા છતાં અને બાહ્યથી સંયમની કંઈક આચરણા કરતા દેખાતા હોવા છતાં મુનિના નામનો ત્યાગ કરે છે, એમ ‘આવશ્યકસૂત્ર’માં કહ્યું છે. તેથી તેઓ મુનિ નથી, પરંતુ સંસારી જીવો છે. માટે દુષ્ટ આલંબનથી તરી શકાય નહિ, એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. માણા અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે જે ભગ્ન પરિણામી સાધુ દુષ્ટ આલંબન લે છે, તેઓ મુનિ નથી. તેથી હવે ભગ્ન પરિણામી સાધુઓ કયા કયા દુષ્ટ આલંબનોને ગ્રહણ કરે છે, તે બતાવવા અર્થે કહે છે For Personal & Private Use Only - Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૩/ગાથા-૩-૪ ગાથા : નિયતવાસ વિહાર ચેઈય, ભક્તિનો ધંધો; મૂઢ અજ્જાલાભ થાપે, વિગય પડિબંધો. દેવ ! ૩ ગાથાર્થ : (૧) નિયતવાસરૂપ વિહાર, (૨) ચૈત્ય ભક્તિનો ધંધો, (3) અજ્જાલાભ-સાધ્વી દ્વારા લાવેલ આહારાદિનું ગ્રહણ અને (૪) વિગઈનું પ્રતિબંધ મૂઢ થાપે મૂઢ સાધુ સ્થાપન કરે. llall ભાવાર્થ : શાસ્ત્રના પરમાર્થને જાણવામાં મૂઢ એવા કોઈક સાધુઓ પૂર્વના મહાત્માઓની અપવાદિક આચરણાનું દુષ્ટ આલંબન લઈને પોતાના પ્રમાદને પોષે છે અને તે દુષ્ટ આલંબન ચાર પ્રકારના છે. (૧) નિયતવાસરૂપ વિહાર, (૨) ચૈત્યની પૂજા સાધુએ કરવી એ રૂ૫ ભક્તિનો ધંધો, (૩) સાધ્વીએ લાવેલ આહારાદિનું ગ્રહણ કરવું, (૪) સાધુએ વિગઈનું સેવન કરવું. llall અવતરણિકા : પૂર્વમાં ચાર પ્રકારના દુષ્ટ આલંબન બતાવ્યા, એમાં હવે પ્રથમ દુષ્ટ આલંબન લેનારા સાધુઓ શું કહે છે ? તે બતાવે છે – ગાથા : કહે ઉગ્રવિહારભાગા, સંગમઆયરિઓ; નિયતવાસ ભજે બહુશ્રુત, સુણિઓ ગુણદરિઓ. દેવ ! ૪ ગાથાર્થ : ઉગ્ર વિહારને ભજનારા સંગમઆચાર્ય નિયતવાસને ભજે છે, જેઓ બહુશ્રુત અને ગુણના દરિયા સંભળાય છે. એમ કહે છે દુષ્ટ આલંબન લેનારા સાધુ એમ કહે છે. llll For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢિાળ-૩/ગાથા-૪-૫ ભાવાર્થ : દુષ્ટ આલંબન લેનારા સાધુ સંગમઆચાર્યનું આલંબન લઈને પોતે એક સ્થાનમાં સ્થિરવાસ કરે છે અને પોતાની સ્થિરવાસની પ્રવૃત્તિ શાસ્ત્ર સંમત છે, તેમ કહે છે અને તેઓ પોતાના સ્થિરવાસને શાસ્ત્ર સંમત બતાવવા કહે છે કે “ઉગ્ર વિહારને ભજનારા સંયમયોગમાં અપ્રમાદથી સર્વ ઉચિત આચરણા કરવારૂપ ઉગ્ર વિહારને ભજનારા સંગમઆચાર્ય હતા અને તેઓ નિયતવાસને ભજતા હતા. વળી સંગમઆચાર્યએ નિયતવાસ કર્યો તોપણ શાસ્ત્રકારોએ તેમને શિથિલ કહ્યા નથી, પરંતુ તેઓ બહુશ્રુત અને ગુણના દરિયા હતા, એમ શાસ્ત્રમાં સંભળાય છે. તેથી સંગમઆચાર્યની આચરણા પ્રમાણભૂત છે, માટે જેમ તેઓએ નિયતવાસ કર્યો હતો, તેમ અમે પણ નિયતવાસ કરીએ છીએ તેમાં કોઈ દોષ નથી. આવું દુષ્ટ આલંબન લેનારા સાધુ સંયમની અન્ય ક્રિયાઓ અપ્રમાદથી કરતા હોય તોપણ નિષ્કારણ દુષ્ટ આલંબન લેનારા હોવાથી ભગ્ન પરિણામી છે અને મુનિના નામનો ત્યાગ કરનારા છો, એમ ગાથા-૨ સાથે સંબંધ છે. ૪ll અવતરણિકા : કોઈક સાધુ નિયતવાસરૂપ દુષ્ટ આલંબન ગ્રહણ કરે છે તે કેવા સ્વરૂપવાળું છે, તે પૂર્વગાથામાં બતાવ્યું. હવે તે દુષ્ટ આલંબન કેમ છે? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : ન જાણે તે ખીણજંઘાબલ થિવિર તેહો; ગોચરીના ભાગ કલ્પી, બહુ રહ્યો જેહો ! દેવ ! " ગાથાર્થ : ન જાણે તે દુષ્ટ આલંબન લેનાર સાધુઓ જાણતા નથી કે તેઓ સંગમઆચાર્ય, ક્ષીણ જેઘાબળવાળા સ્થવિર હતા. વળી, ગોચરીના ભાગ કલ્પીને બહુ કાળ જેઓ રહ્યા છે એક નગરમાં જેઓ ઘણો કાળ રહ્યા છે. પા. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૩/ગાથા-પ-૬ ભાવાર્થ : સંગમઆચાર્ય ક્ષીણ જંઘાબળવાળા હતા અને સ્થવિર હતા=વયોવૃદ્ધ હતા. તેથી તેમણે સ્થિરવાસ કર્યો હતો, કેમ કે સાધુ ક્ષીણજંઘાબળવાળા થાય, ત્યારે સાધુને સ્થિરવાસ કરવાની શાસ્ત્રમાં અનુજ્ઞા છે અને સ્થિરવાસ કરનારા સાધુ પણ એક નગરમાં જુદા જુદા ભાગો કલ્પીને નવકલ્પી વિહારની મર્યાદાને સાચવે તેમ ભગવાનની આજ્ઞા છે. સંગમઆચાર્ય સ્થવિર હતા અને ક્ષીણજંઘાબળવાળા હતા, આમ છતાં સંયમમાં અપ્રમત્ત હતા. તેથી એક નગરમાં રહીને પણ તે નગરમાં ગોચરીના ભાગોની કલ્પના કરતા હતા અને એક-એક મહિનો જે સ્થાનમાં રહે તે સ્થાનમાં જ ગોચરી વગેરે ગ્રહણ કરતા, પરંતુ તે નગરના અન્ય ભાગમાંથી ગોચરી લાવતા ન હતા અને જ્યારે માસ પરિવર્તન કરતા ત્યારે તે અન્ય નવા ભાગમાંથી ગોચરી લાવતા, પરંતુ નગરના નવા ભાગરૂપે કલ્પાયેલા સ્થાન સિવાય બીજે ઠેકાણેથી ગોચરી લાવતા ન હતા. આ રીતે એક નગરમાં જ જુદા જુદા સ્થાનને આશ્રયીને નવ વિભાગ કરીને નવકલ્પી વિહારની મર્યાદાને સાચવતા હતા. તેથી જે સાધુ ક્ષીણજંઘાબળવાળા નથી, છતાં તેઓના દૃષ્ટાંતનું અવલંબન લઈને સ્થિરવાસ કરે છે તેઓ સંયમમાં ભગ્ન પરિણામવાળા છે. આથી અસ્થાને સંગમઆચાર્યનું આલંબન લઈને પોતાની રુચિ અનુસાર સ્થિરવાસ કરે છે તે સાધુઓ દુષ્ટ આલંબનવાળા છે. આપણા અવતરણિકા : ગાથા-૩માં મૂઢ સાધુઓ ચાર પ્રકારના દુષ્ટ આલંબન લે છે તેમ બતાવેલ. તેમાંથી પ્રથમ દુષ્ટ આલંબન લેનારા સાધુ કેવા છે? તે બતાવીને તેઓનું આલંબન દુષ્ટ કેમ છે, તે સ્પષ્ટ કર્યું. હવે બીજા પ્રકારના દુષ્ટ આલંબન લેનારા સાધુઓ કેવા છે, તે બતાવે છે – ગાથા : ચૈત્યપૂજા મુક્તિમારગ, સાધુને કરવી; જિણે કીધી વયરમુનિવર, ચૈત્યવાસ ઠવી. દેવ ! ૬ For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૯ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન,ઢાળ-૩/ગાથા-૬-૭ ગાથાર્થ : મુક્તિનો માર્ગ એવી ચૈત્યપૂજા સાધુએ કરવી, એમ કોઈ કહે છે અને તેમાં યુક્તિ આપે છે કે જિણે જે કારણે, ચૈત્યવાસ ઠવી-ચૈત્યપૂજા અર્થે પુષ્પાદિ સામગ્રી સ્થાપી, વજ મુનિવરે કીધી-વજ મુનિવરે ચંચૂપજા કરી. III ભાવાર્થ : કેટલાક સાધુઓ માર્ગાનુસારી બોધવાળા નહિ હોવાથી અને સ્વમતિ અનુસાર શાસ્ત્રવચનો જોડનારા હોવાથી કહે છે કે જિનપ્રતિમાની પૂજા મોક્ષનો માર્ગ છે. માટે સાધુએ ચૈત્યપૂજા કરવી જોઈએ. અહીં પ્રશ્ન થાય કે ચૈત્યપૂજા મોક્ષમાર્ગ હોવા છતાં દ્રવ્યસામગ્રીવાળા શ્રાવકો તેના અધિકારી છે, સાધુ નહિ. તેથી ચૈત્યપૂજા મોક્ષમાર્ગ હોવા છતાં શ્રાવક માટે તે મોક્ષનું કારણ છે, સાધુ માટે નહિ. તેના સમાધાનરૂપે તેઓ શાસ્ત્રમાં કહેલા વજસ્વામીજીના દૃષ્ટાંતનું અવલંબન લે છે અને કહે છે કે જે કારણથી વજ સ્વામીજીએ ચૈત્યપૂજા કરી છે, જોકે વજસ્વામીજીએ સાક્ષાત્ ચૈત્ય પૂજા કરી નથી, તોપણ ચૈત્ય પૂજાની સામગ્રીરૂપ પુષ્પાદિ શ્રાવકોને લાવી આપ્યા છે. તેથી કહે છે કે ચૈત્યવાસને સ્થાપીનચૈત્યની સામગ્રીને સ્થાપીને વજસ્વામીજીએ ચૈત્યપૂજા કરી છે અર્થાત્ ચૈત્ય માટે જો પુષ્પાદિ લાવી આપવાથી સાધુને ધર્મ થતો હોય તો ભગવાનની ભક્તિ અર્થે ચૈત્યપૂજા કરવામાં પણ સાધુને ધર્મ છે. આમ કોઈક સાધુઓ સ્થાપન કરે છે, જે દુષ્ટ આલંબનરૂપ છે. Iકા અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે કેટલાક ભગ્ન પરિણામી સાધુઓ સાધુને ચૈત્યપૂજા કરવી, એ પ્રકારનું દુષ્ટ આલંબન લે છે અને તેમાં વજસ્વામી મ. સા.નું આલંબન લઈને પોતાની પ્રવૃત્તિ ઉચિત છે, તેમ સ્થાપન કરેલ. તેથી હવે તે આલંબન દુષ્ટ કેમ છે, તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : તીર્થઉન્નતિ અન્યશાસન, મલિનતા ટાણે; પૂર્વ અવચિત પુષ્પ મહિમા, તેહ નવિ જાણે. દેવ ! ૭ For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૩/ગાથા-૭-૮ ગાથાર્થ : પૂર્વ અવચિત પુષ્પ મહિમાથી=પૂર્વમાં સંચય કરાયેલા એવા પુષ્પના મહિમાથી, તીર્થની ઉન્નતિ અને અન્ય દ્વારા શાસનની મલિનતાના ટાણે=શાસનની મલિનતાના પ્રસંગે, વજસ્વામીએ ભગવાનની ભક્તિ અર્થે પુષ્પાદિક સામગ્રી લાવીને શ્રાવકોને આપી છે, તે નવિ જાણે-તે વાત દુષ્ટ આલંબન લેનાર સાધુ જાણતા નથી. 11911 ભાવાર્થ : ઉત્સર્ગથી સાધુ દ્રવ્યસ્તવના અધિકારી નથી; કેમ કે સાધુએ સર્વ પરિગ્રહનો ત્યાગ કરેલ છે. તેથી ઉત્તમ સામગ્રીથી ભગવાનની ભક્તિ કરી વીતરાગતાની શક્તિનો સંચય કરવો તે શ્રાવકોનો માર્ગ છે, સાધુનો નહિ. સાધુ તો બાહ્ય સામગ્રી પ્રત્યે નિરપેક્ષ થઈને વીતરાગતાને અનુકૂળ સર્વ યત્ન કરે છે. તેથી આદ્ય ભૂમિકાવાળો દ્રવ્યસ્તવરૂપ ધર્મ સાધુને નથી, શ્રાવક માટે તે ઉચિત છે. આમ છતાં અપવાદિક આચરણારૂપે વજસ્વામીજીએ પૂર્વમાં માળી દ્વારા સંચય કરાયેલા પુષ્પો શ્રાવકોને લાવી આપી ભગવાનના શાસનનો મહિમા ક૨વા દ્વારા તીર્થની ઉન્નતિ કરી છે અને બૌદ્ધદર્શનની માન્યતાથી વાસિત એવા રાજા દ્વારા જે શાસનની મલિનતા થતી હતી તેને ટાળવાનો પ્રયત્ન કર્યો છે. તે અપવાદિક પ્રસંગને દુષ્ટ આલંબન લેનારા સાધુ જાણતા નથી. ||૭|| અવતરણિકા : પૂર્વ ગાથામાં કહ્યું કે વજસ્વામીજીએ કયા કારણથી ચૈત્યપૂજા કરી હતી તે દુષ્ટ આલંબન લેનારા સાધુ જાણતા નથી તેથી વજસ્વામીજીના ચૈત્યપૂજાતા આલંબનથી સાધુને ચૈત્યપૂજા કરવી જોઈએ એમ કેટલાક સાધુઓ સ્થાપન કરે છે. હવે તે ચૈત્યપૂજા કરવાથી સાધુને શું અનર્થ પ્રાપ્ત થાય છે તે બતાવે છે જેથી વજસ્વામીજીનું આલંબન લઈને ચૈત્યપૂજા કરવી એ દુષ્ટ આલંબન છે એમ સિદ્ધ થાય 21121 : -- ચૈત્યપૂજા કરત સંયત, દેવભોઈ કહ્યો; શુભમને પણ માર્ગનાસી, મહાનિશીથેં લહ્યો. દેવ ! ૮ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૩/ગાથા-૮-૯ ગાથાર્થ ઃ ‘મહાનિશીથસૂત્ર’માં શુભ મને પણ ચૈત્યપૂજા કરતા એવા સંયત, માર્ગના નાશક અને દેવભોજી=દેવદ્રવ્યના ભક્ષણ કરનારા, કહ્યા છે. III ભાવાર્થ : કોઈ સાધુ માનતા હોય કે ચૈત્યપૂજા એ મુક્તિનો માર્ગ છે, માટે સાધુએ ચૈત્યપૂજા કરવી જોઈએ અને તેથી ચૈત્યપૂજા કરતા હોય તો તેઓને ચૈત્યપૂજા કાળમાં સ્કૂલથી શુભમન છે, પણ પરમાર્થથી તો ભગવાનના વચનની મર્યાદાને જાણ્યા વગર સ્વમતિ પ્રમાણે શાસ્ત્રનું અવલંબન લઈને તે પ્રવૃત્તિ કરે છે; તેથી અશુભ મન છે. અને તેઓની ચૈત્યપૂજાની પ્રવૃત્તિ માર્ગનો નાશ કરનાર છે; કેમ કે ભગવાને સંયમ વેશધારી માટેની જે મર્યાદા મૂકી છે, તેનાથી વિપરીત પ્રવૃત્તિ કરીને લોકોમાં “આ માર્ગ છે” તે પ્રકારનો ભ્રમ ચૈત્યપૂજા કરનાર સાધુ કરે છે. તે માર્ગનું અનુસરણ કરીને અનેક જીવો સાધુવેશમાં તે માર્ગને સ્વીકારે છે, જેથી ભગવાનનો માર્ગ અન્યથારૂપ પ્રવૃત્ત થાય છે; તે માર્ગ નાશ પ્રત્યે ચૈત્યપૂજા કરનાર સાધુ કારણ છે. ૫૧ વળી, ચૈત્યપૂજા કરનાર સાધુને ‘મહાનિશીથસૂત્ર'માં જેમ માર્ગ નાશ કરનાર કહ્યા છે તેમ દેવભોજી પણ કહ્યા છે; કેમ કે જિનમંદિર આદિ નિર્માણના નિમિત્તે સ્વનિવાસને અનુકૂળ સ્થાનની નિષ્પત્તિ પણ તેઓ કરે છે તેથી જિનમંદિરના નિમિત્તને પામીને પોતાનું સ્થાન કરવાથી દેવદ્રવ્યના ભક્ષણનો દોષ તેમને લાગે છે. વસ્તુતઃ તેઓએ દેવદ્રવ્યના પૈસાનો ઉપભોગ કર્યો નથી તોપણ ત્યાં પોતાનું સ્થાન થાય તેમાં ચૈત્યપૂજા નિમિત્ત કારણ હોવાથી તે સ્થાનના ઉપભોગમાં દેવદ્રવ્યના ઉપભોગનો દોષ લાગે તેથી મહાનિશીથસૂત્રમાં તેમને દેવભોજી કહ્યા છે અને આ પ્રકારનો અર્થ ‘પંચવસ્તુક' ગ્રંથથી પ્રાપ્ત થાય છે. આ પ્રકારનું કથન “પંચાશક” ગ્રંથમાં વધારે સ્પષ્ટ કરેલ છે તેથી જિજ્ઞાસુએ ત્યાંથી જોવું. Ill For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૩/ગાથા-૯ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે ચૈત્યપૂજા કરનાર સાધુ માર્ગના નાશક અને દેવભોજી છે, ત્યાં પ્રશ્ન થાય કે “તો પછી વજસ્વામીજીએ ચૈત્યપૂજા કરી હતી તો તેમને પણ તે દોષ પ્રાપ્ત કેમ નહિ થાય ?” તેથી કહે છે – ગાથા : પુષ્ટકારણ વિના મુનિ, નવિ દ્રવ્ય અધિકારી; ચૈત્યપૂજાયેં ન પામેં, ફલ અનધિકારી. દેવ ! ૯ ગાથાર્થ : પુણકારણ વગર=વિશિષ્ટ લાભના પ્રબળ કારણ વગર, મુનિ દ્રવ્ય અધિકારી નથી દ્રવ્યથી વીતરાગની પૂજા કરવાના અધિકારી નથી, તેથી અનધિકારી એવા મુનિ ચૈત્યપૂજાએ ફળને પામે નહિeભગવાનની પૂજા કૃત નિર્જરારૂપ ફળને પામે નહિ. IIII ભાવાર્થ : શ્રાવકો બાહ્ય પરિગ્રહવાળા છે, તેથી ઉત્તમ દ્રવ્યથી ભગવાનની ભક્તિ કરીને વીતરાગ પ્રત્યેના બહુમાનભાવની વૃદ્ધિ કરે છે અને શાસ્ત્રમાં પણ મલિન આરંભીને દ્રવ્યસ્તવના અધિકારી કહ્યા છે. તેથી પણ ફલિત થાય કે જેઓ પરિગ્રહ રાખે છે તેઓ ગમે તેવો સુંદર ધર્મ સેવતા હોય, તોપણ મલિન આરંભી છે અને મલિન આરંભી એવા તેઓ ઉત્તમ દ્રવ્યથી ભગવાનની ભક્તિ કરીને નિરારંભ જીવનની શક્તિનો સંચય કરે છે. સાધુ દ્રવ્ય અને ભાવથી પરિગ્રહ વગરના છે તેથી સર્વ ઉદ્યમથી વીતરાગના વચનાનુસાર પ્રવૃત્તિ કરીને વીતરાગ થવા ઉદ્યમ કરે છે તેથી નિરારંભી છે, અને નિરારંભી સાધુ દ્રવ્યપૂજાના અધિકારી નથી. આમ છતાં શાસનપ્રભાવનાનું પ્રબળ કારણ જણાય તો અન્ય જીવોના લાભ અર્થે પુષ્ટ આલંબનથી દ્રવ્યસ્તવ કરે છે. જેમ સાધુ પોતાના વસ્ત્રાદિ ધર્મ ઉપકરણ કોઈ દરિદ્રના દારિદ્રયને ટાળવા આપે, તો તે વસ્ત્ર આપવાની પ્રવૃત્તિ ગૃહસ્થના આરંભ-સમારંભનું સાધન બને. તેથી તે વસ્ત્રદાનની ક્રિયા સાધુ માટે અધિકરણ દોષની પ્રાપ્તિનું કારણ For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૩/ગાથા-૯-૧૦ ૫૩ બને અર્થાત્ અન્યને આરંભ-સમારંભ કરવાનું અધિકરણ સાધુએ આપ્યું; તનિમિત્તક અન્યના આરંભ-સમારંભરૂપ પાપની અનુમતિરૂપ દોષની પ્રાપ્તિ સાધુને થાય. આમ છતાં બીજાદાનરૂપ પુષ્ટ આલંબનના નિમિત્તે વીરપ્રભુએ પણ સંયમ અવસ્થામાં બાહ્મણને વસ્ત્ર દાન કર્યું અને પુષ્ટ આલંબનથી કરાયેલું વસ્ત્રદાન અધિકરણ બન્યું નહિ; તેમ પુષ્ટ આલંબનથી કરાયેલી વજસ્વામીજીની ચૈત્યપૂજા દોષરૂપ બની નહિ, પરંતુ યોગ્ય જીવોને ધર્મ પ્રાપ્તિના શુભ અધ્યવસાયને કારણે નિર્જરાની પ્રાપ્તિનું કારણ બની. પરંતુ પુષ્ટ આલંબન વગર જે સાધુઓ ચૈત્યપૂજા કરે છે તેઓ પૂજાના અનધિકારી હોવાથી પૂજાના ફળને પામતા નથી. વસ્તુતઃ ભગવાનના વચન પ્રત્યેના બહુમાનપૂર્વક ભગવાનની ભક્તિથી જ નિર્જરારૂપ ફળ મળે છે, માત્ર બાહ્યપૂજાથી નહિ. અને ચૈત્યપૂજા કરનાર સાધુઓ દુષ્ટ આલંબન લેનારા હોવાથી ભગવાનના વચન પ્રત્યે બહુમાનવાળા નથી; તેથી ભગવાનના વચન પ્રત્યેના અનાદરપૂર્વક કરાયેલી ચૈત્યપૂજાથી ચૈત્યપૂજાનું ફળ પ્રાપ્ત થાય નહિ. INલા અવતરણિકા : ગાથા ૩માં કહેલ કે મૂઢ સાધુ ભગ્ન પરિણામને કારણે ચાર પ્રકારના દુષ્ટ આલંબન લે છે તેમાંથી પ્રથમના બે દુષ્ટ આલંબનનું વર્ણન ગ્રંથકારશ્રીએ કર્યું. હવે અન્નાલાલરૂપ ત્રીજા દુષ્ટ આલંબનનું વર્ણન કરે છે – ગાથા : આર્ય અન્નિઅપુર અજ્જા, લાભથી લાગા; કહે નિજલાભે અતૃપ્તા, ગોચરી ભાગા. દેવ ! ૧૦ ગાથાર્થ - નિજલાભમાં અતૃપ્ત-પોતાને જે ગોચરી મળી છે તેટલાથી અતૃપ્ત, ગોચરી ગ્રહણ કરવા માટે ભાગા=ભગ્ન પરિણામવાળા, કહે છે કે, આર્ય અણિકાપુત્ર અજ્જાલાભથી-સાધ્વીના લાભથી, લાગા-લાગેલા હતા સાધ્વીએ લાવેલો આહાર વાપરતા હતા. ll૧૦II For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ પ૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૩/ગાથા-૧૦-૧૧ ભાવાર્થ : કેટલાક સાધુઓ સ્થૂલથી આરાધક હોય છે તેથી નિર્દોષ ભિક્ષાચર્યાદિમાં યત્ન કરનારા હોય છે, પરંતુ નિર્દોષ ભિક્ષાની પ્રાપ્તિ દુર્લભ છે અને પોતે બહુ શ્રમ કરવા માટે પ્રમાદી છે તેથી પોતાને જે નિર્દોષ ભિક્ષા મળે છે એટલાથી તૃપ્ત નથી અને ગોચરી માટે શ્રમ કરવાના ભગ્ન પરિણામવાળા છે. આવા સાધુઓ કહે છે કે “આર્ય અર્ણિકાપુત્ર પુષ્પચૂલા સાધ્વીવડે લાવેલ ગોચરી વાપરતા હતા, છતાં તેઓ આરાધક સાધુ હતા, તેમ અમે પણ સાધ્વી લાવી આપે તેવી વસ્તુ વાપરીએ તેમાં કોઈ દોષ નથી.” એમ કહીને સાધ્વીએ લાવેલ આહાર વાપરે છે કે સાધ્વી પાસે વસ્ત્ર ધોવણાદિ પ્રવૃત્તિ કરાવે છે. વસ્તુતઃ સાધુએ પોતાના સંયમની સર્વ પ્રવૃત્તિ સ્વ પરાક્રમથી જ કરવાની છે અન્ય પાસે કાર્ય કરાવવાનું નથી. આમ છતાં વિશિષ્ટ લાભનું કારણ જણાય તો સાધુઓ પરસ્પરનું કાર્ય કરે, પણ સાધ્વી પાસે કાર્ય કરાવે નહિ. આ પ્રકારની શાસ્ત્ર મર્યાદા છે, છતાં પોતે ભગ્ન પરિણામી હોવાથી, અર્ણિકાપુત્રનું દુષ્ટ આલંબન લઈને, ભગ્ન પરિણામી સાધુઓ પોતાની પ્રવૃત્તિ ઉચિત છે તેમ માને છે. ll૧માં અવતરણિકા : પૂર્વ ગાથામાં કહ્યું કે કેટલાક ભગ્ન પરિણામી સાધુઓ અણિકાપુત્રના દષ્ટાંતથી સાધ્વીના લાભને સ્થાપે છે, તેઓ ભગ્ન પરિણામી કેમ છે? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : ન જાણે ગતશિષ્ય અવમે, શિવિર બળહીણો; સુગુણપરિચિતસંયતીકૃત, પિંડવિધિ લીણો. દેવ ૧૧ ગાથાર્થ : ભગ્ન પરિણામી સાધુઓ જાણતા નથી કે અર્ણિકાપુત્ર ગતશિષ્ય હતા દુકાળ હતો તે કારણે શિષ્યોને આરાધના અર્થે અન્ય સ્થાને મોકલેલા હતા માટે પોતે પરિવાર વગર એકલા હતા, વયથી સ્થવિર For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૩/ગાથા-૧૧-૧૨ પપ હતા વૃદ્ધ હતા, અને જંઘાબળથી હીન હતા, જેથી ગોચરી માટે જઈ શકે તેમ ન હતા, અને કોઈ સુગુણ પરિચિત સાધ્વીથી કરાયેલ પિંડની વિધિમાં લીણ હતા આહાર લાવવાની વિધિથી આહારગ્રહણ કરવામાં પ્રવૃત્ત હતા. ll૧૧] ભાવાર્થ : આર્ય અર્ણિકાપુત્ર વૃદ્ધ હતા અને તે વખતે દુષ્કાળ હતો તેથી સર્વ શિષ્યોને અન્ય સ્થાને મોકલેલા અને પોતે એકલા કોઈક નગરમાં રહીને આરાધના કરતા હતા. વળી, જંઘાબળ ક્ષીણ થવાથી ગોચરી માટે ફરી શકે તેવી શારીરિક સ્થિતિ પણ ન હતી. તેથી ગુણવાન પરિચિત એવી પુષ્પચૂલા સાધ્વી દ્વારા લાવેલ પિંડ વિધિને=નિર્દોષ પિંડને, ગ્રહણ કરતા હતા. તે અપવાદિક સ્થાનને નહિ જાણનારા ભગ્ન પરિણામી સાધુ તેમના દૃષ્ટાંતનું આલંબન લઈને પોતાની ભિક્ષા લાવવાની શક્તિ હોવા છતાં અને એવું કોઈ અપવાદિક કારણ નહિ હોવા છતાં સાધ્વીદ્વારા લાવેલ આહારાદિ વાપરે છે, તેઓ દુષ્ટ આલંબન લેનારા હોવાથી મુનિ નથી. ૧૧ાા અવતરણિકા : ગાથા ૩માં કહેલ કે મૂઢ સાધુ ભગ્ન પરિણામને કારણે ચાર પ્રકારના દુષ્ટ આલંબન લે છે તેમાંથી પ્રથમના ત્રણ દુષ્ટ આલંબનનું વર્ણન ગ્રંથકારશ્રીએ કર્યું. હવે વિગઈ પડિબંધો' નામના ચોથા દુષ્ટ આલંબનનું વર્ણન કરે છે – ગાથા : વિગય લેવી નિત્ય સૂજે, લષ્ટ પુષ્ટ ભણે; અન્યથા કિમ દોષ એહનો, ઉદાયન ન ગણે ? દેવ ! ૧૨ ગાથાર્થ : સાધુને વિગઈ લેવી નિત્ય સૂઝે એમ હૃષ્ટ-પુષ્ટ શરીરવાળા સાધુ બોલે અને પોતાની પ્રવૃત્તિને પુષ્ટ કરવા તેઓ કહે છે કે, અન્યથા જો સાધુને વિગઈ લેવી સૂઝે નહિ તો, એહનો દોષ વિગઈ ગ્રહણનો દોષ, For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૩/ગાથા-૧૨-૧૩ ઉદાયનરાજર્ષિને કેમ ન લાગે ?=ઉદાયનરાજર્ષિએ વિગઈઓ ગ્રહણ કરેલી છતાં તેમને દોષ કેમ ન લાગ્યો ? ।।૧૨।। ૫૬ ભાવાર્થ : કેટલાક સાધુઓ શરીરની શાતાના અર્થી છે અથવા તો અનુકૂળ આહારના અર્થી છે. તેથી સંયમની અન્ય ઉચિત પ્રવૃત્તિ કરતા હોય, તોપણ જે તરફનું તેમનું વલણ હોય તેને અનુકૂળ શાસ્ત્રમાં આપેલ દૃષ્ટાંતનું અવલંબન લઈને પોતે શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ કરે છે તેમ માને છે. આવા સાધુ શરીરથી લષ્ટ પુષ્ટ હોય છતાં વિચારે છે કે “સાધુનો દેહ સ્વાધ્યાયાદિ કરવા માટે ઉપકારક છે, તેથી શ૨ી૨નું પાલન-પોષણ બરાબર કરવું જોઈએ અને તેના માટે સાધુ નિત્ય દૂધ આદિ વિગઈઓ વાપરે તો તેમાં કોઈ દોષ નથી.” આ રીતે વિચારીને પોતાના શરીરને સાચવવાના પરિણામથી વિગઈઓ આદિનું ગ્રહણ કરે છે અને તેના માટે શાસ્ત્રનું આલંબન લેતા કહે છે કે “જો વિગઈ લેવી સાધુને કલ્પે નહિ તો ઉદાયનરાજર્ષિ અત્યંત આરાધક સાધુ હતા, છતાં એમને વિગઈ ગ્રહણ કરવાથી કેમ દોષ લાગ્યો નહિ અર્થાત્ ઉદાયનરાજર્ષિ વિગઈ ગ્રહણ કરતા હતા, છતાં પરિણામની શુદ્ધિથી કેવળજ્ઞાનને પામ્યા. તેથી અમે પણ વિગઈઓ ગ્રહણ કરીને પુષ્ટ થયેલા શરીરવાળા સંયમમાં વિશેષ આરાધના કરશું માટે કોઈ દોષ નથી” એ પ્રકારનું નબળું આલંબન ભગ્ન પરિણામી સાધુઓ લે છે. H૧૨॥ અવતરણિકા : પૂર્વમાં કહ્યું કે ભગ્ન પરિણામી સાધુઓ ઉદાયતરાજર્ષિતા દૃષ્ટાંતનું વિગઈના પ્રતિબંધરૂપ દુષ્ટ આલંબન લઈને નિત્ય વિગઈ સેવન કરે છે. તેઓનું આ આલંબન દુષ્ટ કેમ છે તે બતાવવા અર્થે કહે છે 51121 : ઉદાયનરાજર્ષિતનુ નવિ, શીત લુક્ષ સહે; તેહ વ્રજમાં વિગય સેવે, શું તે ન લહે ? દેવ ! ૧૩ --- For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ પ૭ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૩/ગાથા-૧૩-૧૪ ગાથાર્થ : ઉદાયનરાજર્ષિનો (દેહ) શીત અને રૂક્ષ સહે નહિ તેવો હતો તેથી તેઓ વ્રજમાં ગોકુળમાં વિગઈઓ સેવતા હતા. શું તે વાત દુષ્ટ આલંબન લેનારા સાધુ કથામાંથી લેતા નથી ? 13II ભાવાર્થ - ઉદાયનરાજર્ષિ સંયમમાં અત્યંત ઉસ્થિત પરિણામવાળા હતા; પરંતુ તેમનો દેહ શીત અને રૂક્ષ આહારને સહન કરી શકે તેવો હતો નહિ, તેથી તેમના દેહમાં થયેલો રોગ પ્રકોપને પામતો હતો અને રોગના પ્રકોપને કારણે સંયમ યોગોમાં શિથિલ વ્યાપાર થતો હતો. તેથી સંયમ યોગની વૃદ્ધિના અર્થી એવા ઉદાયનરાજર્ષિ ગોકુળમાં રહેતા હતા, જેથી નિર્દોષ વિગઈઓ મળી શકે. અને સંયમમાં સુદઢ વ્યાપાર અર્થે વિગઈઓ સેવે છે તે પ્રકારનું કથન ઉદાયનરાજર્ષિના કથાનકમાં ઉપલબ્ધ છે તેને દુષ્ટ આલંબન લેનારા સાધુ કેમ લેતા નથી ? અર્થાત્ પોતાને અનુકૂળતાનું મમત્વ છે તેથી જ ઉદાયનરાજર્ષિના દૃષ્ટાંતનું અવલંબન લે છે; પરંતુ ઉદાયનરાજર્ષિએ વિગઈ કેમ સેવી તેનો પરમાર્થ વિચારતા નથી માટે ઉદાયનરાજર્ષિના દૃષ્ટાંતનું તેઓનું આલંબન દુષ્ટ આલંબન છે. ll૧૩. અવતરણિકા : ગાથા-૩માં કહેલ ચાર પ્રકારના દુષ્ટ આલંબન લેનારા સાધુ ભગ્ન પરિણામવાળા છે અને તે ચારેય દુષ્ટ આલંબનનું વર્ણન અત્યાર સુધી કર્યું. હવે તે સર્વ કથનનું નિગમન કરતાં કહે છે – ગાથા : લોક આલમ્બન ભરીઓ, જન અસંયતને; તેહ જગમાં કાંઈ દેખે, ધરે તેહ મને. દેવ ! ૧૪ ગાથાર્થ : જન અસંયતને અસંયમી સાધુને, આખો લોક આલંબનથી ભરેલો છે, તેહ=અસંયમી સાધુ, જગમાં શાસ્ત્રમાં કહેલા દષ્ટાંતોમાં, કંઈ દેખે કોઈક પ્રસંગો દેખે, તે આલંબનને મનમાં ધરે છે. I૧૪ll For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-૩/ગાથા-૧૫ ભાવાર્થ - અસંયત સાધુઓ માટે આખો લોક આલંબનથી ભરેલો છે અર્થાત્ પોતાને સંયમમાં કોઈક શિથિલ પરિણામ વર્તતો હોય અને તે પ્રવૃત્તિ શાસ્ત્રાનુસારી છે તેવો વિચાર કરવા અર્થે લોકમાં બનેલ કોઈક પૂર્વ પુરુષના આલંબનને જોવા માટે શાસ્ત્રનું વાંચન કરે તો તે સાધુને પોતાની પ્રવૃત્તિ ઉચિત છે તેવો નિર્ણય કરવા માટે આલંબન મળી જાય છે. તેથી ભગ્ન પરિણામી એવા તે સાધુ શાસ્ત્રમાં કોઈક મહાપુરુષના દૃષ્ટાંતને દેખે તો તે કથન કઈ અપેક્ષાએ છે તેનો વિચાર કર્યા વગર પોતે મનમાં ધારણ કરે છે અને વિચારે છે કે શાસ્ત્રમાં ઉત્સર્ગમાર્ગથી નિષિદ્ધ પ્રવૃત્તિ આ મહાત્માઓએ કરી હતી, છતાં તે સુસાધુ છે તેમ શાસ્ત્ર કહે છે માટે અમે પણ તેવી પ્રવૃત્તિ કરીએ તો સંયમમાં કોઈ દોષ નથી. આ પ્રકારનું આલંબન લેવાનો પરિણામ જેમને વર્તે છે તેમને પોતાની રુચિ અનુસાર પ્રવૃત્તિ કરવામાં શાસ્ત્રવચનનું આલંબન પ્રાપ્ત થઈ જાય છે; અને તે આલંબનથી કરાયેલી પ્રવૃત્તિ દ્વારા તે સાધુઓ મોહનું પોષણ કરીને પોતાની સંયમની અન્ય પ્રવૃત્તિને પણ વિફળ કરે છે. વસ્તુતઃ ગુણસ્થાનકની પરિણતિવાળા સાધુ પુષ્ટ આલંબન સિવાય આલંબન માત્રને લઈને પ્રવૃત્તિ કરતા નથી અને પુષ્ટ આલંબન તે જ છે કે જે મોહધારાના ઉચ્છેદમાં પ્રબળ નિમિત્ત બને. માટે શાસ્ત્રના આલંબનને લઈને પ્રમાદને પોષવામાં આવે અને મનથી સંતોષ માનવામાં આવે એટલા માત્રથી હિત થતું નથી. II૧૪ો. અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું અસંયત સાધુને આખો લોક આલંબનથી ભરેલો છે તેથી પોતાના પ્રમાદને પોષવા માટે તેને જે આલંબન જોઈએ તે પ્રાપ્ત થાય છે. હવે દુષ્ટ આલંબન લેનારા સાધુ કેવા છે અને સત્ આલંબન લેનારા સાધુ કેવા છે તેનો ભેદ બતાવવા અર્થે કહે છે – ગાથા : શિથિલ આલમ્બન ગ્રહે, મુનિ મંદસંવેગી; સંયતાલંબન તુજસ ગુણ, તીવ્રસંવેગી. દેવ ! ૧૫ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ પ૯ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૩/ગાથા-૧૫ ગાથાર્થ : મંદ સંવેગી મુનિ શિથિલ આલંબનને ગ્રહણ કરે છે. જ્યારે સુજશ ગુણવાળા તીવ્ર સંવેગી સાધુ સંયતનું આલંબન ગ્રહણ કરે છે. ll૧૫ll ભાવાર્થ : જે સાધુઓ આત્મકલ્યાણના અર્થી છે, તો પણ પોતાનામાં મંદ સંવેગ વર્તે છે, તેથી કોઈક સ્થાનમાં મોહને પરતંત્ર થઈને શાતાના કે અનુકૂળતાના અર્થી થવાને કારણે, શાસ્ત્રમાં કહેવાયેલા પૂર્વના મહાપુરુષના અપવાદિક આચરણાના પ્રસંગને આલંબનરૂપે ગ્રહણ કરીને, પોતાના માટે તેનું કારણ નહિ હોવા છતાં, પોતાની અનુકૂળતા અર્થે તે પ્રકારની પ્રવૃત્તિ કરે છે. આવા સાધુઓને મોક્ષમાં જવા માટેનો અભિલાષ છે અને મોક્ષ જવા અર્થે ધર્મ કરે છે, આમ છતાં મંદ સંવેગ હોવાથી પોતાના પ્રમાદને પોષે છે; એટલું જ નહિ પણ પોતે પ્રમાદ કરતાં નથી તે પ્રકારે મનને સંતોષ કરાવવા અર્થે શિથિલ આલંબન લઈને, પોતાની પ્રવૃત્તિ માર્ગ વિરુદ્ધ નથી તેમ સંતોષ માને છે. આથી જ મંદ સંવેગી સાધુ ભાવસાધુ નથી. કદાચ નિમિત્તને પામીને કે યોગ્ય ઉપદેશકના વચનથી તીવ્ર સંવેગને પ્રાપ્ત કરે તો ભાવ સાધુ થઈ શકે. માટે ભાવ સાધુ નહિ હોવા છતાં સર્વથા દુષ્ટ જ છે તેવો અર્થ નથી; કેમ કે મંદ પણ સંવેગનો પરિણામ છે અને સંવેગ એટલે મોક્ષનો અભિલાષ અને મંદ સંવેગ હોવાને કારણે મોક્ષ માર્ગની પ્રવૃત્તિ કરવા છતાં શિથિલ પ્રવૃત્તિ કરે છે અને ચિત્ત પણ કંઈક વક્રગામી છે. વળી, જે સાધુઓ સાધુના સુજશ ગુણને ધારણ કરનારા છે, તેઓ તીવ્ર સંવેગવાળા છે. તેથી તેઓ સંયમની પુષ્ટિ થાય તેવા સંયતના આલંબનને જ ગ્રહણ કરે છે અને આવા સાધુ શક્તિ હોય તો ભગવાને ઉત્સર્ગથી જે પ્રકારે માર્ગ બતાવ્યો છે તે પ્રકારે સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે. ફક્ત જંઘાબળાદિ ક્ષીણ થયું હોય તો સંગમાચાર્યની જેમ સંયમની વૃદ્ધિનું આલંબન ગ્રહણ કરીને અપવાદથી સ્થિરવાસાદિ પણ કરે છે. ૧પો For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૦ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૪/ગાથા-૧ ઢાળ ચોથી :(રાગ : પ્રભુ પાસનું મુખડું જોવા, ભવભવનાં પાતક ખોવા-અથવા જત્તિરી- દેશી) અવતરણિકા : પૂર્વ ઢાળમાં દુષ્ટ આલંબન લેનારા સાધુઓની અનુચિત પ્રવૃત્તિ કેવી છે તે બતાવીને છેલ્લે સદ્ આલંબનને લેવા માટે પ્રેરણા કરે તેવો ઉપદેશ ગ્રંથકારશ્રીએ આપ્યો. હવે, કેટલાક સાધુઓ ઉપદેશની પ્રવૃત્તિ દ્વારા સન્માર્ગની વૃદ્ધિ કરતા હોય છે અને નિઃસ્પૃહતાપૂર્વક ઉપદેશ આપતા હોય છે. વળી, અન્ય સાધુઓ ઉપદેશ આપીને પોતાના ભક્ત વર્ગને ઊભો કરવા માટે ઉધમ કરતાં હોય છે અને તેના દ્વારા મોહધારાની વૃદ્ધિ કરતા હોય છે. આ રીતે મોહધારાની વૃદ્ધિ કરનારા સાધુઓના ઉપદેશને જોઈને ઉપદેશ આપવો એકાંતે ઉચિત નથી તેવી મતિને ધારણ કરનારા શું કહે છે તે બતાવીને, માર્ગના સ્થાપક એવા ઉપદેશકને પ્રેરણા કરે તે પ્રકારનો ઉપદેશ પ્રસ્તુત ઢાળમાં ગ્રંથકારશ્રી આપે છે – ગાથા : સુણજો સીમધર સ્વામી! વલી એક કહું સિર નામી; મારગકરતાને પ્રેરે, દુર્જન જે દૂષણ હેરે. ૧ ગાથાર્થ - હે સીમંધર સ્વામી તમે સાંભળજે, શિરનામી એવો હું તમારી આજ્ઞાને મસ્તકે ચઢાવનાર એવો હું, એક કહું એક વાત કહું છું, જે વાત માર્ગકર્તાને પ્રેરે છે સન્માર્ગના સ્થાપક એવા ઉપદેશકને પ્રેરે છે અને સન્માર્ગના ઉપદેશકની પ્રવૃત્તિને જોઈને, દુર્જન જે દૂષણ આપે છે તેને હેરે છે નિરાકરણ કરે છે. [૧] ભાવાર્થ : સ્તવનકાર ભગવાનની ભક્તિરૂપે સ્તવન કરતાં કહે છે કે, તે સીમંધરસ્વામી ! હું તમારા શાસન પ્રત્યેની ભક્તિથી જે કહું છું તે તમે સાંભળો. હું તમારી For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૧ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૪/ગાથા-૧-૨ આજ્ઞાને શિર પર ધારણ કરૂ છું અને વળી હું એક વાત કહું છું; જે મારી વાત ભગવાનના માર્ગનો વિસ્તાર કરનારા એવા ઉપદેશકને ઉપદેશ આપવાની પ્રવૃત્તિમાં પ્રેરણારૂપ છે અને સન્માર્ગના ઉપદેશકને કોઈક અર્ધવિચારક અને સ્વમતિ પ્રમાણે શાસ્ત્રોને વિચારનાર એવા દુર્જન જે દૂષણ આપે છે તે દૂષણને હરનારી છે. જે વાતથી ભગવાનના શાસન પ્રત્યેની ભક્તિ થાય છે, સન્માર્ગની વૃદ્ધિ પ્રત્યે પક્ષપાત થાય છે અને ઉન્માર્ગની પ્રવૃત્તિનું ઉમૂલન થાય છે. IIII અવતરણિકા : હવે, ગ્રંથકારશ્રી માર્ગકર્તાને માર્ગ ઉપદેશકને, દુર્જન શું દૂષણ આપે છે તે બતાવે છે – ગાથા : કહે નિજ સામે વ્રત પાલો, પણ ધર્મદેશના ટાલો; જનમેલ્યાનું શું કામ ?, બહુ બોલ્યું નિંદાઠામ.... ૨ ગાથાર્થ - કહે-દુર્જન કહે છે, નિજ સામે આત્માની સાક્ષીએ, વ્રતને પાળો સ્વભૂમિકા અનુસાર સંયમમાં યત્ન કરો, પણ ધર્મદેશનાને ટાળો-સાધુએ ઘર્મદેશનાની પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ. કેમ ધર્મદેશનાની પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ ? તે બતાવતાં કહે છે. જનમેલ્યાનું શું કામ છે ધર્મદેશના આપીને લોકોને ભેગા કરવાનું શું કામ છે; કેમ કે બહુ બોલવું નિંદાનું સ્થાન છે જે પુરુષ ઘણું બોલનાર હોય, તે લોકમાં નિંદાનું સ્થાન બને છે. |રા. ભાવાર્થ - કેટલાક સાધુઓ આત્મકલ્યાણના અર્થી હોય છે છતાં માર્ગાનુસારી બુદ્ધિ નહિ હોવાથી વિચારે છે કે મોક્ષમાં જવાના ઉપાયભૂત વ્રતોને આત્મસાક્ષીએ પાળવા જોઈએ અર્થાત્ તે વ્રતોને તે રીતે સેવવા જોઈએ, જેથી પોતાનું ચિત્ત વિષયોથી પરામુખ બને અને ભાવથી મુનિભાવ પ્રગટે, પરંતુ ધર્મદેશના આપવાનું ટાળવું જોઈએ; કેમ કે ધર્મદેશનાની પ્રવૃત્તિ કરવાથી ઘણા લોકો For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૪/ગાથા-૨-૩ આવે, તેમની સાથે સંપર્ક વધે, તેમના પ્રત્યે પોતાને પણ લાગણી થાય, લોકોના માન સન્માનની અસરથી સાધુ પોતાના વ્રતોને પણ ભૂલી જાય અને લોકસંજ્ઞામાં પડે. તેથી સાધુએ ઉપદેશની પ્રવૃત્તિ ટાળવી જોઈએ. અને તેમાં તે અર્ધવિચારક સાધુ વિચારે છે કે લોકોને ભેગા કરવાથી પોતાને શું મળે છે અર્થાત્ કોઈ ફળ નથી. વળી, જેમ લોકોમાં કહેવાય છે કે બહુ બોલવું એ નિંદાનું સ્થાન છે; તેમ ધર્મમાર્ગમાં પણ શાસ્ત્રો ભણીને વિદ્વાન થયેલા સાધુઓ ઉપદેશ આપીને બહુ બોલે તો તે નિંદાનું સ્થાન છે. તેથી ધર્મદેશના આપવાના બદલે સાધુએ ગંભીર થઈને આત્માને શાસ્ત્રોથી ભાવિત કરવો જોઈએ અને નિર્લેપ થવા માટે ઉદ્યમ ક૨વો જોઈએ. આ પ્રકારની વિપરીત મતિ કેટલાક અર્ધવિચારક સાધુને થાય છે. II અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે કેટલાક અર્ધવિચારક ધર્મદેશનાને ટાળવાનું કહે છે. હવે તે ઉચિત નથી તે બતાવવા અર્થે કહે છે ગાથા : – ઇમ કહેતાં મારગ ગોપે, ખોટું દૂષણ આરોપે; જે નિર્ભય મારગ બોલે, તે કહ્યો દ્વીપને તોલે. ૩ ગાથાર્થ ઃ આમ કહેતાં=પૂર્વની ગાથામાં કહ્યું એ પ્રમાણે કહેતાં, માર્ગને ગોપે છે-તે અર્ધવિચારક સાધુ માર્ગનો અપલાપ કરે છે અને ખોટું દૂષણ આરોપે છે-સુસાધુ જે ધર્મદેશના કરે છે તે ઉચિત નથી, એમ ખોટું દૂષણ આપે છે. સાધુ દેશના આપે છે તે ઉચિત નથી એમ જે કહે છે તે ખોટું દૂષણ કેમ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે જે સાધુ નિર્ભય માર્ગ બોલે=ભગવાનના માર્ગને યથાર્થ જાણીને મોહને પરવશ થયા વગર નિર્ભય પણે માર્ગ બોલે છે તે સાધુને દ્વીપના તોલે કહ્યો છે. II3II For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૪/ગાથા-૩ ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે કેટલાક સાધુઓ વિચારે છે કે “સાધુએ આત્મસાક્ષીક ધર્મ ક૨વો જોઈએ તેથી મોહનું ઉન્મૂલન થાય તે રીતે વ્રતોમાં ઉદ્યમ કરવો જોઈએ. પરંતુ જેમાં લોકોને ભેગા કરવાનું કામ થાય તેવી ધર્મદેશના આપવી જોઈએ નહિ.” આ પ્રકારે કહેનારા સાધુઓ ભગવાનના માર્ગને ગોપવે છે=ભગવાનના માર્ગને વૃદ્ધિ પામતો અટકાવે છે. વસ્તુતઃ શુદ્ધદેશનાથી યોગ્ય જીવોને ભગવાનના માર્ગની પ્રાપ્તિ થાય છે અને ભગવાનના માર્ગને પામીને તે યોગ્ય જીવો પણ સન્માર્ગની પ્રવૃત્તિ કરીને આત્મકલ્યાણ સાધે છે. ૬૩ વળી, જે ઉપદેશક સ્પૃહા રહિત કેવળ ભગવાનના વચન પ્રત્યેના રાગથી અને લોકોને ભગવાનનો માર્ગ પ્રાપ્ત થાય તેવા શુદ્ધ આશયથી દેશના આપે છે, તેવા ઉપદેશકને “આ ઉપદેશકો લોકોને ભેગા કરવાની બાહ્ય પ્રવૃત્તિમાં પડ્યા છે એ પ્રકારનું ખોટું દૂષણ આપે છે”, પરમાર્થથી તો જે ઉપદેશક લોકોના આવાગમનની કે લોકો પાસેથી કોઈ બાહ્ય વસ્તુની અપેક્ષા રાખ્યા વગર, કેવળ લોકો પ્રત્યેની હિતબુદ્ધિથી માર્ગ પ્રકાશે છે, તેઓ નિર્ભયપણે માર્ગનું પ્રકાશન કરનારા છે અને તેવા ઉપદેશકને શાસ્ત્રકારોએ દ્વીપના તોલે કહ્યા છે. જેમ સમુદ્રમાં પડેલા મુસાફરો વચમાં કોઈ દ્વીપ મળે તો તે દ્વીપના બળથી સુરક્ષિત રહે છે, તેમ ચાર ગતિઓની વિડંબના પામીને વિનાશ પામી રહ્યા છે તેવા સંસાર સમુદ્રમાં પડેલા જીવો માટે સન્માર્ગનું પ્રકાશન કરનારા સુસાધુઓ દ્વીપ જેવા છે. તેથી તેવા મહાત્માઓના આલંબનથી સંસારમાં રખડતા જીવો ચાર ગતિઓની વિડંબનામાંથી સુરક્ષિત બને છે અને ક્રમે કરીને ધર્મ સાધીને ઇષ્ટ સ્થાન એવા મોક્ષને પ્રાપ્ત કરે છે. વળી, માર્ગ પ્રકાશન કરનારા મહાત્મા પણ મોહને પરવશ થયા વગર શુદ્ધ આશયથી કેવળ દેશના આપનારા હોવાથી નિર્જરાની પ્રાપ્તિ કરે છે. માટે આવી દેશના આપનાર સાધુને “આ બાહ્ય પ્રવૃત્તિમાં પડ્યા છે” તેવું દૂષણ આપવું અનુચિત છે. II3II For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-૪/ગાથા-૪ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે નિર્ભયપણે માર્ગનું પ્રકાશન કરનારા સુસાધુઓને શાસ્ત્રમાં દ્વીપ સમાન કહ્યા છે. હવે તેઓ દ્વીપ સમાન કેમ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : અજ્ઞાની ગારવ રસિયા, જે જન છે કુમતે ગ્રસિયા; તેહનો કુણ ટાલણહાર ?, વિણ ધર્મદેશના સાર. ૪ ગાથાર્થ - જે જન=જે જીવો અજ્ઞાની છે, ગારવના રસિયા છે અને કુમતથી ગ્રસિયા છે તેમનો સુંદર ધર્મદેશના વગર કોણ તારણહાર છે? અર્થાત્ તેમને અજ્ઞાનાદિ ભાવોમાંથી બહાર કાઢનાર કોણ છે ? III ભાવાર્થ - અનાદિકાળથી જીવમાં તત્ત્વનું અજ્ઞાન વર્તે છે અને સંસારી જીવો અજ્ઞાનને વશ જ સુખના અર્થે પ્રવૃત્તિ કરે છે અને દુઃખની પરંપરાને પ્રાપ્ત કરે છે. વળી, સંસારી જીવો રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવના રસિયા હોય છે અર્થાત્ ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત, બાહ્ય વૈભવ એકઠો કરવામાં તત્પર અને શરીરની શાતા માટે સર્વ ઉદ્યમ કરનારા હોય છે. વળી, કોઈક રીતે સંસારી જીવો ધર્માભિમુખ થયા હોય તોપણ સંસારમાં ઘણા કુમતો પ્રવર્તતા હોવાથી અને તે કુમતોના વચનોથી જે જીવોની વિપરીત બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે, તેઓ તપ ત્યાગાદિ ધર્મપ્રવૃત્તિ કરીને પણ કુમતિના કારણે આત્મહિત સાધી શકતા નથી. આ રીતે અજ્ઞાની જીવોને, ગારવ રસિક જીવોને અને કુમતોથી ઘેરાયેલી બુદ્ધિવાળા જીવોને ભગવાનના વચનના પરમાર્થને બતાવનાર સુંદર દેશના વગર કોઈ તારણહાર નથી. તેથી તેવી દેશના આપનારા મહાત્માઓને શાસ્ત્રકારે દ્વીપ જેવા કહ્યા છે; કેમ કે ઉપદેશક ધર્મદેશના દ્વારા અજ્ઞાનાદિથી જીવોનું રક્ષણ કરે છે. llll For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૪/ગાથા-૫ 2 કપ અવતરણિકા : વળી કેવા ઉપદેશક દ્વીપ જેવા છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : ગીતારથ જયણાવંત, ભવભીરુ જેહ મહંત; તસ વયણે લોકે તરિયે, જિમ પ્રવાહણથી ભરદરીયે. ૫ ગાથાર્થ : ગીતારથ શાસ્ત્રના પરમાર્થને જાણનારા, જયણાવંત બહિરંગ રીતે ષકાયના પાલનમાં અને અંતરંગ રીતે મોહના ઉમૂલનમાં યત્નાવંત, ભવભીરુ ભવના પરિભ્રમણથી ભય પામેલા, જેઓ મહંત છેઃમહાપુરુષ છે, તેમના વચને લોકો તરે છે, જેમ નાવથી ભરદરિયામાં પણ લોકો તરે છે. ITI ભાવાર્થ - જે સાધુ શાસ્ત્રના પરમાર્થને જાણનારા છે તેઓ ગીતાર્થ છે અને શાસ્ત્રના સર્વ વચન ઉચિત પ્રવૃત્તિ કરાવવા દ્વારા જીવની અસંગભાવની શક્તિનો સંચય કરવાની દિશા બતાવનાર છે. ગીતાર્થ સાધુ શાસ્ત્ર વચનાનુસાર પ્રવૃત્તિ કરીને અસંગભાવની શક્તિનો સંચય કરતા હોય છે તથા સર્વ જીવો પ્રત્યે સમભાવની વૃદ્ધિ અર્થે ષટ્કાયના પાલનને અનુકૂળ યતનાઓ કરે છે અને અંતરંગ રીતે શાસ્ત્રથી ભાવિત થઈને મોહના ઉન્મેલનમાં યત્ન કરે છે માટે તેઓ યતનાવંત છે. વળી, જેઓ ભવભ્રમણથી અત્યંત ભય પામ્યા છે તેથી ભવભ્રમણના કારણભૂત મૃષાભાષણ કરતા નથી, પરંતુ પોતાને સર્વજ્ઞના વચનનો જેવો બોધ થયો છે તેવો યથાર્થ બોધ જ યોગ્ય જીવોને કરાવે છે; આવા જે મહાપુરુષો છે તેમના વચને જેમ દરિયામાં રહેલા જીવો નાવથી તરે છે તેમ સંસારમાં રહેલા જીવો સંસારસાગરથી તરે છે. માટે ગીતાર્થતા આદિ ગુણવાળા સાધુ ધર્મદેશના આપીને એકાંતે સ્વ-પરનું કલ્યાણ કરનારા છે, તેઓની ધર્મદેશનાની પ્રવૃત્તિ જોઈને જન ભેગા કરવાનું કોઈ કામ નથી, આત્મસાક્ષીએ જ વ્રતો પાળવા જોઈએ, વિગેરે કહેવું તે દુર્જનનો પ્રલાપ છે એમ ગાથા-૨ સાથે સંબંધ છે. સંપા For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૪/ગાથા-૬ અવતરણિકા : અહીં કોઈને પ્રશ્ન થાય કે ગીતાર્થતા આદિ ગુણવાળા સાધુ તો દેશના આપીને પણ અસંગભાવમાં રહી શકે છે; પરંતુ જેઓ ધર્મદેશના આપીને લોકોને ભેગા કરવામાં જ રસ ધરાવે છે, તેઓની પ્રવૃત્તિ તો ઉચિત નથી. તેથી તેવી ઘમદશના તો ટાળવી જોઈએ તેનું સમાધાન કરવા અર્થે કહે છે – ગાથા : બીજા તો બોલી બોળે, શું કીજે નિર્ગુણટોલે ? ભાષા કુશીલનો લેખો, જન મહાનિશીથે દેખો. ૬ ગાથાર્થ - બીજા=બીજા સાધુ તો બોલીને બોળે છે ઉપદેશ આપીને લોકોને ડુબાળે છે, શું કીજે નિર્ગુણ ટોળે નિર્ગુણ ઉપદેશકના સમુદાયને શું કરીએ અર્થાત્ તેવા નિર્ગુણ સાધુઓના સમુદાયનો ઉપદેશ કોઈ કામનો નથી. કેમ કામનો નથી ? તેથી કહે છે- ભાષા કુશીલનો લેખો જન છે=ભાષાકુશીલના તોલે તે સાધુનો સમુદાય છે એમ મહાનિશીથમાં દેખો=એમ મહાનિશીથસૂત્રમાં કહેલ છે. Iકા ભાવાર્થ - કેવા ઉપદેશક લોકોને તારનારા છે ? તેનું સ્વરૂપ પૂર્વગાથામાં બતાવ્યું. જે ઉપદેશકો તેવા સ્વરૂપવાળા નથી, તેઓ શાસ્ત્રના પરમાર્થને પામેલા નથી અને ઉપદેશ આપીને પણ લોકોને ભવસમુદ્રમાં ડુબાડે છે; કેમ કે શ્રોતાઓમાંથી કેટલાક શ્રોતાઓ તત્ત્વના અર્થ પણ હોય છે અને યથા તથા ઉપદેશ આપનારના ઉપદેશકથી તેઓની મતિ પણ યથા તથા થાય છે તેથી જે શ્રોતા સર્વપદેશને પામીને આત્મહિત સાધી શકે તેવી યોગ્યતાવાળા હતા તેવા શ્રોતાઓ તે ઉપદેશકના વચનથી વિપરીત બોધવાળા થઈને વિનાશ પામે છે. તેવા નિર્ગુણ ઉપદેશકના ટોળાઓ શું કરે ? અર્થાત્ તેઓ ઉપદેશ આપીને લોકોને ભવસમુદ્રમાંથી તારનારા નથી, માટે તેઓને આશ્રયીને ધર્મદેશના કર્તવ્ય છે તેમ અમે કહેલ નથી. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૪/ગાથા-૬-૭ ५७ વસ્તુતઃ તેવા ઉપદેશકો તો કદાચ સંયમના સારા આચાર પાળતા હોય તોપણ ભાષાકુશીલમાં સ્થાનને પામેલા છે અર્થાત્ કુત્સિત વચનો બોલીને ભગવાનના માર્ગનો નાશ કરનારા છે એ પ્રમાણે ‘મહાનિશીથસૂત્ર’ માં કહેલ 9.11911 અવતરણિકા : ગાથા-૨ માં ઉપદેશકને દૂષણ આપતાં કોઈકે કહેલ કે જનમેલ્યાનું શું કામ છે ? માટે દેશના ટાળીને આત્મસાક્ષીએ ધર્મ પાળવામાં યત્ન કરવો જોઈએ. તેથી હવે ઉપદેશક દેશના આપીને પણ વ્રતોની શુદ્ધિ કરે છે તે બતાવવા અર્થે કહે છે ગાથા : જનમેલનની નહી ઈહા, મુનિ ભાષે મારગ નીરીહા; જો બહુજન સુણવા આવે, તો લાભ ધરમનો પાવે. ૭ ગાથાર્થ ઃ લોકોને ભેગા કરવાની મુનિને ઇહા નથી=ઇચ્છા નથી, પરંતુ નિરીહા= આવી ઈચ્છા વગર માર્ગ કહે છે. શું કામ માર્ગ કહે છે ? તેથી કહે છે. જો ઘણા લોકો સાંભળવા આવે તો ધર્મના લાભને પ્રાપ્ત કરે તે આશયથી ઉપદેશ આપે છે. II9II ભાવાર્થ: જે સાધુ ગીતાર્થતા આદિ ગુણોવાળા છે તેઓ ભગવાનના વચનથી ભાવિત મતિવાળા છે તેથી ભગવાનના વચનનું આલંબન લઈને ઇચ્છાના ઉચ્છેદમાં યત્ન કરનારા છે તેવા સાધુઓને લોકોને ભેગા કરવાની ઇચ્છા નથી. અહીં કોઈને પ્રશ્ન થાય કે ઘણા લોકોને ભેગા કરવાની ઇચ્છા નથી, તો ઉપદેશ આપી લોકોને કેમ ભેગા કરે છે ? તેથી કહે છે કે લોકોના આવાગમનની કે લોકો પાસેથી કંઈ પ્રાપ્તિની ઇચ્છા વગર માત્ર લોકોના કલ્યાણ અર્થે માર્ગને કહે છે. વળી, ઘણા લોકો સાંભળવા આવે તો તેઓ ધર્મને પ્રાપ્ત કરીને સંસાર સાગરથી તરે એ પ્રકારના શુભ આશયથી મુનિ માર્ગને ભાખે છે. માટે ઉપદેશ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ઉ૮ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૪/ગાથા-૭-૮ આપતી વખતે પણ તે સુસાધુ જેમ શ્રોતાને ભગવાનના વચનથી વાસિત કરે છે, તેમ પોતાના આત્માને પણ ભગવાનના વચનથી વાસિત કરે છે. તેથી ધર્મદેશના વખતે પણ મુનિ આત્મસાક્ષીક વ્રતનું પાલન કરે છે. lણી અવતરણિકા – પૂર્વગાથામાં કહ્યું કે લોકોને ભેગા કરવાની ઇચ્છાથી મુક્તિ ઉપદેશ આપતા નથી પરંતુ અનિચ્છા ભાવથી કેવળ લોકોના ઉપકાર અર્થે દેશના આપે છે. હવે જો મુનિ શક્તિ હોવા છતાં લોકોને ઉપદેશ ન આપે તો શું અનર્થ ? થાય તે બતાવે છે – ગાથા : તેહને જો મારગ ન ભાખે, તો અંતરાય ફલ ચાખે; મુનિ શક્તિ છતી નવિ ગોપે, વારે તેહને મૃત કોપે. ૮ ગાથાર્થ - તેહને જે ઘણા લોકો સાંભળવા આવે છે તેહને, જો માર્ગ ભાખે નહિ ભગવાને બતાવેલો માર્ગ મુનિ કહે નહિ, તો અંતરાય ફળ ચાખે ઉપદેશ નહિ આપનારા મુનિને ધર્મની પ્રાપ્તિમાં અંતરાય કરે તેવા કર્મબંધની પ્રાપ્તિ થાય. તેથી મુનિ છતી શક્તિને સન્માર્ગને યથાર્થ બતાવવાની પોતાની વિધમાન શક્તિને, ગોપવે નહિ શક્તિ અનુસાર અવશ્ય ઉપદેશ આપે, વારેસન્માર્ગના ઉપદેશ આપનારને જેઓ વારે, તેહને તેના ઉપર, કૃત કોપે શ્રુતની આશાતનાથી દુર્લભબોધિની પ્રાપ્તિરૂપ ફળ પ્રાપ્ત થાય. IIkI ભાવાર્થ : સામાન્ય રીતે શાસ્ત્ર ભણીને ગીતાર્થ થયેલા સાધુ શાસ્ત્રથી ભાવિત મતિવાળા હોવાથી લોકોના આવાગમન આદિ કોઈ ઇચ્છા વગર ફક્ત લોકોના ઉપકાર અર્થે માર્ગનું ઉદ્ભાવન કરે છે. હવે તેવા ગીતાર્થસાધુ પણ યોગ્ય જીવો સાંભળવા આવે અને માર્ગ બતાવે નહિ તો યોગ્ય જીવોને માર્ગ પ્રાપ્તિમાં અંતરાય કરાવે તેવી પોતાની પ્રવૃત્તિ હોવાથી અંતરાય કર્મ બાંધે છે, જેથી જન્માંતરમાં તે For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૪/ગાથા-૮-૯ ૬૯ મહાત્માને સન્માર્ગની પ્રાપ્તિ થવામાં વિઘ્નો થાય. તેથી ગીતાર્થ મુનિ ઉપદેશ આપીને બીજાનું હિત કરવાની પોતાનામાં શક્તિ હોય તો તે શક્તિને ગોપવે નહિ; પરંતુ સ્વશક્તિ અનુસાર ઉપદેશ આપવા દ્વારા યોગ્ય જીવોને માર્ગ પ્રદાન કરે. વળી, નિરીહિતાપૂર્વક યોગ્ય જીવોને માર્ગ બતાવતાં એવા ગીતાર્થ સાધુને કોઈ વારે અને કહે કે “લોકોને ભેગા કરવાનું આપણે શું કામ છે, આપણે તો આત્મસાક્ષીકે સંયમમાં ઉદ્યમ કરવો જોઈએ” તે પ્રકારે કહીને ઉપદેશ આપતા ગીતાર્થસાધુને વારનારા સાધુ ઉપર શ્રુત કોપે છે અર્થાત્ ગીતાર્થને ઉપદેશ આપતા વા૨વાથી ગીતાર્થના પ્રયત્નથી લોકોને થતી શ્રુતની પ્રાપ્તિમાં તે સાધુ અંતરાય કરીને શ્રુતની આશાતના કરે છે. આવા સાધુને શ્રુતની આશાતનાના કારણે જન્માંતરમાં સન્માર્ગની પ્રાપ્તિરૂપ શ્રુતજ્ઞાન દુર્લભ થશે તેથી ગીતાર્થની ઉપદેશની પ્રવૃત્તિનું નિવારણ કરવું તો ઉચિત જ નથી; પરંતુ મનથી પણ તેના નિવારણનો વિકલ્પ કરવો ઉચિત નથી. વસ્તુતઃ ગીતાર્થની માર્ગાનુસારી ઉપદેશની પ્રવૃત્તિની અનુમોદના કરવી જ ઉચિત છે. II અવતરણિકા : ગાથા-૨માં અર્ધવિચારક સાધુએ કહેલ કે જનમેલ્યાનું શું કામ છે ? તેનું નિવારણ કરતાં ગાથા-૭ અને ગાથા-૮માં બતાવ્યું કે સાધુ લોકોને ભેગા કરવાની ઇચ્છાથી ઉપદેશ આપતા નથી પરંતુ લોકોના કલ્યાણ અર્થે ઉપદેશ આપે છે. વળી, ગાથા-૨માં અર્ધવિચારક સાધુએ કહેલ કે બહુ બોલ્યું નિંદાનું સ્થાન છે તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે ગાથા ઃ નવિ નિંદા મારગ કહેતાં, સમપરિણામે ગહગહતાં; મુનિ અચરિત મનરંગે, જોઈ લીજે બીજે અંગે. ૯ ગાથાર્થ : સમપરિણામમાં ગહગહતાં-સમપરિણામમાં બોલતા, અને માર્ગને કહેતાં એવા મુનિ, નવિ નિંદા=નિંદાનું સ્થાન નથી, બીજા અંગમાં આર્દ્રચરિત્રને મનરંગે જોઈ લીજે=આર્દ્રચરિત્રમાં માર્ગને કહેતા મુનિ નિંદાનું સ્થાન નથી તે સ્પષ્ટ કરે છે. IIII For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૪/ગાથા-૯ ભાવાર્થ : મુનિ જગતના તમામ પદાર્થો પ્રત્યે સમપરિણામવાળા હોય છે અને બોલવાની મનોવૃત્તિવાળા પણ નથી; તેથી બોલવું કે નહિ બોલવું બન્ને પ્રત્યે સમભાવવાળા છે અને સમભાવના પરિણામથી ભગવાનના વચનને બોલતા હોય છે, પરંતુ બોલવાની વૃત્તિથી બોલનારા નથી. આ રીતે સમભાવના પરિણામથી યોગ્ય જીવોના ઉપકાર અર્થે માર્ગને કહેતા હોય છે તેવા મુનિ નિંદાનું સ્થાન નથી; પરંતુ જગતના જીવો પ્રત્યેની હિતબુદ્ધિથી ઉપદેશ આપનારા હોવાથી પ્રશંસાનું સ્થાન છે. વિવેકી એવા મુનિની ઉપદેશની પ્રવૃત્તિ નિંદાનું સ્થાન નથી તેનો નિર્ણય કરવા માટે ગ્રંથકારશ્રી સાક્ષી આપે છે કે સૂયડાંગસૂત્ર નામના બીજા અંગમાં આદ્રકુમારના ચરિત્રમાં મનને રંગે એટલે સાધુએ ધર્મદેશના આપવી એ નિંદાનું સ્થાન નથી એ પ્રકારે મનને સ્થિર કરે એવી આ વાત જોઈ લેવી. આદ્રકુમારનું ચરિત્ર આ પ્રમાણે છે – “આર્ટમુનિને ગોશાળો મળે છે ત્યારે ગોશાળો આર્તમુનિને કહે છે કે તારા ગુરુ ભગવાન મહાવીર પૂર્વમાં તદ્દન સંગ વગરના એકલા થઈને વિચરતા હતા અને મૌન ધરીને આત્મસાધના કરતા હતા અને હવે ઘણા શિષ્યોને કરીને ઘણાને ઉપદેશ આપીને ઘણા સંગવાળા થઈને ફરે છે. તેથી ભગવાન મહાવીરનું પૂર્વનું જીવન અને અત્યારનું જીવન પરસ્પર વિરોધી છે. માટે જો સંગ વગરની અવસ્થા શ્રેયકારી હોય તો અત્યારે ઉપદેશ આપીને લોકોને શું કામ ભેગા કરે છે ?' આ પ્રકારના ગોશાળાના આક્ષેપમાં આર્વમુનિ કહે છે કે “ભગવાન મહાવીર પૂર્વમાં પણ ભાવથી સંગ વગરના હતા અને વર્તમાનમાં પણ ભાવથી સંગ વગરના છે. ફક્ત લોકોને સન્માર્ગ બતાવવા માટે ઉપદેશ આપે છે. લોકોને ભેગા કરવા કે બહુ બોલવાની મનોવૃત્તિથી ઉપદેશ આપતા નથી.” આ પ્રકારનો ધ્વનિ સૂયડાંગસૂત્રમાં આવતા આદ્રકુમારના ચરિત્રથી પ્રાપ્ત થાય છે.” તેથી જેમ વીર ભગવાન છદ્મસ્થ અવસ્થામાં એકલા વિચરતા હતા ત્યારે દ્રવ્યથી અને ભાવથી પણ સંગ વગરના હતા, તેમ ઉપદેશ આપે છે ત્યારે પણ ભાવથી સર્વથા સંગ વગરના છે ફક્ત લોકો પર ઉપકાર કરવાની બુદ્ધિથી સન્માર્ગનું પ્રકાશન કરે છે. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૪/ગાથા-૯-૧૦ ૭૧ આ પ્રકારના આદ્રકુમારના ચરિત્રથી એ ફલિત થાય છે કે જેમ વીરા ભગવાન ભાવથી સંગ વગરના થઈને લોકોના ઉપકાર અર્થે ઉપદેશ આપે છે તે નિંદાનું સ્થાન નથી, પરંતુ તેમના ઉપદેશથી જ જગતના જીવોનો ઉદ્ધાર થાય છે તેમ નિઃસ્પૃહી એવા ગીતાર્થ મુનિ સર્વ ભાવો પ્રત્યે સમપરિણામવાળા થઈને માર્ગને કહેતા હોય તો તે નિંદાનું સ્થાન નથી, પરંતુ સ્વ-પરના કલ્યાણનું કારણ છે. ગાથા-૨ થી ૯ સુધી સ્તવનકારે ઉન્માર્ગનું ઉમૂલન કરીને સન્માર્ગનું સ્થાપન કર્યું, તેના દ્વારા સન્માર્ગની સ્તુતિ થાય છે અને સન્માર્ગ બતાવનારા તીર્થકરો છે તેથી સીમંધરસ્વામીની સ્તુતિ થાય છે. llll. અવતરણિકા - વળી, ભગવાનની સ્તવના કરતાં અન્ય કોઈનો માર્ગ અનુચિત છે, તે બતાવીને સન્માર્ગનું સ્થાપન કરવા ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : કોઈ ભાષે નવિ સમજાવો, શ્રાવકને ગૂઢા ભાવો; તે જૂઠ કહા લદ્ધઠા, શ્રાવક સૂત્રે ગહિયઠા. ૧૦ ગાથાર્થ : કોઈ ભાષે કોઈ કહે છે, શ્રાવકોને સૂત્રના ગૂઢા ભાવો સમજાવવા જોઈએ નહિ, તે જુદું છે કોઈ કહે તે જુદું છે. કેમ જવું છે? તેથી કહે છે- સૂત્રમાં શ્રાવક લબ્ધાર્થવાળા અને ગરિષ્ઠ અર્થવાળા કહ્યા છે. ૧૦ના ભાવાર્થ : કેટલાક સાધુઓ શાસ્ત્ર ભણે છે તોપણ શાસ્ત્રના પરમાર્થને જાણવામાં મંદ બુદ્ધિવાળા હોવાને કારણે કહે છે કે “શ્રાવકોને શાસ્ત્રોના ગૂઢભાવો સમજાવવા જોઈએ નહિ; કેમકે સાધુ જ શાસ્ત્રના ગૂઢભાવોને સમજવા માટે અધિકારી છે.” તેઓનું તે વચન જુદું છે, કેમ કે સૂત્રમાં કહ્યું છે કે શ્રાવકો શાસ્ત્રના લબ્ધાર્થવાળા હોય છે અર્થાત્ શાસ્ત્રનું તાત્પર્ય જાણનારા હોય છે. એટલું જ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૪/ગાથા-૧૦-૧૧ નહિ પણ ગરિષ્ઠ અર્થવાળા હોય છેઅર્થાત્ શાસ્ત્રના ગંભીર અર્થને જાણનારા હોય છે તેથી શ્રાવકોને ગૂઢ અર્થ સમજાવવા નહિ તેમ કહેવું એ શાસ્ત્ર વિરુદ્ધ વચન છે. શ્રાવકોને ફક્ત આગમના સૂત્રો ભણવાનો નિષેધ છે; પરંતુ ગીતાર્થ ગુરુ પાસેથી આગમમાં કહેલા ગંભીર અર્થો પ્રાપ્ત કરીને શ્રાવકો શાસ્ત્રના પરમાર્થને જાણનારા હોય છે અને જો શાસ્ત્રના ગૂઢભાવો તેમને આપવાનો નિષેધ હોય તો શ્રાવકો લબ્ધાર્થવાળા છે અને ગરિષ્ઠ અર્થવાળા છે તેવું શાસ્ત્રમાં પ્રાપ્ત થાય નહિ. I/૧૦માં અવતરણિકા - વળી, ભગવાનની સ્તવના કરતા અન્ય કોઈનો માર્ગ અનુચિત છે, તે બતાવીને સન્માર્ગનું સ્થાપન કરવા ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : કહે કોઈ નવી શી જોડી?, શ્રુતમાં નહીં કાંઈ ખોડી'; તે મિથ્યા ઉદ્ધત ભાવા, શ્રુતજલધિપ્રવેશે નાવા. ૧૧ ગાથાર્થ : કેટલાક કહે છે. નવી જોડી શી-નવી શાસ્ત્ર રચના શું કામ કરવી જોઈએ ? અર્થાત્ કરવી જોઈએ નહિ; કેમ કે શ્રુતમાં કંઈ ખોડી નથી= ગciધરો દ્વારા રચાયેલા કૃતમાં કંઈ ખામી નથી, જેથી નવી રચના કરવી આવશ્યક બને. તે મિથ્યા=જેઓ નવી રચના કરવાનો નિષેધ કરે છે તે મિથ્યા છે. કેમ મિથ્યા છે તે બતાવતાં કહે છે- ઉદ્ધત ભાવાનું કૃતમાંથી ઉદ્ધત થયેલા ભાવો લઈને કરાયેલી નવી રચના મૃતરૂપી સમુદ્રમાં પ્રવેશવા નાવા છે= નાવ સમાન છે. II૧૧II ભાવાર્થ : કેટલાક સાધુઓ અર્ધવિચારક છે અને તેઓને લાગે છે કે સર્વજ્ઞ કથિત આગમમાં કંઈ ખામી નથી માટે તે ગ્રંથો જ લોકોને સમજાવવા જોઈએ; પરંતુ નવા ગ્રંથોની રચના કરવી જોઈએ નહિ; કેમ કે નવી રચના કરનારા કંઈ પૂર્વના મહાપુરુષોના વચનોથી અધિક કહી શકવાના નથી, તો પોતાનું આધિક્ય For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૪/ગાથા-૧૧-૧૨ ખ્યાપન કરવા અર્થે નવી રચના કરી મહાપુરુષ રચિત શ્રુતની હીનતા કરવી ઉચિત નથી. તેઓનું તે વચન મિથ્યા છે; કેમ કે જે સાધુ ગીતાર્થ છે તેઓ શ્રુતના ગંભી૨ ભાવોના પરમાર્થને જાણનારા છે અને શ્રુતમાંથી તે ગંભીર ભાવોને ગ્રહણ કરીને પોતાનાથી મંદ બુદ્ધિવાળા જીવોના ઉપકાર અર્થે નવી શ્રુત રચના કરે છે, જેનાથી મંદ બુદ્ધિવાળા જીવોને પણ તે શ્રુતના પરમાર્થની પ્રાપ્તિ થાય. જો તે ગીતાર્થ પુરુષો નવી રચના ન કરે તો અલ્પ શક્તિવાળા આરાધક જીવો શ્રુતમાં કહેલા ગંભીર ભાવો પ્રાપ્ત કરી શકે નહિ. વળી, મહાપુરુષોએ પોતાનાથી મંદ બુદ્ધિવાળા જીવોના ઉપકાર અર્થે શ્રુતમાંથી ઉદ્ધૃત કરેલા ભાવો લોકોને સમજાય તે રીતે જે ગ્રંથો રચ્યા છે તે ગ્રંથો આગમરૂપી શ્રુતસમુદ્રમાં પ્રવેશવા નાવ સમાન છે. જેમ નાવ દ્વારા સમુદ્રમાં સુખે પ્રવેશ થઈ શકે તેમ મહાપુરુષોની શ્રુત રચનાથી આગમના પદાર્થોમાં યોગ્ય જીવોનો સુખેથી પ્રવેશ થઈ શકે છે. માટે લોકોના કલ્યાણ અર્થે કરાયેલી નવી શ્રુત રચના આગમની હીનતા બતાવનાર નથી; પરંતુ આગમરૂપી શ્રુત પ્રત્યેની ભક્તિથી કરાયેલ છે અને જેને શ્રુત પ્રત્યે ભક્તિ છે, તેઓ પોતાને આગમમાંથી પ્રાપ્ત થયેલ શ્રુત લોકોને કેમ પ્રાપ્ત થાય તેની ચિંતાથી નવી શ્રુત રચના કરે તો તે દોષરૂપ નથી, પરંતુ ગુણકારી છે. II૧૧॥ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે શ્રુતમાં કાંઈ ખામી નથી તેથી નવી રચના કરવી જોઈએ નહિ, એમ કોઈ કહે છે તે બરાબર નથી; કેમ કે ગીતાર્થો શ્રુતમાંથી ઉદ્ધૃત ભાવોને ગ્રહણ કરીને પોતાનાથી મંદ બુદ્ધિવાળા જીવો માટે શ્રુતના મર્મની પ્રાપ્તિના ઉપાયભૂત જે ગ્રંથો રચે છે તે શ્રુતના રહસ્યની પ્રાપ્તિનું કારણ છે. ત્યાં પૂર્વપક્ષી કહે છે કે “પૂર્વના સૂરિઓએ તેના માટે ટીકાઓ વગેરે રચેલ છે માટે નવી રચના કરવી ઉચિત નથી” તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે 511211 : પૂરવસૂરિયે કીધી, તેણે જો નવિ કરવી સિદ્ધિ; તો સર્વે કીધો ધર્મ, નવિ કરવો જોયો મર્મ. ૧૨ For Personal & Private Use Only ૭૩ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૪/ગાથા-૧૨-૧૩ ગાથાર્થ ઃ પૂર્વસૂરિઓએ શ્રુતના પ્રવેશ માટે રચનાઓ કરી છે, તેથી વર્તમાનના સાધુઓએ તેની સિદ્ધિ કરવી નહિ=શ્રુતના પદાર્થોની નવી રચના કરવી ઉચિત નથી, તેમ કહેવામાં આવે તો, સર્વએ ધર્મ કર્યો છે= પૂર્વસૂરિઓએ ધર્મનું સેવન કર્યું છે, માટે ધર્મ નવિ કરવો=ધર્મ કરવો જોઈએ નહિ, એ પ્રકારનો જોયો મર્મ=મર્મ જોવો. ।।૧૨।। ગાથાર્થ : પૂર્વપક્ષી કહે છે કે “પૂર્વસૂરિઓએ જે શ્રુત રચના કરી છે તેનું મહત્વ લોકોને સમજાવવું જોઈએ, પરંતુ વર્તમાનના સાધુઓએ પોતાની નવી રચનાઓ કરવી જોઈએ નહિ; કેમકે વર્તમાનમાં નવી રચના કરવાથી પૂર્વસૂરિઓએ જે કહ્યું છે તેનાથી પોતે કંઈ અધિક કહે છે તેવી બુદ્ધિ થાય તો પૂર્વસૂરિઓના શ્રુતમાં ખામી છે એમ ફલિત થાય, અને પૂર્વસૂરિઓના શ્રુતમાં કંઈ ખામી નથી માટે નવી રચના કરવી ઉચિત નથી” તેને ગ્રંથકારશ્રી કહે છે કે “પૂર્વસૂરિઓએ ધર્મ કર્યો છે માટે આપણે ધર્મ કરવો જોઈએ નહિ તેમ કહેવું ઉચિત નથી.” પૂર્વસૂરિઓએ જે ધર્મ કર્યો તેનાથી તેઓનું હિત થયું તેમ આપણે પણ હિત સાધવા માટે ધર્મ કરવો જોઈએ તેમ સ્વીકારવું ઉચિત છે. તેથી જેમ પૂર્વસૂરિઓએ શ્રુત પ્રત્યેની ભક્તિથી શ્રુતના ગંભી૨ ભાવો લોકોને પ્રાપ્ત થાય તે પ્રકારે નવી રચના કરી શ્રુતની ભક્તિ કરી છે તેમ ગીતાર્થ સાધુ પણ વર્તમાનમાં પોતાનાથી મંદ બુદ્ધિવાળા જીવોના ઉપકાર અર્થે શ્રુતની ભક્તિ કરવારૂપે નવી રચના કરે તે ઉચિત છે, એ પ્રકારનો મર્મ જોવો જોઈએ. માત્ર વિચાર્યા વગર એમ કહેવું ઉચિત નથી કે શ્રુતમાં બધું છે, કંઈ ખામી નથી, માટે નવી રચના કરવી જોઈએ નહિ; કેમકે તેમ કહેવાથી શ્રુતની આશાતના થાય છે. [૧] અવતરણિકા : પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપ્યું કે પૂર્વસૂરિએ શ્રુતની રચના કરી તેમ વર્તમાનમાં પણ સમર્થ સાધુઓએ શ્રુત રચના કરવી ઉચિત છે. તેથી હવે કેવા સાધુઓએ નવી શ્રુત રચના કરવી ઉચિત છે ? તે બતાવે છે For Personal & Private Use Only ――――― Page #88 -------------------------------------------------------------------------- ________________ ջեւ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૪/ગાથા-૧૩ - ૭૫ ગાથા : પૂરવબુધને બહુમાને, નિજ શક્તિ મારગજ્ઞાને; ગુરુકુલવાસીને જોડી, યુગતિ એહમાં નહીં ખોડી. ૧૩ ગાથાર્થ : પૂર્વસૂરિના બહુમાનમાં ગુરુકુલવાસીને નિજ શક્તિ પ્રમાણે માર્ગનું જ્ઞાન થયે છતે જોડી યુગતિ નવી રચના જોડવી યુક્ત છે, તેમાં નહિ ખોડી-એમાં કંઈ ખોટું નથી. II૧૩ી. ભાવાર્થ : જે સાધુઓ ગુરુકુલવાસમાં રહીને પોતાની શક્તિ પ્રમાણે ભગવાનના માર્ગના પરમાર્થને જાણનારા થયા છે, તેઓ ભગવાનના દરેક વચનોને ઉચિત સ્થાને યોજીને તેના રહસ્યને ધારણ કરે છે અને તે રહસ્યથી આત્માને ભાવિત કરે છે. આવા સાધુઓને પોતાને શ્રુતનું રહસ્ય બતાવનાર પૂર્વસૂરિઓ પ્રત્યે બહુમાન થાય છે અને શ્રુત પ્રત્યેની ભક્તિને કારણે વિચારે છે કે “જેમ પૂર્વસૂરિઓએ શ્રુત રચના કરીને આગમના ગંભીર ભાવો આપણને પ્રાપ્ત થાય તે રીતે તે ભાવોને સ્પષ્ટ કર્યા તેમ પૂર્વસૂરિઓની શ્રુત રચનાના બળથી પોતાને પ્રાપ્ત થયેલા ગંભીર ભાવો પોતાનાથી મંદ બુદ્ધિવાળા જીવોને પણ સુખેથી પ્રાપ્ત થાય તેના માટે નવી રચના કરીએ એમાં કોઈ દોષ નથી.” જેમ આગમના ગંભીર ભાવોને ગ્રહણ કરી પૂજ્ય હરિભદ્રસૂરિજીએ યોગના ગ્રંથોની રચના કરી અને તે યોગગ્રંથો દ્વારા પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજીને આગમના ગંભીર ભાવોની પ્રાપ્તિ થઈ, તેથી પૂજ્ય હરિભદ્રસૂરિજીની તે રચના પ્રત્યે બહુમાનવાળા એવા સ્તવનકાર યશોવિજયજીએ પણ સ્વશક્તિ અનુસાર જે ગ્રંથોની રચના કરી તે શ્રુતની ભક્તિરૂપ છે. તેથી તેમાં કોઈ દોષ નથી. પરંતુ જે સાધુઓમાં શાસ્ત્રના પદાર્થોને તે પ્રકારે જોડવાનું સામર્થ્ય નથી છતાં રાભસિક વૃત્તિથી શ્રુતની રચના કરે છે, તેઓની તે શ્રુત રચના શ્રતની ભક્તિ નથી, પરંતુ શ્રુતની આશાતનારૂપ છે. ll૧all For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૪/ગાથા-૧૩-૧૪ અવતરણિકા : પૂર્વની ગાથામાં ગ્રંથકારે કેવા સાધુ શ્રુતની નવી રચના કરે, તો ઉચિત છે તે બતાવ્યું. હવે તે નવી રચનાથી પૂર્વના શ્રુતનો ઉચ્છેદ થશે અર્થાત્ લોકો નવી રચનાને ગ્રહણ કરશે અને પૂર્વસૂરિએ કરેલી શ્રુતની રચના લોકોમાં અસ્થાનને પામશે, એવી કોઈને શંકા થાય તેનું નિવારણ કરવા કહે છે – ગાથા : ઈમ યુતનો નહીં ઉચ્છેદ, એ તો એકદેશનો ભેદ; એ અર્થ સુણી ઉલ્લાસે, ભવી વરતે શ્રુતઅભ્યાસે. ૧૪ ગાથાર્થ - એમ શક્તિ સંપન્ન સાધુ નવી રચના કરે એમાં, મૃતનો ઉચ્છેદ નથી, કેમ કૃતનો ઉચ્છેદ નથી. તેથી કહે છે- એ તો નવી રચના કરી એ તો, એકદેશનો ભેદ છે=ભૂતના એકદેશનો ભેદ છે, એ અર્થને સાંભળીને નવી રચનારૂપ શ્રુતના એકદેશના અર્થને સાંભળીને, યોગ્ય જીવો શ્રતના અભ્યાસમાં ઉલ્લાસથી વર્તે છે. ll૧૪ ભાવાર્થ ગીતાર્થ સાધુ આગમના ગંભીર અર્થોને જાણીને, તે અર્થે યોગ્ય જીવોને સુખેથી પ્રાપ્ત થાય તે અર્થે શ્રુતની નવી રચના કરે, તે નવી રચનાથી ગણધરોએ કરાયેલ મૃતનો ઉચ્છેદ થતો નથી; કેમ કે આ નવી રચના સ્વમતિ અનુસાર કરાયેલી નથી પણ ગણધર રચિત શ્રુતમાંથી ઉદ્ધત ભાવોને આશ્રયીને કરાયેલી છે. તેથી ગણધરોએ રચેલા શ્રુતના એકદેશરૂપ જ આ નવી રચના છે. વળી, આ નવી રચનાથી શ્રુતના ગંભીર અર્થો ગ્રહણ કરવા માટે અસમર્થ એવા પણ યોગ્ય જીવો શ્રુતના ગંભીર ભાવોના પરમાર્થને પ્રાપ્ત કરે છે અને શ્રુતના ભાવોના અર્થને સાંભળીને યોગ્ય જીવો શ્રુતના અભ્યાસમાં ઉલ્લાસ પામે છે, તેથી ગણધરોએ રચેલા શ્રુતની જ વૃદ્ધિ થાય છે; કેમ કે તે યોગ્ય જીવોને ગણધરોએ રચેલા શ્રતના પરમાર્થની પ્રાપ્તિ થઈ. જો સમર્થ પુરુષોએ For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-૪/ગાથા-૧૪-૧૫ ૭૭ આ રચના ન કરી હોત તો તે યોગ્ય જીવોને શ્રુતમાં રહેલા ગંભીર ભાવોની પ્રાપ્તિ થાત નહિ. તેથી ગણધર રચિત શ્રુતની વૃદ્ધિના ઉપાયભૂત જ વર્તમાન ગીતાર્થોની શ્રુતની રચના છે; પરંતુ ગણધરોએ રચાયેલા શ્રુતના ઉચ્છેદનું કારણ નથી. II૧૪ll અવતરણિકા : પૂર્વની ગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે ગીતાર્થની નવી રચનાથી કૃતનો ઉચ્છેદ થતો નથી, તે કથનથી અર્થથી એ ફલિત થયું કે તે શ્રતની રચનાથી શ્રુતની ભક્તિ થાય છે, યોગ્ય જીવોનો ઉપકાર થાય છે અને તે શ્રતની નવી રચના કરનારને પણ શુભાશયને કારણે નિર્જરાતી પ્રાપ્તિ થાય છે. આમ છતાં, કેટલાક જીવોનું મન દુભાય છે તે એક દૂષણ છે તોપણ નવી રચના કરવી ઉચિત છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : ઈહાં દૂષણ એક કહાય, જે ખલને પીડા થાય; તો પણ એ નવિ છોડીજે, જો સજ્જનને સુખ દીજે. ૧૫ ગાથાર્થ : ઈહાં ગીતાર્થે કરેલી નવી રચનામાં, એક દૂષણ કહેવાય છે, જે ખલને પીડા થાય છેઅર્ધવિચારક સાધુઓ મુગ્ધતાથી ગણધરો પ્રત્યેની ભક્તિને કારણે નવી શ્રત રચનાનો નિષેધ કરે છે, તેવા ખેલ પુરુષરૂપ અર્થ વિચારક સાધુનું, ગીતાર્થની નવી રચનાથી ચિત દુભાય તોપણ જો તે નવી રચના સજ્જનોને સુખ આપે તેવી હોય તો આ નવી રચના કરવાનું કૃત્ય છોડવું જોઈએ નહિ. I૧૫l. ભાવાર્થ - કોઈ ગીતાર્થ સાધુ કૃતમાંથી ઉદ્ધત કરાયેલા ભાવોને આશ્રયીને યોગ્ય જીવોના ઉપકાર અર્થે શ્રુતની નવી રચના કરે, તે રચનામાં અનેક ગુણો હોવા છતાં એક દૂષણ છે એમ કહી શકાય કે જે ખલ જીવોને પીડા કરે છે અર્થાત્ જે રચના જગતના સર્વ જીવોના ઉપકાર માટે કરાયેલી છે, તોપણ જે સાધુઓની For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૦૮ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૪/ગાથા-૧૫-૧૬ એવી બુદ્ધિ છે કે “ગણધરોના રચાયેલા શ્રતને છોડીને અન્ય રચનાઓ કરવી તે ગણધરોના શ્રુતની ન્યુનતા કરવા જેવું છે” તેવા ખેલ જીવોને પીડા કરે છે, તોપણ જો તે નવી રચનાથી સજ્જન પુરુષોને સુખ થતું હોય તો પલ જીવોની પીડાના પરિવાર અર્થે તે નવી રચના કરવાનું છોડવું જોઈએ નહિ. આનાથી એ ફલિત થાય છે કે શ્રુતના ઉદ્ધત ભાવોને લઈને ગીતાર્થો દ્વારા કરાયેલી નવી રચનાને જોઈને સજ્જનોને પ્રીતિ ઉત્પન્ન થાય છે, કેમ કે તેમને તે નવી રચનાના બળથી શ્રુતના ગંભીર ભાવોની પ્રાપ્તિ થાય છે, પરંતુ જે સાધુઓ ગીતાર્થ નથી અને સ્વમતિ કલ્પનાથી નવી રચના કરે છે તે નવી રચના શ્રુત સાથે સંવાદી નહિ હોવાને કારણે સજ્જન પુરુષને પ્રીતિ કરનારી બનતી નથી. તેથી તે નવી રચના સુંદર આશયથી કરાયેલી હોય તોપણ ભગવાનના શ્રુતના વિનાશનું જ કારણ છે, માટે તેવી નવી રચના કરવી ઉચિત નથી. II૧પ અવતરણિકા - પૂર્વગાથામાં કહ્યું કે ગીતાર્થ દ્વારા કરાયેલી નવી રચનામાં એક દૂષણ કહી શકાય કે જે ખલને પીડા કરે છે. પરંતુ આ નવી રચનાના ફલથી ખલની પીડાતો પણ પરિહાર થાય છે તે બતાવીને શાસ્ત્રાનુસારી નવી રચના એકાંતે કલ્યાણકારી છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : તે પુણ્ય હોસે તોષ, તેહને પણ ઈમ નહિ દોષ; ઉજમતાં હિયડે હીસી, જોઈ લીજે પહેલી વીસી. ૧૬ ગાથાર્થ : તે નવી ગ્રંથ રચના કરવાથી, પુણ્ય સન્માર્ગના વિસ્તારરૂપ સુકૃત્યમાં, તેહને પણ ખલને પણ, તોષ થશે સન્માર્ગના વિસ્તારથી જગતના સર્વ જીવોનું અને જગતના સર્વ જીવ અંતર્ગત જે ખલ પુરુષો છે તેમનું પણ હિત થવાથી ફળથી તેઓને પણ તોષ થશે, ઈમ નહિ દોષ=આ રીતે નવી ગ્રંથ રચનામાં કોઈ દોષ નથી. ઉજમતા નવી ગ્રંથ રચના For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૪/ગાથા-૧૬ કરવામાં ઉઘમ કરતાં, હિયડે હીસી હૈયામાં હર્ષ થાય છે=નવી ગ્રંથ રચના કોઈને પીડાકારી નથી; પરંતુ સર્વ જીવોના હિતને કરનારી છે એ પ્રકારના બોધને કારણે નવી ગ્રંથ રચના કરનારના હૈયામાં હર્ષ થાય છે, જોઈ લીજે પહેલી વીસી-ગાથા-૧૧થી અત્યાર સુધી જે કથન કર્યું તે કથનના સાક્ષીરૂપે પૂજ્ય હરિભદ્રસૂરિજીની પહેલી વિંશિકા જોઈ લેવી. [૧૬] ભાવાર્થ : કોઈ સમર્થ સાધુ આગમમાંથી ઉદ્ધત ભાવોને ગ્રહણ કરીને પોતાનાથી મંદબુદ્ધિવાળા યોગ્ય જીવોને સુખેથી બોધ થાય તે રીતે નવી રચના કરશે તો નવી રચનારૂપ સુકૃતથી જગતમાં ભગવાનનો માર્ગ વિસ્તાર પામશે અને ભગવાનનો માર્ગ એકાંતે સર્વ જીવોના કલ્યાણને કરનાર છે તેથી જગતમાં વર્તતા સન્માર્ગનું ફળ જગતના જીવ માત્રને વ્યક્ત કે અવ્યક્તરૂપે પ્રાપ્ત થાય છે. આથી તે નવી રચનાથી જે સન્માર્ગ વિસ્તાર પામશે તેનાથી જગતમાં જે હિત પ્રવર્તશે તે હિતના ફળની પ્રાપ્તિ ખલ પુરુષને પણ થશે. તેથી રચના જોઈને ખલને પીડા થયેલ તે પણ ફળથી પીડાના પરિહારરૂપ છે. આ પ્રકારનો જેમને બોધ છે તેવા ગીતાર્થ સાધુ નવી રચનામાં ઉદ્યમ કરતાં હૈયામાં હર્ષ પામે છે અર્થાત્ વિચારે છે કે આ નવી રચનામાં લેશ પણ દોષ નથી, પરંતુ એકાંતે સર્વનું હિત છે, વર્તમાનમાં ખલ પુરુષને જે પીડા થાય છે તેઓને પણ અંતે તો તોષ જ થશે માટે સર્વ જીવોના તોષને પેદા કરાવનાર આ નવી રચના છે. ગ્રંથકારશ્રીએ ગાથા-૧૧ થી ગાથા-૧૬ સુધી જે સર્વ કથન કર્યું તેની સાક્ષીરૂપે પહેલી વિશિકા જોઈ લેવી અર્થાત્ ગ્રંથકારશ્રીએ પૂજ્ય હરિભદ્રસૂરિ મ. સા ની પહેલી વિશિકાનું આલંબન લઈને આ સર્વ કથન કર્યું છે, સ્વમતિ પ્રમાણે કરેલ નથી. અહીં વિશેષ એ છે કે જીવમાં વર્તતો સમભાવનો પરિણામ જીવને પોતાને ઉપદ્રવકારી નથી અને પરના ઉપદ્રવમાં નિમિત્ત નથી. જીવમાં વર્તતો અસમભાવનો પરિણામ પોતાને ઉપદ્રવ કરે છે અને અસમભાવના પરિણામથી ઉપદ્રવ પામેલા જીવો સ્વાર્થવશ પ્રવૃત્તિ કરીને બીજાના ઉપદ્રવમાં નિમિત્ત બને છે. ભગવાનનું For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૦ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢિાળ-૪/ગાથા-૧૬-૧૭ શાસન સર્વ જીવોને સન્માર્ગ બતાવીને સમભાવની વૃદ્ધિ દ્વારા વીતરાગતાનું અને અંતે મોક્ષનું કારણ બને છે. તેથી જે જે જીવોને ભગવાનના માર્ગનો વિસ્તાર પ્રાપ્ત થાય છે તે તે જીવોનું કલ્યાણ થાય છે અને તે જીવોથી અન્યના અહિતનો પરિહાર થાય છે અને સર્વ જીવોના હિતને અનુકૂળ પ્રવૃત્તિ થાય છે. તેથી ભગવાનના માર્ગના વિસ્તારથી જગતના સર્વ જીવોના હિતને અનુકૂળ એવી ઉચિત પ્રવૃત્તિની વૃદ્ધિ થાય છે અને તે ઉચિત પ્રવૃત્તિથી જેઓને જે પ્રકારનો લાભ થાય છે તેનાથી તેમને તોષ થાય છે, તેથી ભગવાનના વચન પ્રત્યેના અપ્રીતિવાળા જીવોને પણ ભગવાનના વચનના વિસ્તારથી જે લાભ થશે તેનાથી તેમને તોષ જ થાય છે. આમ છતાં તેઓની ક્ષુદ્ર પ્રકૃતિને કારણે ઉત્તમ એવા ભગવાનના માર્ગ પ્રત્યે દ્વેષ થાય છે, તેમાં ભગવાનનું શાસન નિમિત્ત નથીપરંતુ તેઓની ક્ષુદ્ર પ્રકૃતિ જ કારણ છે, તેની જેમ જે સાધુઓ ગીતાર્થોની નવી રચના જોઈને વિચારે છે કે “શ્રુતમાં કોઈ ખામી નથી માટે આ નવી રચના કરવી ઉચિત નથી.” આ પ્રમાણે વિચારીને નવી રચનાને જોઈને તેઓ પીડા પામે છે તે તેઓની અવિચારકતા છે. છતાં આ નવી રચનાથી ભગવાનનું શાસન વિસ્તાર પામશે તો તેનું ફળ સર્વ જીવોની જેમ નવી રચના પ્રત્યે દ્વેષ કરનારાઓને પણ પ્રાપ્ત થશે, તેથી તેમને પણ તોષ થશે, માટે નવી રચનામાં લેશ પણ દોષ નથી. ૧૧ાા અવતરણિકા : ગાથા-૨માં કહેલ કે, કેટલાક અવિચારક સાધુઓ કહે છે કે “આત્મસાક્ષીકે વ્રત પાળવા જોઈએ અને સાધુઓએ ધર્મદેશના ટાળવી જોઈએ.” વળી, ગાથા-૧૦માં કહેલ કે, કેટલાક અવિચારક સાધુઓ કહે છે કે “શ્રાવકોને શાસ્ત્રના ગૂઢભાવો કહેવા જોઈએ નહિ.” વળી, ગાથા-૧૧માં કહેલ કે, કેટલાક અવિચારક સાધુઓ કહે છે કે “નવી શ્રુતની રચના કરવી જોઈએ નહિ.” એ ત્રણેય પ્રકારની વાતો ઉચિત નથી તેનું અત્યાર સુધી સ્થાપન કર્યું. હવે તે ત્રણેય વાતો કોઈક અન્ય રીતે કહે છે, તે બતાવીને તે પણ ઉચિત નથી તે બતાવવા અર્થે કહે છે – For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૪/ગાથા-૧૭ ગાથા : કહે કોઈક જુદી રીતે, મુનિ ભિક્ષા ભાંજે ભીતે; તે જૂઠું શુભમતિ ઈહે, મુનિ અંતરાયથી બીહે. ૧૭ ગાથાર્થ : કોઈક અવિચારક સાધુ ઉપરમાં કહેલી ત્રણેય વાતોને જુદી રીતે કહે છે. જુદી રીતે શું કહે છે ? તે સ્પષ્ટ કરવા કહે છે. ભીતે=ધર્મદેશના આદિની પ્રવૃત્તિથી પોતે સાધુને અશુદ્ધ ભિક્ષા આપશે તો પોતાને પાપ લાગશે એ પ્રકારના ભયથી, મુનિ ભિક્ષા ભાંજે=સાધુની ભિક્ષાની દુર્લભતા થશે. તેને ગ્રંથકાર કહે છે, તે જુઠું=કોઈક જે કહે છે તે ખોટું છે. કેમ ખોટું છે ? તેથી કહે છે. મુનિ શુભમતિને ઈહે=ઈચ્છે છે, અંતરાયથી બીહે=ડરે છે. ||૧૭|| ૮૧ ભાવાર્થ : લોકો ધર્મદેશના સાંભળવા આવે તો ઉપદેશક સંસારનું સ્વરૂપ બતાવીને યોગ્ય જીવોને ધર્મ અભિમુખ કરે છે અને ધર્મને અભિમુખ થયેલા જીવો ધર્મની પૃચ્છા કરે ત્યારે, ઉપદેશક શુદ્ધ સાધુ ધર્મની પ્રરૂપણા કરે છે અને તે પ્રરૂપણાને સામે રાખીને કોઈ કહે છે કે “શ્રાવકોને ધર્મના શુદ્ધ આચારોની દેશના આપવાથી સાધુને અશુદ્ધ ભિક્ષા આપવામાં પોતાને પાપ લાગશે એ પ્રકારના ભયથી શ્રાવકો સાધુ અર્થે જે ભિક્ષા આદિની પ્રવૃત્તિ કરે છે તે ક૨શે નહિ, તેથી મુનિને ભિક્ષા દુર્લભ થશે.” વળી, કોઈ કહે છે કે શ્રાવકોને ગૂઢભાવો સમજાવવામાં આવે તો કઈ ભિક્ષા દોષિત છે અને કઈ ભિક્ષા દોષિત નથી ઇત્યાદિ શાસ્ત્રોના ગૂઢભાવોને જાણીને શ્રાવકો અશુદ્ધ ભિક્ષા આપવામાં પોતાને પાપ લાગશે એ પ્રકારના ભયવાળા થશે, તેથી સાધુની ભિક્ષા ભાંગશે. વળી, શાસ્ત્રની જે નવી રચનામાં સાધુ ધર્મની પ્રરૂપણા અને સાધુના નિર્દોષ આચારનું વર્ણન આવશે, તે વાંચીને શ્રાવકને ભય થશે કે “સાધુ અર્થે આપણે ભિક્ષા કરીશું તો આપણને દોષ લાગશે” તેથી સાધુને ભિક્ષાનો ભંગ થશે. For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૪/ગાથા-૧૭-૧૮ આ પ્રકારે કોઈક જુદી રીતે કહે છે અર્થાત્ પૂર્વમાં જે કથનો હતા તેના કરતાં તે ત્રણેય કથનો કોઈ જુદી રીતે કહે છે. તેને ગ્રંથકાર કહે છે. આ કોઈકનું કથન જુદું છે, કેમ કે મુનિ શુભમતિને ઇચ્છે છે અને અંતરાયથી ડરે છે અર્થાત્ મુનિ ધર્મદેશના આપીને શ્રાવક ઉચિત વિવેકવાળા થાય અને આત્મકલ્યાણ કરે તેવી શુભમતિને ઇચ્છે છે. વળી, પ્રજ્ઞાવાળા શ્રાવક શાસ્ત્રના ગૂઢભાવોને જાણે અને ઉચિત પ્રવૃત્તિ કરીને આત્મહિત સાધે એ પ્રકારની શુભમતિને ઇચ્છે છે અને શ્રાવકો કે સાધુઓ શ્રુત સમુદ્રમાં પ્રવેશ કરવાના સામર્થ્યવાળા થાય તે શુભમતિથી સાધુ આ નવી રચના કરે છે; પરંતુ ધર્મદેશના સાંભળીને સાધુની ભિક્ષા ભાંગે તેવા આશયથી ઉપદેશ આપતાં નથી કે શ્રાવકોને ગૂઢભાવો કહેતા નથી કે જેથી તેમને અંતરાય કર્મ બંધાય. વળી અવતરણિકા - પૂર્વગાથામાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે મુનિ દેશના આદિની પ્રવૃત્તિ કરે છે, તેમાં શુભમતિને ઈચ્છે છે અને અંતરાયથી ડરે છે. તેથી હવે મુનિની દેશના આદિની ત્રણેય પ્રકારની પ્રવૃત્તિમાં કઈ રીતે શુભમતિ છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : જે જન છે અતિપરિણામી, વલી જેહ નહિ પરિણામી; તેહને નિત્યે સમજાવે, ગુરુ કલ્પવચન મન ભાવે. ૧૮ ગાથાર્થ: જે જન છે અતિપરિણામી છે જે શ્રાવકો અતિપરિણામી છે સર્વત્ર અપવાદમાર્ગનો આશ્રય કરનારા છે અર્થાત ઉત્સર્ગ સ્થાનમાં પણ અપવાદનો આશ્રય કરનારા છે અને જેઓ અપરિણામી છે સર્વત્ર ઉત્સર્ગમાર્ગનો આશ્રય કરનારા છે અર્થાત્ અપવાદ સ્થાનમાં પણ ઉત્સર્ગનો આશ્રય કરનારા છે, તેહને ગુરુ=અતિપરિણામી અને અપરિણામી બન્નેને, ગુરુ નિત્યે સમજાવે અર્થાત્ તેઓ પરિણામી બને તે રીતે સમજાવે, આ પ્રકારનું કલ્પવચન=કલ્પભાષ્યનું વચન, મનને ભાવે છે. IIkI. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૪/ગાથા-૧૮-૧૯ ભાવાર્થ : જે શ્રાવકોએ શાસ્ત્રોને કંઈક સાંભળ્યા છે તેમાંથી કેટલાક અતિપરિણામી અને કેટલાક અપરિણામી બન્યા છે. અતિપરિણામી શ્રાવકો અતિવ્યાપ્ત અપવાદ દૃષ્ટિવાળા હોય છે તેથી જ્યાં અપવાદનું સ્થાન નથી ત્યાં પણ અપવાદને જોડનારા છે અને કેટલાક શ્રાવકો અપરિણામી હોય છે અર્થાત્ શાસ્ત્રના વચનો સમ્યક્ પરિણમન પામ્યા નથી, તેથી ઉત્સર્ગ માર્ગને જ માર્ગરૂપે જોનારા હોય છે. આ બન્ને પ્રકારના શ્રાવકો ઉચિત પ્રવૃત્તિ ક૨વા માટે સમર્થ બને તે અર્થે તેઓની ભૂમિકા અનુસાર ગુરુ તેઓને નિત્ય ઉપદેશ આપે છે. ગુરુના ઉપદેશથી તેઓ જિનવચનના પરમાર્થને પામે તો સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરીને સુસાધુની ભક્તિ કરે છે અને સુસાધુની ભક્તિ કરીને પોતાના ચારિત્ર મોહનીય કર્મનો નાશ કરે છે. આ રીતે માર્ગાનુસારી બુદ્ધિ ગુરુ આપે છે એ પ્રકારનું કલ્પભાષ્યનું વચન મનને સુહાવે છે તેથી સુસાધુ ઉપદેશ દ્વારા કે શ્રાવકોને ગૂઢભાવો કહેવા દ્વારા કે નવી રચના કરવા દ્વારા સાધુની ભિક્ષા ભાંગતા નથી, પરંતુ શ્રાવકો પરિણામી થાય તેવી શુભમતિ ઇચ્છે છે. II૧૮I અવતરણિકા : ગાથા-૧૭માં કહ્યું કે મુનિ શુભમતિને ઇચ્છે છે અને મુનિની તે શુભમતિ શું છે તે ગાથા-૧૮માં સ્પષ્ટ કર્યું. આમ છતાં ગાથા-૧૭માં કહ્યું એ પ્રમાણે ખલ પુરુષોએ કહ્યું. “દેશતા આદિથી મુનિની ભિક્ષા ભાંગી માટે દેશના આદિ આપવી ઉચિત નથી.” તે ખલ પુરુષનું વચન અનુચિત છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે ગાથા : ખલવયણ ગણે કુણ સૂરા, જે કાઢે પયમાં પૂરા; તુજ સેવામાં જો રહીયે, તો પ્રભુ જસલીલા લહીયે. ૧૯ ગાથાર્થ : - કોણ સૂરા ખલ વચનને ગણે ?=તત્ત્વનો વિચાર કરવામાં શૂરવીર પુરુષો, ખલ વચનને માને નહિ. આ ખલના વચન કેવા છે તે સ્પષ્ટ કરે ૮૩ For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ટાળ-૪/ગાથા-૧૯ છે. જે માટે પયમાં પૂરા=બલના વચન દૂધમાં પોરાઓ કાઢે છે, તે પ્રભુ! તુજ સેવામાં ભગવાનના વચનાનુસાર શુદ્ધદેશનાની પ્રરૂપણા, સુયોગ્ય એવા શ્રાવકોને ગૂઢભાવો બતાવવા અને શ્રુતમાંથી ઉદ્ધત ભાવોને શક્તિ અનુસાર રચના કરવી એ રૂપ તુજ સેવામાં, જો રહીએ તો યશની લીલા લહીએ=ભગવાનના શાસનની ભક્તિના યશને અને ભગવાનના શાસનના પરિણમનરૂપ લીલાને પ્રાપ્ત કરીએ. ૧૯II. ભાવાર્થ : પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે જે જીવો અતિપરિણામી અને જે જીવો અપરિણામી છે તેઓને ગુરુ નિત્ય સમજાવે છે તેથી ગુરુના ઉપદેશ આદિની પ્રવૃત્તિ યોગ્ય જીવોને ભગવાનના શાસનનું સમ્યક્ પરિણમનનું કારણ છે. આ પ્રકારનો જેઓને બોધ છે તેવા શૂરવીર પુરુષો ખલ પુરુષોના વચનને ગણકારતા નથી; કેમ કે તેઓ જાણે છે કે ખલ પુરુષોની પ્રકૃતિ છે કે દૂધમાં પણ પોરાઓ કાઢે અર્થાત્ દૂધમાં પણ દૂષણ આપે. વસ્તુતઃ દૂધ એ દેહને પુષ્ટિકારક છે છતાં ખલ પુરુષો દૂધમાં આ દૂષણ છે, આ દૂષણ છે ઇત્યાદિ કહીને દૂધને દૂષિત કરે છે, તેમ સુદેશના આદિ ઉચિત પ્રવૃત્તિઓમાં પણ દૂષણો કાઢીને તે પ્રવૃત્તિ અનુચિત છે તેમ કહે છે. માટે તત્ત્વના વિચારક પુરુષો ખલના વચનને ગણકારતા નથી અને જેઓ ખલના વચનની ઉપેક્ષા કરીને ભગવાનના વચનાનુસાર શુદ્ધદેશનામાં પ્રવૃત્તિ કરે, યોગ્ય શ્રાવકોને શાસ્ત્રના ગૂઢભાવો સમજાવે અને શક્તિ અનુસાર યોગ્ય જીવોના ઉપકાર અર્થે તેઓ શ્રુતની નવી રચનાઓ કરે તો તે પ્રકારની ઉચિત પ્રવૃત્તિ કરવારૂપે હે ભગવાન ! તમારી સેવામાં જો રહે તો યશ અને લીલાને પામે અર્થાત્ આ મહાત્મા ભગવાનની ભક્તિ અર્થે સન્માર્ગની વૃદ્ધિની પ્રવૃત્તિ કરે છે, તે પ્રકારે તે મહાત્માનો જગતમાં યશ વર્તે છે અને ભગવાનની ભક્તિ કરીને જે ભગવાનનું શાસન તે મહાત્માને પરિણમન પામ્યું, એ રૂપ લીલાને તે મહાત્મા પ્રાપ્ત કરે છે. તેથી શક્તિ સંપન્ન પુરુષે સર્વ ઉદ્યમથી ભગવાનની ભક્તિમાં યત્ન કરવો જોઈએ. ll૧૯ના For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-પ/ગાથા-૧ ઢાળા ગાથા : પાંચમી (રાગ રામગ્રી-મંત્રી કહે એક રાજસભામાં-અથવા કહણી કરણી તુજ વિણ સાચો ન દીઠો યોગીરે-એ દેશી) વિષમકાલને જોરે કેઈ ઉઠ્યા જડ મલધારી રે; ગુરુ-ગચ્છ છાંડી મારગ લોપી, કહે અમે ઉગ્રવિહારી રે. ૧ ગાથાર્થ ઃ વિષમકાળના જોરે=પાંચમાં આરારૂપ વિષમકાળના કારણે, કેટલાક જડ મલધારી ઊઠ્યા=તત્ત્વની વિચારણામાં જડ અને બાહ્ય કઠોર આચરણા કરીને દેહની અને વસ્ત્રોની મલિનતાને ધારણ કરનારા ઊઠ્યા, તેઓ ગુરુ અને ગચ્છને છોડીને, માર્ગનો લોપ કરીને અર્થાત્ તત્ત્વ પ્રાપ્તિના કારણ એવા ગીતાર્થ ગુરુની નિશ્રારૂપ માર્ગનો લોપ કરીને, કહે છે કે અમે ઉગ્રવિહારી છીએ=શુદ્ધ સંયમની આચરણા કરનારા છીએ. IIII ભાવાર્થ : પાંચમા આરાના દોષને કારણે જીવમાં વક્રતા અને જડતા વર્તે છે. તેના કારણે સ્થૂલથી આરાધનાની બુદ્ધિવાળા પણ કેટલાક સાધુઓ ભગવાનના શાસનના પરમાર્થને સમજવા માટે જડ મતિવાળા હોવાથી માત્ર બાહ્ય કષ્ટકારી આચરણાને ધર્મરૂપે ગ્રહણ કરે છે. તેથી બુદ્ધિથી જડ અને કઠોર જીવન જીવીને દેહની અને વસ્ત્રોની મલિનતાને ધારણ કરનારા છે. બુદ્ધિથી જડ હોવાને કારણે ભગવાનના શાસનનો પરમાર્થ જ્યાં પ્રાપ્ત થાય છે તેવા ગીતાર્થ ગુરુનો ત્યાગ કરે છે અને જે ગચ્છમાં સારણા-વારણાદિ દ્વારા સંયમની વૃદ્ધિ થાય છે તેવા ગચ્છને છોડીને માર્ગનો લોપ કરે છે=ગુણવાનને પરતંત્ર થવારૂપ અને સુગચ્છમાં રહીને સંયમનું રક્ષણ કરવારૂપ માર્ગનો લોપ કરે છે. ૮૫ આમ છતાં, પોતે તપાદિ બાહ્ય કષ્ટો સેવે છે, નિર્દોષ ભિક્ષાચર્યા આદિ કરે છે અને નવકલ્પી વિહાર કરે છે, તેને સામે રાખીને લોકોમાં કહે છે કે અમે For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-પ/ગાથા-૧-૨ ઉગ્રવિહારી છીએ=ભગવાનના શાસનના વચનાનુસાર અતિશય પ્રવૃત્તિ કરનારા છીએ. વસ્તુતઃ તેઓ ભગવાનની મૂળ આજ્ઞાનો લોપ કરીને ભગવાનના વચનથી વિપરીત પ્રવૃત્તિ કરનારા છે તોપણ જડ મતિને કારણે માત્ર બાહ્ય આચરણામાં “આ ઉગ્રવિહાર છે” તેવો ભ્રમ તેઓને વર્તે છે; પરમાર્થથી તો “અસંગભાવને પ્રગટ કરવા અર્થે ગુણવાનને પરતંત્ર થઈને અપ્રમાદભાવથી નવા નવા શ્રુતનું અધ્યયન કરવું અને શ્રુતાનુસાર દઢ પ્રવૃત્તિ કરીને આત્માને તત્ત્વથી ભાવિત કરવો” એ ઉગ્રવિહાર છે. III અવતરણિકા : પૂર્વમાં કહ્યું કે સ્થૂલથી આરાધનાની બુદ્ધિવાળા પણ કેટલાક સાધુઓ માર્ગનો લોપ કરે છે. તેથી તેવા જીવોને તારવાનો ઉપાય ભગવાનનું આલંબન છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : શ્રી જિન! તું આલંબન જગને, તુજ વિણ કવણ આધારો રે; ભગતલોકને કુમતિ જલધિથી, બાંહિ ગ્રહીને તારો રે. ૨ શ્રી જિન ! તું આલંબન જગને-એ આંકણી. ગાથાર્થ : હે જિન ! તું જગતને આલંબન છે, તમારા વગર જગતના જીવોને કોણ આધાર થાય ? માટે હે ભગવાન! ભગત લોકોને તમારા પ્રત્યે ભક્તિવાળા લોકોને, કુમતિરૂપી સમુદ્રમાંથી બાહુ ગ્રહણ કરીને તારો. શા. ભાવાર્થ આ સંસારરૂપી સમુદ્રમાં જીવોને સન્માર્ગ બતાવનારા તીર્થકરો જ આલંબનરૂપ છે અને ભગવાનના વચનની પ્રાપ્તિ વગર જગતમાં કોઈ આધાર નથી. તેથી સંસાર સમુદ્રમાં પડેલા જીવો માટે કેવળ ભગવાન જ આધાર છે. આ રીતે સ્તવનકાર ભગવાનનું પારમાર્થિક સ્વરૂપ ઉપસ્થિત કરીને ભગવાનને વિનંતી કરતાં કહે છે કે હે જિનેશ્વર ભગવંત ! તમારા પ્રત્યે ભક્તિવાળા પણ લોકો For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૫/ગાથા-૨-૩ જડતાને કારણે કુમતિરૂપ સમુદ્રમાં ડૂબી રહ્યા છે. આથી ભગવાનના વચનંના તત્ત્વની પ્રાપ્તિના પ્રબળ કારણભૂત એવા સુગુરુને અને સુગચ્છને છોડીને સ્વમતિ અનુસાર સંયમના બાહ્ય આચારમાં રત રહે છે અને ભગવાનના વચનના પરમાર્થની પ્રાપ્તિ વગર પોતાની કુમતિને કારણે સંસારસમુદ્રમાં ડૂબી રહ્યા છે એવા જીવોને હાથ ઝાલીને તમે તારો જેથી તેઓનું કલ્યાણ થાય.” આ પ્રકારની ગ્રંથકારશ્રી ભગવાનને વિનંતી કરે છે. II૨ા ૮૭ અવતરણિકા : ગાથા-૧માં કહેલ કે કેટલાક જડ મલધારી પોતે ઉગ્રવિહારી છે તેમ માને છે. વસ્તુતઃ તેઓ માર્ગનો લોપ કરનારા છે. તેવા જીવોને ભગવાન સિવાય કોઈ આધાર નથી માટે ગાથા-૨માં ભગવાનને વિનંતી કરે છે કે “તમારા પ્રત્યે ભક્તિવાળા લોકોને તમે તારો.” હવે તે જડ મલધારી સાધુઓ કેવા છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – 511211 : ગીતારથ વિણ ભૂલા ભમતા, કષ્ટ કરે અભિમાને રે; પ્રાયે ગંઠી લગે નવિ આવ્યા, તે ખૂંતા અજ્ઞાને રે. શ્રીજિન! ૩ ગાથાર્થ : ગીતાર્થ વગર ભૂલા ભમતા=ભગવાનના માર્ગને ભૂલેલા ફરતા, અભિમાનથી કષ્ટ કરે છે=અમે સંયમ પાળનારા છીએ એ પ્રકારના મિથ્યા અભિમાનથી સંયમના બાહ્ય કષ્ટ કરે છે. પ્રાયઃ ગ્રંથિદેશ સુધી તેઓ આવ્યા નથી તે અજ્ઞાનમાં ખૂંચ્યા છે=અજ્ઞાનરૂપી કાદવમાં ખૂંચ્યા છે. II3II ભાવાર્થ : ગાથા-૧માં કહ્યું તેવા બાહ્ય કઠોર આચરણા પાળનારા કેટલાક સાધુઓ ગીતાર્થ ગુરુને છોડીને માત્ર સંયમની બાહ્ય શુદ્ધ આચરણા પાળવામાં રત છે તેવા સાધુઓ મોહના ઉન્મૂલન માટે જે પ્રકારનો શ્રુતનો માર્ગ છે તે માર્ગ ગીતાર્થ વગર પ્રાપ્ત કરી શકતા નથી અને ગીતાર્થ વગર સ્વમતિ પ્રમાણે ચાલતા એવા તેઓ માર્ગને ભૂલીને બાહ્ય આચરણામાં ફરી રહ્યા છે. વળી, પોતે મોક્ષ માર્ગને સેવે છે તેવું અભિમાન ધારણ કરીને સંયમના કષ્ટો વેઠે છે. For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-પ/ગાથા-૩-૪ વસ્તુતઃ તેઓ સમ્યક્ત તો પામ્યા નથી પરંતુ સમ્યકત્વની પ્રાપ્તિ પૂર્વે અપુનબંધક દશાવાળા જીવો ગ્રંથિદેશમાં રહીને જે પ્રાથમિક ભૂમિકાનો યોગમાર્ગ સેવે છે તેને પણ પામ્યા નથી; કેમ કે સૂક્ષ્મ બોધ વગરના એવા અપુનબંધક જીવો પણ યોગમાર્ગની પ્રાથમિક ભૂમિકામાં રહેલા હોય ત્યારે અજ્ઞાનને કારણે વિપરીત પ્રવૃત્તિ કરતા હોય તોપણ ગીતાર્થથી માર્ગ ઉપર આવી શકે તેવા હોય છે. જ્યારે કેટલાક જડ મલધારી સાધુઓ તો અસદ્ગથી દૂષિત પરિણામવાળા છે. તેથી ગીતાર્થના ઉપદેશથી પણ માર્ગમાં આવી શકે તેવા નથી. માટે તેઓ સમ્યકત્વની પ્રાપ્તિની નજીકની ભૂમિકા સ્વરૂપ ગ્રંથિદેશમાં પણ પ્રાયઃ આવ્યા નથી; પરંતુ દઢ વિપર્યાસરૂપ અજ્ઞાનમાં ખૂંચેલા છે જેથી કષ્ટ કરીને લેશ પણ યોગમાર્ગને સ્પર્શી શકતા નથી, પરંતુ સ્વમતિ પ્રમાણે ચાલીને દીર્ઘ સંસારની જ પ્રવૃત્તિ કરે છે. અહીં પ્રાયઃ ગ્રંથિદેશે આવ્યા નથી ત્યાં પ્રાયઃ' શબ્દથી એ કહેવું છે કે ગીતાર્થને છોડીને સ્વમતિ પ્રમાણે કષ્ટ કરનારા જડ બુદ્ધિવાળા સાધુઓ છે તેમાંથી કેટલાક સાધુઓ કોઈ અન્ય ગીતાર્થ તેમને હિતોપદેશ આપે તો અસગ્રહને છોડીને ગીતાર્થની નિશ્રા સ્વીકારે તેવા છે તેઓ ગ્રંથિદેશમાં આવેલા છે. આથી જે અપુનબંધક જીવો દેશથી યોગમાર્ગની આરાધના કરનારા છે તેઓ અજ્ઞાનને વશ, ગીતાર્થને છોડીને બાહ્ય કષ્ટમાં રત હોય તોપણ પ્રજ્ઞાપનીય હોવાથી દેશથી યોગમાર્ગના આરાધક છે. તેઓની પ્રાયઃ' શબ્દથી વ્યાવૃત્તિ કરેલ છે અર્થાત્ તેવા યોગ્ય જીવોને છોડીને બાકીના જડ મલધારીઓ મોક્ષમાર્ગથી સર્વથા બર્દિભૂત છે એ પ્રકારનો ભાવ છે. lal અવતરણિકા : જેઓ ગ્રંથિદેશમાં આવ્યા નથી અને અજ્ઞાનમાં ખૂંચ્યા છે તેઓ શું કહે છે તે બતાવે છે – ગાથા : તેહ કહે ગુરુ ગચ્છ ગીતારથ, પ્રતિબધે શું કીજે રે ? દર્શન-જ્ઞાન-ચરિત આદરિયે, આપે આપ તરીકે રે.” શ્રીજિના ૪ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-૫/ગાથા-૪-૫ ગાથાર્થ : - તેઓ કહે છે કે, ગુરુ, ગચ્છ અને ગીતાર્થના પ્રતિબંધથી શું કરીએ= તેમના ઉપર રાગ રાખવાથી શું વળે ? દર્શન-જ્ઞાન-ચારિત્ર આદરવા જોઈએ અને આપે આપ તરીએ સ્વપરાક્રમથી તરીએ. ll૪ll ભાવાર્થ : જેઓ અસદ્ગહથી દૂષિત મતિવાળા છે તેઓ શાસ્ત્ર ભણીને પણ પરમાર્થને જાણી શકતા નથી. તેથી વિચારે છે કે પર પદાર્થનો પ્રતિબંધ ટાળવાનો છે માટે ગુરુનો, ગચ્છનો કે ગીતાર્થસાધુનો પ્રતિબંધ રાખવાથી કલ્યાણ થાય નહિ. માટે જેમ કુટુંબના પ્રતિબંધના પરિવાર માટે તે સર્વનો ત્યાગ કર્યો તેમ ગુરૂ ગચ્છકે અન્ય ગીતાર્થ સાધુનો પ્રતિબંધ રાખવા કરતા તે સર્વનો ત્યાગ કરીને દર્શનજ્ઞાન-ચારિત્રને આદરવા જોઈએ. આવી માન્યતાને કારણે તેઓ સ્વમતિ પ્રમાણે શાસ્ત્ર વાંચે છે અને સ્વમતિ પ્રમાણે શાસ્ત્રાનુસાર બાહ્ય કઠોર આચરણા કરે છે. વળી, શાસ્ત્રના મર્મને પામ્યા વગર માત્ર આ બાહ્ય ક્રિયા કરવાથી પોતે તરી જશે, તેમ માનીને વિચારે છે કે, “સંસારથી તરવાનો ઉદ્યમ જાતે કરવાનો છે, તેથી કોઈ ગીતાર્થ આદિનો આશ્રય કરવાની આવશ્યકતા નથી.” વસ્તુતઃ ગીતાર્થ પાસેથી ભગવાનના માર્ગનો જે મર્મ પ્રાપ્ત થાય છે તે મર્મથી વંચિત રહીને કષ્ટમય સંયમ જીવન જીવીને આવા સાધુઓ પોતાનો મનુષ્યભવ વ્યર્થ કરે છે અને યોગમાર્ગને સેવતા નથી. III અવતરણિકા - પૂર્વગાથામાં કહ્યું કે સાધુઓને ગુરુ, ગચ્છ અને ગીતાર્થના પ્રતિબંધની આવશ્યકતા નથી અને સ્વપરાક્રમથી રત્નત્રયીને સેવવાનું જે જડ મલધારી સાધુઓ કહે છે તેઓ શાસ્ત્રના પરમાર્થને પામ્યા નથી. તે બતાવવા અર્થે કહે છે – ગાથા : નવિ જાણે તે પ્રથમ અંગમાં, આદિ ગુરુકુલવાસો રે; કહ્યો ન તે વિણ ચરણ વિચારો, પંચાશકનર ખાસો રે. શ્રીજિના. ૫ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ગાથાર્થ ઃ પ્રથમ અંગમાં=આચારાંગસૂત્રમાં, આદિ ગુરુકુળવાસ છે=સર્વ આચારોના આદિમાં ગુરુકુળવાસ છે, તે નવિ જાણે તે તેવા સાધુઓ જાણતા નથી. વળી તે વિણ=ગુરુકુળવાસ વગર, ચરણ વિચારો=ચારિત્રનો પરિણામ, ન કહ્યો=કહ્યો નથી એ પ્રમાણે પંચાશકની દૃષ્ટિથી=પંચાશક ગ્રંથની દૃષ્ટિથી ખાસો=સ્વીકારો. ॥૫॥ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-પ/ગાથા-૫-૬ ભાવાર્થ: પૂર્વ ગાથામાં કહ્યું તેમ કેટલાક સાધુઓ વિચારે છે કે કોઈનો પ્રતિબંધ કરવાની જરૂર નથી, તેથી ગુરુ, ગચ્છ કે ગીતાર્થનો પણ પ્રતિબંધ ક૨વો જોઈએ નહિ, પરંતુ સ્વપરિણામમાં જ ઉદ્યમ કરવો જોઈએ, પણ તે સાધુઓ જાણતા નથી કે આચારાંગસૂત્ર નામના પ્રથમ અંગમાં, સર્વ આચારોની આદિમાં ગુરુકુળવાસ કહેલો છે. આચારાંગસૂત્રનું આ વચન બતાવે છે કે કોઈ સાધુ ગુરુકુળવાસને છોડીને સંયમના સર્વઆચાર પાળતા હોય તોપણ ચારિત્રનો પરિણામ નથી. વળી, પૂજ્ય હરિભદ્રસૂરીશ્વરજીના “પંચાશક”ગ્રંથમાં પણ ગુરુકુળવાસ વગર ચારિત્રનો પરિણામ કહ્યો નથી માટે ગુરુ-ગચ્છ અને ગીતાર્થનો પ્રતિબંધ ન કરવો જોઈએ એ વચન અવિચા૨ક સાધુ જડતાને કારણે જ બોલે છે. પા અવતરણિકા : વળી, સંયમના અર્થીએ ગુરુકુળવાસનો ત્યાગ કરવો જોઈએ નહિ તે અન્ય ગ્રંથના બળથી પણ બતાવે છે ગાથા : - નિત્યે ગુરુકુલવાસે વસવું, ઉત્તરાધ્યયને ભાખ્યું રે; તેહને અપમાને વલી તેહમાં, પાપશ્રમણપણું દાખ્યું રે. ગાથાર્થ ઃ નિત્ય ગુરુકુળવાસમાં વસવું જોઈએ એમ ‘ઉત્તરાધ્યયન સૂત્ર'માં શ્રીજિન ! ૬ For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-પ/ગાથા-૬-૭ ભાવ્યું છે. તેને અપમાને “ઉત્તરાધ્યયન'ના વચનના અપમાનમાં, વળી તેહમાં ‘ઉત્તરાધ્યયન'ના વચનનો અનાદર કરનાર સાધમાં, પાપશ્રમણપણું બતાવ્યું છે. llll ભાવાર્થ : જેમ આચારાંગસૂત્ર અને “પંચાશક”માં ગુરુકુળવાસ સંયમનું પ્રબળ કારણ છે તેમ સ્થાપન કર્યું, તેમ ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ કહ્યું છે કે સાધુએ હંમેશા ગુરુકુળવાસમાં વસવું જોઈએ, એટલું જ નહિ પણ જેઓ ગુરુકુળવાસને કહેનારા વચનનો અનાદર કરશે તેઓ સંયમની અન્ય સર્વ ક્રિયાઓ કરતાં હશે તોપણ સાધુ નથી પણ પાપશ્રમણ છે; કેમ કે ગુરુકુળવાસને ચારિત્રની નિષ્પત્તિના પ્રબળ અંગરૂપે ભગવાને કહેલ છે. તેનો તેઓ અનાદર કરે છે. IIકા અવતરણિકા : વળી અન્ય ગ્રંથની સાક્ષીથી પણ સાધુ માટે ગુરુકુળવાસ આવશ્યક છે તે દઢ કરે છે – ગાથા : દશવૈકાલિક ગુરુશુશ્રુષા, તસ નિંદા ફલ દાખ્યાં રે; આવંતિમાં પ્રહસન સગુરુ, મુનિકુલ મચ્છસમ ભાખ્યા રે. શ્રીજિન ! ૭ ગાથાર્થ : દશવૈકાલિક સૂત્રમાં ગુરુની શુશ્રુષા અને તેમની નિંદાના ગુરુની નિંદાના ફળ બતાવ્યા છે. વળી આવંતિમાં-આસારંગસૂત્રના આવંતિક નામના પાંચમા અધ્યયનમાં, કહસમ સદ્ગુરુ સદ્ગુરુને સરોવર સમાન કહ્યા છે, અને મુનિક્તમુનિના સમુદાયને, મત્સ્ય સમાન કહ્યો છે. Iછી ભાવાર્થ - દશવૈકાલિકસૂત્રમાં જે સાધુ ગુણવાન ગુરુની શુશ્રુષા કરશે તેને શું ઉત્તમ ફળ મળશે અને ગુરુની નિંદા કરશે તેને શું અનર્થકારી ફળ મળશે તે બતાવેલ છે. તેથી એ ફલિત થાય છે કે જે સાધુઓ ગુરુકુળવાસમાં છે તેઓ ગુણવાન For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-૫/ગાથા-૭-૮ ગુરુની શુશ્રુષા કરીને ઉત્તમ ફળ પ્રાપ્ત કરશે અને જેઓ ગુરુનો પ્રતિબંધ કરવાથી શું? સ્વપરાક્રમથી જ રત્નત્રયીમાં ઉદ્યમ કરવો જોઈએ એમ વિચારીને ગુણવાન ગુરુનો ત્યાગ કરશે અને ગુણવાન ગુરુ સંસારસાગરથી તરવામાં કારણ નથી એમ કહીને તેમની નિંદા કરશે તેઓને અનર્થકારી ફળ પ્રાપ્ત થશે, આ પ્રકારના દશવૈકાલિકસૂત્રના વચનથી પણ ગુરુકુળવાસના ત્યાગમાં સાધુપણું નથી એમ પ્રાપ્ત થાય છે. વળી, આચારાંગસૂત્રના આવંતિક નામના પાંચમા અધ્યયનમાં ગુરુને સરોવરની ઉપમા આપી છે અને મુનિના સમુદાયને મત્સ્યની ઉપમા આપી છે. તેથી પણ ફલિત થાય છે કે જેમ સરોવર વગર મત્સ્ય જીવી શકે નહિ તેમ ગુણવાન ગુરુ વગર સાધુ પણ જીવી શકે નહિ; કેમ કે ગુણવાન ગુરુ ભગવાનના શાસનનું અપૂર્વ શ્રત શિષ્યને આપીને સંવેગની વૃદ્ધિ કરાવે છે, જેથી સાધુમાં સંવેગના પરિણામની વૃદ્ધિ દ્વારા ચારિત્રના પરિણામનું રક્ષણ થાય છે. સુગુરુના આલંબન વગર માત્ર બાહ્ય આચારોના કષ્ટની જ પ્રાપ્તિ થાય છે અને સંવેગના અભાવમાં ચારિત્રનો પરિણામ નાશ પામે છે. માટે કલ્યાણના અર્થી સાધુએ ગુણવાન ગુરુનો ત્યાગ કરવો લેશ પણ ઉચિત નથી. ITI અવતરણિકા - વળી, ગુરૂકુળવાસમાં રહેવાથી અન્ય શું લાભ થાય છે તે કહે છે – ગાથા : ગુરુદૃષ્ટિ અનુસાર રહેતાં, લહે પ્રવાદ પ્રવાદે રે; એ પણ અર્થ તિહાં મન ધરિયે, બહુગુણ સુગુરુ પ્રસાદે રે. શ્રીજિન ! ૮ ગાથાર્થ - ગુરુદષ્ટિ અનુસાર રહેતાંeગુરુને પરતંત્ર રહેતા, પ્રવાહ પ્રવાહે પ્રાપ્ત કરે ગુરુની પરંપરાથી પ્રાપ્ત થયેલા શાસ્ત્રના ગંભીર અર્થો પ્રાપ્ત કરે. તિહાં ગુરુના વિષયમાં, એ પણ અર્થ ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું કે પ્રવાહ પ્રવાહે શાસ્ત્રના ગંભીર અર્થો પ્રાપ્ત થાય, એ અર્થ પણ મનમાં ધારણ કરવો જોઈએ. વળી, સુગુરુના પ્રસાદે સુગુરુની કૃપાથી ઘણા ગુણો છે. IIkI For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-પ/ગાથા-૮-૯ ભાવાર્થ : ગાથા-૪માં કેટલાક જડ મલધારીઓએ કહેલ કે ગુરુ, ગચ્છ અને ગીતાર્થના પ્રતિબંધનું શું કામ છે ? સ્વપરાક્રમથી રત્નત્રયીમાં ઉદ્યમ કરવો જોઈએ. તેને સમજાવતા ગ્રંથકારશ્રી કહે છે કે ગુરુદષ્ટિ અનુસાર રહેવાથી=ગુરુની નિશ્રા અનુસાર રહેવાથી, પૂર્વ પૂર્વ સૂરિઓના પ્રવાહથી પ્રાપ્ત થયેલા શાસ્ત્રના ગંભીર અર્થો યોગ્ય શિષ્યોને પ્રાપ્ત થાય છે. પરંતુ ગુરુનો ત્યાગ કરીને સ્વમતિ અનુસાર શાસ્ત્ર વાંચવાની પ્રવૃત્તિ કરવામાં આવે તો ગુરુની પરંપરાથી પ્રાપ્ત થતા શાસ્ત્રના ગંભીર ભાવો પ્રાપ્ત થાય નહિ. ગીતાર્થની નિશ્રાથી આ પણ અર્થ પ્રાપ્ત થાય છે તેને મનમાં ધારણ કરવો જોઈએ. વળી, ગુણવાન ગુરુના પ્રસાદથી માત્ર શાસ્ત્રના ભાવોની પ્રાપ્તિ છે એટલું જ નથી, બીજા પણ અનેક ગુણો છે તે ગ્રંથકારશ્રી આગળની ગાથામાં બતાવે છે. ll૮ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે ગુરુ પ્રસાદે ઘણા ગુણો થાય છે તેથી હવે તે ગુણો ગાથા-૧૧ સુધી કહે છે – ગાથા : વિનય વધે ગુરુ પાસે વસતાં, જે જિનશાસન મૂલો રે; દર્શન નિર્મલ ઉચિતપ્રવૃત્તિ, શુભરાગે અનુકૂલો રે. શ્રીજિન ! ૯ ગાથાર્થ : ગુરુ પાસે વસતા વિનય વધે છે જે જિનશાસનનું મૂળ છે, જિનશાસનનું મૂળ કેમ છે ? તેથી કહે છે. વિનય કરવાને કારણે દર્શન નિર્મળ થાય છે, નિર્મળ દર્શન થવાને કારણે ઉચિત પ્રવૃત્તિ થાય છે. શુભરાગને અનુકૂળો રે વિનયમાં વર્તતા શુભરાગને કારણે થતા નિર્મળ દર્શન અને ઉચિત પ્રવૃત્તિ મોક્ષને અનુકૂળ છે. IIII For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-૫/ગાથા-૯-૧૦ ભાવાર્થ - ગુણવાન ગુરુ સાથે રહેવાથી વિવેકી પુરુષને ગુરુનો પ્રતિબંધ થતો નથી; પરંતુ ગુરુમાં વર્તતા ગુણોનો પ્રતિબંધ થાય છે. તેથી ગાથા-૪માં કોઈક કહે છે કે ગુરુના પ્રતિબંધનું શું કામ છે તે ઉચિત નથી; કેમ કે ગુરુમાં વર્તતા બહુશ્રુત આદિ ગુણોને કારણે વિનય વૃદ્ધિ પામે છે, જે વિનય જિનશાસનનું મૂળ છે. જિનશાસનની સર્વ પ્રવૃત્તિ ગુણ નિષ્પત્તિના ઉપાયને બતાવનારી છે અને ગુણનિષ્પત્તિનો પ્રબળ ઉપાય ગુણવાન એવા ગુરુ પ્રત્યેનો બહુમાન ભાવ છે. ગુરુકુળવાસમાં રહેવાથી ગુણવાન ગુરુના ગુણોને જોઈને જેમ જેમ વિનયનો પરિણામ વધે છે તેમ તેમ ગુણ પ્રત્યે જીવનું પ્રસર્પણ વધે છે અને તેના કારણે ગુણમય એવા જિનશાસનના પરમાર્થને જોનારું દર્શન નિર્મળ થાય છે અને નિર્મળ દર્શનને કારણે ઉચિત પ્રવૃત્તિ થાય છે, જે વિનયમાં વર્તતા ગુણના રાગરૂપ શુભરાગને કારણે પ્રગટ થાય છે અને આ નિર્મળ દર્શન અને ઉચિત પ્રવૃત્તિ મોક્ષને અનુકૂળ છે, તેથી વિનય જિનશાસનનું મૂળ છે. II II ગાથા : વૈયાવચ્ચે પતિક તૂટે, ખેતાદિક ગુણ શક્તિ રે; હિતઉપદેશે સુવિહિતસંગે, બ્રહ્મચર્યની ગુપ્તિ રે. શ્રીજિન! ૧૦ ગાથાર્થ : વૈયાવચ્ચમાં પાપ નાશ પામે છે, હિતના ઉપદેશમાં ક્ષમાદિ ગુણોની શક્તિ પ્રગટે છે અને સુવિહિતના સંગમાં બ્રહ્મચર્યની ગતિ પ્રાપ્ત થાય છે. ll૧૦ll ભાવાર્થ - વળી, ગુરુ સાથે વસવાથી ગચ્છમાં ઘણા ગુણવાન સાધુને જોઈને તેમની ભક્તિ કરવાનો ઉલ્લાસ થાય છે અને ગુણવાન એવા ગુરુ કે અન્ય ગુણવાન સાધુની ભક્તિ કરવાથી તે તે ગુણોના પ્રતિબંધક કર્મ નાશ પામે છે; કેમ કે વિવેકી પુરુષ ગુણવાનના ગુણોની સ્મૃતિપૂર્વક ગુણવાનની ભક્તિ કરે છે ત્યારે તે તે ગુણો પ્રત્યેના બહુમાનનો ભાવ વૃદ્ધિ પામે છે, જેથી પોતાનામાં તે ગુણના પ્રતિબંધક એવા પાપકર્મો નાશ પામે છે. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-પ/ગાથા-૧૦-૧૧ ૫ વળી, ગીતાર્થ ગુરુ સદા હિતનો ઉપદેશ આપે છે, જે હિતના ઉપદેશના કારણે ક્ષમા-માર્દવતા-આર્જવતા-નિરીહીતા આદિ ગુણોની શક્તિ પ્રગટે છે, જેથી સંયમના ઊંચા કંડકોની પ્રાપ્તિ થાય છે. વળી, ગુરુકુળવાસમાં વસવાથી સુવિહિત સાધુઓનો સંગ પ્રાપ્ત થાય છે અર્થાત્ શાસ્ત્રવચન અનુસાર વિધિમાં સુંદર યત્ન કરનારા એવા સાધુઓનો સંગ પ્રાપ્ત થાય છે અને શાસ્ત્ર વિધિ અનુસાર સંયમમાં ઉદ્યમ કરનારા સાધુઓ બ્રહ્મચર્યની ગુપ્તિના અંગભૂત નવ વાડોનું સમ્યફ પાલન કરે છે, તેથી એવા ઉત્તમ પુરુષોના સંગમાં જે સાધુ રહે તે સાધુને તે સંગના કારણે બ્રહ્મચર્યની ગુપ્તિનું પાલન થાય છે. ll૧ના ગાથા : મન વાધે મૃદુબુદ્ધિ કેરા, મારગ ભેદ ન હોવે રે; બહુ ગુણ જાણે એ અધિકારે, ધર્મરણ જે જોવે રે. શ્રીજિન ! ૧૧ ગાથાર્થ : ગુરુકુળવાસમાં રહેવાથી જે મૃદુ બુદ્ધિવાળા સાધુઓ છે તેમનું મન વધે છે, તથા માર્ગ ભેદ થતો નથી. જે ધર્મરત્નગ્રંથ જેવે તે એ અધિકારમાં ગુરુકુળવાસના અધિકારમાં, બહુ ગુણ જાણે. ||૧૧|| ભાવાર્થ - ગુણવાનને પરતંત્ર રહીને સંયમમાં ઉદ્યમ કરતાં હોય તેવા સાધુઓને જોઈને મૃદુ બુદ્ધિવાળા અન્ય સાધુઓને પણ ગુરુકુળવાસમાં રહેવાનું મન વધે છે, જ્યારે કોઈ સાધુ બાહ્ય રીતે સારી આચરણા પાળતા હોય અને વિચારે કે ગુરુનો પ્રતિબંધ કરવાની શું જરૂર છે અને તેમ વિચારીને ગુરુકુળવાસનો ત્યાગ કરે તો તેમના આચારથી પ્રભાવિત થયેલા મૃદુ બુદ્ધિવાળા જીવો પણ ગુરુકુળવાસનો ત્યાગ કરે, તેથી તેમનો પણ વિનાશ થાય. માટે માર્ગાનુસારી બુદ્ધિવાળા જીવો ગુણ સંપન્ન ગુરુનો ત્યાગ ન કરે તો તેમને જોઈને મૃદુ બુદ્ધિવાળા પણ ગુરુકુળવાસમાં રહીને સંયમની વિશુદ્ધિને પામે. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-પ/ગાથા-૧૧-૧૨ વળી, ગુરુકુળવાસને છોડીને જેઓ બાહ્ય સંયમની કષ્ટમય આચરણા કરે છે અને લોકોને કહે છે કે “આ જ ખરેખર માર્ગ છે”. તેથી ગીતાર્થ ગુરુ ભગવંત જે માર્ગ બતાવે છે તેનાથી અન્ય માર્ગની પ્રાપ્તિ ગુરુકુળવાસનો ત્યાગ કરનારા સાધુઓ દ્વારા થાય છે. આ રીતે તેથી માર્ગ ભેદની પ્રાપ્તિ થાય છે, પરંતુ જો તે સાધુ ગુરુકુળવાસમાં રહે તો માર્ગ ભેદની પ્રાપ્તિ થાય નહિ. ૯૬ વળી, ધર્મરત્ન પ્રકરણ' ગ્રંથમાં “ગુરુકુળવાસનો અધિકાર" જોવાથી ગુરુકુળવાસમાં ઘણા ગુણો છે તેવું જ્ઞાન થાય છે; કેમ કે ધર્મરત્નપ્રકરણમાં ગુરુકુળવાસમાં રહેવાથી સંભવિત અનેક ગુણો બતાવ્યા છે. II૧૧॥ અવતરણિકા : વળી, આવશ્યકનિર્યુક્તિના વચનથી પણ ગુરુકુળવાસ ઉચિત છે, તેમ સ્થાપન કરે છે. 511211 : નાણતણો સંભાગી હોવે, થિરમન દર્શનચરિતે રે; ન ત્યજે ગુરુ કહે એ બુધ ભાગ્યું, આવશ્યકનિર્યુક્તિ રે. શ્રીજિન ! ૧૨ ગાથાર્થ ઃ આવશ્યકનિયુક્તિમાં બુધ પુરુષ એવા ભદ્રબાહુસ્વામીજીએ કહ્યું છે કે ગુરુકુળવાસમાં રહેવાથી સાધુ જ્ઞાનતણો સંભાગી થાય છે=જ્ઞાનનો ભાગી થાય છે અને દર્શન અને ચારિત્રમાં મન સ્થિર થાય છે. તેથી વિવેકી પુરુષ ક્યારેય ગુરુને ત્યજે નહિ. ૧૨ ભાવાર્થ: ગીતાર્થ ગુરુના પારતંત્ર્યથી સાધુને પ્રતિદિન નવું નવું શ્રુત પ્રાપ્ત થાય છે તેથી તે સાધુ જ્ઞાનનું ભાજન બને છે. વળી, ગીતાર્થ ગુરુ પાસેથી સ્વદર્શન-પરદર્શનના ૫૨માર્થનો બોધ થવાથી ભગવાનના શાસનમાં મન સ્થિર થાય છે, જેથી દર્શનની શુદ્ધિ વધે છે અને ગુણવાન ગુરુના સાન્નિધ્યના બળથી ચારિત્રની સ્થિરતા થાય છે. માટે પુણ્યશાળી For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-પ/ગાથા-૧૨-૧૩ ૯૭ સાધુઓ ક્યારેય ગુરુને ત્યજે નહિ એમ બુધ એવા ભદ્રબાહુસ્વામીજીએ આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે. II૧રા અવતરણિકા - કેટલાક અવિચારક સાધુઓ કહે છે કે “ગુરુ, ગચ્છ અને ગીતાર્થનો પ્રતિબંધ કરવો આવશ્યક નથી પરંતુ રત્નત્રયીમાં ઉદ્યમ કરવો આવશ્યક છે” તેનું નિરાકરણ કરીને ગીતાર્થ ગુરુથી સંયમની વૃદ્ધિ કઈ રીતે થાય છે તે અનેક શાસ્ત્ર વચનથી અત્યાર સુધી બતાવ્યું. હવે, ગુરુ છોડીને જવારા છતાં નિર્દોષ ભિક્ષાચર્યાદિ કરનારા સાધુઓ કેવા છે તે દર્શતથી બતાવે છે – ગાથા : ભીતપ્રતેં જિમ બાણે હણતા, પગ અણફરસી સબરા રે; ગુરુ છાંડી આહારતણો ખપ, કરતા તિમ મુનિ નવરા રે. શ્રીજિન ! ૧૩ ગાથાર્થ : સબરા ભીલે, પગ અણફરસી પગનો સ્પર્શ કર્યા વગર, ભૌત સાધુ પ્રત્યે ભૌત સાધુને જેમ બાણથી હણ્યો, તિમ નવરા મુનિ અવિચારક મુનિ, ગુરુ છોડી, આહારતણો ખપ કરતા=નિર્દોષ ભિક્ષા તણો યત્ન કરનારા છે. ll૧૩ll ભાવાર્થ : કોઈક ભીલ ભૌતસાધુને પોતાના ગુરુ માને છે અને તે ભૌતસાધુ પાસે મોરના પીંછા જોઈને તેની રાણીએ તે મોરના પીંછાની માંગણી કરતા તે ભલે ગુરુ પાસે મોરના પીંછાની માંગણી કરી. પરંતુ મોરના પીંછા પોતાના ધર્મનું સાધન છે માટે ગુરુ આપવાની ના પાડે છે, ત્યારે તે ભીલે પોતાના સેવકોને કહ્યું કે “આ મારા ગુરુ પ્રાણના ભોગે પણ પીંછા આપશે નહિ તેથી તેમને બાણથી હણીને તેમની આશાતના ન થાય માટે પગનો સ્પર્શ કર્યા વગર પીંછા લાવો.” ગુરુને પગ દ્વારા સ્પર્શ નહિ કરવારૂપ ભીલના વિનય જેવો ગુરુને છોડીને નિર્દોષ ભિક્ષાચર્યા કરનાર સાધુનો સંયમનો આચાર છે. આ દૃષ્ટાંતમાં For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-પ/ગાથા-૧૩-૧૪ જેમ તે ભીલનો મોટા દોષથી યુક્ત એવો વિનયનો પરિણામ વ્યર્થ છે તેમ ગીતાર્થ ગુરુના બળથી જ્ઞાનાદિ વૃદ્ધિના પ્રબળ ઉપાયના ત્યાગથી યુક્ત ભિક્ષાના દોષના પરિહારરૂપ નાનો ગુણ વ્યર્થ છે. ll૧૩ અવતરણિકા - વળી, ગુરુકુળવાસમાં રહેવાથી નિર્દોષ ભિક્ષા આદિમાં ક્વચિત્ દોષો લાગતા હોય તોપણ બાધ નથી તે બતાવવા અર્થે કહે છે – ગાથા : ગુરુકુલવાસે જ્ઞાનાદિક ગુણ, વાચંયમને વાધે રે; તો આહારતણો પણ દૂષણ, ખપ કરતાં નવિ બાધે રે. શ્રીજિન ! ૧૪ ગાથાર્થ : ગુરુકુળવાસમાં વાચંયમને સાધુને, જ્ઞાનાદિ ગુણો વધે તો તેથી, આહારતણો પણ દૂષણરપિંડશુદ્ધિમાં અપવાદિક રીતે સેવાયેલા દોષો, ખપ કરતાયતના કરતા, સાધુને બાધ કરતા નથી. ll૧૪ll ભાવાર્થ : જેને વાણી ઉપર સંયમ છે તે “વાસંયમ” કહેવાય અને ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળા ભાવસાધુને વાણીનો સંયમ છે, અન્યને નહિ. આવા ભાવ સાધુ ગુરુકુળવાસમાં રહીને પ્રતિદિન શ્રુત અધ્યયનાદિ કરે છે, જેથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને સ્વદર્શન-પરદર્શનનો બોધ થવાથી દર્શનની શુદ્ધિ થાય છે. ગુણવાન એવા ગુરુના અનુશાસનથી ચારિત્રની શુદ્ધિ થાય છે. તેથી ગુરુકુળવાસમાં ઘણા સાધુ હોવાને કારણે ભિક્ષાના સર્વ દોષોનો ક્વચિત્ પરિવાર ન થઈ શકે તોપણ યતના કરતા એવા સાધુના તે દોષો સંયમમાં બાધ કરનારા થતા નથી. તેથી કલ્યાણના અર્થીએ ગુણવાન ગુરુના ગુણને અવલંબીને તેમનો પ્રતિબંધ રાખવો ઉચિત છે; પરંતુ “ગુરુ આદિનો પ્રતિબંધ શું કામ કરવો જોઈએ' એમ કહેવું ઉચિત નથી. ૧૪. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-પ/ગાથા-૧૪-૧૫-૧૬ ૯૯ અવતરણિકા – વળી, ગુરુકુળવાસમાં જ સાધુનું હિત છે તેની પુષ્ટિ કરવા અર્થે આગળ કહે છે - ગાથા : ધર્મરતન ઉપદેશપદાદિક, જાણી ગુરુ આદરવો રે; ગચ્છ કહ્યો તેનો પરિવારો, તે પણ નિત અનુસરવો રે. શ્રીજિન ! ૧૫ ગાથાર્થ : ધર્મરત્ન ધર્મરત્નપ્રકરણ નામના ગ્રંથને અને ઉપદેશપદાદિક ગ્રંથોને, જાણીને ગુરુને આદરવા જોઈએ, અને તેનો પરિવાર ગુરુનો પરિવાર, ગચ્છ કહ્યો છે, તે પણ તે ગચ્છ પણ, હંમેશા અનુસરવો જોઈએ. I૧પII ભાવાર્થ - ધર્મરત્નપ્રકરણમાં અને ઉપદેશપદાદિ ગ્રંથોમાં ગુરુથી થતા લાભોનું વિસ્તારથી વર્ણન છે. તેને જાણીને આરાધક સાધુએ ગુરુને આદરવા જોઈએ અર્થાત્ ગુરુને અનુસરવા જોઈએ અને તે ગુરુનો જે શિષ્ય પરિવાર છે તેમને શાસ્ત્રકારો ગચ્છ કહે છે, તે ગચ્છને પણ નિત્ય અનુસરવો જોઈએ, જેથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય. પરંતુ જેમ કોઈ કહે છે કે ગુરુ, ગચ્છ કે ગીતાર્થ સાધુનો પ્રતિબંધ કરવાની જરૂર નથી તે વચન ઉચિત નથી. ૧પII અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે ગુરુનો પરિવાર તે ગચ્છ છે અને તેને પણ અનુસરવો જોઈએ. હવે ગચ્છને કેમ અનુસરવો જોઈએ ? તેથી કહે છે - ગાથા : સારણવારણ પ્રમુખ લહીને, મુક્તિમારગ આરાધે રે; શુભવીરય તિહાં સુવિહિતકિરિયા, દેખાદેખે વાધે રે. શ્રીજિન ! ૧૬ For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-પ/ગાથા-૧૬ ગાથાર્થ : સારણવારણ પ્રમુખ લહીને સુવિહિત સાધુના સમુદાયરૂપ ગચ્છમાં સારણા-વારણા વગેરેની પ્રાપ્તિ કરીને, સાધુ મુક્તિમાર્ગને આરાધે છે. તેથી તિહાં ગચ્છમાં, શુભવીર્ય અને સુવિહિત ક્રિયા-સુવિહિત સાધુ દ્વારા સેવાતી ક્લિા, દેખાદેખી વાધે રે એક બીજાને જોઈને વધે છે. ll૧૬ll ભાવાર્થ - ગચ્છમાં રહેવાથી ક્યારેક ઉચિત કૃત્યોનું વિસ્મરણ થયું હોય તો અન્ય સુસાધુ તે કૃત્યોનું સ્મરણ કરાવે છે, જેથી ઉચિત કૃત્યો કરીને સાધુ નિર્જરાના ફળના ભાગી થાય છે. વળી, ક્વચિત્ પ્રમાદને વશ કે અજ્ઞાનને વશ સંયમમાં દોષ લાગે તેવી પ્રવૃત્તિ થતી હોય તો ગચ્છના સુસાધુઓ વારણ કરે છે, જેથી તે અનુચિત પ્રવૃત્તિથી સંયમમાં દોષની પ્રાપ્તિ થતી અટકે છે. વળી, ઉપર ઉપરના સંયમસ્થાનમાં જવા માટેના ઉચિત પ્રયત્ન અર્થે સુવિહિત સાધુ ચોદના કરે છે–પ્રેરણા કરે છે, જેથી સંયમ જીવનમાં ઊંચા કંડકોની શીધ્ર પ્રાપ્તિ થાય છે. વળી, સુવિહિત સાધુએ અપ્રમાદ અર્થે ચોદના કરેલી હોય, આમ છતાં અનાદિભવઅભ્યસ્ત પ્રમાદને વશ ક્યારેક તે પ્રેરણાથી દઢ યત્ન ન થતો હોય તો સુવિહિત સાધુઓ પ્રતિચોદના કરે છે અર્થાતુ અપ્રમાદની વૃદ્ધિ અર્થે ફરી પ્રેરણા કરે છે. આ પ્રકારે ગચ્છમાં સારણાદિની પ્રાપ્તિ થવાથી સુસાધુ મુક્તિ માર્ગની આરાધના કરી શકે છે. વળી, સુવિહિત સાધુઓના સમુદાયરૂપ ગચ્છમાં એક બીજાના અપ્રમાદને જોઈને શુભવીર્ય વધે છે અર્થાત્ ગચ્છમાં રહેલા સાધુને અપ્રમાદ કરવાનું શુભવીર્ય વધે છે. વળી, મોહના ઉમૂલનનું કારણ બને તેવા પ્રકારની ભગવાન દ્વારા બનાવાયેલી સુંદર ક્રિયાઓ કરતાં બીજા સાધુને જોઈને, આરાધક સાધુની પણ તે સુવિહિત ક્રિયા વધે છે. તેથી ગુણના સમુદાયરૂપ ગચ્છનો ત્યાગ કરવો ક્યારેય ઉચિત નથી, પરંતુ તેવા ગચ્છને અનુસરવો જોઈએ. ll૧છા For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢિાળ-પ/ગાથા-૧૭ અવતરણિકા : વળી, ગચ્છમાં સારણાદિને કારણે સાધુ મુક્તિમાર્ગની પ્રવૃત્તિ આરાધે છે, આમ છતાં જેઓમાં માર્ગાનુસારી બુદ્ધિ નથી તેવા સાધુઓ મોક્ષમાર્ગના પ્રબળ કારણભૂત એવા સારણાદિથી જ દુભાય છે. તેથી તેઓ ગચ્છનો ત્યાગ કરીને વિનાશ પામે છે, તે બતાવવા અર્થે કહે છે – ગાથા : જલધિ તણો સંક્ષોભ અસહતા, જેમ નીકળતા મીનો રે. ગચ્છસારણાદિક અણસહતા, તિમ મુનિ દુખિયા દીનો રે. શ્રીજિન ! ૧૭ ગાથાર્થ : સમુદ્રતણો સંક્ષોભ નહિ સહન કરતા, મીનોમાછલા, જેમ સમુદ્રમાંથી બહાર નીકળતા (વિનાશ) પામે છે તેમ ગચ્છના સારણાદિકને નહિ સહન કરતા મુનિ દુઃખીયા દીન-અકલ્યાણના ભાજન બને છે. II૧૭ી. ભાવાર્થ - સમુદ્રમાં ક્યારેક ભરતી આદિ આવે ત્યારે અથવા સમુદ્રમાં ઘણા વહાણો આદિ પસાર થતા હોય ત્યારે સમુદ્ર સંક્ષોભ પામે છે અને તે સંક્ષોભને સહન નહિ કરનારા કોઈક માછલાઓ સમુદ્રમાંથી નીકળી તટ ઉપર આવે છે ત્યારે ત્યાં તટ ઉપર પાણી વગર તેઓ વિનાશ પામે છે. તેમ ગચ્છમાં રહેલા સાધુઓ પોતે પ્રમાદ કરતા હોય અને તે પ્રમાદના નિવારણ માટે અન્ય સાધુ સારણાદિ કરે ત્યારે જે સાધુઓની મનસ્વી પ્રકૃતિ છે, તેઓ અન્ય દ્વારા કરાયેલી સારણાદિને સહન કરી શકતા નથી. તેથી ગચ્છનો ત્યાગ કરે છે અને સ્વમતિ અનુસાર સંયમના આચારો પાળે છે, તે મુનિઓ દુઃખીયા દીન છે અર્થાત્ આ ભવમાં સંયમના કષ્ટો વેઠે છે માટે દુઃખીયા છે અને પરલોકમાં કલ્યાણને નહિ પામનારા હોવાથી દીન છે અર્થાત્ તેઓનો આ ભવ પણ સંયમના કષ્ટો વેઠીને નિષ્ફળ છે અને પરભવ પણ દુર્ગતિના ફળની પ્રાપ્તિ થવા દ્વારા દીન થવાનો. માટે આરાધક સાધુએ સારણા વારણાદિથી યુક્ત એવા ગચ્છનો ક્યારેય ત્યાગ કરવો જોઈએ નહિ. II૧૭ની For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ અવતરણિકા : વળી, સારણાદિ ગુણોથી યુક્ત એવા ગચ્છને છોડનારા મુનિઓ વિનાશ પામે છે તે અન્ય દૃષ્ટાંતથી બતાવે છે 51121 : શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-પ/ગાથા-૧૮ કાક નર્મદાતટ જિમ મૂકી, મૃગતૃષ્ણાજલ જાતા રે; દુઃખ પામ્યા તિમ ગચ્છ તજિને, આપમતિ મુનિ થાતા રે. શ્રીજિન ! ૧૮ ગાથાર્થ ઃ નર્મદાતટને મૂકીને મૃગતૃષ્ણા જલ માટે જતાં કાગડા જેમ (વિનાશ પામ્યા) તેમ ગચ્છ ત્યજીને આપમતિ થાતા મુનિ દુઃખ પામ્યા. ।।૧૮।। ભાવાર્થ: કેટલાક કાગડાઓ નર્મદાતટ ઉપર વસનારા હતા છતાં દૂર-દૂર જલ નહિ હોવા છતાં મૃગતૃષ્ણા જળને જોઈને તે ત૨ફ જવાની મનોવૃત્તિવાળા થયા ત્યારે કેટલાક વૃદ્ધ કાગડાઓએ તેમનું વારણ કર્યું. જેઓ તે વૃદ્ધ કાગડાઓના વચનથી નર્મદાતટપર જ રહ્યા તેઓ પાણીને પામીને સુખિયા થયા અને જેઓ વૃદ્ધ કાગડાઓના વચનનો અનાદર કરીને મૃગતૃષ્ણા જળની પ્રાપ્તિ અર્થે ગયા તેઓ જળની પ્રાપ્તિ વગર તૃષાથી વિનાશ પામ્યા. તેમ ગચ્છને છોડીને કેટલાક સાધુ સ્વમતિ પ્રમાણે જીવવા માટે તત્પર થયા અને કોઈ ગીતાર્થ સાધુએ તે જનારા સાધુને વારણ કરીને સ્મજાવ્યું કે ગચ્છમાં રહેવાથી નવા નવા શ્રુતની પ્રાપ્તિ આદિ થાય છે, સારણાદિ દ્વારા સંયમની વૃદ્ધિ થાય છે અને ગચ્છને છોડીને જવાથી સંયમ વિનાશ પામે છે. આ પ્રમાણેની ગીતાર્થની વારણાને કારણે જેઓ ગચ્છમાં રહ્યા તેઓ સંયમના ફળને પામ્યા અને જેઓ ગચ્છને ત્યજીને સ્વમતિ પ્રમાણે વિચરવા લાગ્યા, તેઓ સંયમ નાશ થવાથી સંયમના ફળને પામ્યા નહિ પરંતુ માત્ર કષ્ટ વેઠીને આ ભવમાં દુ:ખીયા અને પરભવમાં દીન થયા, માટે આરાધક સાધુએ ગુણના કારણભૂત એવા સારણા-વારણાદિથી યુક્ત ગચ્છનો ક્યારેય ત્યાગ કરવો જોઈએ નહિ. II૧૮॥ For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-પ/ગાથા-૧૯ અવતરણિકા : ગાથા-૪માં ગુરુ, ગચ્છ અને ગીતાર્થના પ્રતિબંધનું શું કામ છે ? તેમ કેટલાક કહે છે, તેનું નિરાકરણ કરતા ગુરુથી કઈ રીતે કલ્યાણ થાય છે તે ગાથા-૧૫ સુધી બતાવ્યું અને ગચ્છથી સાધુનું હિત કઈ રીતે થાય છે તે ગાથા-૧૬ થી ગાથા-૧૮ સુધી બતાવ્યું. હવે ગીતાર્થની નિશ્રા વગર સાધુને સંયમ સંભવિત નથી તે બતાવવા અર્થે કહે છે – ગાથા : પાલિ વિણ જિમ પાણી ન રહે, જીવ વિના જિમ કાયા રે; ગીતારથ વિણ તિમ મુનિ ન રહે, જૂઠ કષ્ટની માયા રે. શ્રીજિન ! ૧૯ ૧૦૩ ગાથાર્થ ઃ પાળ વગર જેમ પાણી રહે નહિ, જીવ વગર જેમ કાયા રહે નહિ તેમ ગીતાર્થ વગર મુનિ રહે નહિ, જૂઠ=મિથ્યા, કષ્ટની=બાહ્ય સંયમની આચરણા રૂપ કષ્ટની, માયા છે. I[૧૯] ભાવાર્થ : જેમ પાળ બાંધેલી હોય તો જ પાણી નિયત સ્થાનમાં રહી શકે છે અને પાળ ન બાંધી હોય તો પાણી નિયત સ્થાનમાં રહી શકે નહિ. વળી જીવ વગર કાયા રહી શકે નહિ; કેમ કે કાયામાંથી જીવ નીકળી જાય તો તે કાયામાં કીડાઓ પડે અને કાયા વિનાશ પામે, તેમ ગીતાર્થ સાધુ વગર મુનિ રહે નહિ અર્થાત્ ગીતાર્થ સાધુ વગર મુનિમાં કલ્યાણની પરંપરાનું કારણ એવો મુનિભાવ રહે નહિ; કેમ કે ગીતાર્થ સાધુ જ તેમની નિશ્રામાં રહેલા સાધુઓને સંયમની સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરાવી સંયમની વૃદ્ધિનું કારણ બને છે અને ગીતાર્થના અભાવમાં કરાયેલી સંયમની બાહ્ય ક્રિયાઓ કદાચ સારી રીતે કરાતી હોય તોપણ મોહના ઉન્મૂલન દ્વારા ચારિત્રની પ્રાપ્તિનું કારણ બને નહિ. તેથી ગીતાર્થ વગર મુનિ જીવી શકે નહિ. For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૫/ગાથા-૧૯-૨૦ અહીં પ્રશ્ન થાય કે ગીતાર્થ વગર પણ જે સાધુવેશમાં રહેલા છે તેઓ સંયમની આચરણા કરે છે, તેથી સાધુ નથી તેમ કેમ કહી શકાય ? એથી કહે છે - ૧૦૪ તેઓની જૂઠ કષ્ટની ક્રિયા છે અર્થાત્ તેમની સંયમની બાહ્ય આચરણા ચારિત્રના રક્ષણનું કે ચારિત્રની વૃદ્ધિનું કારણ નથી, પરંતુ કષ્ટોને વેઠીને દુઃખ વેઠવા માત્રના ફળવાળી છે. II૧૯II અવતરણિકા : વળી, ગીતાર્થનાં સાન્નિધ્યથી અગીતાર્થ સાધુ મુનિભાવને પ્રાપ્ત કરી શકે છે, તે દૃષ્ટાંતથી બતાવે છે ગાથા : — અંધ પ્રતે જિમ નિર્મલ લોચન, મારગમાં લેઈ જાય રે; તિમ ગીતારથ મૂરખમુનિને, દૃઢ આલંબન થાય રે. ગાથાર્થ ઃ આંધળા પ્રત્યે જેમ નિર્મલ લોચનવાળો પુરુષ માર્ગમાં લઈ જાય છે તેમ ગીતાર્થ સાધુ મૂર્ખ મુનિને દૃઢ આલંબન થાય છે. II૨૦ા શ્રીજિન ! ૨૦ ભાવાર્થ: કોઈ આંધળા પુરુષને કોઈ ચોક્કસ નગ૨માં જવું હોય તો માર્ગને જોઈ નહિ શકવાથી તે આંધળો પુરુષ માર્ગમાં પ્રયાણ કરી શકતો નથી, પરંતુ નિર્મલ લોચનવાળો પુરુષ તેને માર્ગમાં લઈ જાય છે, તેમ જે મુનિઓ ગીતાર્થ નથી તેથી મોક્ષમાર્ગ પર પ્રયાણ કરવાના અર્થી હોવા છતાં ભગવાનના વચનાનુસાર ઉચિત સ્થાને ઉચિત પ્રવૃત્તિ કરીને માર્ગમાં પ્રયાણ કરી શકતા નથી, તેથી મૂર્ખમુનિ છે; તેવા મૂર્ખમુનિને મોક્ષમાર્ગમાં ગમન કરવા માટે ગીતાર્થસાધુ દૃઢ આલંબન થાય છે. તેથી ગીતાર્થનો પ્રતિબંધ શું કામ ક૨વો જોઈએ એમ જે સાધુ કહે છે તે ઉચિત નથી. II૨૦ના For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૫/ગાથા-૨૧ ૧૦૫ અવતરણિકા :ગીતાર્થનો ત્યાગ સાધુને ઉચિત નથી તે દૃઢ કરવા અર્થે કહે છે – ગાથા : સમભાષી ગીતારથનાણી, આગમમાંહે લહિયે રે; આતમારથી શુભમતિ સજ્જન, કહો તે વિણ કિમ રહિયે રે? શ્રીજિન ! ૨૧ ગાથાર્થ : ગીતાર્થ એવા જ્ઞાની પુરુષ, આગમમાં સમભાષી છે યથાર્થ ભાષી છે, પણ વિષમભાષી નથી, તેમને પ્રાપ્ત કરીને આત્માના અર્થી એવા આત્મકલ્યાણના અર્થી એવા, શુભમતિવાળા સજ્જન પુરુષો, તમે કહો તેમના વગર કેમ રહીએ ? અર્થાત્ ગીતાર્થ વગર રહેવું જોઈએ નહિ. ર૧] ભાવાર્થ : જેઓ શાસ્ત્રો ભણીને ગીતાર્થ થયા છે એવા જ્ઞાની પુરુષ આગમનાં પદાર્થોમાં ક્યારેય પણ વિષમ બોલનાર નથી, પરંતુ સમભાષી છે અર્થાત્ આગમના અર્થો જે રીતે જાણ્યા છે એ રીતે જ યથાર્થ પ્રકાશન કરનારા છે એવા ગીતાર્થ સાધુને પ્રાપ્ત કરીને જે સાધુ આત્મકલ્યાણના અર્થી છે અને તેના કારણે “ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિ કરવી છે એવી શુભમતિને ધારણ કરનારા છે” તેવા સજ્જન પુરુષોને સંબોધીને ગ્રંથકારશ્રી કહે છે કે એવા ગીતાર્થ પુરુષ વગર આપણે એકલા કેવી રીતે રહીએ અર્થાત્ જેઓને આત્મકલ્યાણ કરવું છે અને ભગવાનના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવાની શુભમતિ છે તેવા સાધુએ તો શાસ્ત્રના જાણકાર યથાર્થ ભાષી એવા ગીતાર્થ જ્ઞાની પુરુષને પ્રાપ્ત કરીને ક્યારેય પણ તેમનો ત્યાગ કરવો જોઈએ નહીં. ર૧ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૫/ગાથા-૨૨ અવતરણિકા : વળી, સાધુને ગીતાર્થ ઉપકારક છે તે અન્ય રીતે બતાવે છે ગાથા : લોચન આલંબન જિનશાસન, ગીતારથ છે મેઢી રે; તે વિણ મુનિ ચઢતી સંયમની, આરોહે કિમ સેઢી રે? રે. શ્રીજિન ! ૨૨ ગાથાર્થ ઃ ગીતાર્થ સાધુ જિનશાસનનું લોચન, જિનશાસનનું આલંબન, જિનશાસનની મેઢી છે=આધાર છે, તે વગર=ગીતાર્થ વગર, મુનિ સંયમની ચઢતી=વધતી શ્રેણીને, કેમ આરોહે=કેવી રીતે આરોહી શકે ? અર્થાત્ આરોહણ કરી શકે નહિ. ||૨૨૦ા ભાવાર્થ : જેમ ચક્ષુથી બાહ્ય પદાર્થો યથાર્થ દેખાય છે તેમ ગીતાર્થ સાધુ જિનશાસનના લોચન સ્વરૂપ છે. તેથી ગીતાર્થ સાધુરૂપ લોચનથી અન્ય સાધુઓ ભગવાનના શાસનના પદાર્થો યથાર્થ રીતે જોઈ શકે છે. વળી, જેમ લોચનવાળો પુરુષ લોચનના બળથી ઉચિત માર્ગમાં પ્રયાણ કરીને ઇષ્ટ સ્થાને પહોંચે છે, તેમ સંસારથી ભય પામેલા અને ઇષ્ટ સ્થાનમાં જવા માટે તત્પર થયેલા યોગ્ય સાધુઓ જિનશાસનના લોચનરૂપ ગીતાર્થના બળથી ઇષ્ટ એવા મોક્ષનગરને પ્રાપ્ત કરે છે. વળી, ગીતાર્થ સાધુ જિનશાસનનું આલંબન છે અર્થાત્ જિનશાસનના પદાર્થોને યથાર્થ જાણવા માટે ગીતાર્થ સાધુ જેમ લોચન છે તેમ જિનશાસને બતાવેલ માર્ગ પર ચાલવા માટે ગીતાર્થ સાધુ યોગ્ય સાધુઓને આલંબન રૂપ છે. તેથી જેમ અસમર્થ પુરુષ લાકડી આદિના આલંબનથી ઇષ્ટ સ્થાને ગમન કરી શકે છે તેમ યોગમાર્ગમાં ચાલવા માટે સ્વયં અસમર્થ એવા સાધુઓ ગીતાર્થના આલંબનથી યોગમાર્ગમાં ચાલવા સમર્થ બને છે. For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-પ/ગાથા-૨૨-૨૩ વળી, ગીતાર્થ સાધુ જિનશાસનની મેઢી છે અર્થાત્ જિનશાસનના આધારસ્તંભ છે. જેમ આધારસ્તંભ ઉપર ગૃહ આદિ ટકે છે તેમ ગીતાર્થ સાધુ ઉપર જિનશાસનનો માર્ગ ટકે છે અને જેમ આધારસ્તંભ ન હોય કે આધારસ્તંભ ભાંગી જાય તો ગૃહ આદિ વિનાશ પામે તેમ ગીતાર્થ સાધુના અભાવમાં જિનશાસન ટકી શકતું નથી. તેથી જિનશાસન વર્તી ચતુર્વિધ સંઘને માટે ગીતાર્થ સાધુ આધારસ્તંભરૂપ છે. તેમના વિના મુનિ સંયમની શ્રેણી કઈ રીતે આરોહણ કરી શકે અર્થાત્ કરી શકે નહિ. આશય એ છે કે મુનિ ભગવાનના વચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ કરીને શ્રુતાનુસારી પ્રવૃત્તિથી અને શ્રુતાનુસારી ભાવોથી આત્માને ભાવિત કરીને સંયમશ્રેણીમાં ચઢે છે અને ગીતાર્થને શ્રુતનો ઉચિત બોધ છે અને ગીતાર્થની નિશ્રાના બળથી તે ગીતાર્થનો બોધ અન્ય સાધુને પણ ઉચિત પ્રવૃત્તિ કરવામાં, શ્રુતથી આત્માને ભાવિત કરવામાં અને શ્રુતથી પરિકર્મિત મતિ કરવામાં કારણ છે. તેથી ગીતાર્થ સાધુ વગર મુનિ સંયમની શ્રેણી ચઢી શકે નહિ. અને સાધુ શ્રુતાનુસારી પ્રવૃત્તિ કરીને, શ્રુતથી આત્માને ભાવિત કરીને અને શ્રુતથી પરિકર્મિત મતિ કરીને સંયમશ્રેણીમાં ચઢી શકે છે. તે સિવાય માત્ર ભિક્ષા શુદ્ધિ આદિની ક્રિયાથી સંયમશ્રેણીમાં ચઢી શકતા નથી. માટે પણ ગીતાર્થનો પ્રતિબંધ કરવો જોઈએ નહિ એમ જે કહે છે તે ઉચિત નથી. //રશા અવતરણિકા :વળી સાધુને ગીતાર્થ સાધુ કઈ રીતે ઉપકારક છે તે બતાવતાં કહે છે – ગાથા : ગીતારથને મારગ પૂછી, છાંડીજે ઉન્માદો રે; પાલે કિરિયા તે તુજ ભક્તિ, પામે જગ જશવાદો રે. શ્રીજિન ! ૨૩ ગાથાર્થ – ગીતાર્થ સાધુને માર્ગ પૂછીને રત્નત્રયીના અનુસરણને અનુકૂળ સૂક્ષ્મ માર્ગ પૂછીને, જે સાધુ ઉન્માર્ગને છાંડી, પાળે ક્રિયા-સંયમની ક્રિયા For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-પ/ગાથા-૨૩ પાળે, તે તમારી ભક્તિ પામે ભગવાનની ભક્તિ પામે, અને જગતમાં યશનો વાદ પામે આ સાધુ ભગવાનના વચનના આરાધક છે એ પ્રકારના યશના માર્ગને પામે. II3I. ભાવાર્થ : જે સાધુઓ સંયમ જીવનમાં શાસ્ત્રના પારને પામ્યા નથી, તેઓ જિનવચન અનુસાર પ્રવૃત્તિ કરવા ધારે તોપણ કરી શકે નહિ અને શાસ્ત્રને સ્વમતિ અનુસાર વાંચીને સંયમની બાહ્ય ક્રિયા કરે તો પણ સ્વરુચિ અનુસાર ચાલવાનો ઉન્માદ વર્તે છે તેથી કલ્યાણના ફળને પામે નહિ, પરંતુ જે સાધુ ગીતાર્થને રત્નત્રયીનો સૂક્ષ્મ માર્ગ પૂછીને, સ્વમતિ પ્રમાણે ચાલવાનો ઉન્માદ છોડે છે અને ગીતાર્થના વચનાનુસાર ક્રિયા પાળે છે તે સાધુ ભગવાનની ભક્તિને પામે છે અર્થાત્ વીતરાગની આજ્ઞાનું પાલન કરીને વીતરાગ થવાની શક્તિનો સંચય કરે છે. વળી, જેઓ ગીતાર્થને પરતંત્ર થઈને વીતરાગ થવાની શક્તિનો સંચય કરી રહ્યા છે તેઓને જોઈને શિષ્ટ પુરુષો કહે છે કે આ મહાત્માઓ વીતરાગના ઉપાસક છે, તેથી જગતમાં તેઓનો યશવાદ પ્રાપ્ત થાય છે. ll૧૩ For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૬/ગાથા-૧ ઢાળ છઠ્ઠી (રાગ : સાંભલ રે તું સજની મોરી, રાસુડાની અથવા હિતશિક્ષાછત્રીશીની દેશી) અવતરણિકા : પૂર્વ ઢાળમાં યુક્તિથી સ્થાપન કર્યું કે ગીતાર્થ સાધુની નિશ્રા વગર સંયમ શ્રેણીની વૃદ્ધિ થઈ શકે નહિ, તેથી મોક્ષના અર્થી સાધુએ સંયમ શ્રેણીની વૃદ્ધિ અર્થે ગીતાર્થ સાધુનો ત્યાગ કરવો ઉચિત નથી. હવે તે વાતને અનેક યુક્તિથી દૃઢ કરવા કહે છે - ૧૦૯ ગાથા ઃ પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, દસવૈકાલિક સાખી રે; જ્ઞાનવંત તે કારણ ભજિયે, તુજ આણા મન રાખી રે. સાહિબ ! સુણજો રે ૧ ગાથાર્થઃ પ્રથમ જ્ઞાન અને પછી અહિંસા એ પ્રકારનું દશવૈકાલિકનું વચન સાક્ષી છે તે કારણે, તમારી આજ્ઞા=ભગવાનની આજ્ઞા, મનમાં રાખી જ્ઞાનવંતને ભજીએ=ગીતાર્થને પરતંત્ર થઈએ, હે સાહિબ ! સાંભળજો. |૧|| ભાવાર્થ: દશવૈકાલિક નામના આગમસૂત્રમાં કહ્યું છે કે પ્રથમ જ્ઞાન અને પછી અહિંસા છે. તેથી એ ફલિત થાય છે કે જેને શાસ્ત્રના મર્મને સ્પર્શે તેવું યથાર્થ જ્ઞાન નથી એવા સાધુ અગીતાર્થ છે અને એવા અગીતાર્થ સાધુ સંયમની બાહ્ય આચરણા યથાર્થ કરતાં હોય તોપણ પાંચ મહાવ્રતના પાલનના મૂળભૂત પ્રથમ મહાવ્રતરૂપ અહિંસાનું પાલન કરી શકતા નથી. પરંતુ જો તે ભગવાનના વચનના પરમાર્થને જાણનારા ગીતાર્થના વચનનું અવલંબન લઈને ગીતાર્થના વચનના નિયંત્રણથી સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે તો અહિંસાનું પાલન કરી શકે, અન્યથા અહિંસા પાલન કરી શકે નહિ. તેથી અહિંસાનું પાલન કરીને વીતરાગ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૬/ગાથા-૧-૨ થવાના અર્થી સાધુએ ભગવાનની આજ્ઞા મનમાં રાખી જ્ઞાનવંત એવા ગીતાર્થ સાધુનો આશ્રય કરવો જોઈએ. ૧૧૦ અહીં વિશેષ એ છે, “અહિંસા પરમ ધર્મ છે” અને સંપૂર્ણ અહિંસાનું પાલન મોક્ષમાર્ગ છે, અન્ય સર્વ આચરણા અહિંસાના પાલનના અંગભૂત છે. વળી, અન્ય સર્વ વ્રતો પણ અહિંસા વ્રતના પાલન અર્થે છે અને શુદ્ધ અહિંસાનું પાલન એટલે સર્વ ઉદ્યમથી આત્માને શુદ્ધ ભાવપ્રાણોમાં ધારણ કરવા માટેનો સુદૃઢ વ્યાપાર. આ સુદૃઢ વ્યાપાર ભગવાનના વચનના પારમાર્થિક બોધ વગર સંભવે નહિ. માટે ભગવાનના વચનના પારમાર્થિક બોધવાળા ગીતાર્થ સાધુ અહિંસાના પાલનમાં પ્રબળ આલંબનરૂપ છે, માટે સાધુએ ક્યારેય ગીતાર્થ સાધુનો ત્યાગ કરવો ઉચિત નથી. ॥૧॥ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે દશવૈકાલિકસૂત્રમાં પ્રથમ જ્ઞાન અને પછી અહિંસા કહેલ છે. માટે આરાધક સાધુએ ગીતાર્થ સાધુને પરતંત્ર રહેવું જોઈએ. ત્યાં પ્રશ્ન થાય કે અગીતાર્થ સાધુ પણ શાસ્ત્ર દ્વારા સાધુના કર્તવ્ય એવા નિર્દોષ ભિક્ષાદિ આચારોનું જ્ઞાન કરીને એ પ્રમાણે આચાર પાળે છે, તેથી અગીતાર્થ સાધુથી પણ અહિંસાનું પાલન થઈ શકશે. તેના સમાધાનમાં હવે, ગીતાર્થસાધુની નિશ્રા વગર અગીતાર્થસાધુથી અહિંસાનું પાલન કેમ ન થઈ શકે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે ગાયા : દ્રવ્ય ક્ષેત્ર ને કાલ ન જાણે, ભાવ પુરુષ પડિસેવ રે; નવિ ઉત્સર્ગ લહે અપવાદહ, અગીતારથ નિતમેવ રે. સાહિબ ! ૨ ગાથાર્થ : : - અગીતાર્થ નિત્ય જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પુરુષ અને પ્રતિસેવાને જાણે નહિ. વળી ઉત્સર્ગ અને અપવાદને નવિ લહે=નવિ જાણે. For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૬/ગાથા-૨-૩ ભાવાર્થ : અગીતાર્થ સાધુ સંયમની પડિલેહણ આદિ સર્વ ક્રિયાની શાસ્ત્રાનુસારી વિધિ જાણીને તે વિધિ અનુસાર બાહ્ય આચરણા કરતા હોય તોપણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને નહિ જાણતા હોવાથી મોક્ષને અનુકૂળ ભાવ નિષ્પત્તિને અનુરૂપ અંતરંગ વ્યાપાર કરી શકતા નથી, જે અંતરંગ વ્યાપાર દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવને જાણીને બાહ્ય ઉચિત આચરણા કરવાથી થઈ શકે છે. વળી, પુરુષની=સંયમ પાળનાર સાધુની, શક્તિને આશ્રયીને કઈ ઉચિત આચરણા કરવાથી સંયમની વૃદ્ધિ થઈ શકે તેનો નિર્ણય અગીતાર્થ સાધુ કરી શકતા નથી. તેથી પુરુષને આશ્રયીને ઉચિત પ્રવૃત્તિ કે અનુચિત્ત પ્રવૃત્તિનો વિભાગ અગીતાર્થ સાધુ જાણતા નથી. વળી, કઈ પ્રવૃત્તિ પ્રતિસેવા છે અર્થાત્ કલ્પિકાપ્રતિસેવા છે, દપિકાપ્રતિસેવા છે, પ્રમાદપ્રતિસેવા છે કે આકુટ્ટીપ્રતિસેવા છે તેનો યથાર્થ નિર્ણય અગીતાર્થ સાધુ કરી શકતા નથી; કેમ કે સંવેગની વૃદ્ધિના બલવાન કારણભૂત અને ભગવાનના વચનના યથાર્થ બોધના અનન્ય ઉપાયભૂત એવા ગીતાર્થના પારતંત્રને છોડીને પિંડવિશુદ્ધિ આદિ માટે યત્ન કરનારા અગીતાર્થ સાધુઓને “ગીતાર્થ ગુરુના બળથી સંવેગની વૃદ્ધિ થતી હોય અને નવું નવું શ્રુત પ્રાપ્ત થતું હોય તો સમુદાયના તેવા સંયોગોને કારણે ભિક્ષાના દોષો કલ્પિકાપ્રતિસેવા છે” તેનું જ્ઞાન નથી, તેથી તેઓ ગીતાર્થનો ત્યાગ કરીને પિંડવિશુદ્ધિમાં યત્ન કરે છે. વળી, અગીતાર્થ સાધુ ઉત્સર્ગ માર્ગ શું છે, અપવાદમાર્ગ શું છે તેને યથાર્થ જાણતા નથી, તેથી કેટલાક અગીતાર્થ સાધુ ઉત્સર્ગની પ્રવૃત્તિ કરવાના આગ્રહવાળા હોય છે. માટે અપવાદની પ્રવૃત્તિથી સંયમની વૃદ્ધિ થાય તેમ હોવા છતાં અપવાદના સ્થાને પણ અપવાદ સેવતા નથી. વળી, કેટલાક અગીતાર્થ સાધુ અપવાદના આગ્રહવાળા હોય છે, તેથી ઉત્સર્ગના સ્થાનને ગૌણ કરીને પણ અપવાદનું સેવન કરે છે અને સંયમનો નાશ કરે છે. આમ ઉત્સર્ગ-અપવાદની ઉચિત મર્યાદાને પણ અગીતાર્થ સાધુ જાણતા નથી. રા. અવતરણિકા :પૂર્વગાથામાં કહ્યું કે અગીતાર્થ સાધુ દ્રવ્ય-ક્ષેત્રાદિ વસ્તુને જાણતા નથી For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-ગાથા-૩-૪ તેથી સંયમની સમ્યફ આચરણા કરી શકતા નથી. હવે અગીતાર્થ સાધુ દ્રવ્યથી શું જાણી શકતા નથી ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા - સચિત અચિત્ત મિશ્ર નવિ જાણે, કલ્પ અકલ્પ વિચાર રે; યોગ્ય ન જાણે નિજ નિજ ઠામે, દ્રવ્ય યથાસ્થિત સાર રે. સાહિબ ! ૩ ગાથાર્થ : સચિત્ત, અચિત અને મિશ્રને નવિ જાણે-અગીતાર્થ જાણતા નથી. વળી, કલ્પ-અકલ્પનો વિચાર જાણતા નથી. નિજ-નિજ સ્થાને યોગ્ય દ્રવ્ય યથાસ્થિત જાણતા નથી=સંયમને યોગ્ય એવા દ્રવ્યને યથાર્થ રીતે જાણતા નથી. II3II ભાવાર્થ : પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાયને આશ્રયીને સંયમની આચરણા અર્થે કયું દ્રવ્ય સચિત્ત છે, કયું દ્રવ્ય અચિત્ત છે અને કયું દ્રવ્ય મિશ્ર છે તેનો બોધ આવશ્યક છે, જેથી સંયમની શુદ્ધિનું પાલન થઈ શકે. પરંતુ અગીતાર્થ સાધુ સચિત્તાદિ વિષયક સૂક્ષ્મ વિવેક જાણતા નથી. વળી, સંયમને યોગ્ય કપ્ય અને અકથ્ય શું છે તે જાણતા નથી અર્થાત્ વસ્ત્ર-પાત્ર વગેરે વિષયક કયા કથ્ય છે અને કયા અકથ્ય છે તેનો નિર્ણય કરી શકતા નથી. તેથી સંયમને યોગ્ય દ્રવ્ય કર્યું છે તે પોતપોતાના સ્થાને યથાસ્થિત યોજન કરી શકતા નથી. flal અવતરણિકા : ગાથા-૨ માં કહ્યું કે અગીતાર્થ સાધુ દ્રવ્ય ક્ષેત્રાદિ જાણતા નથી, તેમાંથી દ્રવ્ય યથાર્થ જાણતા નથી તે ગાથા-૩માં બતાવ્યું. હવે અગીતાર્થ સાધુ ક્ષેત્રને અને કાળને કઈ રીતે જાણતા નથી, તે બતાવવા અર્થે કહે છે – ગાથા : ક્ષેત્ર ન જાણે તેહ યથાસ્થિત, જનપદ અધ્વવિશેષ રે; સુભિક્ષ દુર્મિક્ષ કલ્પ નવિ જાણે, કાલવિચાર અશેષ રે. સાહિબ ! ૪ For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-કોંગાથા-૪-૫ ૧૧૩ ગાથાર્થ : તેહ=અગીતાર્થ સાધુ યથાસ્થિત ક્ષેત્ર જાણતા નથી. કઈ રીતે જાણતા નથી તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે. આ જનપદ છે કે અમ્બવિશેષ છે તેનો યથાર્થ ભેદ કરી શકતા નથી. વળી સુભિક્ષ કાળનો કલ્પ અને દુભિક્ષ કાળનો કલ્પ, ઈત્યાદિ અશેષ કાળવિચારને જાણતા નથી. III ભાવાર્થ :અગીતાર્થ સાધુ ક્ષેત્ર વિષયક શું જાણતા નથી તે બતાવતાં કહે છે – આ ક્ષેત્ર જનપદ છે અર્થાત્ લોકોના અવર-જવરવાળું છે, માટે ત્યાંની ભૂમિ અચિત્ત છે અને આ ક્ષેત્ર અદ્ધવિશેષ છે અર્થાત્ લોકોના અવર-જવરવાળું નથી, પરંતુ ક્યારેક લોકોનું ત્યાંથી ગમન થાય છે. તેથી તે ક્ષેત્રની માટી વગેરે સચિત્ત છે કે મિશ્ર છે ઇત્યાદિનો યથાસ્થિત નિર્ણય અગીતાર્થ સાધુ કરી શકતા નથી. વળી, કાળ વિષયક અશેષ વિચારો પણ અગીતાર્થ સાધુ જાણતા નથી. જેમ આ દુભિક્ષ કાળ છે માટે દુભિક્ષ કાળનો આ કલ્પ છે અને આ સુભિક્ષ કાળ છે માટે તેનો આ કલ્પ છે વગેરે કાળ વિષયના સર્વ કલ્પનો યથાર્થ નિર્ણય પણ અગીતાર્થ સાધુ કરી શકતા નથી. llll અવતરણિકા : ગાથા-૨ માં કહ્યું કે અગીતાર્થ સાધુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવને અને પુરુષાદિને જાણતા નથી. તેથી હવે અગીતાર્થ સાધુ ક્રમ પ્રાપ્ત ભાવને અને પુરુષને કઈ રીતે જાણતા નથી તે બતાવતાં અર્થે કહે છે – ગાથા : ભાવ હિઠ ગિલાણ ન જાણે, ગાઢ અગાઢ કલ્પ રે; ખમતો અખમતો જન ન લહે, વસ્તુ અવસ્તુ અનલ્પ રે. સાહિબ ! પ For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-ગાથા-૫ ગાથાર્થ : - ભાવને આશ્રયીને હિટ્ટ હૃષ્ટ અર્થાત્ નીરોગી, ગિલાણ રોગી, જાણે નહિ–અગીતાર્થ સાધુ જાણે નહિ અને ગાઢ અગાઢ કલ્પગાઢ ગ્લાન, અગાઢ ગ્લાનના આચારોને જાણે નહિ. વળી સહન કરતા, નહિ સહન કરતાં પુરુષને જાણે નહિ અને વસ્તુ અવસ્તુના અનલ્પને જાણે નહિ આચાર્ય આદિ પદવી ધરાવનારી વસ્તુ અને પદવી નહિ ધરાવનારી વસ્તુના અનેક પ્રકારના વિકલ્પોને અગીતાર્થ સાધુ જાણતા નથી. પIl ભાવાર્થ : સાધુને સમભાવની વૃદ્ધિ અર્થે સર્વ ઉચિત પ્રવૃત્તિ સેવવાની ભગવાનની આજ્ઞા છે અને સમભાવની વૃદ્ધિમાં વ્યાઘાત થતો હોય ત્યારે ઉત્સર્ગમાર્ગને ગૌણ કરીને અપવાદમાર્ગથી પ્રવૃત્તિ કરવાની વિધિ છે. અગીતાર્થ સાધુ આરાધક સાધુના ભાવને અર્થાત્ તેના શરીરના પરિણામને યથાર્થ જાણી શકતા નથી. તેથી આ હૃષ્ટ છે અર્થાત્ શરીરથી આરોગ્યવાળા છે અને આ ગ્લાન છે, અર્થાત્ રોગી છે તેનો યથાર્થ વિભાગ કરીને બાહ્ય આચરણામાં ઉચિત અનુચિત પ્રવૃત્તિનો વિભાગ કરી શકતા નથી. વળી, કોઈ સાધુ રોગિષ્ટ હોય છતાં આ ગાઢ રોગિષ્ટ છે, તેથી તેના માટેનો આચાર જુદા પ્રકારનો છે અને આ અગાઢ રોગિષ્ટ છે, તેથી તેના માટેનો આચાર જુદા પ્રકારનો છે, તે પ્રકારના વિભાગને જાણતા નથી. તેથી ઉચિત નિર્ણય કરીને સંયમના ભાવની વૃદ્ધિ થાય તે રીતે અન્ય સાધુઓને માર્ગમાં સમ્યક પ્રવર્તાવી શકતા નથી, પરંતુ તેમની નિશ્રામાં રહેલા આરાધક સાધુના દેહના ભાવના અજ્ઞાનને કારણે કેવળ ઉત્સર્ગથી પ્રવૃત્તિ કરાવીને કે કેવલ અપવાદથી પ્રવૃત્તિ કરાવીને તેમના સંયમયોગના નાશનું કારણ બને છે. વળી, અગીતાર્થ સાધુ પુરુષને જાણતા નથી તે સ્પષ્ટ કરે છે. આ પુરુષ પ્રતિકૂળ સંયોગોને ખમી શકે તેવા છે અને આ પુરુષ પ્રતિકૂળ સંયોગોને ખમી શકે તેવા નથી તેનો નિર્ણય કરીને અગીતાર્થ સાધુ ઉચિત પ્રવૃત્તિ કરાવી શકતા નથી. વળી, પુરુષમાં કોઈ પદવી આદિવાળા હોય અથવા કોઈ પદવી વગરના હોય તેને આશ્રયીને પણ પ્રવૃત્તિ વિષયક અનેક વિકલ્પો છે, તેને પણ અગીતાર્થ સાધુ જાણતા નથી. For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-ગાથા-પ-૬ આશય એ છે કે ભિક્ષાની અપ્રાપ્તિમાં આ સાધુ ઉત્સર્ગથી પ્રવૃત્તિ કરશે તો તેનું શરીર સહન કરી શકશે અને તપ દ્વારા સંયમની વૃદ્ધિ કરી શકશે, અને આ સાધુનું શરીર સહન નહિ કરી શકે, તેથી તપ કરશે તો સંયમની વૃદ્ધિને બદલે સંયમની હાનિ થશે તેવો પુરુષનો ભેદ અગીતાર્થ સાધુ કરી શકતા નથી. વળી, કોઈ પદવીધર સાધુ હોય તો તેવા પદવીવાળા સાધુ અનેકને યોગમાર્ગમાં પ્રવર્તાવવા સમર્થ છે અને જો તેઓ ઉત્સર્ગની પ્રવૃત્તિ કરે અને ભિક્ષાની અપ્રાપ્તિ આદિ થાય તો તેમનું શરીર કદાચ સહન કરી શકે અને પોતે પણ અપ્રમાદથી સંયમમાં યત્ન કરી શકે તેવા હોય. આમ છતાં અન્ય યોગ્ય જીવોને વાચનાદિ દ્વારા સંવેગની વૃદ્ધિ કરાવવાની તેઓની શક્તિ હોવા છતાં તેમને કારણે તે પ્રવૃત્તિ કરી શકે નહિ. વળી અન્ય કોઈ સાધુ પદવીધર ન હોય અને ભિક્ષાદિની અપ્રાપ્તિમાં તપ કરી શકે તેવા સમર્થ હોય તો પોતાના સંયમના કંડકોમાં વૃદ્ધિ કરી શકે અને તે પદવીવાળા નહિ હોવાથી વાચનાદિ દ્વારા અન્યને સંવેગની વૃદ્ધિ કરવામાં તેઓ સમર્થ નહિ હોવાથી તેમને તપથી કોઈ હાનિ થતી નથી, એ પ્રકારના વિકલ્પોને અગીતાર્થ જાણતા નથી. માટે પદવીરૂપ વસ્તુ અને અપદવીરૂપ વસ્તુને આશ્રયીને ઉચિત પ્રવૃત્તિના અનેક વિકલ્પો થાય છે તે વિકલ્પોને અગીતાર્થ સાધુ જાણી શકતા નથી. આપણા અવતરણિકા - ગાથા-૨ માં કહેલ કે અગીતાર્થ સાધુ દ્રવ્ય-ક્ષેત્રાદિ અને પ્રતિસેવાને જાણતા નથી. તેથી દ્રવ્ય-ક્ષેત્રાદિ વિષયક શું જાણતા નથી તે બતાવ્યા પછી હવે ક્રમ પ્રાપ્ત પ્રતિસેવા વિષયક શું જાણતા નથી તે બતાવવા અર્થે કહે છે – ગાથા : જે આકુટી પ્રમાÈ દર્પ, પડિસેવા વલિ કલ્પ રે; નવિ જાણે તે તાસ યથાસ્થિત, પાયચ્છિત્ત વિકલ્પ રે. સાહિબ ! ૬ For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢિાળ-ગાથા-૬ ગાથાર્થ : જે પ્રતિસેવા, આકુટ્ટીથી, પ્રમાદથી, દર્પથી કે કલ્પથી છે તેના યથાસ્થિત પ્રાયશ્ચિત્તના વિકલ્પોને તે જાણતા નથી=અગીતાર્થ સાધુ જાણતા નથી. III ભાવાર્થ : સાધુથી થયેલી કોઈપણ પ્રતિસેવા=કોઈપણ ઉત્સર્ગ માર્ગની આચરણાથી વિપરીત આચરણા ચાર પ્રકારે થાય છે. (૧) કલ્પ પ્રતિસેવા (૨) દર્પ પ્રતિસેવા (૩) પ્રમાદ પ્રતિસેવા (૪) આકુટ્ટી પ્રતિસેવા. આ ચાર પ્રકારના ભાવના ભેદથી ચારે પ્રકારની પ્રતિસેવાનું પ્રાયશ્ચિત્ત જુદું જુદું આવે છે, તે પ્રાયશ્ચિત્તના યથાસ્થિત વિકલ્પને અગીતાર્થ સાધુ જાણતા નથી માટે તે ઉચિત પ્રાયશ્ચિત્ત આપી શકતા નથી. તેથી અગીતાર્થ સાધુ અન્ય સાધુને માર્ગમાં પ્રવર્તાવી શકે નહિ અને થયેલ પાપની ઉચિત શુદ્ધિ કરાવી શકે નહિ. કલ્પાદિ પ્રતિસેવાનું સ્વરૂપ આ પ્રમાણે છે : (૧) કલ્પપ્રતિસેવા :- કલ્પ એટલે આચાર. ઉત્સર્ગમાર્ગથી સાધુને જે રીતે આચરણા કરવાનું કહ્યું હોય તેનાથી વિપરીત આચરણા કારણે અપવાદમાર્ગથી કરવાની હોય, તે કલ્પ પ્રતિસેવા છે. (૨) દર્પપ્રતિસેવા :- સાધુ સંયમયોગની ઉચિત ક્રિયાઓ કરતા હોય ત્યારે પણ તેવા પ્રકારના રાગાદિના પરિણામને કારણે સંયમના કંડકને અનુકૂળ વૃદ્ધિની યતનાને છોડીને વલ્ગનાદિથી અર્થાત્ સંયમજીવનની ઉચિત ક્રિયાઓ કરતી વખતે તે ઉચિત ક્રિયાને અનુરૂપ યત્ન ન કરતા જલદી જલદી તે પ્રવૃત્તિ કરીને અન્ય પ્રવૃત્તિ કરવાના પરિણામથી કે તે ક્રિયા શીધ્ર પૂરી કરવાના પરિણામથી અતિચારોને સેવે તે દર્પ પ્રતિસેવા છે. (૩) પ્રમાદપ્રતિસેવના :- વિકથાદિ પરિણામથી પ્રમાદપ્રતિસેવા થાય છે. સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી સમભાવને જીવાડવા અને સમભાવની વૃદ્ધિ કરવા સ્વાધ્યાયાદિ ઉચિત ક્રિયાઓમાં યત્ન કરતાં હોય. આમ છતાં પ્રમાદથી સમભાવનું કારણ ન હોય તેવી નિરર્થક વાતો કે નિરર્થક પ્રવૃત્તિઓ કરવામાં આવે તો તે પ્રમાદથી લેવાયેલી પ્રતિસેવા છે. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૬/ગાથા-૬-૭ ૧૧૭ (૪) આકુટ્ટીકા પ્રતિસેવા :- ‘આ કૃત્ય મારી પ્રતિજ્ઞાથી વિરુદ્ધ છે' એમ જાણવા છતાં પણ તે કૃત્ય કરવાની બળવાન ઇચ્છાથી તે કૃત્ય થાય તો તે આકુટ્ટીથી થયેલી વિપરીત આચરણા છે. કા અવતરણિકા : ગાથા-૨ થી ૬ સુધી અગીતાર્થ સાધુ દ્રવ્ય ક્ષેત્રાદિ ભાવોને યથાસ્થિત જાણતા નથી, તેથી ઉત્સર્ગ અને અપવાદનો યથાર્થ વિનિયોગ કરી શકતા નથી તેમ બતાવ્યું. હવે તેવા અજ્ઞાની સાધુ અન્ય સાધુઓને માર્ગમાં ચલાવી શકે નહિ તે બતાવવા અર્થે કહે છે --- ગાથા : નયણ રહિત જિમ અનિપુણ દેશે, પંથ નટ્સ જિમ સત્ય રે; જાણે હું ઠામે પહુંચાવું, પણ નહિ તેહ સમન્થ રે. સાહિબ ! ૭ ગાથાર્થ : જેમ અનિપુણ દેશમાં=અપરિચિત દેશમાં, નયન રહિત વ્યક્તિ (અથવા) જેમ પંથથી નષ્ટ એવો સાર્થ=માર્ગ ભૂલેલો એવો સાર્થ, જાણે કે હું ઠામે પહોંચાડું અર્થાત્ આ પુરુષને ઉચિત નગરે પહોંચાડું પણ તે=નયન રહિત પુરુષ કે પંથ નષ્ટ સાર્થ, ઠામે પહોંચાડવા સમર્થ નથી. II9II ભાવાર્થ : કોઈક આંધળો પુરુષ પોતાના પરિચિત નગરમાં રોજ ગમન કરતો હોય તો ચક્ષુ નહિ હોવા છતાં બીજાને તે નગરે પહોંચાડી શકે, પરંતુ પોતાને પરિચિત નથી એવા અનિપુણ દેશમાં કોઈને કહે કે હું તને તે નગરે પહોંચાડીશ અને તે નયન રહિત પુરુષના વચનના અનુસરણથી કોઈ તેની સાથે તે નગરે જવા પ્રસ્થાન કરે તો તે નયનરહિત પુરુષ તેને તે નગરે પહોંચાડી શકે નહિ, તેમ અગીતાર્થ સાધુ કોઈ શિષ્યને મોક્ષમાં પહોંચાડી શકે નહિ, તેમ ઉત્તરની ગાથા સાથે સંબંધ છે. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૬/ગાથા-૭-૮ વળી, કોઈ સાર્થ કોઈક દેશમાં જવા માટે નીકળેલ હોય અને કોઈક કારણથી તે પંથથી નષ્ટ થયેલો હોય અર્થાત્ તે માર્ગ ભૂલેલો હોય અને તે સાર્થ જાણે કે ‘હું આ પુરુષને સ્થાને પહોંચાડીશ' પરંતુ પંથ ભૂલેલ સાર્થ તે પુરુષને સ્થાને પહોંચાડવા સમર્થ નથી, તેમ મોક્ષમાર્ગના પંથને ભૂલેલ એવા અગીતાર્થ સાધુ અન્ય સાધુને મોક્ષરૂપ નગરમાં પહોંચાડી શકે નહિ એમ ઉત્તરની ગાથા સાથે સંબંધ છે. IIll ૧૧૮ અવતરણિકા : પૂર્વગાથામાં બે દૃષ્ટાંત આપ્યા કે ‘આંધળો માણસ અતિપુણ દેશમાં અથવા પંથ નષ્ટ સાર્થ કોઈ પુરુષને ઉચિત દેશમાં પહોંચાડવા સમર્થ નથી’ તે બે દૃષ્ટાંતોનું યોજન અગીતાર્થસાધુમાં કરતા કહે છે – ગાથા: અગીતારથ તિમ જાણે ગરવે, હું ચલવું સવિ ગચ્છ રે; પણ તસપાસે ગુણગણગ્રાસે, હોઈ ગલાગલમચ્છ રે. ગાથાર્થ ઃ તેમ અગીતાર્થ ગર્વથી જાણે ‘હું સર્વ ગચ્છને ચલવું છું' અર્થાત્ આખા ગચ્છને મોક્ષમાર્ગમાં લઈ જઉં છું પણ તેની પાસે=અગીતાર્થ પાસે, ગલાગલમચ્છન્યાયથી ગુણનો સમુદાય ગ્રાસે છે=ગુણનો સમુદાય (અજ્ઞાનરૂપ દોષથી) નાશ પામે છે. IIII ભાવાર્થ: સાહિબ ! ૮ પૂર્વગાથામાં કહ્યું કે જેમ આંધળો પુરુષ અનિપુણ દેશમાં બીજાને સ્થાને લઈ જવા સમર્થ નથી અથવા પંથ નષ્ટ સાર્થ બીજાને ઉચિત દેશમાં પહોંચાડવા સમર્થ નથી. આમ છતાં તે આંધળો પુરુષ કે પંથ નષ્ટ સાથે જાણે કે ‘હું આમને ઉચિત નગરમાં પહોંચાડું છું' તેમ અગીતાર્થ સાધુ ગર્વથી જાણે છે કે ‘હું સર્વ ગચ્છને ચલાવું છું.’ વસ્તુતઃ જેમ તે આંધળો પુરુષ કે પંથ નષ્ટ સાર્થ અન્યને ઉચિત દેશમાં લઈ જવા સમર્થ નથી તેમ અગીતાર્થ સાધુ પોતાની નિશ્રામાં For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૬/ગાથા-૮-૯ ૧૧૯ રહેલા સાધુઓના સમુદાયને મોક્ષમાર્ગમાં પ્રવર્તાવવા સમર્થ નથી. આમ છતાં તે અગીતાર્થ સાધુ જે ગચ્છને વહન કરે છે તેનાથી શું થાય છે તે ગાથાના ઉત્તરાર્ધથી બતાવતાં કહે છે. મોટું માછલું નાના માછલાને ગળી જાય તેને “ગલાગલમસ્યન્યાય” કહેવાય છે અને તે ન્યાયથી અગીતાર્થ સાધુ પાસે વસતા સાધુઓના ગુણનો સમુદાય દોષોથી ગળી જવાય છે અર્થાત્ અગીતાર્થ સાધુના અજ્ઞાનને કારણે તે સાધુઓ મોટા દોષો સેવશે, જે દોષને કારણે તેઓની સંયમની બાહ્ય આચરણા અને તપાદિની કષ્ટમય આચરણાથી થતાં અલ્પ શુભ ભાવો નાશ પામશે. જેમ મોટું માછલું નાના માછલાને ગળીને વિનાશ કરે છે તેમ બાહ્ય આચરણાથી થતાં કંઈક અલ્પ ગુણોને મોટા દોષો ગ્રાસ કરી જાય છે અર્થાત્ ગળી જાય છે. તેથી તે અગીતાર્થ સાધુની નિશ્રામાં વસતા સાધુઓને સંયમના આચારોનું કોઈ ફળ મળતું નથી, પરંતુ દોષોના સેવનકૃત દૂરંત સંસારનું પરિભ્રમણ પ્રાપ્ત થાય છે. III અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે અગીતાર્થ સાધુ ગર્વથી જાણે છે કે હું ગચ્છને ચલાવું છું પરંતુ વસ્તુતઃ તે પોતાના નિશ્ચિત સાધુઓને મોક્ષમાર્ગમાં પ્રવર્તાવતા નથી. હવે તે કેમ મોક્ષમાર્ગમાં પ્રવર્તાવતા નથી ? તે બતાવતાં કહે છે – ગાથા : પચ્છિન્ને અતિમાત્ર દિએ જે, અપચ્છિન્ને પચ્છિત રે; આસાયણ તસ સૂત્રે બોલી, આસાયણ મિચ્છર રે. સાહિબ ! ૯ ગાથાર્થ : જે અગીતાર્થ સાધુ પ્રાયશ્ચિત્તમાં અતિ માત્રાથી પ્રાયશ્ચિત આપે છે, અને પ્રાયશ્ચિત્તમાં પ્રાયશ્ચિત્ત આપે છે, તેને સૂત્રમાં શાસ્ત્રમાં, આશાતના કહી છે. આશાતના મિથ્યાત્વ છે સૂત્રની આશાતના મિથ્યાત્વ છે. TIGI For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૬/ગાથા-૯-૧૦ ભાવાર્થ : અગીતાર્થ સાધુ સૂત્રને ભણેલા હોય તોપણ તે યથાસ્થાને સૂત્રને યોજી શકતા નથી. તેથી તેમની પાસે રહેલા સાધુ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે ત્યારે સૂત્ર અનુસાર જે પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે તેનાથી અધિક માત્રામાં પ્રાયશ્ચિત્ત અગીતાર્થ સાધુ આપે છે અર્થાત્ પાપને અનુરૂપ શાસ્ત્રાનુસારી પ્રાયશ્ચિત્તનો વિનિયોગ તેઓ કરી શકતા નથી અને વિચારે છે કે પ્રાયશ્ચિત્ત તરીકે “જેટલું અધિક તપાદિ કરશે તેટલો અધિક લાભ થશે તેમ માનીને અધિક પ્રાયશ્ચિત્ત આપે છે.” વળી, પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ ન હોય તે સ્થાનમાં પણ અગીતાર્થ સાધુ આ કૃત્યનું પ્રાયશ્ચિત્ત છે તેમ માનીને પ્રાયશ્ચિત્ત આપે છે અને જેઓ સૂત્રથી વિપરીત રીતે પ્રાયશ્ચિત્ત આપે છે તેઓ ભગવાને કહેલા સૂત્રની આશાતના કરે છે. વળી, ભગવાને કહેલા સૂત્રની આશાતના કરનાર સાધુ મિથ્યાદૃષ્ટિ હોવાથી મોક્ષમાર્ગને જાણતા નથી અને જે મોક્ષમાર્ગને જાણતા નથી તેઓ મોક્ષમાર્ગમાં પ્રવર્તતા નથી, અને જે સ્વયં અજ્ઞાનને કારણે મોક્ષમાર્ગમાં પ્રવર્તતા ન હોય તે બીજાને મોક્ષમાર્ગમાં પ્રવર્તતાવી શકે નહિ. માટે અગીતાર્થ સાધુ ગચ્છને પ્રવર્તાવી શકે નહિ એમ પૂર્વગાથા સાથે સંબંધ છે. llહા અવતરણિકા - વળી, અગીતાર્થ સાધુને દોષની શ્રેણી પ્રાપ્ત થાય છે, પરંતુ ગુણની શ્રેણી વધતી નથી તે બતાવવા અર્થે કહે છે – ગાથા : તપસી અબહુશ્રુત વિચરતો, કરી દોષની શ્રેણિ રે; નવિ જાણે તે કારણ તેહને, કિમ વાધે ગુણશ્રેણિ રે ? સાહિબ ! ૧૦ ગાથાર્થ : તપસ્વી, અબહુશ્રુત વિચરતો સાધુ દોષની શ્રેણી કરે છે=દોષોના પ્રવાહનું સેવન કરે છે, તે કારણ અજ્ઞાનને કારણે દોષોનું સેવન કરે For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-કોંગાથા-૧૦-૧૧ છે તે કારણ, તેહને તપસ્વી, અબહુશ્રુત એવા અગીતાર્થ સાધુને, ગુણની શ્રેણી કઈ રીતે વધે અર્થાત્ વધે નહિ. તે અગીતાર્થ સાધુ જાણતા નથી. II૧૦I. ભાવાર્થ - જે સાધુ શાસ્ત્ર ભણીને શાસ્ત્રના વચનોને ઉચિત સ્થાને જોડી શકે તેવા સંપન્ન થયા નથી, તેઓ કલ્યાણના આશયથી તપ કરે તોપણ અબહુશ્રુત છે અને તેવા સાધુ ગીતાર્થની નિશ્રા વગર વિચરતા હોય તો દોષોની શ્રેણી કરે છે અર્થાત્ અજ્ઞાનને કારણે દોષને દોષરૂપે નહિ જાણવાથી કેટલાક દોષો ધર્મબુદ્ધિથી સેવે છે. જ્યારે ગીતાર્થ સાધુ તો પ્રાયઃ દોષને સેવે નહિ અને ક્વચિત્ અનાભોગાદિથી દોષ સેવાઈ ગયા હોય તોપણ દોષને દોષરૂપે જાણીને દૂર કરવા યત્ન કરે છે, પરંતુ દોષની શ્રેણીને પ્રાપ્ત કરતા નથી. વળી, અગીતાર્થ સાધુ અજ્ઞાનને કારણે દોષોની શ્રેણી કરે છે તેને કારણે તેઓને તપ સંયમના આચારથી પણ ગુણની શ્રેણી વધતી નથી; કેમ કે અજ્ઞાનને કારણે શાસ્ત્રથી વિપરીત બોધ છે અને વિપરીત બોધમાં ધર્મબુદ્ધિ છે તેથી વિપર્યાસ ગ્રસ્ત મતિવાળા એવા તે અબહુશ્રુત સાધુ જે કંઈ તપાદિ કરે છે એનાથી પણ ગુણશ્રેણી વધતી નથી અને પોતાનામાં ગુણોની વૃદ્ધિ થતી નથી તેવું અગીતાર્થ સાધુ જાણી શકતા નથી માત્ર સ્વમતિથી કરાયેલી તપ, સંયમની બાહ્ય આચરણાથી પોતે ધર્મ સેવે છે, ચારિત્ર પાળે છે ઇત્યાદિ બુદ્ધિ કરે છે. વસ્તુતઃ શાસ્ત્રના સમ્યકુબોધ વગર સંયમની વૃદ્ધિ સંભવે નહિ. I૧૦ના અવતરણિકા : પૂર્વમાં કહ્યું કે અગીતાર્થ સાધુને ગુણની વૃદ્ધિ થતી નથી. ત્યાં પ્રશ્ન થાય કે અગીતાર્થ સાધુ પણ જે કંઈ સંયમની ક્રિયા કરે છે તે ક્રિયાની વિધિ શાસ્ત્રવચનથી ગ્રહણ કરે છે અને તે વિધિ અનુસાર તપ સંયમની ક્રિયા કરે છે. તેથી તેઓની તે ક્રિયાથી ગુણવૃદ્ધિ કેમ થતી નથી ? તે બતાવવા કહે છે – For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢિાળ-૧/ગાથા-૧૧ ગાથા : માર્ગમાત્ર જાણે જિમ પંથી, અલહી તાસ વિસેસ રે; લિંગાચારમાત્ર તે જાણે, પામે મૂઢ કિલેશ રે. સાહિબ ! ૧૧ ગાથાર્થ - જેમ કોઈ નગરમાં જનાર પુરુષ માર્ગ માત્ર જાણે, (પરંતુ, તેના વિશેષને કહ્યા વગર=માર્ગના વિશેષને જાણ્યા વગર, (તે માર્ગમાં ગમન કરે તો ક્લેશ પામે) તેમ જે અગીતાર્થ સાધુ લિંગના આચાર માત્ર જાણે સાધુ વેશમાં રહીને જે ક્રિયાઓ કરવાની છે તે ક્રિયાની વિધિ માત્ર જાણે, પરંતુ અગીતાર્થ હોવાને કારણે વિશેષ જાણતા નથી તેવા મૂઢ સાધુ ક્લેશને પામે છે. ll૧૧ાા ભાવાર્થ - જેમ કોઈ મુસાફર અમુક નગર તરફ જવાનો આ માર્ગ છે તેટલું માત્ર જાણતો હોય, પરંતુ તે માર્ગમાં કયા સ્થાને લૂંટારાઓ છે અને કયા સ્થાને અન્ય જીવન વ્યવસ્થાની સામગ્રી નથી તે જાણતો ન હોય તો તે માર્ગના વિશેષને જાણનાર નથી. તેથી તે માર્ગમાં ગમન કરીને પણ ઉચિત સ્થાને પહોંચી શકે નહિ; કેમ કે જે સ્થાનમાં લૂંટારા હોય તે સ્થાનનું જ્ઞાન હોય તો તે સ્થાનમાં સુરક્ષાની વ્યવસ્થા કરીને કે જે સ્થાનમાં આહાર-પાણીની વ્યવસ્થા ન હોય તે સ્થાનમાં આહાર-પાણીની વ્યવસ્થા કરીને જાય તો નિર્વિને પહોંચી શકે, પરંતુ તેવું જ્ઞાન ન હોય છતાં જો તે માર્ગમાં ગમન કરે તો લૂંટારા વગેરે મળે તો માર્ગમાં જ વિનાશ પામે અને જે સ્થાનમાં જીવન વ્યવસ્થાની સામગ્રી ન હોય તે સ્થાનમાં સુધા-તૃષા આદિથી વિનાશ પામે તેથી માર્ગ માત્રના બોધથી ઉચિત સ્થાને પહોંચી શકાય નહિ, પરંતુ માર્ગ વિશેષનો બોધ હોય તો તે પ્રમાણે વ્યવસ્થા કરીને જવાથી ઉચિત સ્થાને પહોંચી શકાય. તેમ અગીતાર્થ સાધુ સંયમના વેશની જે આચરણા છે તે આચરણાની વિધિ માત્ર જાણે છે, પરંતુ દ્રવ્ય-ક્ષેત્ર આદિને આશ્રયીને જે વિશેષ પ્રકારની પ્રવૃત્તિ For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૬/ગાથા-૧૧-૧૨ ૧૨૩ કરવાની છે તે જાણતા નથી. તેથી માત્ર સંયમના આચાર પાળીને મોક્ષ પથમાં જવા માટે યત્ન કરે છે. પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પુરુષ અને પ્રતિસેવાને આશ્રયીને ઉત્સર્ગ-અપવાદના યોજનપૂર્વક પ્રવૃત્તિ કરી શકતા નથી, તેઓ સંયમની આચરણા કરીને પણ ક્લેશ પામે છે, પરંતુ હિત સાધી શકતા નથી; કેમ કે બાહ્ય આચરણા માત્રથી કલ્યાણ થતું નથી, પરંતુ દેશ-કાળ સંયોગ આદિને આશ્રયીને ઉચિત આચરણા કરવા દ્વારા સમભાવની વૃદ્ધિ થાય તે રીતે અંતરંગ યત્ન કરી શકાય તો જ ગુણસ્થાનકની વૃદ્ધિ થાય છે, અન્યથા સંયમના વૃદ્ધિના અભાવમાં સાધ્વાચારની કષ્ટમય બાહ્ય આચરણાથી ક્લેશ માત્રની પ્રાપ્તિ થાય છે. II૧૧|| અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે અગીતાર્થ સાધુ લિંગાચાર માત્ર જાણે છે. તેથી સંયમની આચરણાથી મૂઢ એવા સાધુ ક્લેશને પામે છે. હવે તે કેમ ક્લેશને પામે છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે ગાથા : - ભેદ લહ્યા વિણ નાનાપરિણતિ, મુનિ મનની ગતબોધ રે; ખિણરાતા ખિણતાતા થાતા, અંતે ઉપાઈ વિરોધ રે. સાહિબ ! ૧૨ ગાથાર્થ ઃ મનની નાનાપરિણતિનો-ચિત્તની જુદી જુદી પરિણતિનો ભેદ ગ્રહણ કર્યા વગર, ગતબોધવાળા એવા મુનિ=કયા ભાવો મોક્ષને અનુકૂળ છે જે મારે કરવાના છે અને કયા ભાવો મોક્ષને પ્રતિકૂળ છે જે મારે કરવાના નથી તેના વિષયક બોધરહિત એવા અગીતાર્થ સાધુ, ખિણરાતા થાતા=ક્ષણમાં રત થતાં અર્થાત્ પોતાને અનુકૂળ સંયોગો હોય, શિષ્ય પરિવાર અનૂકૂળ હોય કે લોકમાં સ્થાન પ્રાપ્ત થતું હોય તો ક્ષણમાં હર્ષિત થાય છે અને ખિણતાતા થાતાં=ક્ષણમાં ઉદ્વિગ્ન થતાં અર્થાત્ સર્વ સંયોગો વિષમ દેખાય ત્યારે ક્ષણમાં ઉદ્વિગ્ન થાય છે. આવા For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૬/ગાથા-૧૨-૧૩ અગીતાર્થ સાધુ સંયમની બાહ્ય આચરણા કરીને અંતે મોક્ષના ઉપાયના વિરોધને પામે છે અર્થાત્ મોક્ષના ઉપાયભૂત અસંગભાવથી વિરોધી એવા સંગભાવને પામીને મોક્ષમાર્ગથી દૂર રહે છે. વિરા ભાવાર્થ - અગીતાર્થ સાધુ ભગવાનના વચનના પરમાર્થને જાણનારા નથી, તેથી ભગવાનનું વચન કઈ રીતે યોગમાર્ગની પ્રવૃત્તિ કરાવીને અસંગભાવમાં વિશ્રાંત થાય છે તેના મર્મને સ્પર્શનારો બોધ ધરાવતા નથી. આથી સંયમની બાહ્ય આચરણા કઈ રીતે કરવી જોઈએ તેટલા લિંગાચાર માત્રને જાણીને પોતે સંયમી છે તેમ માને છે, પરંતુ તે તે પ્રવૃત્તિ કાળમાં મનની જુદી જુદી પરિણતિઓમાંથી કઈ પરિણતિ અસંગભાવને અનુકૂળ છે અને કઈ પરિણતિ અસંગભાવને પ્રતિકૂળ છે તેના ભેદને જાણનારા નથી. તેથી તેવા મુનિ ગતબોધવાળા છે અર્થાત્ પારમાર્થિક જ્ઞાન વગરના છે. અગીતાર્થ સાધુને પરમાર્થનું જ્ઞાન નહિ હોવાને કારણે પોતે સંયમની બાહ્ય આચરણા કરે, શિષ્ય પરિવાર કરે, લોકોને ઉપદેશ આપે ત્યારે પોતાની ધારણા પ્રમાણે પ્રવૃત્તિ થતી હોય તો ક્ષણમાં હર્ષિત થાય છે અને પોતાની ધારણા પ્રમાણે શિષ્યાદિનો સંયોગ ન મળે, શ્રોતા વર્ગ પ્રાપ્ત ન થાય કે પોતાનાથી સંયમની બાહ્ય આચરણા ન થઈ શકે તો ક્ષણમાં ઉદ્વિગ્ન થાય છે. આ રીતે નિમિત્તો પ્રમાણે રત અને ઉદ્વિગ્ન થઈને અંતે અસંગભાવના ઉપાયભૂત સંયમના વિરોધને પામે છે અર્થાત્ તેઓની સર્વ ક્રિયા અસંગભાવની પ્રાપ્તિનું કારણ બનતી નથી, પરંતુ સંગભાવમાં વિશ્રાંત થાય છે. તેથી અગીતાર્થ સાધુ સંયમની બાહ્ય આચરણા સારી કરે તોપણ સંસારનો ઉચ્છેદ કરી શકતા નથી. //વશા અવતરણિકા - પૂર્વગાથામાં કહ્યું કે અગીતાર્થ સાધુ ચિત્તની તાના પરિણતિનો ભેદ જાણતા નથી માટે ગતબોધવાના છે. તેથી તેઓ ઉચિત પ્રવૃત્તિ કરી શકતા નથી તે ગાથાના ઉત્તરાર્ધમાં બતાવ્યું. હવે અન્ય પણ શું અનુચિત પ્રવૃત્તિ કરે છે ? તે બતાવે છે – For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૬/ગાથા-૧૩ ગાથા ઃ પત્થરસમ પામર આદરતાં, મણિસમ બુધ જન છોડિ રે; ભેદ લહ્યા વિણ આગમથિતિનો, તે પામે બહુ ખોડિ રે. સાહિબ ! ૧૩ ૧૨૫ ગાથાર્થ ઃ વળી ગચ્છને ચલાવનાર અગીતાર્થ સાધુ પત્થર જેવા પામરને સ્વીકારે છે=માત્ર સંયમના આચારો પાળનારા અને યોગમાર્ગના મર્મને નહિ જાણનારા જડમતિવાળા હોવાથી શાસ્ત્રમાં પત્થર સમ કહ્યા છે. વળી તેઓ ગુણવાનને પરતંત્ર થવાની વૃત્તિવાળા નથી, માટે પામર સાધુઓના સહવાસને આદરે છે, અને મણિ જેવા બુધ જનને છોડે છે=ભગવાનના વચનના મર્મને જાણનારા અને દ્રવ્ય-ક્ષેત્રાદિ અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને તત્ત્વનું પ્રકાશન કરનારા મણિ જેવા બુધ જન છે અર્થાત્ ગીતાર્થ છે તેઓને છોડે છે, તેથી તેવા અગીતાર્થ સાધુ આગમસ્થિતિનો ભેદ લહ્યા વગર=આગમની ઉત્સર્ગ અપવાદ આદિની મર્યાદાને જાણ્યા વગર, તેઓ બહુ ખોડને પામે છે=બહુ નુકસાનને પામે છે. ||૧૩|| ભાવાર્થ : અગીતાર્થ સાધુ ગીતાર્થને પરતંત્ર રહીને આરાધના કરતા હોય તો શક્તિ અનુસાર શાસ્ત્ર ભણીને પોતે ગીતાર્થ પણ થાય છે, પરંતુ જેઓ વિષમકાળને કારણે લિંગાચાર માત્ર જાણીને પોતે શાસ્ત્રના પરમાર્થને જાણે છે તેમ માનીને ગચ્છને ચલાવે છે કે ગીતાર્થને છોડીને સ્વતંત્ર વિચરે છે તેઓ પત્થર જેવા પામર સાધુઓના સહવાસને આદરે છે અર્થાત્ પત્થર જેમ અસાર છે, તેમ શાસ્ત્રના ૫૨માર્થને નહિ જાણનારા અને માત્ર સંયમના સ્થૂલ આચારમાં રત રહેનારા એવા સાધુઓને સ્વીકારે છે અને જેઓ ભગવાનના શાસનના મર્મને જાણનારા છે, દ્રવ્ય ક્ષેત્રાદિ અનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ કરનારા છે એવા મિણ જેવા બુધ પુરુષોને છોડે છે. આ રીતે બુધ પુરુષના ત્યાગને કારણે આગમસ્થિતિના ભેદને પ્રાપ્ત કરતા નથી અર્થાત્ શાસ્ત્રની ઉત્સર્ગ-અપવાદની મર્યાદા શું છે તેના પરમાર્થને પામતા નથી. તેથી માત્ર સંયમની બાહ્ય આચરણા કરીને For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-ગાથા-૧૩-૧૪ અંતરંગ પરિણતિની શુદ્ધિને પામ્યા વગર ઘણી ખોટને પામે છે અર્થાત્ સંયમ ગ્રહણ કરીને સંયમના બાહ્ય કષ્ટો વેઠીને હિત સાધતા નથી, પરંતુ પ્રાપ્ત થયેલ મનુષ્ય ભવ વ્યર્થ બનાવે છે. ll૧૩ અવતરણિકા : વળી, અગીતાર્થ સાધુ લિંગાચાર માત્રને જાણીને ગચ્છને ચલાવે છે. તેઓ શું અનુચિત પ્રવૃત્તિ કરે છે ? તે બતાવે છે – ગાથા : જ્ઞાનભગતિ ભાંજિ અણલહતાં, જ્ઞાનતણો ઉપચાર રે; આરાસારે મારગ લોપે, ચરણકરણનો સાર રે. સાહિબ ! ૧૪ ગાથાર્થ : અગીતાર્થ સાધુ જ્ઞાનતણો ઉપચાર અણલહતાં નહિ લેતાં, જ્ઞાનની ભક્તિને ભાંજે છે, ચરણકરણનો સાર એવો માર્ગ ચારિત્રનો સાર એવો ભગવાને બતાવેલો માર્ગ, આરાસારે લોપે છે હાલતા ચાલતાં લોપે છે. I૧૪ll ભાવાર્થ : - જે સાધુઓ લિંગાચાર માત્રને જાણીને બાહ્ય આચાર માત્રામાં પરમાર્થને જોનારા છે, પરંતુ તે બાહ્ય આચારોથી મોહના ઉમૂલનને અનુકૂળ પરિણતિને જોનારા નથી તેઓ સંયમની બાહ્ય આચરણામાં રત રહે છે અને અનેકને શિષ્ય કરીને ગચ્છ ચલાવે છે અને તે અગીતાર્થ સાધુઓ ગીતાર્થને પરતંત્ર થઈને શાસ્ત્ર ભણતા નથી, પરંતુ સ્વમતિ અનુસાર યથા-તથા શાસ્ત્રોને જોડે છે, તેઓ જ્ઞાનતણો ઉપચાર કરતાં નથી અર્થાત્ જ્ઞાનભણવાની ઉચિત પ્રવૃત્તિ કરતા નથી; કેમ કે સમ્યજ્ઞાન તીર્થકરોથી પ્રાપ્ત થયેલું છે અને તીર્થકરોએ જે ભાવથી શ્રુતજ્ઞાન આપ્યું છે તે ભાવથી તેનો બોધ કર્યા વગર અન્ય રીતે બોધ કરવો તે જ્ઞાનની આશાતના છે અને ગીતાર્થની નિશ્રામાં રહીને તે રીતે જ્ઞાન ભણવાની પ્રવૃત્તિ જેઓ કરતા નથી તેવા સાધુ જ્ઞાન પ્રત્યેની ભક્તિનો નાશ કરે છે અને સ્વમતિ અનુસાર શાસ્ત્રના અર્થને કરી હાલતા ચાલતા ભગવાનના માર્ગનો લોપ કરે છે અને આ ભગવાનનો માર્ગ એ ચારિત્રનો સાર છે; કેમ કે For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-કોંગાથા-૧૪-૧૫ ૧૨૭ ચારિત્રની નિષ્પત્તિ, ચારિત્રની વૃદ્ધિ અને ચારિત્રનું અંતિમ ફળ કેવળજ્ઞાન પણ ભગવાનના માર્ગ અનુસાર પ્રવૃત્તિ કરવાથી થાય છે, તેથી ભગવાનનો માર્ગ ચારિત્રનો સાર છે અને તેનો લોપ કરવાથી અગીતાર્થ સાધુને મહાપાપની પ્રાપ્તિ થાય છે. ll૧૪માં અવતરણિકા : અગીતાર્થ સાધુ મણિ જેવા બુધજનોને છોડીને પત્થર જેવા બાહ્ય આચરણા કરનારા સાધુઓને આદરે છે એમ ગાથા-૧૩માં કહ્યું. હવે કોઈ અન્ય ગીતાર્થ સાધુ ઉપદેશ આપે કે “ગીતાર્થતી નિશ્રાથી જ તત્વની પ્રાપ્તિ છે' ત્યારે તે અગીતાર્થ સાધુ શું કહીને પોતાની અયોગ્યતા વ્યક્ત કરે છે તે બતાવે છે – ગાથા : ઉત્કર્ષી તેહને દે શિક્ષા, ઉદાસીન જે સાર રે; પરુષવચન તેહને તે બોલે, અંગ કહે આચાર રે. સાહિબ ! ૧૫ ગાથાર્થ : ઉદાસીન એવા ઉત્કર્ષ સાધુ=અગીતાર્થ સાધુ જે ગચ્છને છોડીને નીકળેલા છે, તે ગચ્છ સાથે કોઈ સંબંધ વગરના હોવાથી, તે અગીતાર્થ સાધુના ગરચ્છમાં આગમન-અનાગમન પ્રત્યે ઉદાસીન કેવળ તે અગીતાર્થ સાધુના હિતના અર્થી એવા ઉત્કર્ષી ગીતાર્થ સાધુ, જે સારરૂપ શિક્ષા આપે છે, તેહને તે ગીતાર્થ સાધુને, તે અગીતાર્થ સાધુ, પરુષવચન બોલે છે અને કહે છે કે સંયમનું અંગ આચાર છે. II૧૫ll ભાવાર્થ : કોઈ અગીતાર્થ સાધુ મણિ જેવા ગીતાર્થ સાધુને છોડીને માત્ર બાહ્ય આચાર પાળનારાઓ સાથે વસતા હોય અને પોતે ભિક્ષાચર્યાદિ શુદ્ધ આચાર પાળવામાં રત રહેતા હોય, તેમને જોઈને કોઈક ઉદાસીન અને અગીતાર્થ સાધુના હિતના અર્થી ગીતાર્થ સાધુ વિચારે કે આ સાધુ સંયમના આચારો પ્રત્યે રુચિવાળા છે, For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-ગાથા-૧૫-૧૬ પરંતુ સૂક્ષ્મ બોધ વિનાના છે તેથી ગીતાર્થને છોડીને વિનાશ પામશે. વળી, તે અગીતાર્થ સાથે ગચ્છનો તેમને કોઈ સંબંધ નથી માટે જો તે ઉપદેશ આપે તો તે અગીતાર્થ સાધુને વિચાર પણ ન આવે કે શિષ્યના પ્રલોભનથી કે ગચ્છની વૃદ્ધિના પ્રલોભનથી આ મને ઉપદેશ આપે છે. તેથી તે ઉદાસીન ગીતાર્થ સાધુને અગીતાર્થ સાધુ પોતાનું વચન ગ્રહણ કરશે એવી સંભાવના દેખાય ત્યારે અગીતાર્થ સાધુને સમજાવે કે “ગીતાર્થના વચનના બળથી માર્ગનો સૂક્ષ્મ બોધ થાય છે, અંતરંગ પરિણામની શુદ્ધિ થાય છે. તેથી ગીતાર્થનો ત્યાગ કરવો ઉચિત નથી'. આ પ્રકારની ગીતાર્થની શિક્ષાને સાંભળીને અગીતાર્થ સાધુ તે ગીતાર્થને કઠોર વચન કહે છે અને કહે છે કે “સંયમનું અંગ આચાર છે અને જે આચારોનું સમ્યફ પાલન ન કરતા હોય તેઓનો પક્ષપાત શા માટે કરો છો ? વસ્તુતઃ જ્ઞાન ભણીને પણ જ્ઞાનના ફળભૂત વિરતિમાં જ ઉદ્યમ કરવા જેવો છે અને અમારા ગુરુ ગીતાર્થ હોવા છતાં આચારો સારા પાળતા નથી” એ પ્રકારે કહીને તે ઉપદેશકના વચન પ્રત્યે પોતાનો રોષ બતાવે છે. II૧પ અવતરણિકા - પૂર્વગાથામાં કહ્યું કે સ્વચ્છેદ વિહારી એવા અગીતાર્થને કોઈ ઉદાસીન ગીતાર્થ સાધુ શિક્ષા આપે ત્યારે તે અગીતાર્થ સાધુ તેમને પરુષવચન કહે છે. હવે, તે અગીતાર્થસાધુ કેવા પ્રકારના પરુષવચન કહે છે ? તે બતાવે છે – ગાથા : અમ સરિખા હો તો તુમ જાણો, નહીં તો સ્યા તુમ બોલ રે ? એમ ભાખી જાત્યાદિક દૂષણ, કાટે તેહ નિટોલ રે. સાહિબ ! ૧૬ ગાથાર્થ: અમારા જેવા તમે હો તો તમે જાણો=અમારા જેવા નિર્દોષ આચાર પાળનારા તમે હો તો સંયમ શું છે તે તમે જાણો, નહિ તો તમારા બોલ શા કામના તમારો ઉપદેશ શું કામનો અર્થાત્ કોઈ કામનો નથી, એમ ભાખીને-સ્વછંદ અગીતાર્થ સાધુ ઉપદેશ આપનાર ગીતાર્થ સાધુને એ For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન|ઢાળ-૬/ગાથા-૧૬-૧૭ ૧૨૯ પ્રકારે કહીને, જાત્યાદિ દૂષણ માટે જેમ અમારા ગુરુ શુદ્ધ આયારો પાળવામાં શિથિલ છે તેવી જાતિવાળા જ તમે પણ છો તેથી જ તેમનો પક્ષ કરો છો. એ પ્રમાણે દૂષણ કાઢે, તેહ નિટોલ છે એ પ્રકારે બોલનાર અગીતાર્થ સાધુ નઠોર છે. ll૧૬ll ભાવાર્થ : કોઈ ગીતાર્થ સાધુ સ્વછંદ વિહારી અગીતાર્થ સાધુને ગીતાર્થની નિશ્રામાં જવા માટે હિતશિક્ષા આપે અને શાસ્ત્રવચનના બળથી ગુણવાન ગીતાર્થને પરતંત્ર રહીને આરાધના કરવી ઉચિત છે તેમ સમજાવે તે વખતે અપ્રજ્ઞાપનીય એવા તે અગીતાર્થ સાધુ શું પરુષવચન બોલે છે તે બતાવતાં કહે છે- અમે જેમ સંયમના શુદ્ધ આચારો પાળીએ છીએ તેમ શુદ્ધ આચારો તમે પાળતા હો તો તમે જાણી શકો કે સંયમ શું છે, પરંતુ તમે પણ સમુદાય અનુસાર સંયમના શુદ્ધ આચારો પાળતા નથી. માટે તમારા વચનોની શું કિંમત થાય ? અર્થાત્ તમારા વચન પ્રમાણ બને નહિ એમ કહીને તે હિતશિક્ષા આપનાર ગીતાર્થ સાધુને તે અગીતાર્થ સાધુ કહે કે “જેમ અમારા ગુરુ શિથિલ આચારવાળા છે તેમની જાતિવાળા જ તમે છો માટે તમે તેમનો પક્ષ કરો છો” વસ્તુતઃ અસંયમનો પક્ષપાત કરીને શુદ્ધ આચારોને નાશ કરવા ઉચિત નથી એ પ્રકારના પરુષવચન તે અગીતાર્થ સાધુ ઉપદેશકને કહે છે. આ પ્રકારના વચન કહેનાર અગીતાર્થ સાધુ નિટોલ છે નઠોર છે. II૧૬ના અવતરણિકા : સ્વછંદ વિહારી એવા અગીતાર્થ સાધુને કોઈ અન્ય ગીતાર્થ સાધુ હિતશિક્ષા આપે ત્યારે તે અગીતાર્થ સાધુ તેમને કેવા પરુષવચન બોલે છે તે પૂર્વગાથામાં બતાવ્યું અને કહ્યું કે તે આવા પરુષવચન બોલતા સાધુ વિટોલ છે. હવે તે નિટોલ કેમ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : પાસત્યાદિક દૂષણ કાઢી, હીલે જ્ઞાની તેહ રે; યથાછન્દતા વિણ ગુઆણા, નવિ જાણે નિજરેહ રે. સાહિબ ! ૧૭ For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ગાથાર્થ : પાસસ્થા આદિ દૂષણ કાઢી જ્ઞાનીને તે હીલે છે=હિલના કરે છે. ગુરુઆજ્ઞા વગર નિજરેહ=પોતાની યથાછંદતા જાણતો નથી. ।।૧૭।। ભાવાર્થ : શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૬/ગાથા-૧૭-૧૮ અગીતાર્થ સ્વચ્છંદ વિહારીને ઉદાસીન એવા ગીતાર્થ સાધુ હિતશિક્ષા આપે છે ત્યારે તે અગીતાર્થ સાધુ પરુષવચન બોલતા પોતાના જ્ઞાની એવા ગુરુમાં “પાસસ્થા” આદિ દૂષણ કાઢી જ્ઞાની ગુરુની હીલના કરે છે અર્થાત્ કહે છે કે “અમારા ગુરુ શાસ્ત્ર ભણેલા જ્ઞાની છે તોપણ શુદ્ધ આચાર પાળવાના આગ્રહી નથી, માટે તેઓ “પાસસ્થા” આદિ દોષોવાળા છે, તેથી અમે તેમનો ત્યાગ કર્યો છે.’” વસ્તુતઃ ગુરુઆજ્ઞા વગર વિચરનાર સાધુને શાસ્ત્રકારોએ યથાછંદા કહ્યા છે તેથી ગુણવાન ગુરુને છોડીને પોતે સ્વમતિ પ્રમાણે વિચ૨વારૂપ યથાછંદપણું ધારણ કર્યું છે તે અગીતાર્થ સાધુ જાણતા નથી. આ રીતે તે અગીતાર્થ સાધુ ગુણવાન ગુરુની આશાતના કરીને અને મનસ્વી રીતે જીવીને વિનાશ પામે 9.119011 અવતરણિકા : વળી, અગીતાર્થ સ્વછંદ સાધુ કેવા છે અને તેઓ શું અહિતની પ્રાપ્તિ કરે છે ? તે બતાવતાં કહે છે 511211 : જ્ઞાનીથી તિમ અલગા રહેતા, હંસથકી જિમ કાક રે; ભેદ વિનયના બાવન ભાખ્યા, ન લહે તસ પરિપાક રે. સાહિબ ! ૧૮ ગાથાર્થ ઃ જેમ હંસ થકી કાગડા જુદા દેખાય છે તેમ જ્ઞાનીથી જુદા વસતા અગીતાર્થ સાધુ જુદા દેખાય છે. વળી શાસ્ત્રમાં જે વિનયના ‘બાવન’ ભેદ કહ્યા છે તેના પરિપાકને=ફળને, અગીતાર્થ સાધુ પામતા નથી. II૧૮ For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-ગાથા-૧૮,૧૯-૨૦ ૧૩૧ ભાવાર્થ : અગીતાર્થ સ્વછંદ વિહારી સાધુ જ્ઞાની એવા ગુરુનો ત્યાગ કરીને સ્વમતિ પ્રમાણે આચાર સેવે છે માટે બુદ્ધિમાન પુરુષને તે કાગડા જેવા દેખાય છે. જેમ હંસ થકી કાગડા જુદા દેખાય છે તેમ જ્ઞાનીની નિશ્રામાં રહેલા સાધુઓ ઉચિત આચાર સેવીને હંસ જેવા દેખાય છે, તેનાથી અગીતાર્થ સાધુ કાગડા જેવા જુદા જ દેખાય છે અર્થાત્ જ્ઞાનીની નિશ્રામાં રહેતા સાધુ સંવેગની વૃદ્ધિ કરીને અસંગભાવને પામતા હોય છે, તેથી હંસ જેવા નિર્મળ દેખાય છે. જ્યારે જ્ઞાનીને છોડીને વિચરનારા અને બાહ્ય કષ્ટમય આચરણા કરનારા પણ અગીતાર્થ સાધુ સંવેગના પરિણામ વગરના હોવાથી તત્ત્વદૃષ્ટિએ કાગડા જેવા દેખાય છે. વળી, શાસ્ત્રમાં વિનયના બાવન' ભેદ કહ્યા છે તે વિનયના સેવનથી ગુણવાનને પરતંત્ર સાધુ વીતરાગભાવને અનુકૂળ શક્તિનો સંચય કરે છે જ્યારે અગીતાર્થ સાધુ તો તે વિનયના બાવન ભેદના પરિપાકને પામ્યા વગરના હોવાથી યોગમાર્ગ ભ્રષ્ટ છે. ll૧૮ અવતરણિકા: પૂર્વગાથામાં ગીતાર્થને છોડીને વિચરતા અગીતાર્થ સાધુ કાગડા જેવા છે તેમ બતાવીને તેઓ મોક્ષમાર્ગની બહાર છે તેમ બતાવ્યું. હવે ઉપદેશમાલામાં તેઓનો ઘણો ઉઘમ વ્યર્થ છે તોપણ તે અગીતાર્થ સાધુ મોક્ષમાર્ગના દેશ આરાધક છે, એમ કહેલ છે તે બતાવીને તે ઉપદેશમાલાનું કથન કઈ અપેક્ષાએ છે તે સ્પષ્ટ કરવા અર્થે ગાથા-૧૯/૨૦ થી કહે છે – ગાથા : સર્વઉધમે પણ તસ બહુ ફલ, પડે કષ્ટ અન્નાહ રે; સૂત્ર અભિન્નતણે અનુસાર, ઉપદેશમાલા વાણ રે. સાહિબ ! ૧૯ તે તો ઋજુભાવે એકાકી, ચાલે તેહને જુત્ત ; વાઓ કુવાસન જે અકુવાસન, દેશારાધક ઉત્ત રે. સાહિબ ! ૨૦ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-કોંગાથા-૧૦-૨૦ ગાથાર્થ : સૂત્ર અભિન્નતણે અનુસાર તસ સર્વ ઉધમે પણ સૂત્રના મર્મને સ્પર્યા વગર સૂત્રના સામાન્ય અર્થના અનુસાર તે અગીતાર્થ સાધુનો સર્વ પણ ઉધમ કષ્ટ અજ્ઞાનમાં બહુ ફળવાળો પડે છે=મોટાભાગનો તેમનો ઉધમ અજ્ઞાન કષ્ટવાળો છે અને અલ્પ ઉધમ સૂત્ર અનુસાર છે, એમ “ઉપદેશમાલાની” વાણી છે. ૧૯ll તે તો-પૂર્વગાથામાં કહ્યું એ ઉપદેશમાલાનું વચન, ઋજુભાવે એકાકી ચાલે તેમને યુક્ત છે, ઋજુભાવે એકાકી ચાલનારને “ઉપદેશમાલા”નું વચન કેમ યુક્ત છે? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે. વાખ્ય કુવાસન-વમન થાય એવી કુવાસનવાળામાં જે અકુવાસન છે-સ્વછંદપણાના અતિઅનાગ્રહરૂપ જે અવાસન છે તેમને દેશઆરાધક, ઉત્ત રે કહેવાયેલા છે. ||ર|| ભાવાર્થ ઉપદેશમાલા”ગ્રંથમાં કહ્યું છે કે ગીતાર્થને છોડીને એકાકી વિચરનારા કેટલાક સાધુઓ સર્વ ઉદ્યમથી સૂત્ર અનુસાર પ્રવૃત્તિ કરવાના પરિણામવાળા હોય છે, પરંતુ સૂત્રના તાત્પર્યને તેઓ જાણી શકતા નથી. તેથી સૂત્રના ભેદને કર્યા વગર અર્થાત્ આ “ભયસૂત્ર” છે આ “ઉદ્યમ સૂત્ર” છે ઈત્યાદિરૂપે સૂત્રનાં સાત ભેદ કર્યા વગર સૂત્રના પૂલ વચનાનુસાર સર્વ ઉદ્યમ કરે છે. તેઓના સર્વ ઉદ્યમમાંથી મોટાભાગનો ઉદ્યમ અજ્ઞાન કષ્ટમાં પડે છે. તેથી અર્થથી તેઓનો કંઈક ઉદ્યમ સૂત્ર અનુસાર થાય છે. આ પ્રકારનું “ઉપદેશમાલા”નું કથન ગીતાર્થને છોડીને વિચરનારા બધા સાધુઓને આશ્રયીને નથી, પરંતુ જેઓ ઋજુભાવે એકાકી ચાલે છે તેમને આશ્રયીને આ કથન છે. આશય એ છે કે ગીતાર્થને છોડીને એકાકી વિચરનારા કેટલાક ભદ્રક પ્રકૃતિવાળા જીવો હોય છે, જે ઉપદેશની યોગ્ય સામગ્રી મળે તો ગીતાર્થ ગુરુની નિશ્રા સ્વીકારે તેવા ઋજુભાવવાળા હોય છે, પરંતુ સ્વમતિ અનુસાર ચાલવાના અનિવર્તિનીય આગ્રહવાળા હોતા નથી. તેવા જીવોમાં માત્ર બાહ્ય આચરણા દ્વારા સંયમની વૃદ્ધિ થાય છે, એ પ્રકારની જે કુવાસના છે તે વમન થાય તેવી For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૬/ગાથા-૧૯-૨૦, ૨૧ ૧૩૩ છે અને જે વખતે તેઓને મિથ્યાત્વને કારણે બાહ્ય આચરણા માત્રમાં મોક્ષના ઉપાયનો ભ્રમ વર્તે છે તે વખતે જ સરળ પ્રકૃતિને કારણે સામગ્રી મળતા નિવર્તન પામે તેવો તે ભ્રમ હોય છે . તેથી તેઓમાં તત્ત્વ પ્રત્યેના કંઈક વલણયુક્ત એવી અકુવાસન છે. તેના કારણે તેઓ દેશઆરાધક કહેવાયા છે. ||૧૯-૨૦મા અવતરણિકા : ગાથા ૧૯/૨૦માં અજ્ઞાની એવા અગીતાર્થને કઈ અપેક્ષાએ દેશઆરાધક કહ્યા છે તે બતાવ્યું. હવે અજ્ઞાની એવા અગીતાર્થ કઈ અપેક્ષાએ આરાધક બને તે ‘અથવા’ થી કહે છે 21121 : - અજ્ઞાની ગુરુતણે નિયોગે, અથવા શુભપરિણામ રે; કમ્મપયડી સાખે સુદૃષ્ટિ, કહિયે એહનો ઠામ રે. ગાથાર્થ : અથવા ગુરુના નિયોગથી=ગુરુના પારતંત્ર્યથી, અજ્ઞાનીને શુભપરિણામ છે. કમ્મપયડી ગ્રંથની સાક્ષીએ એહનું સ્થાન=અજ્ઞાની એવા સાધુનું સ્થાન, સુદૃષ્ટિ કહીએ=સુંદર દૃષ્ટિવાળા કહીએ. II૨૧।। ભાવાર્થ : સાહિબ ! ૨૧ ગાથા-૧૯/૨૦માં જે અગીતાર્થ સાધુ એકાકી વિચરે છે તેમાં પણ જે ઋજુભાવવાળા સાધુ છે તે દેશઆરાધક છે તેમ કહ્યું. હવે જે અગીતાર્થ સાધુ શાસ્ત્ર ભણીને સંપન્ન થયા નથી તે અજ્ઞાની છે. આમ છતાં ગુણવાન ગુરુના પારતંત્ર્યને સ્વીકારે છે તેઓને શુભપરિણામ વર્તે છે અર્થાત્ સર્વ ઉદ્યમથી આરાધનાનો પરિણામ વર્તે છે અને તેવા સાધુઓને કમ્મપયડી ગ્રંથમાં સુંદ૨ દૃષ્ટિવાળા કહ્યા છે; અર્થાત્ દેશઆરાધક સાધુ જેવા અલ્પઆરાધક નહિ, પરંતુ યોગમાર્ગમાં ચાલવાને અનુકૂળ નિર્મળ દૃષ્ટિવાળા કહ્યા છે. જેમ ગુણવાન ગુરૂના પારતંત્ર્યને સ્વીકારનાર અગીતાર્થ એવા માતુષ મુનિ સર્વ આરાધક હતા, તેથી કેવળજ્ઞાનને પામ્યા. II૨૧॥ For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-કોંગાથા-૨૨-૨૩ અવતરણિકા : ગાથા-૧૯/૨૦માં અગીતાર્થ દેશઆરાધક સાધુ કેવા છે તે બતાવ્યું. ગાથા-૨૧માં અગીતાર્થ સર્વઆરાધક કેવા છે તે બતાવ્યું. હવે સર્વવિરાધક સાધુ કેવા છે ? તે બતાવવા અર્થે કહે છે – ગાથા : જે તો હઠથી ગુરુને છાંડી, ભગ્નચરણપરિણામ રે; સર્વઉધમે પણ તસ નિશ્ચય, કાંઇ ન આવે ઠામ રે. સાહિબ ! ૨૨ ગાથાર્થ : જે તો હઠથી જે સાધુ હથી, ગુરુને છાંડે છે તેઓ ભગ્નચરણ પરિણામવાળા છે ચારિત્રના પરિણામ વગરના છે. તેમનો સર્વ ઉઘમ પણ તેવા સાધુનો સંયમની બાહ્ય આચરણાનો સર્વ ઉધમ પણ, નિશ્ચયનયથી કાંઈ સ્થાનમાં આવે નહિ–આત્મકલ્યાણ માટે કંઈ પ્રાપ્ત થાય નહિ. IFરશાં ભાવાર્થ - જે સાધુ નિર્દોષ ભિક્ષાચર્યાદિ બાહ્ય આચારમાં બદ્ધ રુચિવાળા છે પરંતુ ગુણવાન ગુરુના ઉપદેશને ગ્રહણ કરવા તત્પર નથી અને પોતાની હઠથી ગુણવાન ગુરુને છાંડે છે તેઓ અસદ્ગહથી દૂષિત મતિવાળા અને કદાગ્રહવાળા હોવાથી ચારિત્રના ભગ્ન પરિણામવાળા છે. તેવા સાધુ ગીતાર્થને છોડીને સ્વમતિ પ્રમાણે વિચરતા હોય, સર્વ ઉદ્યમથી નિર્દોષ ભિક્ષાચર્યા કરતા હોય, માસક્ષમણ આદિ તપની આરાધના કરતા હોય તોપણ નિશ્ચયનયની દૃષ્ટિથી તેઓની આચરણા મોહના નાશનું લેશ પણ કારણ બનતી નથી. તેથી યોગમાર્ગની આરાધનાના ફળને તેઓ પામતા નથી, માટે આવા સાધુ સર્વવિરાધક છે. રશા અવતરણિકા : ગાથા-૧૯થી ૨૨ સુધી જેઓ ગીતાર્થ નથી તેમાં દેશઆરાધક કોણ છે, સર્વઆરાધક કોણ છે અને સર્વવિરાધક કોણ છે તે બતાવ્યું. હવે For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-ગાથા-૨૩-૨૪ અગીતાર્થ સાધુમાં જે સર્વવિરાધક છે અને જે દેશઆરાધક છે તેને ‘પંચાલક ગ્રંથના વચનથી સ્પષ્ટ કરતાં કહે છે – ગાથા : આણારુચિ વિણ ચરણ નિષેધું, પંચાલ હરિભદ્દ રે; વ્યવહારે તો થોડું લેખે, જેહ સક્કારે સબૈ રે. સાહિબ ! ૨૩ ગાથાર્થ - આજ્ઞાની રુચિ વગર=ભગવાનના વચનને પરતંત્ર થવાની બળવાન રુચિ વગર, પંચાશકમાં પૂજ્ય હરિભસૂરિજીએ ચરણનો નિષેધ કરેલ છે. વળી જે સાધુ સંઘને=આગમને સત્કારે છે સ્કૂલથી આગમના વચનને અનુસરે છે, તેની પ્રવૃત્તિ વ્યવહારનયથી થોડી લેખે લાગે. રિક્ષા ભાવાર્થ : જેઓને આત્મકલ્યાણ કરવાની ઇચ્છા છે, આમ છતાં સર્વજ્ઞના વચનને પરતંત્ર થઈને યોગમાર્ગની પ્રવૃત્તિ કરવાની મનોવૃત્તિ નથી, પરંતુ સ્વમતિ અનુસાર પ્રવૃત્તિ કરવાની રુચિ છે તેવા સાધુઓ શાસ્ત્રવચનને અવલંબીને બાહ્ય પિંડવિશુદ્ધિ આદિ ક્રિયાઓ કરતાં હોય તોપણ, “ગુણવાનને પરતંત્ર થવું' ઇત્યાદિ સ્થાનોને અવલંબી સર્વજ્ઞની આજ્ઞાની રુચિ કરતા સ્વમતિ અનુસાર પ્રવૃત્તિ કરવાની અધિક રુચિવાળા છે. આવા સાધુઓમાં પૂજ્ય હરિભદ્રસૂરિજીએ પંચાશક ગ્રંથમાં ચારિત્રનો નિષેધ કરેલ છે. વળી, અગીતાર્થ સાધુઓમાં જેઓ શબ્દનેત્રશાસ્ત્રવચનને ઓઘથી સત્કારે છે, શાસ્ત્રવચન અનુસાર પિંડવિશુદ્ધિ આદિમાં યત્ન કરે છે, પરંતુ અજ્ઞાનને કારણે ગુણવાન ગુરૂના પારતંત્રનો ત્યાગ કરે છે, આમ છતાં પ્રકૃતિ ભદ્રક છે તેવા સાધુઓની સંયમની બાહ્ય આચરણા વ્યવહારનયથી થોડી લેખે લાગે છે, અર્થાત્ ભદ્રક પ્રકૃતિવાળા સાધુ દેશથી આરાધક છે, પણ ચારિત્રી નથી. ૨૩ અવતરણિકા : પૂર્વની ગાથામાં સ્થાપ્યું કે જેઓ ગીતાર્થ ગુરુને છોડીને સ્વમતિ અનુસાર સંયમની બાહ્ય ક્રિયા કરે છે, તેઓમાં ચારિત્ર નથી. ત્યાં પ્રશ્ન થાય કે For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૬/ગાથા-૨૪-૨૫ અંગારમર્દક આચાર્ય અજ્ઞાની હતા છતાં તેઓને ગુણનિધિ જાણીને તેમને પરતંત્ર રહેનાર શિષ્યોમાં શાસ્ત્રકારોએ ચારિત્ર સ્વીકાર્યું છે. તેમ સુગુરુને પણ કુગુરુ જાણીને કોઈ છોડે તો તેમાં ચારિત્ર કેમ નથી એ પ્રકારની શંકા કરીને ગાથા-૨૪/૨૫થી સમાધાન કરે છે - ૧૩૬ 51121 : શિષ્ય કહે જો ગુરુ અજ્ઞાની, ભજતાં ગુણનિધિ જાણી રે; જો સુવાસના તો કિમ ત્યજતાં, તેને અવગુણ જાણી રે ? સાહિબ ! ૨૪ ગુરુ બોલે શુભ વાસન કહિયે, પન્નવણિજ્જસ્વભાવ રે; તે આયત્તપણે છે આયેં, જસ મન ભદ્રક ભાવ રે. સાહિબ ! ૨૫ ગાથાર્થ ઃ શિષ્ય કહે=શિષ્ય પ્રશ્ન કરે છે, જો ગુણનિધિ જાણીને અજ્ઞાની ગુરુને ભજતાં સુવાસના છે=ગુણવાનને પરતંત્ર થવાની સુવાસના છે, તો તેને=ગુણનિધિ એવા ગુરુને અવગુણી જાણીને ત્યાગ કરતા સાધુમાં સુવાસના કેમ નથી ? અર્થાત્ અયોગ્યનો ત્યાગ કરવાની સુવાસના છે તેમ માનવું જોઈએ. ।।૨૪।। ગુરુ બોલે=ગુરુ જવાબ આપે છે, પ્રજ્ઞાપનીય સ્વભાવ હોય તો શુભવાસના કહેવાય. તે પ્રજ્ઞાપનીય સ્વભાવ આધમાં=અજ્ઞાની ગુરુને ગુણનિધિ જાણીને ભજતાં એવા સાધુમાં, આયત્તપણામાં છે=ગુણવાનને પરતંત્ર થવાના સ્વભાવમાં છે, જેનું મન ભદ્રક ભાવવાળું છે. II૫ાા ભાવાર્થ : શિષ્ય કહે છે કે ‘અંગારમર્દક ગુરુ અજ્ઞાની હતા છતાં તેમના પાંચસો શિષ્યો, તે અજ્ઞાની ગુરુને ગુણનિધિ જાણીને સેવતા હતા. તેથી તેમનામાં ગુણવાનને પરતંત્ર થવાની સુવાસના છે તેમ સ્વીકારીને શાસ્ત્રકારોએ તેમનામાં ભાવ ચારિત્ર સ્વીકાર્યું છે,' તો જેમ અજ્ઞાનીને ગુણનિધિ જાણીને સેવવાથી For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-ગાથા-૨૪-૨૫ ૧૩૭ સંયમનો નાશ થતો નથી તેમ જ્ઞાની ગુરુની બાહ્ય આચરણા જોઈને કોઈને ભ્રમ થાય કે “આ ગુરુ શિથિલ આચારવાળા છે અને તેના કારણે તે ગુરુનો ત્યાગ કરે તો શિષ્યમાં નિર્ગુણી ગુરુનો ત્યાગ કરવાની સુવાસના છે તેમ માનવું જોઈએ અને નિર્ગુણીનો ત્યાગ કરવાનો ભાવ આરાધક ભાવ છે. માટે ગીતાર્થને છોડીને જનારામાં પણ આરાધક ભાવ છે તેમ સ્વીકારવું જોઈએ, પરંતુ ગીતાર્થને છોડીને જનારા ચારિત્રના ભગ્ન પરિણામવાળા છે તેમ કેમ કહી શકાય ? એ પ્રકારની શંકા છે. તેનો ઉત્તર આપતાં ગુરુ કહે છે કે આદ્ય પ્રકારના સાધુમાં=અજ્ઞાની ગુરુને ગુણનિધિ જાણીને પરતંત્ર રહેનારા પાંચસો શિષ્યોમાં પ્રજ્ઞાપનીય સ્વભાવ હતો, ગુણવાનને પરતંત્ર રહીને આરાધના કરવાનો સ્વભાવ હતો અને તેમનું મન ભદ્રક ભાવવાળું હતું અર્થાત્ તત્ત્વને તત્ત્વરૂપે જાણવા માટે સર્વ શક્તિથી ઉદ્યમ કરે, પરંતુ લેશ પણ આત્મવંચના ન કરે એ પ્રકારનો ભદ્રક ભાવ હતો તેથી તેઓમાં શુભવાસના હતી અર્થાત્ ભગવાનના વચનાનુસાર ચાલવાની શુભવાસના હતી તેથી તેઓમાં ભાવચારિત્ર હતું. આશય એ છે કે છેલ્વસ્થ જીવો કોઈ જીવના અંતરંગ ભાવો જાણી શકતા નથી, પણ બાહ્ય આચારોથી જ આ સુગુરુ છે કે કુગુરુ છે તે નક્કી કરે છે. અંગારમર્દક આચાર્ય કુગુરુ હતા છતાં શાસ્ત્ર ભણેલા હતા અને બાહ્ય આચારો પણ પાળતા હતા. ફક્ત ભગવાને બતાવેલા જીવ પદાર્થની અશ્રદ્ધાવાળા હતા તેથી મિથ્યાષ્ટિ હતા. તેમના પ૦૦ શિષ્યો ભદ્રક સ્વભાવવાળા હતા અને અંગારમર્દક ગુરુને તેમના આચારોથી ગુણવાનરૂપે જાણીને તેમને પરતંત્ર રહી શાસ્ત્ર ભણીને બહુશ્રુત થયા હતા. પરંતુ અન્ય સુવિહિત આચાર્યના વચનથી આ ગુરુ ગુણવાન નથી તેમ તે પ૦૦ શિષ્યોએ જાણ્યું, અને પરીક્ષા દ્વારા પોતાના ગુરુ જીવ પદાર્થની અશ્રદ્ધાવાળા છે તેવો નિર્ણય થયો ત્યારે શાસ્ત્ર વચનાનુસાર તેમનો ત્યાગ કર્યો. આ રીતે પ00 શિષ્યોમાં ભગવાનના વચનાનુસાર ગુણવાનની પરીક્ષા કરીને ગુણવાનને પરતંત્ર થવાનો સ્વભાવ હતો અને આત્મકલ્યાણ માટે આત્મવંચના કર્યા વગર તત્ત્વને જાણવાને અનુકૂળ ભદ્રકભાવ પણ હતો. પોતાના ગુરુ ગુણવાન નથી તેવું અન્ય ગીતાર્થ ગુરુથી જાણ્યા પછી For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ–૬/ગાથા-૨૪-૨૫, ૨૬ પણ પોતાના ગુરુ પ્રત્યે તેવો બદ્ધ રાગ ન હતો કે જેથી અયોગ્ય જાણવા છતાં તેમનો ત્યાગ ન કરે, પરંતુ પ્રજ્ઞાપનીય સ્વભાવવાળા હતા માટે તે ૫૦૦ શિષ્યોમાં જિનવચન પ્રમાણે ચાલવાની સુવાસના હતી. જ્યારે વિચારકને, ગુણવાન ગુરુના બાહ્ય લિંગોથી ગુણો દેખાય છે, શાસ્ત્રાનુસા૨ી બોધ કરવાની શક્તિ દેખાય છે, આમ છતાં માત્ર સ્થૂલ આચારો પ્રત્યેનો બદ્ધ રાગ અને સ્વમતિ અનુસાર જીવવાની મનોવૃત્તિને વશ થઈને ગુણવાનને પણ અવગુણી જાણીને જે સાધુઓ ત્યાગ કરે છે તેવા સાધુમાં આત્મકલ્યાણની અને સંયમની આચરણા કરવાની મનોવૃત્તિ હોવા છતાં પણ ભગવાનના વચનના પરમાર્થને જાણીને તે રીતે જ મારે હિતમાં પ્રવૃત્તિ ક૨વી છે અને અહિતથી નિવૃત્તિ કરવી છે તેવો ભદ્રકભાવ નથી અને ગુણવાનની સમ્યક્ પરીક્ષા કરીને તેમને આધીન થવાનો ભાવ પણ નથી. વળી, ઉદાસીન એવા અન્ય ગીતાર્થ સાધુ તેમને સમજાવે ત્યારે પ્રજ્ઞાપનીય સ્વભાવ પણ નથી, પરંતુ સ્વમતિના હઠથી ગુણવાન ગુરુને અવગુણી જાણીને ત્યાગ કરે છે, માટે તેઓમાં જિનવચન અનુસાર ચાલવાની સુવાસના નથી તેથી ભગ્નચરણ પરિણામવાળા છે. ||૨૪-૨૫|| અવતરણિકા : ગાથા-૨૪માં શિષ્યે શંકા કરેલ કે અજ્ઞાની એવા અંગારમર્દક ગુરુને ગુણનિધિ જાણીને ભજતા તેમના પાંચસો શિષ્યોને ગુણવાનનું પારતંત્ર્ય હતું માટે ભાવ ચારિત્ર હતું તો જે સાધુ ગુણવાનને અવગુણી માની તેનો ત્યાગ કરે તો તેમાં પણ ભાવ સાધુપણું કેમ નથી ? તેનો ઉત્તર ગ્રંથકારે ગાથા-૨૫માં આપ્યો. હવે કઈ રીતે ગુરુને માનતા આરાધક ભાવની પ્રાપ્તિ થાય છે તેનો બોધ કરાવવા ચતુર્થંગી બતાવે છે - ગાથા : સૂકું માની સૂકું થાતા, ચઉભંગી આચાર રે; ગુરુ કહણે તેહમાં ફલ જાણી, લહીયે સુજશ અપાર રે. સાહિબ ! ૨૬ For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-9/ગાથા-૨૬ ગાથાર્થ : સૂવું માની સૂછું થાતા આ સાધુ સુંદર આચારવાળા છે એમ માનીને તેમને પરતંત્ર થાતા, આચારની ચઉભંગી પ્રાપ્ત થાય છે. ગુરુ કહe તેના ફળ જાણી તે ચાર ભાંગામાં કયા ભાંગા આરાધકના છે અને કયા ભાંગા વિરાધકના છે તે રૂ૫ ફળ ગુરુ પાસેથી જાણી, તે પ્રમાણે ઉધમ કરવાથી અપાર સુજશ લહીએ અર્થાત્ ઉત્તમ લ્યાણની પરંપરાને પ્રાપ્ત કરીએ. ||રા ભાવાર્થ : કોઈ સાધુ શાસ્ત્ર મર્યાદા અનુસાર આલય વિહારાદિ આચારોને જોઈને આ ગુરુ સારા છે તેમ માને, તે સૂવું માનવું છે અને આચારાદિ ગુણો દ્વારા તે ગુરુને સૂવું માન્યા પછી તેમની આજ્ઞાને પરતંત્ર થવું તે સૂવું થવારૂપ છે. અને આલય વિહારાદિ લિંગો દ્વારા આ અસાધુ છે અથવા અન્ય કોઈ જ્ઞાનીના વચનથી આ ગુરુ કુગુરુ છે તેમ માને તે અધું માનવું છે, પરંતુ ગુણવાનમાં યત્કિંચિત્ દોષલવને જોઈને તેમને અર્ધું માને તે પ્રમાણિક અર્ધું નથી, પરંતુ ગુણવાનમાં અસૂવું માનવાનો ભ્રમ છે. વળી સૂવું થવું એટલે તેમના વચનને પૂર્ણ પરતંત્ર થવું અને અર્ધું થવું એટલે તેમના વચનને પરતંત્ર ન થવું. આને આશ્રયીને ચતુર્ભગી આ પ્રમાણે છે. (૧) સૂવું માની સૂવું થાય :- આ સુસાધુ છે તેમ માનીને સૂવું માનીને, તેમને પરતંત્ર થાય સૂવું થાય તે પહેલો ભાગો છે. (૨) સૂવું માની અસૂવું થાય :-આ સુસાધુ છે તેમ માનીને સૂવું માનીને, તેમને પરતંત્ર ન થાય=અસૂવું થાય તે બીજો ભાંગો છે. (૩) અર્ધું માની સૂવું થાય :- આ સુસાધુ નથી તેમ માનીને=અસૂવું માનીને, તેમને પરતંત્ર થાય સૂવું થાય તે ત્રીજો ભાગો છે. (૪) અસૂવું માની અર્ધું થાય :- આ સુસાધુ નથી તેમ માનીને અર્ધું માનીને, તેમને પરતંત્ર ન થાય=અર્ધું થાય તે ચોથો ભાંગો છે. આ ચારમાં પહેલો અને ચોથો ભાંગો શુદ્ધ પ્રાપ્ત થાય છે. For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-9/ગાથા-૨૬ કોઈ સાધુ આલય વિહારાદિ લિંગોથી સુસાધુને સુસાધુ માને અને તેને પરતંત્ર થાય તે સાધુ પ્રથમ ભાંગામાં આરાધક પ્રાપ્ત થાય છે. વળી, કોઈ સાધુ આલય વિહારાદિ લિંગોથી તે ગુરુને સુ માને, આમ છતાં અંગારમર્દક જેવા તે ગુરુ કુગુરુ હોય તોપણ શાસ્ત્ર વચન અનુસાર ગુરુને જાણવાના ઉપાયને સેવીને તેઓને પરતંત્ર થાય ત્યારે તે અંગારમર્દકના શિષ્યની જેમ પ્રથમ ભાંગામાં પ્રાપ્ત થાય છે. વળી, જ્યારે કોઈક નિમિત્તથી આ ગુરુ કુગુરુ છે તેવો પ્રામાણિક નિર્ણય થાય ત્યારે અંગારમદકના શિષ્યોની જેમ તે ગુરુને અર્ધું માનીને તેમનો ત્યાગ કરે છે ત્યારે તેઓ ચોથા ભાંગામાં પ્રાપ્ત થાય છે તેથી તેઓ આરાધક છે. વળી, ગુરુ ગુણવાન હોવા છતાં કોઈ સાધુ પ્રમાદને વશ અર્ધું થાય છે=અપરતંત્ર થાય છે. તેથી તેઓ બીજા ભાગમાં પ્રાપ્ત થાય છે. માટે ગુણવાનને ગુણવાન માને છે તે અપેક્ષાએ આરાધક હોવા છતાં પરતંત્ર થતા નથી તે અપેક્ષાએ આરાધક નથી. કોઈ ગુરુ આલય વિહારાદિ મર્યાદાથી સુસાધુ ન હોય તેવા અસાધુને જેઓ પરતંત્ર થાય છે તેઓ શાસ્ત્ર અસૂવું માને એવા ગુરુમાં આ સાધુ સૂવું નથી તેમ જાણવા માટે કોઈ માર્ગાનુસારી પ્રયત્નના અભાવથી વિચાર્યા વગર પરતંત્રતારૂપ સૂવું થાય છે, તેઓ ત્રીજા ભાંગામાં પ્રાપ્ત થાય છે માટે વિરાધક છે. આ રીતે “સૂવું માની સૂવું થાતા”ને આશ્રયીને ચાર ભાંગી પડે છે. ગુરુ પાસે તેના ફળ જાણીને જેઓ શુદ્ધ ભાંગાનો આશ્રય કરે છે તેઓ અપાર સુજશને પામે છે=ભગવાનના વચનની આરાધનાના ફળને પામે છે. રકા For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૭/ગાથા-૧ ઢાળા સાતમી (રાગ : ધમાલનો રાજગીતાની અથવા સુરતિ મહિનાની-દેશી) પૂર્વની ઢાળ સાથેનો સંબંધ : પૂર્વ ઢાળમાં અગીતાર્થ સાધુ દ્રવ્ય-ક્ષેત્ર આદિને જાણનારા નથી તેમ બતાવીને તેઓ ગચ્છને ચલાવે તો ગચ્છ વિનાશ પામે છે અને ગીતાર્થને છોડીને નીકળેલા અગીતાર્થ સાધુ પણ ગીતાર્થની નિશ્રા વગર એકાકી વિચરે તો વિનાશ પામે છે તેમ વિસ્તારથી બતાવ્યું. તેથી હવે કોઈ કહે છે કે ગીતાર્થની નિશ્રા સ્વીકારવી જોઈએ તે વચન અમને માન્ય છે, પરંતુ કાળની વિષમતાને કારણે ગીતાર્થની અપ્રાપ્તિ હોય ત્યારે એકાકીવિહારમાં દોષ નથી એ પ્રકારના વિચારવાળા સાધુને માર્ગનો બોધ કરાવવા અર્થે કહે છે 211211 : કોઈ કહે ગુરુ ગચ્છ ગીતારથ સારથ શુદ્ધ, માનું પણ નવિ દીસે જોતાં કોઈ વિબુદ્ધ; નિપુણ સહાય વિના કહ્યો સૂત્રે એક વિહાર, તેહથી એકાકી રહેતાં નહી દોષ લગાર. ૧ ૧૪૧ ગાથાર્થ ઃ કોઈ કહે છે શુદ્ધ ગુરુ, શુદ્ધ ગચ્છ અને શુદ્ધ ગીતાર્થનો સમુદાય કલ્યાણનું કારણ છે તેમ હું માનું છું, પણ સાધુના સમુદાયને જોતા કોઈ એવા વિબુદ્ધ દેખાતા નથી અર્થાત્ કોઈ એવા ગીતાર્થ દેખાતા નથી. વળી, નિપુણ સહાય વગર સૂત્રમાં એક વિહાર કહ્યો છે-એકાકીવિહાર કહ્યો છે, તેથી એકાકી રહેતાં થોડો પણ દોષ નથી. I॥૧॥ ભાવાર્થ : પૂર્વ ઢાળમાં જેઓ સ્વમતિ કલ્પનાથી ગીતાર્થને છોડીને જનારા છે તેઓ કેવા છે તેઓનું સ્વરૂપ બતાવ્યું. તે સ્વરૂપ સાંભળીને વર્તમાનમાં કોઈ સાધુ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનાઢાળ-૭/ગાથા-૧-૨ વિચારે કે શાસ્ત્રમાં ગુણવાનને પરતંત્ર થવાનું કહ્યું છે, તેથી અમને પણ શાસ્ત્ર વચન પ્રમાણ છે. માટે શુદ્ધ ગુરુ, શુદ્ધ ગચ્છ કે શુદ્ધ ગીતાર્થ હોય એવા સમુદાયમાં અમને પણ રહેવાની ઇચ્છા છે, પરંતુ વર્તમાનની સ્થિતિ જોતા ભગવાનના વચનના મર્મને જાણનારા અને ભગવાનના વચનાનુસાર શુદ્ધ માર્ગને બતાવનારા કોઈ વિબુદ્ધ દેખાતા નથી. વળી, દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે નિપુણ સહાય ન મળે તો સાધુએ એકાકીવિહાર કરવો. આ પ્રકારના શાસ્ત્રવચનના બળથી વર્તમાનના સંયોગ પ્રમાણે અમે એકાકી વિચારીએ છીએ તેમાં લેશ પણ દોષ નથી. III અવતારણિકા : પૂર્વની ઢાળમાં કહ્યું એ પ્રકારના ગ્રંથકારના ઉપદેશને સાંભળીને શાસ્ત્રવચનનું અવલંબન લઈને એકાકીવિહારમાં દોષ નથી એ પ્રકારની મતિ કોઈક સાધુને થાય છે તેને માર્ગાનુસારી હિતોપદેશ આપતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : અણદેખતા આપમાં તે સવિ ગુણનો યોગ, કિમ જાણે પરમાં વ્રત ગુણનો મૂલ વિયોગ? છેદ દોષ તાંઈ નવિ કહ્યા પ્રવચને મુનિ દુઃશીલ; દોષલવે પણ ચિરપરિણામી બકુશકુશીલ. ૨ ગાથાર્થ : આપમાં પોતાનામાં, સવિગુણનો યોગ બધા ગુણનો યોગ, નહિ દેખતા એવા તે સાધુ, કિમ જાણે કે પરમાં વ્રત ગુણનો મૂળ વિયોગ છે મૂળથી વ્રતના ગુણનો વિયોગ છે. વત ગુણનો વિયોગ કેમ નથી ? તે સ્પષ્ટ કરતાં કહે છે. છેદદોષ તાંઈ=ોદદોષ સુધી=છેદપ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય તેટલા દોષના સેવન સુધી, પ્રવચનમાં મુનિને દુ:શીલ કહ્યા નથી=અસાધુ કહ્યા નથી, પરંતુ દોષલવમાં પણ છેદપ્રાયશ્ચિતની પ્રાપ્તિ થાય ત્યાં સુધી પ્રાપ્ત થતા અલ્પ દોષમાં પણ, સ્થિરપરિણામી બકુશકુશીલ For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૭/ગાથા-૨ છે પાંચ મહાવ્રત પ્રત્યેના પક્ષપાતપૂર્વક પાંચ મહાવ્રતને સેવવાના પરિણામવાળા સાધુ બકુશ કે કુશીલ છે, પરંતુ અસાધુ નથી એમ કહેલ છે. ||રા ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું તેમ કોઈક સાધુ વિચારે છે કે ખરેખર શાસ્ત્રવચનાનુસાર ગીતાર્થ ગુરુને પરતંત્ર થઈને જે ગચ્છમાં સારણા-વારણાદિથી સંયમનું રક્ષણ થાય તેવા, સુગચ્છમાં રહેવું જોઈએપરંતુ વર્તમાનમાં તેવા ગુરુ અને તેવો ગચ્છ દેખાતો નથી અને નિપુણ સહાય ન મળે તો શાસ્ત્રમાં સાધુને એકાકી રહેવાની વિધિ ઉપલબ્ધ છે, તેથી અમે એકાકી રહીએ તો કોઈ દોષ નથી તેમ માનીને એકાકી વિચરે છે તેવા સાધુને ઉપદેશ આપતાં ગ્રંથકારશ્રી કહે છે : જો તે સાધુ માર્ગાનુસારી બુદ્ધિથી વિચારે તો પોતાનામાં પણ બધા ગુણોનો યોગ દેખાતો નથી અર્થાત્ પોતે પણ સર્વ શક્તિથી ભગવાનના વચનાનુસાર ઉદ્યમ કરીને શાસ્ત્ર ભણતા હોય, શાસ્ત્રને સમ્યક્ પરિણમન પમાડતા હોય અને અસંગભાવને અનુકૂળ શક્તિનો સંચય કરતાં હોય તેવો દઢ વ્યાપાર સતત વધતો હોય તેવું દેખાતું નથી, આમ છતાં પોતે આરાધક ભાવવાળા છે તેમ માનીને બીજાના દોષલવને જોઈને વ્રત ગુણનો મૂળથી વિયોગ છે એવું તે કેમ જાણી શકે અર્થાત્ જાણી શકે નહિ, પરંતુ માર્ગાનુસારી બુદ્ધિના અભાવથી તેવું દેખાય છે.” વસ્તુતઃ જેમ પોતાનામાં આરાધક ભાવ હોવા છતાં વારંવાર સ્કૂલના દેખાય છે તેમ અન્ય સાધુ પણ ભગવાનના વચનાનુસાર આરાધક હોવા છતાં ક્યારેક સ્કૂલના પામતા હોય તેટલા માત્રથી ચારિત્ર નથી તેમ સ્વીકારી તેમનો ત્યાગ કરવો ઉચિત નથી, પરંતુ જો તે સાધુઓ સારી રીતે શાસ્ત્રો ભણેલા હોય અને શિષ્યોને યથાર્થ રીતે શાસ્ત્રોના અર્થો સમજાવતાં હોય, આમ છતાં ક્યારેક પ્રમાદથી કોઈક દોષો સેવતા હોય તેટલા માત્રથી તેઓનો ત્યાગ કરી એકાકી વિચરવું ઉચિત નથી. વળી, નિપુણ એવા ગીતાર્થસાધુમાં કે ગીતાર્થ નિશ્રિત અન્ય સુસાધુમાં ક્યાં સુધીના દોષો હોય છતાં શાસ્ત્રમાં સુસાધુ કહ્યા છે તે બતાવતાં કહે છે – For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૭ ગાથા-૨-૩ કોઈ સાધુ ક્યારેક પ્રમાદને વશ દોષ સેવે આમ છતાં તે દોષનું શાસ્ત્રવચન અનુસાર છેદપ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થતું હોય ત્યાં સુધીના સાધુને પ્રવચનમાં અસાધુ કહ્યા નથી, પરંતુ જે સાધુના વિપરીત આચારથી મૂળપ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય તે સાધુને જ અસાધુ કહ્યા છે. તેથી જે સાધુમાં સમભાવનો રાગ છે અને સમભાવના ઉપાયભૂત પાંચ મહાવ્રત પાળવાનો પક્ષપાત છે તેમાં પાંચ મહાવ્રત પ્રત્યેના પક્ષપાતરૂપ સ્થિર પરિણામ વર્તે છે. આમ છતાં અનાદિ ભવ અભ્યાસને કારણે ક્યારેક ઉત્તરગુણોમાં દોષો લાગતા હોય તોપણ છેદપ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ સુધીના દોષલવમાં શાસ્ત્રકારોએ તેમને બકુશ-કુશીલ સાધુ કહ્યા છે અને તેવા સાધુ ઉપલબ્ધ હોવા છતાં, જેઓ એકાકીવિહારને કહેનારા સૂત્રનું અવલંબન લઈને ગીતાર્થ ગુરુનો કે ગીતાર્થ નિશ્રામાં રહેલા ગચ્છનો ત્યાગ કરે તો તે માર્ગમાં નથી એ પ્રકારનો ધ્વનિ પ્રસ્તુત ગાથાના અર્થથી પ્રાપ્ત થાય છે. શા અવતરણિકા : ગાથા-૧માં કહ્યું કે કોઈક સાધુ ગીતાર્થની નિશ્રામાં રહેવાના અભિલાષવાળા છે, પરંતુ કોઈ ગીતાર્થ નહિ દેખાવાથી એકાકીવિહાર સ્વીકારે છે તેને હિતશિક્ષા આપતાં ગ્રંથકારે ગાથા-રમાં કહ્યું કે માત્ર યત્કિંચિત્ આચારના અભાવના બળથી બીજા સાધુ વ્રતના પરિણામવાળા નથી તેમ નિર્ણય થઈ શકે નહિ. માટે શાસ્ત્ર ભણેલા સાધુ યત્કિંચિત્ દોષ સેવતા હોય તો પણ તેમની નિશ્રામાં રહીને આરાધના કરવી જોઈએ. ત્યાં કોઈને ભ્રમ થાય કે તો પછી પોતે જે ગુરુને સ્વીકારેલા હોય તે ગુરુ સંયમતા આચારો પાળતા ન હોય તો પણ તેમને ગુરુ માની પરતંત્ર થવું જોઈએ ? એ ભ્રમના નિવારણ માટે કહે છે – ગાથા : જ્ઞાનાદિક ગુણ પણ ગુરુઆદિક માંહે જોય, સર્વપ્રકારે નિર્ગુણ નવિ આદરવો હોય; તે છાંડે ગીતારથ જે જાણે વિધિ સર્વ, ગ્લાનીષધદષ્ટાંતે મૂઢ ધરે મન ગર્વ. ૩ For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૭/ગાથા-૩ ગાથાર્થ : જ્ઞાનાદિક ગુણો પણ ગુરુ આદિમાં જોઈએ પરંતુ સર્વ પ્રકારે નિર્ગુણ એવા ગુરુને કે ગરચ્છને આદરવો જોઈએ નહિ અને સર્વથા નિર્ગુણ ગુરુ કે ગચ્છ પ્રાપ્ત થયો હોય તેને ગ્લાનૌષધ દષ્ટાંતે ગીતાર્થ છાંડે છે, જે ગુણ રહિત ગચ્છનો ત્યાગ કરવાની સર્વ વિધિ જાણે છે. વળી, જે સાધુ મૂઢ છે તે સર્વ પ્રકારે નિર્ગુણ ગચ્છને છાંડવા વિષયક વિધિ જાણતા નથી અને સ્વમતિ પ્રમાણે ગચ્છને છોડીને મનમાં ગર્વ ધારણ કરે છે કે શાસ્ત્રવચનાનુસાર હું કુગુરુનો ત્યાગ કરું છું. [3 ભાવાર્થ : પૂર્વ ગાથામાં કહ્યું કે છેદપ્રાયશ્ચિત દોષની પ્રાપ્તિ સુધી મુનિ મૂળગુણથી રહિત નથી. તેથી ચારિત્રમાં સ્થિર પરિણામી સાધુમાં દોષલવ હોય તોપણ તેવા ગુરુનો કે ગચ્છનો ત્યાગ થાય નહિ, પરંતુ જે ગુરુને કે ગચ્છને આદરવાનો છે તે ગુરુમાં કે ગચ્છમાં જ્ઞાનાદિ ગુણ અવશ્ય જોઈએ. જો તે ગુરુ કે ગચ્છ સર્વ ગુણ રહિત હોય તો એવા ગુરુ કે ગચ્છનો સ્વીકાર કરી શકાય નહિ અને તેવા ગુરુ કે ગચ્છનો ત્યાગ કરવાની સર્વ વિધિ ગીતાર્થ જાણે છે. તેથી ગીતાર્થ સાધુ ગ્લોનૌષધદૃષ્ટાંતથી તેવા ગુરુ કે ગચ્છને છોડે છે. વળી, જે સાધુ ગીતાર્થ નથી તેઓ ગુણહીન ગુરુને કે ગુણહીન ગચ્છને છોડવાની શાસ્ત્ર વિધિ જાણતા નથી અને સ્વમતિ અનુસાર તેમનો ત્યાગ કરીને પોતે શાસ્ત્ર વિધિ અનુસાર ગુરુને કે ગચ્છને છોડ્યા છે એ પ્રકારનો ગર્વ ધારણ કરે છે. અહીં ગ્લોનૌષધદષ્ટાંતથી ગીતાર્થ સર્વ પ્રકારે નિર્ગુણી ગુરુ ગચ્છને છોડે છે એમ કહ્યું, તેમાં “નાડ્રગુપવિત્ત, નો ય ગુરુગુ ૨ જી લ્યો ! અનુપેઠું તમેવ ય, સાવરમેન્ગવિત્તી,” આ પ્રકારનું વચન છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેમ ગ્લાનને ઔષધ આપવાથી તેનું હિત થાય છે તેમ ગીતાર્થ સાધુ નિર્ગુણ ગુરુનો કે ગચ્છનો ત્યાગ કરે તેનાથી તે નિર્ગુણ ગુરુ-ગચ્છનું હિત થાય છે; કેમ કે જો તે ગીતાર્થ નિર્ગુણ ગુરુનો કે ગચ્છનો ત્યાગ ન કરે તો તે ગીતાર્થની ઉચિત પ્રવૃત્તિ પ્રત્યે તે ગચ્છ કે ગુરુ અનાદર ધારણ કરશે અને તેના કારણે For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૭/ગાથા-૩-૪ તેઓ ક્લિષ્ટ કર્મ બાંધશે, જેથી ભાવરોગી એવા તેઓનો ભાવ રોગ અધિક વૃદ્ધિ પામે અને ગીતાર્થના ત્યાગને કારણે તેવા નિમિત્તના અભાવથી ગીતાર્થની ઉચિત પ્રવૃત્તિ પ્રત્યે તેઓને દ્વેષ થવાનો પ્રસંગ નહિ પ્રાપ્ત થવાથી તેઓનું હિત થશે. તેથી જેમ ગ્લાનને ઔષધ હિતકારી છે તેમ ગીતાર્થ નિર્ગુણ ગુરુનો કે ગચ્છનો ત્યાગ કરે તે નિર્ગુણી ગુરુ કે ગચ્છ માટે હિતકારી છે. ll3II અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે સર્વ પ્રકારે નિર્ગુણી તેવા ગુરુ કે ગચ્છને આદરાય નહિ અને તેને ગીતાર્થ છોડે છે; કેમ કે તેની વિધિ ગીતાર્થ જાણે છે, અન્ય નહિ તેની પુષ્ટિ કરવા અર્થે કહે છે કે – ગાથા : તે કારણ ગીતારથને છે એક વિહાર, અગીતારથને સર્વપ્રકારે તે નહિ સાર; પાપ વરસતો કામ અસતો ભાખ્યો જેહ, ઉત્તરાધ્યયને ગીતારથ એકાકી તેહ. ૪ ગાથાર્થ - તે કારણ નિર્ગુણી ગચ્છને કે ગુરુને છોડવાની વિધિ ગીતાર્થ જાણે છે; અન્ય નહિ તે કારણે, ગીતાર્થને એકાકીવિહાર છે, અગીતાર્થને સર્વ પ્રકારે એકાકીવિહાર સાર નથી યુક્ત નથી. અગીતાર્થને સર્વ પ્રકારે એકાકાવિહાર યુક્ત નથી, એમાં શાસ્ત્રવચનની યુક્તિ બતાવે છે – જેહ પાપનું વર્જન કરતો અને કામમાં અસજતો સંગ નહિ પામતો, ઉત્તરાધ્યયનસૂત્રમાં કહેવાયો છે, તેહ ગીતાર્થ એકાકી છે. III ભાવાર્થ - પૂર્વગાથામાં કહ્યું કે સર્વથા નિર્ગુણી એવા ગુરુ આદિને આદરવા જોઈએ નહિ અને તેને છોડવાની વિધિ ગીતાર્થ જાણે છે, અન્ય નહિ. તેથી ગીતાર્થને અપવાદથી એકાકીવિહાર છે અને અગીતાર્થને સર્વ પ્રકારે એકાકાવિહાર For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૭/ગાથા-૪-૫ નિષેધ છે અર્થાત્ જ્ઞાનાદિ ગુણવાળા ગુરુ મળે ત્યારે તો એકાકી રહેવાનો નિષેધ છે, પરંતુ જ્ઞાનાદિ ગુણવાળા ગુરુ આદિ પ્રાપ્ત ન થયા હોય તોપણ અન્ય જ્ઞાનાદિ ગુણવાળા ગુરુ આદિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી નિર્ગુણી એવા ગુરુ આદિ સાથે રહીને કાળ વિલંબન કરે અને જ્યારે યોગ્ય ગુરુ આદિ મળે ત્યારે તેમની નિશ્રા સ્વીકારે પરંતુ સર્વથા એકાકી વિચરે નહિ. અહીં પ્રશ્ન થાય કે જ્ઞાનાદિ ગુણવાળા ગુરુ આદિ ન હોય ત્યારે જેમ ગીતાર્થ વિધિપૂર્વક તેઓને છોડીને એકાકી વિચરે છે તેમ અગીતાર્થ પણ એકાકી વિચરે તો શું વાંધો ? તેથી કહે છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં એકાકી વિચરનાર સાધુને પાપનું વર્જન કરનાર અને કામમાં સંગ નહિ પામનાર કહ્યો છે અને તેવો એકાકી સાધુ ગીતાર્થ જ સંભવી શકે, અન્ય નહિ. અગીતાર્થ કેમ પાપનું વર્જન કરી શકે નહિ ? અને કામમાં અસંગ ભાવ રાખી શકે નહિ ? તે સ્વયં ગ્રંથકારશ્રી આગળની ગાથામાં સ્પષ્ટ કરે છે. IIઝા અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે ગીતાર્થથી અન્ય અગીતાર્થ, પાપનું વર્જન અને કામનો અસંગ કરી શકે નહિ. તે સ્પષ્ટ કરે છે – ગાથા : પાપતણું પરિવર્જન ને વલિ કામ અસંગ, અજ્ઞાનીને નવિ હુએ તે નવિ જાણે ભંગ; અજ્ઞાની શું કરશે શું લહશે શુભ પાપ, દશવૈકાલિક વયણે પંચાશક આલાપ. ૫ ગાથાર્થ : પાપ તણું પરિવર્જન અને કામનું અસંગ અજ્ઞાનીને હોઈ શકે નહિ. કેમ હોઈ શકે નહિ? તેમાં મુક્તિ આપે છે. તે ભંગ જાણતો નથી=પાપના વર્જનના અને કામના અસંગના વિકલ્પો જાણતો નથી. વળી, અજ્ઞાની પાપનું વર્જન અને કામનું અસંગ કરી શકે નહિ, તે શાસ્ત્રવચનથી For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન-ઢાળ-૭/ગાથા-પ સ્પષ્ટ કરે છે. અજ્ઞાની શું કરશે અજ્ઞાની પાપનો ત્યાગ કરી શકશે નહિ અને અજ્ઞાની શુભ અને પાપને શું લહશે=આ શુભ છે અને આ પાપ છે એના વિભાગને ગ્રહણ કરશે નહિ, એ પ્રમાણે દશવૈકાલિકસૂત્રના વચનથી પંચાશકનો આલાપ છે–પંચાશક ગ્રંથનું કથન છે. પII ભાવાર્થ : જેઓ ગીતાર્થ થયા નથી તેઓ ઉત્સર્ગ અપવાદ આદિ સર્વ સ્થાનોને યથાર્થ જોડી શકતા નથી; માત્ર કંઈક ભણ્યા હોય તો સાધ્વાચારની વિધિનું જ્ઞાન હોઈ શકે. તેવા અજ્ઞાની ગીતાર્થની નિશ્રાથી પાપનું વર્જન અને કામનો અસંગ કરી શકે, પરંતુ ગીતાર્થની નિશ્રાનો ત્યાગ કરે તો સ્વમતિ અનુસાર સંયમના આચારો સેવતા હોય તોપણ ગુરુલાઘવનો બોધ નહિ હોવાને કારણે પાપનું વર્જન કરી શકતા નથી અને કામના સંગ વગરના રહી શકતા નથી. કેમ અજ્ઞાની પાપના વર્જન અને કામના સંગ વગર રહી શકતા નથી તેમાં યુક્તિ આપે છે અજ્ઞાની પાપના વર્જન અને કામના અસંગના સર્વ વિકલ્પો જાણતા નથી તેથી પાપનું વર્જન અને કામના અસંગને કરી શકે નહિ. વળી, શાસ્ત્રવચનથી પણ અજ્ઞાની પાપ વર્જન આદિ કરી શકે નહિ તે બતાવે છે – અજ્ઞાની શું કરશે ? અને અજ્ઞાની શુભ અને પાપને શું લહશે ? એમ દશવૈકાલિકસૂત્રના વચનથી પંચાશકગ્રંથમાં કહ્યું છે. તેથી નક્કી થાય કે અજ્ઞાની પાપનું વર્જન અને કામનું અસંગ કરી શકતા નથી. અહીં પાપના વર્જનથી એ ગ્રહણ કરવું છે કે સાધુ સાવઘ પ્રવૃત્તિ કરે નહિ, કરાવે નહિ અને અનુમોદન કરે નહિ અને જેને તેના સર્વ વિકલ્પોનું યથાર્થ જ્ઞાન ન હોય તે પાપનું વર્જન કરી શકે નહિ. વળી, કામના અસંગથી એ ગ્રહણ કરવું છે કે સાધુની સંયમની સર્વ પ્રવૃત્તિ એકવાક્યતાથી વીતરાગભાવ સાથે પ્રતિબદ્ધ છે અને તેના પરમાર્થનો બોધ ગીતાર્થને હોય છે. તેથી વીતરાગભાવની પ્રાપ્તિનું કારણ બને તે પ્રકારે ગીતાર્થ સાધુ અસંગ ભાવપૂર્વક ઇન્દ્રિયોના વિષયોથી પર રહી શકે અને અગીતાર્થને તેવો બોધ નહિ હોવાથી બાહ્ય રીતે વિષયોનો ત્યાગ કરવા છતાં તે ત્યાગથી અસંગભાવને અનુકૂળ ઉદ્યમ કરી શકતા નથી, તેથી અજ્ઞાનીને કામનો અસંગ સંભવી શકે નહિ. Ifપા For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૭/ગાથા-૬ ૧૪૯ અવતરણિકા :આચારાંગસૂત્રના વચનથી પણ એકાકીવિહાર દૂષિત છે તે બતાવે છે – ગાથા : એક વિહારે દેખો આચાર સંવાદ, બહુ ક્રોધાદિક દૂષણ વલી અજ્ઞાન પ્રમાદ; વલિય વિશેષે વાર્યો છે અવ્યક્ત વિહાર, પંખીપોતદષ્ટાંતે જાણો પ્રવચનસાર. ૬ ગાથાર્થ - આયારે=આચારાંગસૂત્રમાં, એકવિહાર વિષયક સંવાદ દેખો વયન જુઓ અર્થાત્ આચારાંગસૂત્રમાં એકવિહાર કરનારને શું પ્રાપ્ત થાય છે એના વચનને તમે જુઓ. તે વચન બતાવે છે બહુ શ્વેધાદિ દૂષણ થાય, વળી એકાકીવિહારમાં અજ્ઞાન અને પ્રમાદ દૂષણ થાય, વળી આચારાંગમાં વિશેષ કરીને અવ્યક્તવિહાર અગીતાર્થનો વિહાર, વાર્યો છે અને તેમાં પંખીના બાળકનું દેણંત છે. આ પ્રવચનનો સાર જાણો. III ભાવાર્થ : પૂર્વ ગાથામાં “દશવૈકાલિસૂત્ર” અને “પંચાશકગ્રંથ”ના વચનથી અગીતાર્થને એકાકીવિહાર સંભવે નહિ તેમ બતાવ્યું. હવે આચારાંગસૂત્રના વચનથી પણ અગીતાર્થને એકાકીવિહાર યુક્ત નથી તે બતાવે છે. તેમાં પ્રથમ એકાકી રહેતા સાધુમાં શું દોષોની પ્રાપ્તિ થાય તે આચારાંગસૂત્રના વચનથી બતાવે છે. જેઓ ગીતાર્થ નથી અને શાસ્ત્રના મર્મને હજી સ્વપ્રજ્ઞાથી પ્રાપ્ત કરી શકે તેવી પ્રજ્ઞાવાળા નથી તેઓ એકાકી વિચરે તો શ્રુતાનુસારી મતિવાળા નહિ હોવાથી અને શાસ્ત્રવચનોના પરમાર્થને જાણનારા નહિ હોવાથી, તેઓને બહુ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૭/ગાથા-૬-૭ ક્રોધાદિ દૂષણની પ્રાપ્તિ થાય છે અર્થાત્ આત્મકલ્યાણના અર્થે બાહ્ય આચારો સેવતા હોય તોપણ અંતરંગ રીતે તો તેઓનું કષાયોમાં પ્રવર્તન થાય છે. વળી, ઉચિત પ્રવૃત્તિમાં પ્રમાદ દોષ થાય છે; કેમ કે સૂત્રના પરમાર્થને સ્પર્શે તે રીતે શ્રુત સંપન્ન નહિ હોવાથી અજ્ઞાનને વશ સ્વમતિ અનુસાર પ્રવૃત્તિ કરે છે, જેમાં તેમનું અજ્ઞાન જ પોષાય છે અને તત્ત્વથી ભાવિત થઈ શકે તેવી પ્રજ્ઞા નહિ હોવાથી અને ગીતાર્થ આદિનું આલંબન નહિ હોવાથી બાહ્ય આચારોમાં યત્ન કરતા હોય તોપણ અંતરંગ રીતે તો પ્રમાદ જ પોષે છે. વળી, આચારાંગસૂત્રમાં અગીતાર્થ સાધુને અવ્યક્ત કહેલ છે અને પંખીના બાળકના દ્રષ્ટાંત દ્વારા અવ્યક્ત સાધુનું વિહરણ વિશેષથી વાર્યુ છે. જેમ પંખીનું બાળક માતાથી એકલું હોય તો તેને અન્ય પંખીઓ જીવવા દે નહિ તેથી જ્યાં સુધી તે બાળક સ્વતંત્ર રીતે ઊડીને અન્ય પંખીઓથી પોતાનું રક્ષણ ક૨વા સમર્થ બને નહિ ત્યાં સુધી તે તેની માતાના બળથી જ સુરક્ષિત છે. તેમ અગીતાર્થ સાધુ પંખીના બાળકની જેમ અવ્યક્ત છે. તેથી ગીતાર્થ સાધુની નિશ્રાના બળથી તે જિનવચન અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને યોગમાર્ગમાં જીવી શકે છે અને અંતરંગ રીતે મોહના ઉપદ્રવથી રક્ષણ પામી શકે છે. પરંતુ જો તે ગીતાર્થની નિશ્રાનો ત્યાગ કરે તો તે અવ્યક્ત સાધુ બાહ્ય રીતે તપાદિની આચરણા કરે તોપણ શાસ્ત્રથી પરિકર્મિત મતિ નહિ હોવાથી અંતરંગ રીતે મોહાદિ ભાવોથી તેનો વિનાશ થાય છે, માટે અગીતાર્થને એકાકીવિહાર વિશેષથી વાર્યો છે એ પ્રમાણે પ્રવચનનો સાર છે એમ જાણો. ॥૬॥ અવતરણિકા : "વળી અગીતાર્થને એકાકીવિહાર કરવાથી શું શું દોષો પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે – ગાથા : એકાકીને સ્ત્રીરિપુશ્વાન તણો ઉપઘાત, ભિક્ષાની નવી શુદ્ધિ મહાવ્રતનો પણ ઘાત; એકાકી સછંદપણે નવિ પામે ધર્મ, નવિ પામે પૃચ્છાદિક વિણ તે પ્રવચન-મર્મ. ૭ For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧પ૧ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૭/ગાથા-૭ ગાથાર્થ : એકાકી સાધુને સ્ત્રી, રિપુશબુ જૈન સાધુના વિરોધી એવા અન્ય દર્શનવાળા અને શ્વાન=કૂતરાથી ઉપઘાત થાય. વળી એકાકી સાધુને ભિક્ષાની શુદ્ધિ થાય નહિ. તેથી મહાવ્રતનો ઘાત પણ થાય. તથા સ્વછંદપણે પ્રવૃત્તિ કરવાને કારણે ધર્મને પામે નહિ. અને પૃચ્છનાપરાવર્તના આદિ વગર શાસ્ત્રના મર્મને પણ પામે નહિ. Il૭ll ભાવાર્થ : અગીતાર્થ સાધુ એકાકી વિચરે અને કોઈ સ્ત્રી કામની માંગણી કરે અને પોતે સ્વીકારે તો શીલનો નાશ થાય અને માંગણી ન સ્વીકારે અને જો તે સ્ત્રી એ સાધુ પ્રત્યે આક્ષેપ કરે તો ધર્મનું લાઘવ થાય. વળી, જૈન સાધુ પ્રત્યે કેષવાળા અન્યધર્મીઓ જૈન સાધુને જોઈને તેમનો પરાભવ કરે. તથા એકાકી સાધુને જોઈને કૂતરાઓ પણ તેમનો પરાભવ કરે અને હાથમાં રહેલા પાત્રાદિની વસ્તુને ઢોળી દે તો અન્ય હિંસા થવાનો પણ સંભવ રહે. વળી, એકાકીસાધુ ગોચરી વહોરવા જાય ત્યારે કોઈ ગૃહમાંથી ભિક્ષા ગ્રહણ કરતા હોય તે વખતે સાધુના આગમન નિમિત્તે અન્ય ગૃહમાં કોઈ આરંભાદિ થયો છે કે નહિ તેનો ખ્યાલ સહવર્તી સાધુ હોય તો તે રાખી શકે, પણ એકાકી સાધુ હોય તો રાખી શકે નહિ, તેથી ભિક્ષાની શુદ્ધિ પણ થાય નહિ અને આ રીતે ભિક્ષાની શુદ્ધિ નહિ થવાથી મહાવ્રતનો પણ ઘાત થાય. વળી, એકાકીવિહારમાં ગુણવાનની પરતંત્રતાનો પરિણામ નહિ હોવાથી સ્વચ્છંદપણે પ્રવૃત્તિ કરવાનો પરિણામ થાય છે અને જે સાધુ સ્વમતિ પ્રમાણે ધર્મની પ્રવૃત્તિ કરે છે, તેઓ ધર્મને પામતા નથી. માટે અગીતાર્થ સાધુએ એકાકીવિહાર કરવો જોઈએ નહિ. વળી, કોઈ એકાકી સાધુ શાસ્ત્રો ભણતા હોય તો પણ પોતાને જે સ્થાનમાં સંશય થાય કે નિર્ણય ન થાય તે સ્થાનમાં કોઈને પૃચ્છાદિક કરી શકે નહિ, તેથી પ્રવચનના મર્મને પામે નહિ અને પ્રવચનના મર્મની પ્રાપ્તિ વગર સંયમની શુદ્ધિ થાય નહિ. માટે અગીતાર્થ સાધુએ એકાકીવિહાર કરવો જોઈએ નહિ. IIળા For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-૭/ગાથા-૮ અવતરણિકા : વળી, અગીતાર્થ સાધુ એકાકીવિહાર કરે તો અન્ય શું દોષ પ્રાપ્ત થાય? તે બતાવે છે – ગાથા : સુમતિ ગુપતિ પણ ન ધરે એકાકી નિઃશંક, ભાવ પરાવર્તે ધરે આલંબન સાંક; જૂદા જૂદા થાતા થવિરકલાનો ભેદ, ડોલાએ મન લોકનાં થાએ ધર્મ-ઉચ્છેદ. ૮ ગાથાર્થ - એકાકી સાધુ નિઃશંક થવાને કારણે સમિતિ ગતિ પણ ધરે નહિ. વળી, એકાકી હોવાને કારણે ભાવ પરાવર્તન થાય ત્યારે સાંકમલિન આલંબન ધારણ કરે. તથા એકાકીવિહાર કરનારા સાધુઓના જુદા જુદા આચારો થવાથી સ્થવિરકલ્પનો ભેદ થાય અર્થાત્ એક સાધુની પ્રવૃત્તિ અન્ય પ્રકારની અને અન્ય સાધુની પ્રવૃત્તિ અન્ય પ્રકારની એ રૂપ સ્થવિરકલ્પનો ભેદ થાય અને સાધુના આચારોનો આવો ભેદ જોઈને લોકોના મન ડોલાયમાન થાય અર્થાત્ આ સાધુ કરે છે તે માર્ગ છે કે અન્ય સાધુ કરે છે તે માર્ગ છે એ પ્રકારે લોકોના મન ડોલાયમાન થાય તેથી ધર્મનો ઉચ્છેદ થાય. IIkII ભાવાર્થ જે સાધુ અગીતાર્થ છે અને એકાકી છે તેઓ શાસ્ત્રના મર્મને પામેલા નથી, સ્થૂલથી ધર્મ બુદ્ધિવાળા છે, તેઓ એકાકી હોય તો સહવર્તી સાધુની મર્યાદાથી જે સમિતિ ગુપ્તિનું પાલન થતું હતું, તે પણ નિઃશંકતાને કારણે ધારણ કરતા નથી, પરંતુ સ્વમતિ અનુસાર પ્રવૃત્તિ કરે છે. વળી, જીવનો સ્વભાવ ક્યારે પરાવર્તન પામે તે નિયત નથી અને સમુદાયમાં રહેતા કોઈ ભાવ પરાવર્તન થાય તો પણ લજ્જાદિથી તે પ્રવૃત્તિ થાય નહિ અને ફરી નિમિત્તને પામીને સંયમનો ભાવ સ્થિર થાય જ્યારે એકાકી અગીતાર્થ For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૭/ગાથા-૮-૯ ૧૫૩ સાધુનો ભાવ પરાવર્તન પામે ત્યારે મલિન એવા આલંબનને ધારણ કરે છે, માટે પણ સાધુએ એકાકીવિહાર કરવો ઉચિત નથી. વળી, એકાકી વિહાર કરનાર સાધુ પોતાની મતિ પ્રમાણે સાધુના આચારો પાળે, તેથી સ્થવિરકલ્પોના જુદા-જુદા ભેદોની પ્રાપ્તિ થાય અને ભિન્ન-ભિન્ન સાધુના તેવા જુદા જુદા આચારો જોઈને લોકોના મન ડોલાયમાન થાય અર્થાત્ લોકોને વિકલ્પ થાય કે આ સાધુનો આચાર જિનમતાનુસાર છે કે અન્ય સાધુનો આચાર જિનમતાનુસાર છે અને આ રીતે શ્રાવકોના મનમાં સ્થવિરકલ્પના આચારવિષયક મતિભેદ થવાથી ધર્મનો ઉચ્છેદ થાય અર્થાત્ શુદ્ધ સંયમ પ્રત્યેનો પક્ષપાત કરવાના આલંબન દૂર થવાથી લોકોને શુદ્ધ માર્ગ પ્રત્યેનો પક્ષપાત થાય નહિ, તેથી ધર્મનો ઉચ્છેદ થાય. II૮II અવતરણિકા - પૂર્વમાં કહ્યું કે અગીતાર્થને એકાકીવિહાર ઉચિત નથી, આમ છતાં અગીતાર્થ એકાકીવિહાર કરે તો શું શું દોષો આવે તે બતાવ્યું. હવે અનેક સાધુનો સમુદાય હોય, છતાં સમુદાયમાં કોઈ ગીતાર્થ સાધુ ન હોય તો તેઓની સંયમની આચરણાથી પણ આત્મકલ્યાણ થાય નહિ તે બતાવવા અર્થે કહે છે – ગાથા : ટોલે પણ જો ભોલે અંધપ્રવાહ નિપાત, આણા વિણ નવિ સંઘ છે અસ્થિતણો સંઘાત; તો ગીતારથ ઉદ્ધરે જિમ હરિ જલથી વેદ, અગીતારથ નવિ જાણે તે સવિ વિધિનો ભેદ. ૯ ગાથાર્થ : સાધુનું યેળું પણ જો ભોળું હોય અર્થાત્ શાસ્ત્રથી પરિકર્મિત મતિવાળું ન હોય પરંતુ મુગ્ધતાથી સાધ્વાચારની ક્રિયા કરતું હોય, તો તેઓની આચરણાનો અંઘપ્રવાહમાં નિપાત થાય છેસર્વજ્ઞના વચનાનુસાર તે આચરણા થતી નથી, પરંતુ તત્ત્વને જોવામાં અંધ એવા પુરુષોની આચરણા For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૭/ગાથા-૯ જેવી તેઓની સંયમની આચરણા થાય છે અને તેવી આચરણા કરનાર સાધુઓ ભગવાનની આજ્ઞાનુસાર આચરણા કરનારા નહિ હોવાથી સંઘ નથી, પરંતુ હાડકાના સમુદાયરૂપ છે. જેમ હરિએ=કૃષ્ણએ, જળમાંથી વેદનો ઉદ્ધાર કર્યો તેમ તેવા સાધુઓને કોઈ ગીતાર્થ મળે તો તેમનો ઉદ્ધાર કરે. વળી, અગીતાર્થ તે સર્વ વિધિનો ભેદ જાણે નહિ=કઈ પ્રકારની આચરણા કરવાથી અસ્થિના સમુદાય જેવા આ સાધુઓ ફરી યોગામાર્ગને પ્રાપ્ત કરી ચતુર્વિધસંઘમાં સ્થાન પામે તેવો ભેદ અગીતાર્થ સાધુ જાણે નહિ. IIII ભાવાર્થ: પૂર્વ ગાથાઓમાં અનેક દૃષ્ટિકોણોથી સ્થાપન કર્યું કે અગીતાર્થને એકાકીવિહારનો નિષેધ છે. હવે ઘણા સાધુનો સમુદાય હોય પણ સમુદાયમાં કોઈ ગીતાર્થ ન હોય તો તે સાધુનું ટોળું પણ જે સંયમની આચરણા કરે છે તે સ્થૂલથી શાસ્ત્રવિધિ અનુસાર પ્રતિક્ર્મણ, પડિલેહણ આદિ ક્રિયારૂપ હોય તોપણ તે ક્રિયાઓ મોહના ઉન્મૂલનનું કારણ બને તેવી વિવેકવાળી થતી નથી. તેથી તેઓની તે સંયમની સર્વ આચરણા આંધળાના પ્રવાહમાં પડેલા જીવોની આચરણા તુલ્ય છે અર્થાત્ મોક્ષમાર્ગનું કારણ નથી, પરંતુ સંસારમાર્ગનું કારણ છે. વળી, જે ક્રિયાઓ ભગવાનની આજ્ઞા વગર થતી હોય તે ક્રિયા કરનાર સાધુનું ટોળું સંઘ નથી પરંતુ યોગમાર્ગરૂપ ભાવપ્રાણ વગરના હાડકાનો સમુદાય છે અર્થાત્ જૈન સંઘનો પ્રાણ યોગમાર્ગ છે અને તે યોગમાર્ગ જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરવાથી પ્રાપ્ત થાય છે અને જેઓની પ્રવૃત્તિ જિનવચનાનુસાર નથી તેઓની પ્રવૃત્તિ યોગમાર્ગરૂપ ભાવપ્રાણ વગરની હોવાથી મરેલા મનુષ્યના હાડકા જેવો તે સમુદાય છે. વળી, જેમ અન્ય દર્શનની માન્યતા અનુસાર કૃષ્ણએ જળમાંથી વેદનો ઉદ્ધાર કર્યો તેમ કોઈ ગીતાર્થ સાધુ મળે તો તેવા સાધુના ટોળાનો ઉદ્ધાર કરે અને જે ગીતાર્થ સાધુ નથી તે મડદા તુલ્ય સાધુના સમુદાયમાં કઈ રીતે યોગમાર્ગરૂપ ભાવપ્રાણ નિષ્પન્ન થાય તેની વિધિ જાણતા નથી. તેથી અગીતાર્થ સાધુ આ ટોળાનો ઉદ્ધાર કરી શકે નહિ. IIલા For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧પપ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૭/ગાથા-૧૦ અવતરણિકા : ગાથા-૬થી ૮માં અગીતાર્થને એકાકીવિહારનો સર્વથા નિષેધ છે તે યુક્તિથી બતાવ્યું. પછી ગાથા-૯માં કહ્યું કે અગીતાર્થનું ટોળું હોય તો પણ તે સંઘમાં નથી; કેમ કે હાડકાના સમુદાય જેવું તે ટોળું છે અને ગીતાર્થ તેનો ઉદ્ધાર કરે. હવે કારણે ગીતાર્થને એકાકી રહેવું પડે તો શું કરવું ઉચિત છે ? તે બતાવવા અર્થે કહે છે – ગાથા : કારણથી એકાકીપણું પણ ભાખ્યું તાસ, વિષમકાલમાં તો પણ રૂડો ભેલો વાસ; પંચકલ્યભાષ્ય ભર્યું આતમરક્ષણ એમ, શાલિ એરંડતણે ઈમ ભાંગે લહિયે ખેમ. ૧૦ ગાથાર્થ : કારણથી=કોઈ ઉચિત નિપુણ સાધુની સહાય ન મળે તે કારણથી, તાસ-તેનેeગીતાર્થને એકાકીપણું પણ ભાખ્યું છે=એકાકી રહેવાની શાસ્ત્રની અનુજ્ઞા છે, તોપણ વિષમકાળમાં=વર્તમાનના પડતા કાળમાં, ભેળો વાસ રૂડો છે ગીતાર્થને કોઈ અન્ય સાધુ સાથે ભેગા રહેવું સુંદર છે, એમાં આત્માનું રક્ષણ થાય ભેગા વાસ કરવાથી ગીતાર્થ સાધુના સંયમનું રક્ષણ થાય, એ પ્રમાણે પંચકલ્પભાષ્યમાં કહ્યું છે અને તેમાં શાલિ અને એરંડના ભાંગાથી ગીતાર્થને ક્ષેમની પ્રાપ્તિ થાય તેમ કહેલ છે. ||૧૦| ભાવાર્થ - અગીતાર્થ સાધુને એકાકી રહેવાનો સર્વથા નિષેધ છે અને સાધુના સમુદાયને પણ ગીતાર્થની નિશ્રા વિના રહેવાનો નિષેધ છે. પરંતુ કોઈ ગીતાર્થ સાધુ પોતાના સંયમમાં સહાયક થાય તેવા નિપુણ સાધુને પ્રાપ્ત ન કરે તો તેવા ગીતાર્થ સાધુને શાસ્ત્રમાં એકાકી રહેવાની અનુજ્ઞા પણ આપી છે. આમ છતાં વિષમ કાળ ખરાબ છે તેથી તેવા ગીતાર્થ સાધુએ કારણે એકાકી રહેવું પડે For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૭/ગાથા-૧૦-૧૧ તોપણ અન્ય એરંડ જેવા પાસસ્થા આદિ સાથે વસવું ઉચિત છે, જેથી સમુદાયના કા૨ણે ગીતાર્થ મહાત્માનું રક્ષણ થાય એ પ્રમાણે પંચકલ્પભાષ્યમાં કહેલ છે. અહીં વિશેષ એ છે કે શાલિનું વૃક્ષ એકલું હોય તો તે સુરક્ષિત રહે નહિ પરંતુ એરંડાની વાડીમાં રહેલું શાલિવૃક્ષ રક્ષિત રહે છે. તેમ એરંડા જેવા પાસત્યાદિ સાધુઓ સાથે ગીતાર્થ સાધુ રહે તો તેનું રક્ષણ થાય છે. માટે ગીતાર્થ સાધુઓને પણ વિષમકાળમાં આત્મરક્ષા માટે ભેળો વાસ રૂડો છે, પરંતુ એકાકી રહેવું ઉચિત નથી. અત્યંત કારણ હોય તો જ ગીતાર્થે એકાકી રહેવું ઉચિત છે અન્યથા નહિ એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો અર્થ છે. ૧૦ના અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે કારણથી ગીતાર્થને એકાકીપણું કહ્યું છે તોપણ વિષમકાળમાં ગીતાર્થ સાધુએ પણ ભેલો વાસ કરવો સુંદર છે. તેની પુષ્ટિ કરવા અર્થે એકાકીને પણ દોષ પ્રાપ્ત થાય છે તે બતાવવા માટે પાંચ પ્રકારના સંયોગોથી સાધુને અધિક દોષની પ્રાપ્તિ છે અને પાંચ પ્રકારના સંયોગોથી સાધુને અધિક ગુણની પ્રાપ્તિ થાય છે તે બતાવવા અર્થે કહે છે ગાથા : એકાકી પાસત્યો સછંદો ગતયોગ, ઠાણવાસી ઉસન્નો બહુદૂષણ સંયોગ; ગચ્છવાસી અણુઓગી ગુરુસેવી વલિ હોય, અનિયતવાસી આઉત્તો બહુગુણ ઈમ જોય. ૧૧ ગાથાર્થ : (૧) કોઈ સાધુ એકાકી હોય અથવા (૨) કોઈ સાધુ એકાકી અને પાસત્થા હોય અથવા (૩) કોઈ સાધુ એકાકી, પાસત્થા અને સ્વચ્છંદ હોવાને કારણે ગતયોગવાળા હોય અથવા (૪) કોઈ સાધુ એકાકી, પાસસ્થા, સ્વચ્છંદ અને સ્થાનવાસી હોય=એક ઠેકાણે રહેનારા હોય, અથવા (૫) કોઈ સાધુ એકાકી, પાસસ્થા, સ્વચ્છંદ, સ્થાનવાસી અને For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન-ઢાળ-૭/ગાથા-૧૧ ૧૫૭ અવસન હોય=આવશ્યક આદિમાં શિથિલ હોય. આ રીતે દોષોના સંયોગને કારણે બહુ દૂષણ છે સાધુને એક કરતા બીજા આદિનાદોષોના સંયોગને કારણે અધિક અધિક દૂષણ છે. વળી, (૧) કોઈ સાધુ ગચ્છવાસી હોય અથવા (૨) કોઈ સાધુ ગચ્છવાસી અને અનુયોગી હોય અથવા (૩) કોઈ સાધુ ગચ્છવાસી, અનુયોગી અને ગુરુ સેવી હોય અથવા (૪) કોઈ સાધુ ગચ્છવાસી, અનુયોગી, ગુરુસેવી અને અનિયતવાસી હોય નવકલ્પીવિહાર કરનારા હોય અથવા (૫) કોઈ સાધુ ગચ્છવાસી, અનુયોગી, ગુરુસેવી, અનિયતવાસી અને આઉત્તો=આયુક્ત હોય અપ્રમાદી હોય. આ રીતે ગુણોના સંયોગને કારણે બહુગુણ છે-સાધુને એક કરતા બીજા આદિના ગુણોના સંયોગને કારણે અધિક અધિક ગુણ છે. II૧૧] ઉપદેશમાલાની ગાથા - ‘एगागी पासत्थो सच्छंदो ठाणवासि ओसन्नो । दुगमाईसंजोगा जह बहुआ तह गुरु होति ।।३८७ ।। गच्छओ अणुओगी, गुरुसेवी अणिअवासि आउत्तो । संजोएण पयाणं संजम-आराहगा भणिआ ।।३८८ ।।' ભાવાર્થ - ગાથા-૧૦માં કહ્યું કે ગીતાર્થ સાધુને શાસ્ત્રમાં કારણથી એકાકીવિહાર કરવાનો કહ્યો છે તોપણ વિષમકાળમાં તેઓએ ભેલોવાસ કરવો જ સુંદર છે, તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે કે કોઈ ગીતાર્થ સાધુ અન્ય સર્વ રીતે ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છતાં એકાકી છે તે અપેક્ષાએ તેને એકાકીપણા કૃત દૂષણની પ્રાપ્તિ છે. હવે જો કોઈ સાધુ એકાકી હોય અને પાસત્થા હોય તો એકાકી કરતા અધિક દૂષણની પ્રાપ્તિ છે. વળી કોઈ સાધુ એકાકી પણ હોય, પાસસ્થા પણ હોય અને સ્વચ્છંદ પણ હોય, અને સ્વચ્છેદ હોવાને કારણે જિનવચનાનુસાર તેમના યોગો નથી માટે ગતયોગવાળા છે તો તેઓને પૂર્વના બે દોષવાળા સાધુ કરતા અધિક દૂષણની પ્રાપ્તિ છે. વળી કોઈ સાધુ એકાકી પણ હોય, પાસસ્થા પણ હોય, સ્વચ્છંદ પણ હોય અને સ્થાનવાસી હોય=એક સ્થાને સ્થિર રહેનારા For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૭/ગાથા-૧૧ હોય તો ચારના સંયોગને કારણે પૂર્વના ત્રણ દોષવાળા સાધુ કરતા અધિક દૂષણની પ્રાપ્તિ થાય. વળી કોઈ સાધુ એકાકી હોય, પાસસ્થા પણ હોય, સ્વછંદ પણ હોય, સ્થાનવાસી પણ હોય અને અવસગ્ન પણ હોય તો પાંચ દોષોના સંયોગથી અધિક દૂષણની પ્રાપ્તિ થાય. એકાકી : ધર્મબંધુ એવા અન્ય સાધુઓથી રહિત હોય, તે એકાકી કહેવાય. પાસત્થા : જ્ઞાનાદિના પાર્થવર્તી હોય=જ્ઞાન-દર્શન-ચારિત્રની માત્ર બાહ્ય આચરણા કરતા હોય, પરંતુ અંતરંગ રીતે રત્નત્રયીને અનુકૂળ ઉદ્યમ કરતા ન હોય, તે પાસત્થા છે. સ્વચ્છંદ : ગુરુ આજ્ઞાથી વિકલ=ગીતાર્થ ગુરુની આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરનારા ન હોય, તે સ્વચ્છેદ કહેવાય. સ્થાનવાસી સદા એક સ્થાને વિચરનારા હોય=નિત્ય એક સ્થાનમાં રહેનારા હોય, તે સ્થાનવાસી કહેવાય. અવસન : સંયમની આવશ્યક આદિ ક્રિયામાં શિથિલ હોય, તે અવસન્ન કહેવાય. આનાથી એ ફલિત થાય કે કોઈ ગીતાર્થ સાધુ સર્વ ઉદ્યમથી સંયમની યતના કરતા હોય અને કારણથી એકાકી વિચરતા હોય તોપણ એકાકીપણાના કારણે કાળના દોષથી ભિક્ષાની શુદ્ધિ દુષ્કર બને, ગ્લાનાદિ દશામાં શુભભાવોમાં યત્ન દુષ્કર બને ઇત્યાદિ દોષોની પ્રાપ્તિ થાય. વળી, કોઈ સાધુ એકાકી પણ હોય અને સંયમની સર્વ ક્રિયા કરતા હોય તોપણ રત્નત્રયીની ઉચિત પ્રવૃત્તિમાં અપ્રમાદથી ઉદ્યમ ન કરતા હોય તો પાસત્થા બને. આ બીજા પ્રકારના એકાકી અને પાસત્થા સાધુ ગુરુ આજ્ઞા અનુસાર એકાકી થયેલા હોય તો ગુરુઆજ્ઞા વિકલ નથી. તોપણ પ્રમાદી સ્વભાવને કારણે જે જે સંયમની ક્રિયાઓ કરે છે તે સમ્યગુ કરવા માટે યત્ન કરતા નથી તેથી દેશથી પાસત્થા છે. વળી, કોઈ સાધુ ગુરુ આજ્ઞા વગર એકાકી હોય, સંયમની ક્રિયાઓ કરતા હોય છતાં રત્નત્રયીમાં અંતરંગ ઉદ્યમ કરનારા ન હોય તેથી પાસત્થા છે અને સ્વચ્છંદપણે વિચરે છે માટે ગુરુ આજ્ઞા વિકલ છે તેઓને ત્રણ દોષની પ્રાપ્તિ છે. For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૭/ગાથા-૧૧ ૧૫૯ વળી, કોઈ સાધુ એકાકી વિચરતા હોય, સંયમની ક્રિયાઓ અપ્રમાદથી ન કરતા હોય તેથી પાસસ્થા છે અને ગુરુ આજ્ઞા નિરપેક્ષ એકાકી છે માટે સ્વચ્છંદ છે. વળી, સદા એક સ્થાને રહેનારા છે તેથી તેવા સાધુને ચાર દોષની પ્રાપ્તિ થાય. આ ચાર દોષવાળા સાધુઓ પણ સંયમની આવશ્યક આદિ ક્રિયાઓ કરવામાં શિથિલ નથી. તેથી અવસન્ન દોષ નથી તોપણ જે આવશ્યક આદિ ક્રિયાઓ કરે છે તે રત્નત્રયીને અનુકૂળ ઉદ્યમપૂર્વક કરતા નથી, માટે પાસસ્થા છે. વળી, આ ચારેય દોષોવાળા કોઈ સાધુ આવશ્યક આદિમાં પણ શિથિલ હોય અર્થાત્ સંયમની આવશ્યક આદિ સર્વ ક્રિયાઓ ફાવે ત્યારે કરે, ન ફાવે ત્યારે ન કરે તેવા હોય, તે અવસન્ત દોષવાળા પણ છે, તેથી તે સાધુઓને એકાકી આદિ પાંચેય દોષોની પ્રાપ્તિ થાય છે. ગાથાના પૂર્વાર્ધમાં સાધુને એકાકી આદિ પાંચના સંયોગથી બહુ દૂષણ થાય છે તેમ કહ્યું. હવે ઉત્તરાર્ધમાં તે એકાકી આદિ પાંચદોષોના વિરોધી ભાવો ગચ્છવાસી આદિ પાંચ ગુણો છે તેના સંયોગથી બહુ ગુણો થાય છે તેમ બતાવે છે. કોઈ સાધુ અનુયોગી આદિ ગુણોવાળા ન હોય પરંતુ આરાધક ભાવવાળા હોય અને ગુણવાન એવા ગચ્છની સાથે રહે તો તે ગચ્છમાં વાસ કરવાને કા૨ણે તેને સારા સાધુઓના સહવાસથી કંઈક ગુણની પ્રાપ્તિ થાય છે. વળી, કોઈ સાધુ ગચ્છવાસી પણ હોય અને અનુયોગી પણ હોય તો સારા ગચ્છના સહકા૨ના કારણે અને પાસસ્થા ભાવના પરિત્યાગપૂર્વક અનુયોગના સેવનને કારણે=રત્નત્રયીના સેવનને કારણે, અધિક ગુણોની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ સંયમની ઉચિત ક્રિયાઓ રત્નત્રયીનું કારણ બને તે રીતે સેવનને કારણે ગુણવૃદ્ધિ થાય છે. આમ છતાં તે સાધુ ગચ્છવાસી અને અનુયોગી હોવા છતાં કોઈ તેવા સંયોગને કારણે ગુરુસેવી, અનિયતવાસી અને આઉત્ત ગુણવાળા ન હોય તો વિશેષ લાભ થતો નથી. વળી, કોઈ સાધુ ગચ્છવાસી પણ હોય, અનુયોગી પણ હોય અને ગુરુસેવી હોય અર્થાત્ ગીતાર્થ ગુરુની ઉચિત વૈયાવચ્ચ કરતા હોય અને તેમના વચનનું For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવનઢિાળ-૭/ગાથા-૧૧-૧૨ અવલંબન લઈને પ્રવૃત્તિ કરતા હોય તો ગચ્છવાસી અને અનુયોગી સાધુ કરતા અધિક ગુણની પ્રાપ્તિ થાય છે. આમ છતાં તે મહાત્મા નવકલ્પીવિહાર કરનાર નથી અને આઉત્ત ગુણવાળા નથી તેથી વિશેષ ગુણ થતો નથી. વળી, કોઈ મહાત્મા ગચ્છવાસી હોય, અનુયોગી હોય, ગુરુસેવી હોય અને શાસ્ત્રાનુસાર નવકલ્પીવિહાર કરનારા હોય તો ક્ષેત્રાદિમાં અપ્રતિબદ્ધ ભાવ અને ભગવાનની આજ્ઞાના સેવનમાં વિશેષ અપ્રમાદભાવ થવાથી ગચ્છવાસી, અનુયોગી અને ગુરુ સેવી સાધુ કરતા અધિક ગુણની પ્રાપ્તિ થાય છે. આમ છતાં આઉત્ત ગુણ નહિ હોવાને કારણે તે પ્રકારનો વિશેષ ગુણ થતો નથી. વળી, કોઈ સાધુ ગચ્છવાસી હોય, અનુયોગી હોય, ગુરુસેવી હોય, અનિયતવાસી હોય અને સંયમની પ્રતિદિન ક્રિયાઓમાં આયુક્ત હોય=અપ્રમાદી હોય, તો શક્તિના પ્રકર્ષથી ઉત્તર ઉત્તર યોગમાર્ગની પ્રવૃત્તિ કરી શકે છે. તેથી પૂર્વના ચાર ગુણવાળા સાધુ કરતા પણ વિશેષ ગુણની પ્રાપ્તિ થાય છે. અહીં અનુયોગી કહેવાથી સંયમની ક્રિયાઓ રત્નત્રયીનું કારણ બને તે રીતે સેવે છે તો પણ તે સાધુ આયુક્ત નહિ હોવાથી પ્રતિદિન ક્રિયાઓમાં અલનાઓ પણ પ્રાપ્ત કરતા હોય છે અને જે સાધુ આયુક્ત છે તેઓ તો સંયમની સર્વ ક્રિયાઓ ભગવાનના વચનરૂપ વિધિનું સ્મરણ કરીને તે વિધિ અનુસાર સુદઢ વ્યાપાર કરનારા છે. તેથી અનુયોગી ગુણવાળા કરતા આયુક્ત ગુણવાળા સાધુને અધિક ગુણની પ્રાપ્તિ છે. ૧૧ાા અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે એકાકી આદિ પાંચમાંથી અધિક-અધિકના યોગથી અધિક-અધિક દોષની પ્રાપ્તિ છે અને ગચ્છવાસી આદિ પાંચમાંથી અધિકઅધિકતા યોગથી અધિક-અધિક ગુણની પ્રાપ્તિ છે. તેથી હવે જે સાધુ કલ્યાણના અર્થી છે, તેઓ દોષના કારણભૂત એકાકી આદિ ભાવોના પરિવાર માટે અને ગુણની વૃદ્ધિના કારણભૂત ગચ્છવાસી આદિ ભાવોની પ્રાપ્તિ અર્થે યત્ન કરે તો હિતની પ્રાપ્તિ થાય છે, તે બતાવવા અર્થે કહે છે - For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૭/ગાથા-૧૨ 511211: દોષહાનિ ગુણવૃદ્ધિ જયણા ભારેં સૂરિ, તે શુભપરિવારે હુઈ વિઘન ટલે સવિ દૂરિ; દેવ ફલે જો આંગણે તુઝ કરુણા સુરવેલિ, શુભ પરિવારે લહિયે તો સુખ જસ રંગરેલિ. ૧૨ ગાથાર્થ: જયણા=યતનાથી દોષની હાનિ અને ગુણની વૃદ્ધિ, સૂરિ ભાખે છે=આચાર્ય કહે છે. તે=તેથી હુઈ વિઘ્ન=એકાકીના કારણે થયેલા વિઘ્ન, શુભ પરિવારમાં=સુંદર સાધુઓના યોગમાં સવિ=બધા, દૂરે ટળે. હે દેવ ! જો આંગણામાં=મારા હૈયામાં, તમારી કરણારૂપી સૂરવેલિ=કલ્પવેલિ ફળે, તો શુભપરિવારે સુખ અને યશના રંગરૂપ રેલીને લઈએ=પામીએ. II૧૨॥ ૧૬૧ ભાવાર્થ : પૂર્વગાથામાં એકાકી આદિ દોષોના સંયોગોથી દોષની વૃદ્ધિ થાય છે અને ગચ્છવાસી આદિ ગુણોના સંયોગોથી ગુણની વૃદ્ધિ થાય છે તેમ બતાવ્યું, પરંતુ કાળની વિષમતાને કારણે એકાકી આદિ બધા દોષોના પરિહાર અને ગચ્છવાસી આદિ બધા ગુણોનો સ્વીકાર અતિ દુષ્કર છે. તેથી સૂરિ કહે છે કે જે આરાધક સાધુ પોતાની શક્તિ-સંયોગ આદિનું સમ્યગ્ પર્યાલોચન કરીને આત્મવંચના કર્યા વગર એકાકી આદિ દોષોના પરિહાર માટે અને ગચ્છવાસી આદિ ગુણોના સંયોગ માટે સમ્યગ્ યત્ન કરે તો તેવા સાધુઓમાં દોષોની હાનિ થાય છે અને ગુણની વૃદ્ધિ થાય છે અને જે સાધુ યતનાપૂર્વક સમ્યગ્ ઉદ્યમ કરે છે તે સાધુ વિષમકાળના કારણે એકાકી ભાવને પામ્યા હોય તોપણ શુભ પરિવારને પ્રાપ્ત કરીને સર્વ વિઘ્નોને દૂર કરે છે. અહીં પ્રશ્ન થાય કે તેવા મહાત્માને શુભ પરિવારની પ્રાપ્તિ થાય અને સર્વ વિઘ્ન દૂર થાય તે કઈ રીતે સંભવે તેથી કહે છે જો તે મહાત્માના હૈયામાં ભગવાનની કરુણારૂપી સૂરવેલી ફળે તો શુભ પરિવારનો યોગ થાય અને સર્વ વિઘ્ન ટળે. For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૭/ગાથા-૧૨ આશય એ છે કે ભગવાને જગતના સર્વ જીવો પ્રત્યે કરુણાના ભાવથી પોતાના જેવા વીતરાગ થવાના ઉપાય બતાવ્યા છે તેથી ભગવાનનો સર્વ માર્ગ ઉચિત ભૂમિકામાં યત્ન કરાવીને વીતરાગ થવાને અનુકૂળ ઉદ્યમમાં વિશ્રાંત થાય છે. માટે જે મહાત્મા પ્રમાણિક રીતે સર્વ ઉચિત યત્ન કરે છે તેઓ સંયોગ અનુસાર આત્માને સંસારિક ભાવોથી પર કરીને અસંગ ભાવ તરફ લઈ જવા યત્ન કરે છે તેવા યોગીઓના હૃદયરૂપી આંગણામાં ભગવાનની કરુણારૂપી સૂરવેલી અવશ્ય ફળે છે અને સમ્યગુ યતનાના કારણે તેવા સાધક યોગીઓને પ્રાયઃ કરીને શુભ પરિવારનો યોગ થાય છે, જેથી સર્વ વિઘ્ન ટળે છે. શુભ પરિવારના બળથી તે મહાત્મા સુખ અને યશની રંગરેલીને પ્રાપ્ત કરે છે અર્થાત્ તે મહાત્મા સર્વ ઉદ્યમથી વીતરાગ થવા અંતરંગ યત્ન કરે છે અને તેને અનુરૂપ સર્વ ઉચિત આચરણાઓ કરે છે, તેના બળથી પ્રગટ થયેલા પુણ્યના સહકારથી શુભ પરિવારનો યોગ થાય છે અને તે શુભ પરિવારના યોગને કારણે તે મહાત્મા સંયમની સુંદર આરાધના કરીને ચારિત્રના સુખને પામે છે અને પુણ્યાનુબંધી પુણ્ય બાંધીને સદ્ગતિઓની પરંપરારૂપ રંગરેલીને પ્રાપ્ત કરે છે. II૧ . For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવનઢિાળ-૮/ગાથા-૧ &ાળ આઠમી સદી (રાગ : પ્રભુ ! ચિત ધરીને અવધારો મુઝ વાત અથવા ઝાંઝરીઆ મુનિવર ! ધનધન-એ દેશી) પૂર્વની યળ સાથે સંબંધ: પૂર્વ ઢાળમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે કલ્યાણના અર્થી સાધુએ ગીતાર્થતી સાથે રહેવું ઉચિત છે, પણ એકાકીવિહાર ઉચિત નથી. ત્યાં અન્ય કોઈ માત્ર અહિંસામાં જ ધર્મ છે તેમ સ્વીકારીને જે રીતે અહિંસાની વૃદ્ધિ થાય તે રીતે ઉધમ કરવા માટે કહે છે. તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકાર કહે છે – ગાથા : કોઈ કહે સિદ્ધાન્તમાંજી, ધર્મ અહિંસા રે સાર, આદરિયે તે એકલીજી, ત્યજિમેં બહુ ઉપચાર; મનમોહન ! જિનજી ! તુજ વયણે ભુજ રંગ. મન. ૧ ગાથાર્થ : કોઈક કહે છે સિદ્ધતમાં અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે, તેથી તે એકલી આચરવી જોઈએ, અન્ય બહુ પ્રકારના ઉપચારનેત્રવ્યવહારને, ત્યાગ કરવા જોઈએ. હે મનમોહન ! જિન ! તમારા વચનમાં મુજને રંગ છે. ll૧૫l. ભાવાર્થ - કેટલાક સ્થૂલ દૃષ્ટિવાળા જીવો અહિંસા ધર્મને ગ્રહણ કરીને માત્ર બાહ્ય જીવોની રક્ષા માટેના કરાતા યત્નને જ ધર્મરૂપે સ્વીકારે છે અને કહે છે કે એકલી અહિંસા માટે ઉદ્યમ કરવો જોઈએ. સંયમની અન્ય ક્રિયાઓ કરવાથી શું થાય, એમ કહીને માત્ર નિર્દોષ ભિક્ષાચર્યા, બાહ્ય જીવહિંસાના પરિવાર માટેના યત્નમાં ધર્મબુદ્ધિ ધારણ કરે છે, તેને માર્ગનો બોધ કરાવવા અર્થે પ્રસ્તુત ઢાળમાં ગ્રંથકારશ્રી કહે છે અને ભગવાન પ્રત્યેની પોતાની ભક્તિ અભિવ્યક્ત કરે છે કે “હે મનમોહન ! એવા ભગવાન તમારા વચનમાં મને રંગ છે.' l/૧૫ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ટાળ-૮|ગાથા-૨ અવતરણિકા : પૂર્વગાથામાં “અહિંસા ધર્મમાં છે તેમ કહેવાનું વચન બતાવ્યું. હવે તે વચન કેમ સંગત નથી ? તે બતાવતાં કહે છે – ગાથા : નવિ જાણે તે સર્વ ત્યજીને, એક અહિંસા રંગ; કેવલ લૌકિક નીતી હોવે, લોકોત્તરપંથ ભંગ. મન. ૨ ગાથાર્થ : સર્વ ત્યજીને=સર્વ ઉચિત આચારને ત્યજીને, તે=એક અહિંસાનો રંગ રાખે છે તે, કેવલ લૌકિકનીતિ છે, પરંતુ લોકોતર પંથનો ભંગ છે તેમ જાણતા નથી. રા. ભાવાર્થ - એક અહિંસાનો રંગ રાખીને જે અહિંસાને સાર માને છે અને સંયમની અન્ય સર્વ ઉચિત આચરણાનો ત્યાગ કરે છે તેની અહિંસા પાલનની નીતિ કેવળ લૌકિકનીતિ થાય છે, અને તે લૌકિકનીતિથી પાલન કરાયેલી અહિંસા સંસારનું કારણ છે, મોક્ષનું કારણ નથી. વળી, તે અહિંસાના પાલનની પ્રવૃત્તિથી લોકોત્તરપંથનો ભંગ થાય છે અર્થાત્ સંસારથી ઉત્તીર્ણ થવાનો સર્વશે કહેલા માર્ગનો નાશ થાય છે. અહીં વિશેષ એ છે કે, સર્વ કહેલા સર્વ ઉચિત આચારો મોહનું ઉન્મેલન કરીને આત્માના ભાવપ્રાણનું રક્ષણ કરે છે અને આત્મા મોહથી અનાકૂળ બને તો કર્મબંધનો અભાવ થાય; કર્મબંધનો અભાવ થાય તો તે આત્મા સંસારથી મુક્ત થાય અને આત્મા સંસારથી મુક્ત થાય તો તેનાથી થતી સર્વ હિંસાનો સદા માટે પરિહાર થાય. હવે જેઓ મોહના ઉન્મેલનને અનુકૂળ એવા સર્વ ઉચિત આચારોનો ત્યાગ કરીને માત્ર બાહ્ય જીવોની અહિંસામાં રંગ રાખે છે, તેઓને તે અહિંસાની પરિણતિથી પુણ્યબંધ થાય છે તો પણ આત્મામાં રહેલા અવિવેકનો નાશ થતો નથી અને અવિવેકને કારણે કર્મબંધ અટકતો નથી, જેથી સંસારનો ઉચ્છેદ થતો નથી. માટે તે અહિંસા લૌકિકનીતિથી અહિંસા છે For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન-ઢાળ-૮|ગાથા-૨-૩-૪ ૧૬૫ અને અવિવેકના ત્યાગના ઉપાયરૂપ અન્ય ઉચિત્ત પ્રવૃત્તિની ઉપેક્ષાવાળી તે અહિંસા હોવાથી તેના પાલનથી લોકોત્તરપંથનો ભંગ થાય છે. liણા અવતરણિકા : પૂર્વમાં કહ્યું કે સંયમની સર્વ ઉચિત આચરણા ત્યજીને જેઓ માત્ર બાહ્ય અહિંસા પાલનમાં રંગ રાખે છે તેઓ લોકોત્તરપંથનો ભંગ કરે છે. આ લોકો કેવી રીતે લોકોત્તર પંથનો ભંગ કરે છે ? તે બતાવવા અર્થે કહે છે – ગાથા : વનમાં વસતો બાલતપસ્વી, ગુરુનિશ્રા વિણ સાધ; એક અહિંસાયે તે રાચે, ન લહે મર્મ અગાધ. મન. ૩ ગાથાર્થ : વનમાં વસતા બાળતપસ્વી, અને ગુરુ નિશ્રા વગરના સાધુ, તેઓ એક અહિંસામાં રાચે છે, પરંતુ અહિંસાના અગાધ મર્મને પામતા નથી. II3II ભાવાર્થ : અન્ય દર્શનવાળા ગૃહના આરંભ-સમારંભનો ત્યાગ કરીને તાપસી દીક્ષા ગ્રહણ કરે છે, વનમાં જઈને વસે છે અને વિવેક વગર બાહ્ય તપ કરે છે તેવા બાલતપસ્વી અને ગીતાર્થગુરુની નિશ્રા છોડી માત્ર શુદ્ધ ભિક્ષાચર્યા આદિના પાલનમાં રત છે તેવા સાધુ એક અહિંસામાં રાચનારા છે, પરંતુ તેઓ અહિંસાના પાલનનો અગાધ મર્મ પ્રાપ્ત કરતા નથી અર્થાત્ હેતુ-સ્વરૂપ-અનુબંધથી શુદ્ધ અહિંસાના પરમાર્થને જાણતા નથી, જેને ગ્રંથકારશ્રી સ્વયં આગળ સ્પષ્ટ કરશે. Imall અવતરણિકા : પૂર્વમાં કહ્યું કે બાળ તપસ્વી અને ગુરુ નિશ્રા વગરના સાધુ અહિંસાના અગાધ મર્મને પામતા નથી. હવે તે અગાધ મર્મને કેમ પામતા નથી ? તે બતાવવા અર્થે કહે છે – For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૮|ગાથા-૪ ગાથા : જીવાદિક જિમ બાલતપસ્વી, અણજાણતો મૂટ; ગુરુલઘુભાવ તથા અણકહેતો, ગુરુવર્જિત મુનિ ગૂઢ. મન. ૪ ગાથાર્થ : જેમ જીવ આદિકને નહિ જાણતો મૂઢ એવો બાળતપસ્વી અહિંસાના અગાધ મર્મને પામતો નથી, તેમ ગુરુ વર્જિત મુનિ ગૂઢ એવા ગુરુ-લાઘવ ભાવને નહિ લેતો અહિંસાના અગાધ મર્મને જાણતો નથી. II૪ll. ભાવાર્થ - વનમાં વસતા બોલતપસ્વીઓને ભગવાનના શાસનના જીવ આદિ નવતત્ત્વનો યથાર્થ બોધ ન હોવાથી જીવતત્ત્વમાં એકેન્દ્રિય આદિ જીવોનો બોધ નથી તેથી તત્ત્વના વિષયમાં મૂઢ એ બાળતપસ્વી જીવાદિ પદાર્થને જાણનારા નહિ હોવાથી અહિંસાના મર્મને જાણતા નથી. વળી, જૈનશાસન પામીને દીક્ષા ગ્રહણ કરેલ છે તેવા મુનિ ગીતાર્થગુરુની નિશ્રા છોડે છે, ત્યારે કઈ પ્રવૃત્તિમાં અધિક ગુણ છે અને કઈ પ્રવૃત્તિમાં અલ્પ ગુણ છે તે પ્રકારના ગૂઢ એવા ગુરુલાઘવભાવને જાણતા નથી. પરંતુ માત્ર અહિંસામાં રત એવા તેઓ ભિક્ષા શુદ્ધિ આદિમાં ઉદ્યમ કરે છે, તેઓ અહિંસાના અગાધ મર્મને જાણતા નથી. અહીં વિશેષ એ છે કે, દ્રવ્યઅહિંસા ષકાયના પાલનને અનુકૂળ બાહ્ય આચરણારૂપ છે અને ભાવઅહિંસા એ શુદ્ધ આત્મભાવોમાં નિવેશને અનુકૂળ આત્મવ્યાપારરૂપ છે. શુદ્ધ ભાવોમાં નિવેશને અનુકૂળ વ્યાપાર જિનવચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવાથી થાય છે અને જિનવચન ઉત્સર્ગ - અપવાદથી વ્યાપ્ત છે. વળી, ઉચિત સ્થાને ઉચિત પ્રવૃત્તિ કરવા માટે ગીતાર્થ સાધુઓ જિનવચનનું અવલંબન લઈ શકે છે અને અગીતાર્થ સાધુ ગીતાર્થગુરુના વચનના અવલંબનથી જિનવચનનું અવલંબન લઈ શકે છે, અન્યથા લઈ શકતા નથી. માટે ક્યા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ આદિને આશ્રયીને કઈ ઉચિત પ્રવૃત્તિ કરવાથી સાનુબંધ શુભભાવની વૃદ્ધિ થાય છે અને કયા દ્રવ્ય-ક્ષેત્ર-કાળને આશ્રયીને કઈ પ્રવૃત્તિના સેવનથી નિરનુબંધ શુભભાવ થાય છે તેનો વિભાગ ગીતાર્થ ગુરુ વર્જિત મુનિ ગ્રહણ કરી શકતા નથી. આથી તેઓ બાહ્ય અહિંસાનું સભ્ય પાલન કરતા હોય For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૮/ગાથા-૪-૫ તોપણ શુદ્ધ ભાવપ્રાણનું રક્ષણ કરવા માટે સમર્થ બની શકતા નથી. માટે શુદ્ધ ભાવપ્રાણોના રક્ષણ વગ૨ની બાહ્ય અહિંસા સંસારના નિસ્તારનું કારણ બનતી નથી. તેથી ગીતાર્થ ગુરુથી વર્જિત મુનિ અહિંસાના મર્મને પ્રાપ્ત કરી શકતા 72. 11811 અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે બાળતપસ્વી અને ગુરુ વર્જિત મુનિ અહિંસાના મર્મને જાણતા નથી. ત્યાં પ્રશ્ન થાય કે જૈનશાસનમાં રહેલા સાધુઓ પૃથ્વી આદિ છકાયના સ્વરૂપને જાણનારા છે અને તેઓ ગુરુ વર્જિત હોય તોપણ છકાયના જીવોના રક્ષણ અર્થે નિર્દોષ ભિક્ષાચર્યા આદિ ક્રિયાઓમાં યત્ન કરતા હોવાથી શુભભાવ વર્તે છે. માટે અહિંસાનું પાલન નથી, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે ગાથા : - ભવમોચક પરિણામ સરીખો, તેહનો શુભ ઉદ્દેશ; આણારહિતપણે જાણીજે, જોઈ પદ ઉપદેશ. મન. ૫ ગાથાર્થ ઃ ઉપદેશપદ જોઈને, તેહનો=ગુરુ વર્જિત મુનિનો, શુભ ઉદ્દેશ=ગીતાર્થ ગુરુનો ત્યાગ કરી નિર્દોષ સંયમ જીવન પાળવાનો શુભ ઉદ્દેશ, ભવમોચના પરિણામ સરિખો=દુઃખી જીવોને દુઃખવાળા ભવથી મુકાવવા માટે મારવાના પરિણામ જેવો, આજ્ઞારહિતપણાને કારણે જાણવો. IIII ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે ગુરુવર્જિત મુનિ ગૂઢ એવા ગુરુલઘુભાવને નહિ જાણતા અહિંસાના અગાધ મર્મને પામતા નથી. હવે કેમ અગાધ મર્મને પામતા નથી ? તે બતાવવા માટે કહે છે ઉપદેશપદગ્રંથના વચનાનુસાર જેઓ ભગવાનની આજ્ઞારહિત એકાકી વિચરે છે તેઓનો નિર્દોષ ભિક્ષાચર્યા પાળીને શુદ્ધ સંયમ પાળવાનો શુભ ઉદ્દેશ પણ ભવમોચકના પરિણામ સરિખો છે. For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૮ ગાથા-પ-૬ જેમ સંસારમાં કેટલાક જીવો દયાળુ સ્વભાવવાળા હોય છે પણ વિવેક વગરના હોય છે તેથી તેઓ ભૌતિક રીતે દુઃખી જીવોને જોઈને તેઓને દુઃખવાળા ભવથી મુકાવવા અર્થે મારી નાખે છે. વસ્તુતઃ વિવેકી પુરુષે તે જીવોને મારી ન નાખતા તેવા જીવોના દુઃખ દૂર થાય તેવો યત્ન કરવો જોઈએ, કદાચ તેમનું દુઃખ દૂર થાય તેમ ન હોય તો પણ તેમના દુઃખમાં કંઈક શાતા ઉપજે તેવો પ્રયત્ન કરવો ઉચિત ગણાય પરંતુ તેઓને મારી નાખવાનો પરિણામ અવિવેકવાળી દયાને કારણે તે જીવોને થાય છે, જે તે અધિક દુઃખ ઉત્પન્ન કરવારૂપ હોવાથી અનુચિત છે. તેમ જે જીવોને ગીતાર્થ ગુરુથી થતા સંવેગરૂપ ઉત્તમ ભાવોના પરમાર્થનું જ્ઞાન નથી, પરંતુ માત્ર બાહ્ય શુદ્ધ આચારો પ્રત્યે રાગ છે, તેથી ગુણવાન એવા ગીતાર્થ ગુરુનો ત્યાગ કરીને નિર્દોષ ભિક્ષાચર્યા આદિ અર્થે એકાકી વિચરે છે તેઓનો તે પરિણામ આજ્ઞારહિત હોવાને કારણે અનુચિત છે; કેમ કે ગુરુલાઘવનો વિચાર કરીને ઉચિત પ્રવૃત્તિ કરવાની ભગવાનની આજ્ઞા છે. સંયમ જીવનમાં ગીતાર્થની નિશ્રાથી નવું નવું શ્રુત અધ્યયન પ્રાપ્ત થાય છે, નવા નવા શ્રુત અધ્યયનથી સંવેગની વૃદ્ધિ થાય છે, ભગવાનના વચનમાં થયેલી શ્રદ્ધા દૃઢ થાય છે અને ગુણવાનના સાંનિધ્યથી અનેક પ્રકારની ઉચિત પ્રવૃત્તિઓ થાય છે. તે સર્વ ઉચિત પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને માત્ર બાહ્ય નિર્દોષ ભિક્ષાચર્યા આદિ આચારોના પાલન કરવાની પ્રવૃત્તિ લઘુભાવને પ્રધાન કરીને ગુરુભાવના ત્યાગ સ્વરૂપ છે, માટે અનુચિત છે. પણ અવતરણિકા - ગાથા-૧માં કહેલ કે આરાધના કરવાને અભિમુખ થયેલા કેટલાક જીવો કહે છે કે “સિદ્ધાંતમાં અહિંસા સાર છે. ત્યાર પછી ગાથા-રમાં કહેલ કે બીજા આચારોને છોડીને એક અહિંસાનો રંગ તે લૌકિકનીતિ છે, લોકોતરપંથ નથી.' તે લૌકિકનીતિ આચરનારા જીવો કોણ છે તેની સ્પષ્ટતા ગાથા૩-૪માં કરી. અને લોકિકતીતિ પાળનારા ગીતાર્થ ગુરુ રહિત મુનિ છે તેઓનો શુભભાવ પણ કેવો અવિવેકમૂલક છે તે ગાથા-પમાં બતાવ્યું. હવે તેઓનું અહિંસાને ગ્રહણ કરનારું વચન લૌકિકનીતિ કેમ છે ? અને લોકોત્તરનીતિ કેમ નથી ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૮ ગાથા-૬ ૧૬૯ ગાથા : એક વચન ઝાલીને છાંડે, બીજાં લૌકિકનીતિ; સકલ વચન નિજ ઠામે જોડે, એ લોકોત્તરનીતિ. મન. ૬ ગાથાર્થ : એક વચનને ઝાલીને=ભગવાનના અનેક વચનોમાંથી એક વચનને ગ્રહણ કરીને, બીજા છાંડે બીજા વચનોનો ત્યાગ કરે, તે લૌકિકનીતિ છે. ભગવાનના બધા વચનોને પોત-પોતાના સ્થાને જોડે એ લોકોતરનીતિ છે. IIII. ભાવાર્થ ગાથા-રમાં કહેલ કે એક અહિંસામાં રંગ રાખનારાની પ્રવૃત્તિ કેવળ લૌકિકનીતિ છે પણ લોકોત્તર પંથ નથી. તેથી પ્રસ્તુત ગાથામાં લૌકિકનીતિ શું છે અને લોકોત્તરપંથ શું છે તે સ્પષ્ટ કરતા બતાવે છે. સંયમ જીવનમાં વર્તતા સાધુને આશ્રયીને સંયમના કંડકોની વૃદ્ધિના ઉપાયભૂત ભગવાનના અનેક વચનો છે, તેમાંથી અગીતાર્થ સાધુ એક વચનને ગ્રહણ કરીને બીજા વચનનો ત્યાગ કરે છે, તેથી નિર્દોષ ભિક્ષાચર્યા, નિર્દોષ સંયમની બાહ્ય કષ્ટમય આચરણા કરવા માટે બદ્ધ પરિણામવાળા થાય છે; પરંતુ ગુણવાનને પરતંત્ર રહેવાના પરિણામવાળા નથી, શાસ્ત્રોના સૂક્ષ્મ-સૂક્ષ્મ પદાર્થો જાણવાના અભિલાષવાળા નથી અને ગુરુ-લાઘવનો વિચાર કરીને સર્વ ઉચિત પ્રવૃત્તિ કરવાના આગ્રહવાળા નથી. આવા સાધુઓ નિર્દોષ ભિક્ષાચર્યા આદિ અર્થે ગીતાર્થ ગુરુનો ત્યાગ કરે તે સર્વ લૌકિકનીતિ છે. વળી, જે સાધુ ભગવાનના દરેક વચનોને પોતપોતાના સ્થાને જોડીને દ્રવ્યક્ષેત્રકાળ-સંઘયણ-સંયોગને અનુરૂપ ઉચિત આચરણા કરે છે; તેઓની તે આચરણા લોકોત્તરનીતિ છે અને તેવા સાધુ જેમ નિર્દોષ સંયમ જીવનના આગ્રહી છે તેમ નવું નવું શ્રુત ગ્રહણ કરવામાં, ચુતને ઉચિત રીતે જોડવામાં અને શ્રુત અધ્યયન દ્વારા સંવેગની વૃદ્ધિમાં સદા ઉદ્યમ કરનારા છે. તેથી ભગવાનના અહિંસાના વચનો અહિંસાને અનુકૂળ બાહ્ય આચારોમાં જોડે છે અને ગુણવાનને પરતંત્ર થવાના ભગવાનના વચનોને પૂર્ણ ગુણવાળા એવા વીતરાગને પરતંત્ર થવા For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૮/ગાથા-૬-૭ માટે જોડે છે, તેથી તે સાધુ વીતરાગના વચનને યથાર્થ બતાવનારા ગીતાર્થ ગુરુને પરતંત્ર થાય છે અને તે રીતે તે સાધુ સર્વ ઉચિત આચરણા કરીને લોકોત્તરનીતિનું પાલન કરે છે. IIII અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે સકલ વચનને પોતપોતાના સ્થાને જોડે તે લોકોત્તરનીતિ છે. હવે તે લોકોત્તરનીતિ કેવા સ્વરૂપવાળી છે કે જેમાં પૂર્ણ અહિંસાની પ્રાપ્તિ થાય છે, તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે ગાથા : જિનશાસન છે એકક્રિયામાં, અન્યક્રિયા સંબંધ; જિમ ભાષીજે ત્રિવિધ અહિંસા, હેતુ-સ્વરૂપ-અનુબંધ. ગાથાર્થ: એક ક્રિયામાં=સંયમની એક ક્રિયામાં, અન્ય ક્રિયાનો સંબંધ જિનશાસન છે. જેમ=જેના કારણે હેતુ-સ્વરૂપ-અનુબંધરૂપ ત્રણ પ્રકારની અહિંસા કહેલી છે. IIII ભાવાર્થ: ભગવાનના શાસનમાં સંયમની સર્વ ક્રિયાઓ ઉચિત પ્રવૃત્તિ કરાવીને મહાત્માને વીતરાગતાની પ્રાપ્તિનું કારણ બને છે. તેથી જે સંયોગ પ્રમાણે જે ક્રિયા બલવાન હોય તે વખતે વિવેકી મહાત્મા તેનું સેવન કરે છે અને તેના સેવનકાળમાં તે મહાત્માની એક ક્રિયામાં અન્ય સર્વ ક્રિયાઓનો સંબંધ છે. તેથી તે મહાત્મા કોઈપણ એક ક્રિયા ઉચિત કાળે, ઉચિત વિધિથી કરતા હોય તો સંયમની સર્વ ક્રિયાઓના આરાધનાના ફળની પ્રાપ્તિ તે મહાત્માને થાય છે. મન. ૭ આ શાસ્ત્રવચનને સામે રાખીને આગમમાં પ્રશ્ન કરેલ છે કે ત્રીજા મહાવ્રતની સમ્યગ્ આરાધના કોણ કરે છે ? તેના ઉત્તરરૂપે આગમમાં કહેલ છે કે જે મહાત્મા નિશ્રા અને ઉપશ્રા વગર દશ પ્રકારના વૈયાવચ્ચ કરે છે તે મહાત્મા ત્રીજા વ્રતની આરાધના કરે છે. For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૮|ગાથા-૭ આ કથનથી એ ફલિત થાય કે જે સાધુ ભગવાનના વચનાનુસાર નિર્દોષ ભિક્ષાચર્યામાં યત્ન કરે છે અને દોષિત ભિક્ષા ગ્રહણ કરતા નથી, તેથી ભૂલથી તેઓને તીર્થકરઅદત્તની પ્રાપ્તિ નથી તેવું જણાય. વળી ગુણવાન ગુરુની અનુજ્ઞાથી ભિક્ષાચર્યા કરે છે, ગુરુથી પ્રચ્છન્ન કંઈ રાખતા નથી, તેથી ગુરુઅદત્તની પણ પ્રાપ્તિ નથી. વળી જીવ સંસક્ત આહાર ગ્રહણ પણ કરતા નથી, માટે જીવઅદત્તની પ્રાપ્તિ નથી અને જે આહારાદિ જે માલિકના હોય તેના આપ્યા વગર ગ્રહણ કરતા નથી માટે સ્વામીઅદત્તની પણ પ્રાપ્તિ નથી, આમ છતાં તે મહાત્મા નિર્દોષ ભિક્ષાચર્યા આદિ કરીને તેનાથી પુષ્ટ થયેલા દેહથી ઉચિત વૈયાવચ્ચ ન કરે, સંવેગની વૃદ્ધિ થાય તે પ્રકારે ઉચિત કાળે સ્વાધ્યાય આદિમાં ઉચિત પ્રવૃત્તિ ન કરે તો તે મહાત્માને તીર્થકરઅદત્તની પ્રાપ્તિ થાય છે; કેમ કે તીર્થકરે દેહની પુષ્ટિ અર્થે સાધુને આહાર ગ્રહણ કરવાની અનુજ્ઞા આપી નથી. પરંતુ સંયમના સર્વયોગો ઉચિત કાળે ઉચિત રીતે સેવીને અસંગભાવના સંસ્કારો આત્મામાં વૃદ્ધિ પામે તે રીતે સેવવામાં ઉપકારક થાય તે અર્થે આહાર ગ્રહણની અનુજ્ઞા આપેલી છે, છતાં તે મહાત્માએ દેહની પુષ્ટિ અર્થે આહાર ગ્રહણ કર્યો; તેથી તે મહાત્મા ત્રીજા મહાવ્રતની આરાધના કરતા નથી. આનાથી એ પ્રાપ્ત થયું કે ત્રીજા મહાવ્રતની આરાધનારૂપ એક ક્રિયામાં સંયમની અન્ય સર્વ ક્રિયાઓનો યોગ છે, તેથી જે સાધુ અપ્રમાદભાવથી સંયમની અન્ય ક્રિયાઓ કરતા હોય તે મહાત્મા જ ત્રીજા વ્રતરૂપ એક ક્રિયાનું સમ્યમ્ પાલન કરી શકે. આનાથી એ સિદ્ધ થાય કે કોઈ એક ઉચિત્ત ક્રિયા ઉચિત કાળે અપ્રમાદભાવથી સેવાતી હોય તો તે ક્રિયા તે મહાત્માના વીતરાગભાવને અભિમુખ પરિણામની વૃદ્ધિ કરે છે. માટે તે મહાત્માને સર્વ ક્રિયાઓના સેવનનું ફળ તે એક ક્રિયાના સેવનથી પ્રાપ્ત થાય છે અને જો તે ક્રિયા સ્વશક્તિ અનુસાર અપ્રમાદભાવથી ન સેવાતી હોય તો તે ક્રિયાથી વીતરાગભાવને અભિમુખ તે મહાત્માનો યત્ન થતો નથી, તેથી તે ક્રિયા અન્ય સર્વ ક્રિયાઓ સાથે સંયોગવાળી નહિ હોવાથી તે ક્રિયાનું ફળ મળતું નથી. આથી તીર્થકર વચનાનુસાર ભિક્ષાના સર્વ દોષોનો પરિહાર કરીને, ગ્રહણ કરાયેલી ભિક્ષાથી પણ અન્ય ઉચિત ક્રિયાઓમાં પ્રમાદી સાધુને તીર્થકરઅદત્તની પ્રાપ્તિ છે. For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૮/ગાથા-૭-૮ જેના કારણે=એક ક્રિયામાં અન્ય ક્રિયાનો સંબંધ જિનશાસન છે તેના કારણે, ભગવાનના શાસનમાં હેતુ, સ્વરૂપ અને અનુબંધથી ત્રણ પ્રકારની અહિંસા બતાવી છે. તેથી જે સાધુ હેતુ, સ્વરૂપ અને અનુબંધથી હિંસાના સ્વરૂપને જાણીને સંયમમાં યત્ન કરે છે, તેની ક્રિયા અવશ્ય પરસ્પર સાપેક્ષ થઈને સર્વક્રિયાના સેવનનાં ફળનું કારણ બને છે. ૧૭૨ આશય એ છે કે કોઈ સાધુ બાહ્ય રીતે જીવની હિંસા ન થાય તે રીતે પ્રવૃત્તિ કરતા હોય તો સ્થૂલથી તે પ્રવૃત્તિમાં હિંસા નથી તેમ જણાય. જેમ ભિક્ષાના સર્વ દોષોના પરિહારપૂર્વક કોઈ મહાત્મા ભિક્ષા ગ્રહણ કરે તો તે ભિક્ષાની પ્રવૃત્તિમાં અહિંસા છે તેમ જણાય, પરંતુ જો તે મહાત્મા અપ્રમાદભાવથી સ્વભૂમિકા અનુસાર ઉચિત કાળે ઉચિત પ્રવૃત્તિ ન કરતા હોય તો તેમની તે ક્રિયા અન્ય ક્રિયાઓના યોગવાળી નહિ હોવાથી વીતરાગતાની પ્રાપ્તિનું કારણ બનતી નથી. તેથી બાહ્યથી તે ક્રિયા અહિંસારૂપ હોવા છતા અનુબંધથી અહિંસારૂપ નથી. જેમ નિર્દોષ ભિક્ષા લાવવાની ક્રિયા બાહ્યથી અહિંસારૂપ હોવા છતાં જો તે મહાત્મા નિર્દોષ ભિક્ષા વાપર્યા પછી સંયમ યોગમાં અપ્રમાદથી ઉચિત યત્ન ન કરતા હોય તો તેમની તે નિર્દોષ ભિક્ષાની ક્રિયા હેતુથી અને સ્વરૂપથી અહિંસારૂપ હોય છતાં અનુબંધથી અહિંસારૂપ નથી. તેથી એ ફલિત થાય કે એક ક્રિયામાં અન્ય ક્રિયાનો સંબંધ હોય તેવી ક્રિયા જિનશાસનની ક્રિયા છે અને તે ક્રિયામાં જ અનુબંધ અહિંસા છે, અન્ય ક્રિયામાં નહિ, તે બતાવવા માટે ભગવાનના શાસનમાં હેતુ, સ્વરૂપ અને અનુબંધથી ત્રણ પ્રકારની અહિંસા કહેલી છે. ના અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે ભગવાનના શાસનમાં હેતુ, સ્વરૂપ અને અનુબંધથી અહિંસા કહેલી છે. હવે, તે ત્રણ પ્રકારની અહિંસાનું સ્વરૂપ બતાવતાં કહે છે - ગાથા : હેતુઅહિંસા જયણારૂપે, જન્તુઅઘાત સ્વરૂપ; ફલરૂપે જે તેહ પરિણામે, તે અનુબંધસ્વરૂપ. મન. ૮ For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન-ઢાળ-૮/ગાથા-૮ ગાથાર્થ – હેતુ અહિંસા જયણારૂપ છે, સ્વરૂપ અહિંસા જંતુના અઘાતરૂપ છે, તેહ જે ફળરૂપે પરિણમન પામે તે અનુબંધ સ્વરૂપ અહિંસા છે. llcil ભાવાર્થ - સંયમની સર્વ ઉચિત ક્રિયાઓમાં જે યતના છે તે હેતુ અહિંસા છે, તેથી કોઈ સાધુ નિર્દોષ ભિક્ષાચર્યા આદિમાં યતનાપૂર્વક પ્રયત્ન કરતા હોય તો તેઓની તે ભિક્ષા ગ્રહણની ક્રિયામાં હેતુ અહિંસા છે. આથી જ અપવાદથી દોષિત ભિક્ષા ગ્રહણ કરતા હોય ત્યારે પણ અધિક દોષના પરિવાર અર્થે શાસ્ત્ર વિધિ પ્રમાણે યતના કરતા હોય તો તે દોષિત ભિક્ષા કાળમાં પણ યતનાનો પરિણામ હોવાથી હેતુ અહિંસા છે. વળી, જે પ્રવૃત્તિમાં જંતુનો ઘાત ન થાય તે પ્રવૃત્તિમાં સ્વરૂપ અહિંસા છે. જેમ કોઈ સાધુએ નિર્દોષ ભિક્ષા માટે તે રીતે યત્ન કર્યો જેનાથી તે ભિક્ષા ગ્રહણની પ્રવૃત્તિથી કોઈ જીવનો ઘાત થયો નહિ તો તે ભિક્ષા ગ્રહણમાં હેતુ અહિંસા સાથે સ્વરૂપથી અહિંસા પણ છે. વળી, તે મહાત્માએ કોઈ સંયોગને કારણે અપવાદથી દોષિત ભિક્ષા ગ્રહણ કરી અને તે દોષિત ભિક્ષા ગ્રહણ કરતી વખતે અપવાદની જે ઉચિત યતના શાસ્ત્ર બતાવી છે તે યતનાપૂર્વક દોષિત ભિક્ષા ગ્રહણ કરે તો તે દોષિત ભિક્ષામાં હેતુ અહિંસા હોવા છતાં સ્વરૂપ અહિંસા નથી; કેમ કે તે દોષિત ભિક્ષામાં જંતુનો ઘાત છે. વળી, કોઈ મહાત્મા યતના વગર કોઈને ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરે ત્યારે તે ભિક્ષા સ્વાભાવિક નિર્દોષ પ્રાપ્ત થઈ હોય, તો તે ભિક્ષા ગ્રહણમાં યાતના નહિ હોવાથી હેતુ અહિંસા નથી પણ તે ભિક્ષા નિર્દોષ હોવાથી જંતુ વાત નથી તેથી સ્વરૂપ અહિંસા છે. વળી, કોઈ સાધુ ઉત્સર્ગથી નિદોષ ભિક્ષા લાવે તે વખતે જે યતના કરે તેના કારણે તે ભિક્ષામાં હેતુ અહિંસા છે. વળી, નિર્દોષ ભિક્ષા હોવાથી જંતુ ઘાત નથી માટે સ્વરૂપ અહિંસા છે અને તે ભિક્ષા ગ્રહણ કરીને ભિક્ષામાં લેપાયા વગર ભિક્ષાને વાપરે, એટલું જ નહિ પણ તે ભિક્ષાથી પુષ્ટ થયેલા દેહથી For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૮/ગાથા-૮-૯ ભગવાનના વચનાનુસાર સમભાવની વૃદ્ધિ માટે જે ઉચિત ક્રિયા હોય તે ક્રિયા તે પ્રમાણે કરે, જેથી તે મહાત્માનું ચિત્ત સંયમના ઉપર ઉપરના કંડકો પ્રાપ્ત કરે તો તે અહિંસા ઉત્તરોત્તરની અધિક અહિંસાના ફળરૂપે પરિણમન પામે છે. તે અહિંસા અનુબંધ અહિંસા છે. ૧૭૪ આનાથી એ પ્રાપ્ત થાય છે કે જે સાધુ ભગવાનના વચનના સ્મરણપૂર્વક વીતરાગતાને અનુકૂળ અંતરંગ ઉદ્યમ થાય તે પ્રકારે યતનાપૂર્વક સંયમની સર્વ કિયા કરતા હોય તેઓની હેતુઅહિંસા અનુબંધ શુદ્ધવાળી છે. વળી, જે નિર્દોષ ભિક્ષાચર્યા આદિ પ્રવૃત્તિમાં જંતુનો ઘાત ન હોય તેવી સ્વરૂપઅહિંસા પણ વીતરાગતા ને અનુકૂળ અંતરંગ ઉદ્યમવાળી હોય તો અનુબંધ શુદ્ધ છે. વળી, જે પ્રવૃત્તિમાં બાહ્ય અહિંસાનું પાલન ન હોય છતાં વિવેક ચક્ષુ ખૂલેલા હોય તેવા સમ્યગ્દષ્ટિ જીવોને અવિરતિના ઉદયથી જે આરંભ-સમારંભની પ્રવૃત્તિ છે તેમાં હેતુ અહિંસા પણ નથી અને સ્વરૂપઅહિંસા પણ નથી, પરંતુ સમ્યગ્દષ્ટિજીવોને ભગવાનના વચન પ્રત્યે સ્થિર રૂચિ હોવાને કારણે સ્વભૂમિકા અનુસાર સંયમની પ્રાપ્તિ અર્થે ધર્માનુષ્ઠાન કરી તે દ્વારા સર્વવિરતિની શક્તિનો સંચય કરતા હોય છે તેથી અને સંસારના આરંભ-સમારંભ પણ ‘તપ્તલોહપદન્યાસ’ તુલ્ય અત્યંત સંવેગપૂર્વક કરતા હોય છે તેથી તે આરંભ-સમારંભમાં પણ અનુબંધ અહિંસા છે; કેમ કે સમ્યગ્દષ્ટિજીવોની જે પાપ પ્રવૃત્તિ છે તે ચરમ પાપ પ્રવૃત્તિ છે માટે તેઓને જન્માંતરમાં સંયમની પ્રાપ્તિ થશે. તેથી તેઓની હિંસાપણ અહિંસા ફલવાળી છે. IIII અવતરણિકા : ગાથા-૭માં કહ્યું કે એક ક્રિયામાં અન્ય ક્રિયાનો સંબંધ છે. જેથી ત્રણ પ્રકારની અહિંસા કહેલી છે અને તે ત્રણ પ્રકારની અહિંસાનું સ્વરૂપ ગાથા-૮માં બતાવ્યું. હવે જે ક્રિયામાં અન્ય ક્રિયાનો સંબંધ નથી તે ક્રિયા અનુબંધ શુદ્ધ નથી, તેથી અનુબંધ વગરની અહિંસા કેવા ફળવાળી છે ? તે બતાવવા અર્થે કહે છે 511211 : હેતુ સ્વરૂપ અહિંસા આપે, શુભફલ વિણ અનુબંધ; દઢઅજ્ઞાન થકી તે આપે, હિંસાનો અનુબંધ. મન. ૯ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૮/ગાથા-૯-૧૦ ૧૭૫ ગાથાર્થ : હેતુ અહિંસા, સ્વરૂપ અહિંસા, અનુબંધ વગર જે શુભફળ આપે, તે તે શુભફળ દઢ અજ્ઞાન થકી હિંસાનો અનુબંધ આપે. llcII ભાવાર્થ - જે સાધુઓ યતનાપૂર્વક સંયમની ક્રિયાઓ કરતા હોય તે સાધુની ક્રિયામાં યતનારૂપ હેતુ અહિંસા છે. વળી, યતનાપૂર્વક નિર્દોષ ભિક્ષા આદિ ગ્રહણ કરતા હોય તો તે ભિક્ષા આદિ પ્રવૃત્તિમાં જંતુનો આઘાત હોવાથી સ્વરૂપ અહિંસા પણ છે, પરંતુ જો તે મહાત્માની સંયમની ક્રિયા વિવેકપૂર્વકની ન હોય તો વીતરાગતાને અનુકૂળ અંતરંગ ભાવવાળી નથી. તેથી તે મહાત્માની સંયમની ક્રિયામાં અન્ય સર્વ ક્રિયાનો યોગ નથી માટે તે મહાત્માની પ્રવૃત્તિમાં હેતુ અને સ્વરૂપથી અહિંસા હોવા છતાં અનુબંધ શુદ્ધ અહિંસા નથી, તેથી તે અહિંસાના પાલનથી જે શુભફળ મળશે તે શુભફળ દઢ અજ્ઞાનને કારણે હિંસાનો અનુબંધ આપશે. આશય એ છે કે જે મહાત્માને ભગવાનના વચનાનુસાર વીતરાગતાને અનુકૂળ અંતરંગ ઉદ્યમ કરવાનો ક્ષયોપશમ નથી તે મહાત્મા યતનાપૂર્વક સંયમની ઉચિત આચરણા કરતા હોય તો તે આચરણા દ્વારા ષકાયના પાલનરૂપ શુભ લેશ્યા વર્તે છે તેથી પુણ્ય બંધાય છે, પરંતુ આત્માના લક્ષ્ય વિષયક દૃઢ અજ્ઞાન વર્તે છે, માટે તત્ત્વના વિષયમાં વિપર્યાસ વર્તે છે. તે મહાત્માની તે સંયમની ક્રિયાથી પાપાનુબંધી પુણ્ય બંધાય છે, જે પુણ્યના ઉદયમાં અન્ય ભવમાં ભોગવિલાસને પ્રાપ્ત કરીને ઘણા આરંભ-સમારંભ કરીને અંતે દુર્ગતિમાં જશે. અનુબંધ વગરની અહિંસા હેતુ અહિંસા અને સ્વરૂપ અહિંસા, હોવા છતાં હિંસાના અનુબંધવાળી છે=હિંસાના ફળવાળી છે; માટે તે અહિંસા લૌકિકનીતિથી અહિંસા હોવા છતાં લોકોત્તરનીતિથી અહિંસા નથી. III અવતરણિકા : પૂર્વ ગાથામાં કહ્યું કે હેતુ અને સ્વરૂપથી અહિંસાનું પાલન પણ દઢ અજ્ઞાનને કારણે હિંસાનો અનુબંધ આપે છે, તે કથન દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૮|ગાથા-૧૦ ગાથા :નિદ્ભવ પ્રમુખ તણી જિમ કિરિયા, જેહ અહિંસારૂપ; સુરદુરગતિ દેઈ તે પાડે, દુત્તર ભવજલકૂપ. મન. ૧૦ ગાથાર્થ : જેમ નિહ્નવ વગેરેની જે અહિંસારૂપ ક્યિા તે સુરદુરગતિ દેવદુર્ગવને આપીને દુત્તરદુઃખે કરીને તરી શકાય એવા ભવજલકૂપમાં નાંખે છે. ll૧૦ના ભાવાર્થનિહ્નવ વગેરે ભગવાનના શાસનના પદાર્થોનો અપલોપ કરીને ઉત્સુત્ર ભાષણ કરનારા હોય છે. છતાં તેમાંથી કેટલાક શાસ્ત્રો ભણીને ગીતાર્થ થયેલા હોય છે અને સંયમની સર્વ શુદ્ધ આચરણા કરવામાં યત્નવાળા હોય છે. તેઓની આચરણા હેતુ અને સ્વરૂપથી અહિંસારૂપ છે. તે અહિંસાના પાલનના બળથી તે દેવભવમાં જાય છે પરંતુ તે દેવભવ વૈમાનિક આદિ દેવ હોય તોપણ કુદેવરૂપ દેવભવ છે; કેમ કે તે દેવભવમાં તેઓને ધર્મની બુદ્ધિ થતી નથી, પરંતુ ભગવાનના શાસનની આશાતનાથી બંધાયેલા કર્મને કારણે દેવભવમાં દઢ વિપર્યાસ વર્તે છે અને તેનાથી તેઓ દુરંત સંસારમાં ભટકશે. તેથી સંયમ જીવનમાં પળાયેલી અહિંસા પણ તેઓને દુ:ખે કરી તરી શકાય એવા ભવસમુદ્રરૂપી ખાડામાં પાડે છે. તેની જેમ જે સાધુઓ શાસ્ત્રના મર્મને જાણનારા થયા નથી અને સ્વમતિ અનુસાર જિનવચનનું અવલંબન લઈને સંયમની પ્રવૃત્તિ કરે છે તેવા સાધુઓને બાહ્ય યતનાનો પરિણામ હોય, નિર્દોષ ભિક્ષાચર્યા આદિની પ્રવૃત્તિ હોય તો હેતુ અને સ્વરૂપથી અહિંસા પ્રાપ્ત થાય; પરંતુ ભગવાને કહેલા તત્ત્વમાં દઢ અજ્ઞાન વર્તતું હોવાને કારણે તેઓને હિંસાના ફળવાળું તુચ્છ પુણ્ય બંધાશે જેનાથી તેઓ દુરંત સંસારમાં ભટકશે. ફક્ત જેમ નિહ્નવ એવા જમાલિ એ પણ, નિદ્ભવ થયા પૂર્વે જે સમ્યગુ આરાધના કરી છે તેના કારણે તેમના આત્મામાં મોક્ષના બીજો પડ્યા છે તેનાથી કિંચિત્ કાળ સંસારમાં ભટકીને પણ ફરી માર્ગની પ્રાપ્તિ કરશે. તેમ વર્તમાનમાં પણ જે મહાત્માઓ મોક્ષના અર્થી છે અને શુભભાવથી આત્મામાં For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ શ્રી સીમંધરસ્વામીનું ૨૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૮/ગાથા-૧૦-૧૧ જે કંઈ યોગબીજો નાંખ્યા છે તેના કારણે તેઓ પણ મોક્ષમાં જશે તોપણ દૃઢ અજ્ઞાનને કારણે જિનવચનથી અન્યથા પ્રવૃત્તિ અને પ્રરૂપણા કરે છે તેના ફળરૂપે કિલ્બિષિક વગેરે હલકી દેવગતિ પામશે. ll૧ના અવતરણિકા : ગાથા-૯માં કહ્યું કે અનુબંધ અહિંસા વગર હેતુ અને સ્વરૂપ અહિંસા હિંસાના ફળવાળી છે તે કથનને જ દઢ કરવા અર્થે કહે છે – ગાથા : દુર્બલ નગ્ન માસ ઉપવાસી, જો છે માયારંગ; તોપણ ગરમ અનન્તા લેશે, બોલે બીજું અંગ. મન. ૧૧ ગાથાર્થ : દુર્બલતપ કરીને દુર્બલ થયેલા, નગ્ન બાહ્ય ત્યાગના બળથી જીર્ણ પ્રાયઃ વસ્ત્ર ધારણ કરનારા, માસ ઉપવાસી=માસક્ષમણ ને પારણે માસક્ષમણ કરનારા, સાધુઓને જો માયાનો રંગ છે શાસ્ત્રના પરમાર્થને જાણવામાં અને શાસ્ત્રના પરમાર્થ અનુસાર સમગ્ર આચરણા કરવામાં આત્મવંચના કરવા રૂપ માયાનો રંગ છે, તોપણ અનંતા ગર્ભ લેશે અનંત જન્મને પ્રાપ્ત કરશે અનંતકાળ સંસારમાં રખડશે, એમ બીજુ અંગ બોલે છે સૂયડાંગસૂત્રમાં કહેલ છે. ll૧૧] ભાવાર્થ - કોઈ સાધુ ત્યાગની અત્યંત રૂચિવાળા હોય તેથી માસક્ષમણના પારણે માસક્ષમણ કરતા હોય. વળી, અત્યંત જીર્ણ વસ્ત્રાદિ ઉપધિ ધારણ કરતા હોય અર્થાત્ અત્યંત અપરિગ્રહવાળા હોય, આમ છતાં શાસ્ત્રવચનને યથાસ્થાને જોડવાની નિર્મળ પ્રજ્ઞા ન હોય તો સ્વરૂચિ અનુસાર શાસ્ત્રવચનને જોડી, પોતાની અલ્પ શક્તિમાં યથાર્થ શક્તિ છે તેવો ભ્રમ ધારણ કરે છે અને પોતાની રુચિ અનુસાર શાસ્ત્રના વિપરીત અર્થો કરીને પોતાના આત્માને ઠગતા હોય, તેઓને માયાનો રંગ છે. આ માયા અનંતાનુબંધી કષાયના ઉદયથી થયેલી છે, તેથી તે માયા તપસ્વી એવા તે મહાત્માને તત્ત્વ જાણવાની ઇચ્છા For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૮|ગાથા-૧૧-૧૨ થવા દેતી નથી અને તેવી માયાને વશ તે સાધુ જે અહિંસા પાળે છે તે હેતુ અને સ્વરૂપથી અહિંસા છે પરંતુ વિવેકમૂલક પ્રવૃત્તિ નહિ હોવાથી વીતરાગતાને અનુકૂળ એવા અસંગભાવને અભિમુખ પ્રવૃત્તિ નથી; કેમ કે પોતાની સ્વરૂચિ અનુસાર પ્રવૃત્તિ કરવામાં તીવ્ર સંગનો પરિણામ છે તેથી તેમની સંયમની સર્વ બાહ્ય આચરણા અનંત સંસારનું કારણ છે તેમ બતાવવા માટે બીજા સૂયડાંગ સૂત્રમાં તેવા સાધુ અનંતા ગર્ભ લેશે તેમ કહીને તેઓની આચરણા અહિંસાના અનુબંધવાળી નથી પણ હિંસાના અનુબંધવાળી છે તેમ બતાવેલ છે. I/૧૧ અવતરણિકા : પૂર્વ ગાથામાં કહ્યું કે માસ ઉપવાસી આદિ તપવાળા અને ત્યાગી એવા મહાત્મા પણ જો માયાના રંગવાળા છે તો અનંત સંસાર પરિભ્રમણ કરશે. હવે તેવા સાધુઓની અહિંસા પાલનની પ્રવૃત્તિ પણ નકામી છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : નિદિત આચારે જિનશાસન, જેહને હીલે લોક; માયા પહિલી તસ અજ્ઞાને, સર્વ અહિંસા ફોક. મન. ૧૨ ગાથાર્થ : જેહના નિર્દિત આચારમાં લોક-બુદ્ધિમાન લોક, જિનશાસનને હીલે હીલના કરે, તેના અજ્ઞાનમાં માયા પહેલી છે મુખ્ય છે, તેથી સર્વ અહિંસાતે સાધુની પાલન કરાતી બધી અહિંસા, ફોક છે. ll૧૨ા ભાવાર્થ : જે સાધુઓ સૂક્ષ્મ બોધવાળા નથી, સ્વમતિ અનુસાર શાસ્ત્રવચનને જોડે છે અને સંયમની કષ્ટમય આચરણા કરે છે, તેઓ ભગવાનના વચનના મર્મને જાણનારા નહિ હોવાથી સ્વમતિ અનુસાર જે વિપરીત પ્રવૃત્તિ કરે છે તે તેમનો નિંદિત આચાર છે અને જેઓ તત્ત્વના અર્થી છે અને બુદ્ધિમાન છે એવા લોકો તે આચારને જોઈને વિચારે છે કે ભગવાનના શાસનની આચરણા આવા પ્રકારની વિવેક વગરની છે, માટે આ શાસન શ્રેષ્ઠ ધર્મને બતાવનાર નથી. આ For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૮ગાથા-૧૨-૧૩ ૧૭૯ પ્રકારની બુદ્ધિમાન પુરુષો દ્વારા જિનશાસનની જે હીલના થાય છે, તેમાં તે તપસ્વી મહાત્માનું અજ્ઞાન કારણ છે. વળી, તે અજ્ઞાનમાં પણ માયા મુખ્ય છે; કેમ કે જો તે તપસ્વી મહાત્મા આત્મવંચના ન કરે=પોતાની મતિ પ્રમાણે શાસ્ત્રવચનનું યોજન ન કરતાં ગીતાર્થને પરતંત્ર થઈને ઉચિત પ્રવૃત્તિ કરે તો શાસનની હીલના થાય નહિ. પરંતુ આ મહાત્મા તો પોતાની અલ્પ મતિમાં યથાર્થ મતિનો ભ્રમ ધારણ કરીને સ્વરુચિ અનુસાર ધર્મની પ્રવૃત્તિ કરે છે જેથી લોકમાં જિનશાસનની આચરણા નિંદાનું સ્થાન બને છે. તેથી તેવા ત્યાગી સાધુ જે અહિંસા પાળે છે તે સર્વ અહિંસા પણ ફોક છે. વિરા અવતરણિકા : ગાથા-૯માં બતાવ્યું કે વિવેક વગરના જીવોની અહિંસાની કિયા પણ લૌકિકનીતિથી અહિંસા છે અને તેવી અહિંસા હિંસાના અનુબંધવાળી છે. હવે વિવેકવાળા જીવોની સ્વરૂપથી નિરવદ્ય ક્રિયા અને સ્વરૂપથી સાવધ ક્રિયા બન્ને પણ અનુબંધથી અહિંસારૂપ છે તે બતાવવા અર્થે કહે છેગાથા : સ્વરૂપથી નિરવધ તથા જે, છે કિરિયા સાવધ; જ્ઞાનશક્તિથી તેહ અહિંસા, દિએ અનુબધે સધ. મન. ૧૩ ગાથાર્થ : જે સ્વરૂપથી નિરવઘ કિયા છે, તથા=અને, જે સ્વરૂપથી સાવધ ક્યિા છે, તેહ તે જ્ઞાનશક્તિથી સધ=શીઘ, અનુબંધમાં=ળમાં અહિંસાને દીએ અહિંસાને આપે. II૧all. ભાવાર્થ : સમ્યકત્વ પામવાથી જીવમાં વિવેક પ્રગટે છે અને વિવેકવાળા સમ્યગ્દષ્ટિ જીવો, “સંસારની અવસ્થા જીવની વિડંબના છે અને મુક્ત અવસ્થા જીવની સુંદર અવસ્થા છે” તથા સંસાર અવસ્થાનું કારણ આત્માની સંગની પરિણતિ છે અને મુક્ત અવસ્થાની પ્રાપ્તિનો ઉપાય આત્માની અસંગ પરિણતિ છે તેવો સ્થિર બોધ ધરાવે છે. વળી, જિનવચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ અસંગની For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૮/ગાથા-૧૩-૧૪ પરિણતિને પ્રગટ કરવાનો ઉપાય છે તેવો સ્થિર નિર્ણય સમ્યગ્દષ્ટિ જીવોને છે; તેથી તેઓ શક્તિના પ્રકર્ષથી જિનવચનાનુસાર સ્વરૂપથી નિરવદ્ય પ્રવૃત્તિ કરનારા હોય છે છતાં પ્રબળ ચારિત્રમોહનીય કર્મના ઉદયને કારણે સ્વરૂપથી સાવદ્ય ક્રિયા કરે તો પણ નિરવદ્ય ક્રિયાને અનુકૂળ શક્તિનો સંચય કરનારા હોય છે. તેથી તેવા સમ્યગ્દષ્ટિ જીવોમાં માર્ગાનુસારી બુદ્ધિ વર્તે છે, જે ભગવાનના વચનાનુસાર યથાર્થ બોધરૂપ જ્ઞાનશક્તિ સ્વરૂપ છે અને તેવી જ્ઞાનશક્તિને કારણે સમ્યગ્દષ્ટિની સ્વરૂપથી નિરવદ્ય ક્રિયા તો અહિંસાના અનુબંધને આપે જ છે, પરંતુ સ્વરૂપથી સાવદ્ય ક્રિયા પણ સદ્ય અર્થાત્ શીધ્ર અહિંસાના અનુબંધને આપે છે. આશય એ છે કે જે સમ્યગ્દષ્ટિ જીવો સંયમની નિરવદ્ય ક્રિયા કરે છે તે સંયમની ક્રિયાઓ તો જ્ઞાનશક્તિથી યુક્ત હોવાને કારણે અસંગભાવની પ્રાપ્તિનું કારણ હોવાથી અહિંસાના ફળને આપનાર છે અર્થાત્ અહિંસાના ફળરૂપ મોક્ષને આપનાર છે, પરંતુ જે સમ્યગ્દષ્ટિ જીવોમાં હજી સંયમની શક્તિનો સંચય થયો નથી તેથી સ્વરૂપથી સાવદ્ય એવી જિનપૂજા આદિ ક્રિયાઓ કરે છે, તે ક્રિયા દ્વારા પણ તે જીવો સર્વવિરતિની શક્તિનો સંચય કરીને શીધ્ર અહિંસાના ફળરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. II૧all અવતરણિકા - ગાથા-૧૩માં કહ્યું કે જ્ઞાનશક્તિવાળા સમ્યગ્દષ્ટિ જીવોને સ્વરૂપથી નિરવદ્ય કે સ્વરૂપથી સાવધ ક્રિયા અહિંસાનો અનુબંધ આપે છે. તે કથન દાંતથી સ્પષ્ટ કરે છે – ગાથા : જિનપૂજા અપવાદપદાદિક, શીલવ્રતાદિક જેમ; પુણ્ય અનુત્તર મુનિને આપી, દિએ શિવપદ બહુખેમ. મન. ૧૪ ગાથાર્થ : જેમ અપવાદપદાદિક જિનપૂજ (અને) શીલવતાદિક મુનિને અનુત્તર પુણ્ય આપીને બહુ ક્ષેમવાળું એવું શિવપદ દીએ આપે. II૧૪ll For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૮/ગાથા-૧૪ ભાવાર્થ : પૂર્વ ગાથામાં કહ્યું કે જે ક્રિયા સ્વરૂપથી સાવધ છે તે ક્રિયા જ્ઞાનશક્તિવાળાને સઘ અહિંસાનો અનુબંધ આપે છે તેને દૃષ્ટાંતથી બતાવતાં કહે છે જેમ શ્રાવક અપવાદથી જિનપૂજા કરે છે તેના દ્વારા અનુત્તર પુણ્યને પ્રાપ્ય કરીને ક્મસ૨ ઉત્તર-ઉત્તરની ભૂમિકાને પામીને મોક્ષને પ્રાપ્ત કરે છે જે અહિંસાના પાલનનું ફળ છે તેથી સ્વરૂપથી સાવદ્ય એવી જિનપૂજાની પ્રવૃત્તિ પણ અહિંસાના અનુબંધ વાળી થઈ=અહિંસાના ફળવાળી થઈ. ૧૮૧ આશય એ છે કે જે શ્રાવકને ભગવાનના વચનનો યથાર્થ બોધ થયો છે તેનામાં જિનવચનાનુસાર જ્ઞાનશક્તિ પ્રગટે છે અને તેવા મહાત્માને વીતરાગતા એ જીવની સુંદર અવસ્થા છે તેવો સ્થિર નિર્ણય છે અને સર્વ શક્તિથી વીતરાગતામાં ઉદ્યમ કરવો જોઈએ તેવી સ્થિર રૂચિ છે. અને તેવા ગુણવાળો શ્રાવક વિચારે છે કે મનુષ્યભવને પામીને સર્વશક્તિથી સમભાવની વૃદ્ધિ થાય તે રીતે સંયમમાં ઉદ્યમ કરવો જોઈએ, જેથી શીઘ્ર વીતરાગતાની પ્રાપ્તિ થાય. આમ છતાં અનાદિ ભવ અભ્યસ્ત બાહ્ય વિષયનો રાગ છે તેથી પોતે સર્વ શક્તિથી સંયમમાં યત્ન કરી શકે તેવી અંતરશુદ્ધિ પોતાનામાં નથી તેવું જણાય ત્યારે તે શ્રાવક સ્વરૂપથી સાવદ્ય એવી પણ જિનપૂજાની પ્રવૃત્તિ અપવાદથી સ્વીકારે છે અર્થાત્ ઉત્સર્ગથી તો સંયમ જ ઇષ્ટ છે પરંતુ સંયમ પાલનની શક્તિના અભાવમાં અપવાદથી ભગવાનની પૂજા ઈષ્ટ છે. તેથી તે વિવેકી શ્રાવક ઉત્તમ સામગ્રીથી ભગવાનની ભક્તિ કરીને પોતાનામાં વર્તતો વીતરાગ પ્રત્યેનો રાગ અતિશયિત કરે છે અને તે વીતરાગના રાગને કારણે અપવાદપદથી સેવાયેલી જિનપૂજા અનુત્તર પુણ્ય આપીને દેવભવાદિની પ્રાપ્તિ કરાવે છે, જ્યાં ફરી વીતરાગની ભક્તિ કરીને તે શ્રાવકનો આત્મા વીતરાગતાને અનુકૂળ અધિક શક્તિનો સંચય કરે છે અને સંચિત શક્તિવાળા એવા તે મહાત્મા મનુષ્યભવને પામીને ભાવથી સંયમને પ્રાપ્ત કરે છે અને અંતે ઘણા ક્ષેમવાળા એવા શિવપદને પામે છે. આ રીતે સ્વરૂપથી સાવદ્ય એવી જિનપૂજાની ક્રિયા પણ જ્ઞાનશક્તિથી અહિંસાના ફળરૂપ મોક્ષને આપે છે. વળી, ગાથા-૧૩માં કહેલ કે સ્વરૂપથી નિરવઘ ક્રિયા જ્ઞાનશક્તિથી અહિંસાના અનુબંધને આપે છે. તે કથન સ્પષ્ટ કરતા કહે છે. For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢિાળ-૮|ગાથા-૧૪-૧૫ જેમ શીલવ્રતાદિક સ્વરૂપથી નિરવદ્ય ક્રિયા છે અને ભગવાનના વચનથી વાસિત મતિવાળા મુનિને સ્વરૂપથી નિરવઘ એવી શીલવ્રતાદિક ક્રિયા અનુત્તર પુણ્ય આપીને બહુ ક્ષેમવાળા મોક્ષપદને આપે છે. આશય એ છે કે જેમ વિવેકી શ્રાવકમાં જ્ઞાનશક્તિ છે તેમ વિવેકી મુનિમાં પણ જ્ઞાનશક્તિ છે અને જ્ઞાનશક્તિ ને કારણે વિવેકી મુનિને વીતરાગતા જીવની સુંદર અવસ્થા છે તેવો સ્થિર નિર્ણય છે. તેથી તે મહાત્મા વીતરાગતાના એક ઉપાયભૂત શીલવ્રતાદિમાં ઉદ્યમ કરે છે જેના દ્વારા સમભાવની વૃદ્ધિ કરે છે અને જે કંઈ ઉત્સર્ગથી પ્રવૃત્તિ કરે છે, તે સર્વ પ્રવૃત્તિ સ્વરૂપથી નિરવદ્ય હોય છે અને અપવાદથી ક્યારેય કોઈક સાવધ પ્રવૃત્તિ કરે છે તે પણ અનુબંધથી નિરવઘ હોય છે. તેથી તેવી પ્રવૃત્તિ કરીને તે મુનિ અનુત્તર કોટીના પુણ્યને પ્રાપ્ત કરે છે, જેના બળથી સુદેવ અને સુમનુષ્યના મે બહુ કુશળતાવાળું શિવપદ પામે છે; જે જ્ઞાનશક્તિથી યુક્ત અહિંસાના પાલનનું ફળ છે. ૧૪ll અવતરણિકા : ગાથા-૧માં કહેલ કે ધર્મમાં અહિંસા સાર છે તેમ માનીને અહિંસાને આદરનારા કેટલાક જીવો માત્ર અહિંસામાં રાચે છે. વળી ગાથા-૩માં કહેલ કે તેઓ અહિંસાનો અગાધ મર્મ પામતા નથી અને ત્યારપછી ગાથા-૭માં કહેલ કે જિનશાસનમાં હેતુ-સ્વરૂપ-અનુબંધવાળી અહિંસા છે અને તેનું સ્વરૂપ અત્યાર સુધી સ્પષ્ટ કર્યું. હવે અહિંસાના ત્રણ ભેદનો બોધ કર્યા વગર માત્ર બાહ્ય જીવોની હિંસાના પરિહારરૂપ અહિંસાનું પૂર્ણ પાલન યોગનિરોધની પ્રાપ્તિ સુધી શક્ય નથી તે બતાવવા કહે છે – ગાથા : એહ ભેદ વિણ એક અહિંસા, નવિ હોવે થિર થંભ; ચાવત્ યોગક્રિયા છે તાવત, બોલ્યો છે આરંભ. મન. ૧૫ ગાથાર્થ : એહ ભેદ વગર=હેતુ-સ્વરૂપ-અનુબંધ અહિંસાના ભેદ વગર, એક અહિંસા સ્થિર સ્તંભ થાય નહિ મુનિથી પરિપૂર્ણ અહિંસાનું પાલન થાય નહિ. કેમ મુનિથી પૂરિપૂર્ણ અહિંસાનાં પાલન થાય નહિ ? તેથી For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૮/ગાથા-૧૫-૧૬ ૧૮૩ કહે છે. જ્યાં સુધી યોગક્રિયા છે મન-વચન-કાયાની પ્રવૃતિ છે, ત્યાં સુધી આરંભ બોલ્યો છે=બાહ્ય રીતે જીવની હિંસાની પ્રાપ્તિરૂપ આરંભ શાસ્ત્રમાં ધેલો છે. II૧૫II ભાવાર્થ : મુનિ સંયમ ગ્રહણ કરતી વખતે પાંચ મહાવ્રતો ઉચ્ચરે છે અને પાંચ મહાવ્રતોમાં પહેલું મહાવ્રત પૂર્ણ અહિંસાના પાલનરૂપ છે. તે પૂર્ણ અહિંસાનું પાલન હેતુ-સ્વરૂપ-અનુબંધ અહિંસાના ભેદને ગ્રહણ કરીને જે અહિંસાના પાલનની પ્રવૃત્તિમાં અનુબંધ અહિંસા હોય તે અહિંસાના પાલનની પ્રવૃત્તિને પૂર્ણ અહિંસાનું પાલન સ્વીકારીએ તો, મુનિને પહેલું મહાવ્રત સંગત થાય; પરંતુ બાહ્ય જીવોની હિંસા તે હિંસા અને બાહ્ય જીવોની અહિંસા તે અહિંસા એટલું જ હિંસા-અહિંસાનું સ્વરૂપ ગ્રહણ કરીએ તો કોઈ મુનિ પૂર્ણ અહિંસાનું પાલન કરી શકે નહિ. તેથી મુનિને અહિંસાનું પાલન અસંભવિત બને અને અહિંસાના અપાલનને કારણે મુનિને મોક્ષની પ્રાપ્તિ પણ અસંભવિત બને. અહીં પ્રશ્ન થાય કે મુનિ પૂર્ણ રીતે બાહ્ય જીવોની હિંસાનો પરિહાર કેમ કરી શકે નહિ ? તેથી કહે છે. જ્યાં સુધી મન-વચન અને કાયાના યોગોની ક્રિયા છે ત્યાં સુધી બાહ્ય જીવોની હિંસારૂપ આરંભ શાસ્ત્રમાં કહ્યો છે, તેથી મુનિની દેહની સૂક્ષ્મ ચેષ્ટાથી પણ વાઉકાય આદિ જીવોની હિંસા થાય છે અને પૂર્ણ અહિંસાનું પાલન અસંભવિત બને છે; તેથી સાધુને પૂર્ણ અહિંસાનું પાલન સ્વીકારવું હોય તો હેતુ-સ્વરૂપ-અનુબંધથી અહિંસાના ભેદનો સ્વીકાર કરવો જોઈએ, એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. I૧પા અવતરણિકા : પૂર્વ ગાથામાં કહ્યું કે જ્યાં સુધી મન-વચન-કાયાના યોગની ક્રિયા છે ત્યાં સુધી બાહ્ય રીતે જીવોની હિંસારૂપ આરંભ છે તેથી મુનિ બાહ્ય અહિંસાનું પૂર્ણ પાલન કરી શકે નહિ માટે બાહ્ય અહિંસાને જ અહિંસા સ્વીકારીએ તો મુનિને પૂર્ણ અહિંસાના પાલનરૂપ પહેલું મહાવ્રત સંગત થાય નહિ. તેની સંગતિ માટે પૂર્વપક્ષી શું કહે છે તે બતાવીને તેનું નિરાકરણ કરે છે – For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ટાળ-૮|ગાથા-૧૬ ગાથા : લાગે પણ લગવે નહિ હિંસા, મુનિ એ માયા વાણી; શુભ કિરિયા લાગી જે આવે, તેમાં તો નહિ હાણી. મન. ૧૬ ગાથાર્થ - હિંસા લાગે પણ મુનિ (હિંસા) લગવે નહિકમુનિના મન-વચનકાયાના યોગોથી હિંસાની પ્રાપ્તિ બાહ્યથી થાય પણ મુનિ હિંસાને અનુકૂળ વ્યાપાર કરે નહિ, એ માયા વાણી છે એ વચન જુદું છે. પૂર્વપક્ષીનું વચન કેમ જુઠું છે ? તે સ્પષ્ટ કરે છે. શુભક્રિયા લાગી જે આવે શુભક્રિયાથી જે હિંસાની ક્રિયા થાય, તેમા મુનિના સમભાવની હાનિ નથી માટે મુનિને પૂર્ણ અહિંસા છે. ll૧૬ ભાવાર્થ : ગાથા-૧૫માં કહ્યું એ પ્રમાણે હેતુ-સ્વરૂપ-અનુબંધથી અહિંસાને ગ્રહણ કર્યા વગર સાધુમાં પૂર્ણ અહિંસાની સંગતિ થાય નહિ. ત્યાં બાહ્યથી જીવોની હિંસાના પરિહારરૂપ એક અહિંસાને ધર્મરૂપે માનનાર, સાધુમાં પૂર્ણ અહિંસાની સંગતિ કરવા અર્થે કહે છે કે “મુનિના યોગોથી બાહ્ય રીતે ક્યારેક હિંસા થાય તોપણ મુનિ ક્યારે પણ હિંસા થાય તેને અનુકૂળ કોઈ પ્રવૃત્તિ કરે નહિ તેથી મુનિમાં પૂર્ણ અહિંસા છે” તેમ સ્વીકારી શકાશે અને ધર્મમાં અહિંસા જ સાર છે માટે મોક્ષના અર્થીએ અહિંસામાં જ ઉદ્યમ કરવો જોઈએ એમ કહીને પૂર્વપક્ષી અહિંસાના અનુબંધનું પ્રધાન કારણ નવું નવું અધ્યયન, ગીતાર્થની પરતંત્રતા આદિ અન્ય ઉચિત ક્રિયાને ગૌણ કરીને માત્ર બાહ્ય આચારની શુદ્ધિનું સ્થાપન કરે છે. તેથી માત્ર નિર્દોષ ભિક્ષાચર્યા આદિનો આગ્રહ રાખે છે તેને ગ્રંથકાર કહે છે કે પૂર્વપક્ષીની આ માયા વાણી છે જુઠ્ઠી વાણી છે; કેમ કે શુભક્રિયા કરતી વખતે જે હિંસા લાગે છે તેમાં મુનિભાવની હાનિ નથી. જેમ કોઈ સાધુ સંયમની વૃદ્ધિ અર્થે નદી ઉતરતા હોય ત્યારે મુનિના પ્રયત્નથી હિંસાની પ્રાપ્તિ છે તોપણ સમભાવની વૃદ્ધિના એક ઉપાયભૂત જ્ઞાનાદિની વૃદ્ધિ અર્થે સાધુ નદી ઉતરે અને તેમાં હિંસા થાય તોપણ મુનિના અહિંસકભાવમાં હાનિ નથી. તેથી માત્ર બાહ્ય હિંસાને હિંસા તરીકે સ્વીકારીને તેના વર્જનથી અહિંસાનું પાલન થાય છે અને તે ધર્મ છે તેવું એકાંતે ગ્રહણ કરવું ઉચિત નથી. II૧૬ના For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૮|ગાથા-૧૭-૧૮ અવતરણિકા : બાહ્ય હિંસાના ત્યાગ માત્રથી મુનિને અહિંસકભાવ સ્વીકારવામાં શું દોષ પ્રાપ્ત થાય ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : હિંસા માત્ર વિના જો મુનિને, હોય અહિંસકભાવ; સૂક્ષ્મએકૅન્દ્રિયને હોવે, તો તે શુદ્ધ સ્વભાવ. મન. ૧૭ ગાથાર્થ : હિંસા માત્ર વિના=બાહ્ય જીવોની હિંસાના સર્વથા પરિહારથી, જો મુનિને અહિંસકભાવ હોય તો, તે અહિંસકભાવરૂપ તે શુદ્ધ સ્વભાવ, સૂક્ષ્મ એકેદ્રિયને હોવ=પ્રાપ્ત થાય. ભાવાર્થ - ગાથા-૧માં કોઈકે કહેલ કે સિદ્ધાંતમાં અહિંસા ધર્મ સારરૂપ છે અને તે અહિંસાથી પૂર્વપક્ષી બાહ્ય જીવો માટેના રક્ષણને અનુકૂળ યતનાને ગ્રહણ કરે છે, તેને ગ્રંથકારશ્રી કહે છે કે બાહ્ય હિંસા માત્રના અભાવને કારણે જો મુનિમાં અહિંસકભાવ છે તેમ સ્વીકારવામાં આવે તો તેવો અહિંસાનો શુદ્ધ સ્વભાવ સૂક્ષ્મ એકેન્દ્રિયમાં માનવો પડે; કેમ કે તે જીવોનું શરીર અતિ સૂક્ષ્મ હોવાથી તેમના દેહથી કોઈ જીવોનો ઉપઘાત થતો નથી. વળી, પોતાની જીવન વ્યવસ્થા માટે પણ તેઓને કોઈ અન્ય જીવોની હિંસાની આવશ્યકતા નથી. તેથી તેઓના જીવનમાં અન્ય જીવોની લેશ પણ હિંસા નથી આમ છતાં અનુબંધથી હિંસા હોવાને કારણે સૂક્ષ્મ એકૅન્દ્રિય જીવો સતત જ્ઞાનાવરણીય આદિ કર્મો બાંધે છે તેથી શાસ્ત્રકારો તેઓમાં અહિંસા સ્વીકારતા નથી. અને જો પૂર્વપક્ષી જે પ્રકારે અહિંસાને ધર્મ કહે છે તે પ્રકારની અહિંસાને ધર્મ તરીકે સ્વીકારીએ તો સૂક્ષ્મ એકેન્દ્રિયને પૂર્ણ અહિંસક માનવાની આપત્તિ આવે. ll૧ના અવતરણિકા : પૂર્વ ગાથામાં ગ્રંથકારશ્રીએ માત્ર બાહ્ય અહિંસાથી અતિભાવ નથી તેમ સ્થાપન કર્યું. હવે જેઓ અનુબંધથી અહિંસાને ગ્રહણ કરીને અહિંસાનું For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-૮|ગાથા-૧૮ સ્વરૂપ સ્વીકારે છે તેઓ જિનવચનના પરમાર્થ પામેલા છે, તે બતાવવા અર્થે કહે છે – ગાથા : ભાવે જે અહિંસા માને, તે સવિ જોડે ઠામ; ઉત્સર્ગ અપવાદે વાણી, જિનની જાણે જામ. મન. ૧૮ ગાથાર્થ : ભાવે=ભાવથી રાગાદિના ઉમૂલનને અનુકૂળ અંતરંગ પરિણામથી, જે અહિંસા માને તે પુરુષ, જામ-જ્યારે, ઉત્સર્ગ અપવાદથી જિનની વાણી જાણે ત્યારે, સવિ જોડે ઠામ=સર્વ શાસ્ત્રોના વચનોને યથાર્થ સ્થાને જોડે. II૧૮II ભાવાર્થ : જે સાધુ ભગવાનના વચનાનુસાર હેતુઅહિંસા, સ્વરૂપઅહિંસા અને અનુબંધઅહિંસાના પારમાર્થિક સ્વરૂપને જાણે છે ત્યારે પોતાના ભાવપ્રાણનું રક્ષણ કરવું એ મુખ્ય અહિંસા છે અને તે અહિંસાની નિષ્પત્તિના અંગરૂપે હેતુઅહિંસા અને સ્વરૂપઅહિંસા છે તેવું જાણે છે. તેથી તે મહાત્માને નિર્ણય થાય છે કે આત્માને સર્વજ્ઞના વચનથી સતત વાસિત કરવો જોઈએ અને સર્વજ્ઞના વચનથી વાસિત કર્યા પછી સર્વજ્ઞના વચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરવી જોઈએ, જેથી પોતાના ભાવપ્રાણનું રક્ષણ થાય અને ભાવપ્રાણના રક્ષણના અંગરૂપે તે મહાત્મા ભગવાનના ઉત્સર્ગ અપવાદના વચનો યથાસ્થાને જોડે છે. આવા મહાત્મા ઉત્સર્ગની પ્રવૃત્તિથી પોતાના ભાવપ્રાણનું રક્ષણ થાય ત્યારે ઉત્સર્ગમાં પ્રવૃત્તિ કરીને પોતાના ભાવપ્રાણનું રક્ષણ કરે છે અને ઉત્સર્ગથી કરાતી પ્રવૃત્તિ દ્વારા પોતાના ભાવપ્રાણનું રક્ષણ થતું ન દેખાય ત્યારે અપવાદથી પ્રવૃત્તિ કરીને પણ તે મહાત્મા પોતાના ભાવપ્રાણનું રક્ષણ કરે છે. મુનિ ભગવાનના આવા દરેક વચનને યથાર્થ સ્થાને જોડે છે, માટે તેમનામાં સદા અહિંસકભાવ વર્તે છે. ભાવથી અહિંસા એટલે પૂર્ણ ઉદ્યમથી વીતરાગ થવાને અનુકૂળ અંતરંગ વ્યાપાર અને સર્વ ઉદ્યમથી વીતરાગ થવાને અનુકૂળ વ્યાપારમાં ઉપષ્ટભક For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૮/ગાથા-૧૮-૧૯ ૧૮૭ એવી ઉત્સર્ગ અને અપવાદની બાહ્ય આચરણા યથાર્થ સ્થાને કરવાથી વીતરાગતાને અનુકૂળ ઉદ્યમ થાય છે, તેથી મુનિ ઉત્સર્ગ અપવાદને યથાર્થ સ્થાને યોજીને ભાવઅહિંસાનું પાલન કરે છે માટે મુનિ સંપૂર્ણ અહિંસકભાવવાળા છે. ll૧૮II અવતરણિકા : પૂર્વ ગાથામાં કહ્યું કે જે સાધુ ઉત્સર્ગ-અપવાદથી ભગવાનની વાણી જાણે તે સાધુ સર્વ અહિંસાને યથાર્થ સ્થાને જોડે, ત્યાં માત્ર બાહ્ય અહિંસાને ધર્મરૂપે સ્વીકારનાર કેટલાક ઉત્સર્ગને જ ભગવાનની આજ્ઞા માને છે તે ઉચિત નથી, તે બતાવવા અર્થે કહે છે – ગાથા : કોઇ કહે ઉત્સર્ગે આણા, છાંદો છે અપવાદ; તે મિથ્યા આણપામે અર્થે, સાધારણ વિધિવાદ. મન. ૧૯ ગાથાર્થ - કોઈ કહે છે જે માત્ર બાહ્ય અહિંસામાં ધર્મ માને છે એવા કોઈ કહે છે, ઉત્સર્ગમાં આણા છે. અપવાદ છાંદો છે અપવાદ ભગવાનની આજ્ઞા નથી, પરંતુ પ્રમાદથી લેવાયેલો માર્ગ છે. તે મિથ્યા-કોઈક જે કહે છે તે મિથ્યા છે, કેમ મિથ્યા છે ? તેથી કહે છે. અણપામે અર્થે=ભગવાનના વચનના અર્થને પામ્યા વગર તે કહે છે માટે મિથ્યા છે. ભગવાનના વયનને તે કેમ પામ્યો નથી? તેથી કહે છે, સાધારણ વિધિવાદ છે-ઉત્સર્ગ અપવાદ ભગવાનની આજ્ઞારૂપ સાધારણ વિધિવાદ છે. II૧૯ll ભાવાર્થ : જેઓ માત્ર બાહ્ય અહિંસામાં ધર્મને જોનારા છે તેઓને સંયમ જીવનની નિર્દોષ ભિક્ષાચર્યાદિ સર્વ ઉત્સર્ગની આચરણામાં ધર્મ દેખાય છે; કેમ કે ઉત્સર્ગની આચરણામાં બાહ્યથી સર્વથા અહિંસાનું પાલન છે. વળી, માત્ર બાહ્ય અહિંસા જોનારને આત્માના ભાવપ્રાણના રક્ષણરૂપ અહિંસા પ્રત્યે ઉપેક્ષા છે તેથી તેવા સંયોગમાં આત્માના ભાવપ્રાણના રક્ષણ અર્થે સાધુની બાહ્યથી અહિંસાના પાલનની અભાવવાળી અપવાદિક દોષિત ભિક્ષા આદિની પ્રવૃત્તિ ને છાંદો For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૮/ગાથા-૧૯-૨૦ કહે છે અર્થાત્ ભગવાનની આજ્ઞારૂપ પ્રવૃત્તિ નથી પરંતુ પ્રમાદવશ થયેલી સ્વછંદ પ્રવૃત્તિ છે તેમ કહે છે, તેના તે વચનને ગ્રંથકારશ્રી મિથ્યા કહે છે. કેમ મિથ્યા છે તે સ્પષ્ટ કરતા કહે છે કે તેઓ ભગવાનના વચનના અર્થને પામેલ નથી માટે અપવાદને છાંદો કહે છે. અહીં પ્રશ્ન થાય કે ઉત્સર્ગ માર્ગ પ્રત્યે રુચિવાળા તે જીવો નિર્દોષ ભિક્ષાચર્યાદિ પ્રવૃત્તિને ધર્મ સ્વીકારે છે, તેથી ભગવાનના વચનના અર્થને પામ્યા નથી તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે. સાધારણ વિધિવાદ છેઃઉત્સર્ગ-અપવાદ સાધારણ વિધિવાદ છે. આશય એ છે કે મોક્ષની પ્રાપ્તિ અર્થે જે ઉચિત પ્રવૃત્તિ હોય તેનું વિધાન કરનારા વચનો વિધિવાદ છે અને મોક્ષની પ્રાપ્તિમાં જે બાધક પ્રવૃત્તિ હોય તેના નિષેધને કહેનારા વચનો નિષેધવાદ છે. અને ભગવાને માત્ર ઉત્સર્ગની વિધિ કહેલ નથી, પરંતુ ઉત્સર્ગ-અપવાદ સાધારણ વિધિ કહેલ છે. જ્યારે માત્ર અહિંસાને ધર્મ માનનાર ઉત્સર્ગ અપવાદાત્મક સાધારણ વિધિવાદને છોડીને માત્ર ઉત્સર્ગને આજ્ઞા કહે છે તેથી ભગવાનના વચનના અર્થને પામેલ નથી. ll૧૯ અવતરણિકા : પૂર્વ ગાથામાં કહ્યું કે ઉત્સર્ગ અપવાદ સાધારણ વિધિવાદ છે. તેથી હવે ઉત્સર્ગ અપવાદ સાધારણ વિધિવાદ કેમ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : મુખ્યપણે જિમ ભાવે આણા, તિમ તસ કારણ તેહ; કાર્ય ઇચ્છતો કારણ ઇચ્છે, એ છે શુભમતિ રેહ. મન. ૨૦ ગાથાર્થ : મુખ્યપણે જેમ ભાવમાં-મોક્ષને અનુકૂળ એવા ભાવમાં, આજ્ઞા છે તેમ તેનું કારણભાવનું કારણ, તેહ છે=આજ્ઞાનો વિષય છે. ભાવનું કારણ આજ્ઞાનો વિષય કેમ છે? તેથી કહે છે. કાર્યને ઈચ્છતો કારણને ઈચ્છે છે એ શુભમતિ છે. ર૦|| For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૮|ગાથા-૨૦-૨૧ ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે ભગવાનની આજ્ઞા ઉત્સર્ગ અપવાદ સાધારણ છે માટે જેઓ ઉત્સર્ગને આજ્ઞા કહે છે અને અપવાદને છાંદો કહે છે તેમનું વચન મિથ્યા છે અને ભગવાનની ઉત્સર્ગ અપવાદરૂપ સાધારણ આજ્ઞા કેમ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે. ભગવાનની મુખ્ય આજ્ઞા જેમ ભાવમાં છે અર્થાત્ સર્વ ઉદ્યમથી મોહનું ઉમૂલન કરીને વીતરાગભાવમાં ઉદ્યમ કરવારૂપ ભાવમાં છે, તેમ તેના કારણમાં પણ છે. આથી ઉત્સર્ગ માર્ગરૂપ નિર્દોષ ભિક્ષાચર્યાથી સાધુ સમભાવના કંડકોની વૃદ્ધિ કરી શકે ત્યારે ભગવાનની આજ્ઞા ઉત્સર્ગ માર્ગમાં છે અને જ્યારે ઉત્સર્ગ માર્ગરૂપ નિર્દોષ ભિક્ષાચર્યાદિ દ્વારા સંયમના કંડકોની વૃદ્ધિ થાય તેમ ન હોય ત્યારે સંયમના કંડકોની વૃદ્ધિને અનુકૂળ ભાવ ના કારણરૂપ અપવાદમાં પણ ભગવાનની આજ્ઞા છે; કેમ કે જે કાર્યને ઇચ્છે છે તે કારણને ઇચ્છે છે. તેથી સંયમના કંડકની વૃદ્ધિરૂપ કાર્યને ઇચ્છનાર સાધુ ઉત્સર્ગથી સંયમના કંડકો વૃદ્ધિ થાય ત્યારે ઉત્સર્ગને ઇચ્છે છે અને અપવાદથી સંયમના કંડકોની વૃદ્ધિ થાય ત્યારે અપવાદને ઇચ્છે છે. અને આ પ્રકારે સંયમના કંડકના વૃદ્ધિના ઉપાયરૂપે ઉત્સર્ગને કે અપવાદને મુનિ ઇચ્છે છે તે તેની શુભમતિ છે. llરના અવતરણિકા : ગાથા-૧૯માં કહ્યું કે ભગવાનની આજ્ઞા ઉત્સર્ગ અપવાદ સાધારણ વિધિવાદ રૂપ છે અને તેની પુષ્ટિ ગાથા-૨૦માં કરી. હવે, કલ્પભાષ્યસૂત્રતા વચનથી પણ અપવાદ આજ્ઞારૂપ છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : કલ્પે વચન કહ્યું અપવાદે, તે આણાનું રે મૂલ; મિશ્રપક્ષ તો મુનિને ન ઘટે, તેહ નહી અનુકૂલ. મન. ૨૧ ગાથાર્થ - કલ્પમાં કલાભાષ્યમાં, અપવાદે અપવાદને આશ્રયીને, વચન કહ્યું છે તે આજ્ઞાનું મૂળ છે ભગવાનની આજ્ઞારૂપ છે, અને જો અપવાદને For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૮/ગાથા-૨૧ આજ્ઞારૂપ ન સ્વીકારવામાં આવે અને છાંદો સ્વીકારવામાં આવે તો લ્પભાષ્ય વચનાનુસાર પ્રવૃતિ કરનારા મુનિઓમાં ઉત્સર્ગના સેવન અંશથી ધર્મ અને અપવાદના સેવન અંશથી અધર્મ એ રૂપ ધર્મ-અધર્મ સ્વરૂપ મિશ્રપક્ષ માનવો પડે અને મુનિને ધર્મ-અધર્મરૂપ મિશ્રપક્ષ સ્વીકારી શકાય નહિ તે બતાવવા અર્થે કહે છે. મિશ્રપક્ષ તો મુનિને ઘટે નહિ, તેહ=મુનિને મિશ્રપક્ષ ઘટે નહિ તેહ, અનુકૂળ નથી=અપવાદને છાંદો સ્વીકારવામાં અનુકૂળ નથી. ll૧ll ભાવાર્થ : બાહ્ય અહિંસાને અહિંસા રૂપે સ્વીકારીને અહિંસાને જ ધર્મ માનનાર પૂર્વપક્ષી ઉત્સર્ગને આજ્ઞારૂપે સ્વીકારે છે કેમ કે ઉત્સર્ગની પ્રવૃત્તિ નિર્દોષ ભિક્ષાચર્યાદિની પ્રવૃત્તિરૂપ છે તેથી અહિંસાના પાલનરૂપ છે અને અપવાદને છાંદો કહે છે; કેમ કે બાહ્ય અહિંસાના પાલનથી વિપરીત પ્રવૃત્તિ છે. પૂર્વપક્ષીનું આ વચન યુક્ત નથી તે બતાવવા ગાથા-૧૯માં ઉત્સર્ગ અપવાદ સાધારણ વિધિવાદ છે તેમ ગ્રંથકારશ્રીએ કહેલ. તેને પુષ્ટ કરવા કહે છે કે કલ્પભાષ્યસૂત્રમાં સાધુને અપવાદથી પ્રવૃત્તિ કરવાના જે વચનો ઉપલબ્ધ છે તે વચનો ભગવાનની આજ્ઞાના મૂલ છે. જો ભગવાનની આજ્ઞા માત્ર ઉત્સર્ગ રૂપ હોય અને અપવાદ રૂપ ન હોય તો અપવાદથી તે તે પ્રકારે પ્રવૃત્તિ કરવાના વચનો કલ્પભાષ્યસૂત્રમાં કહ્યા ન હોત. તેથી કલ્પભાષ્યસૂત્રના વચનથી નક્કી થાય છે કે અપવાદમાં પણ ભગવાનની આજ્ઞા છે. વળી અપવાદમાં ભગવાનની આજ્ઞા છે તેમ સ્વીકારવામાં ન આવે તો જે મુનિ કલ્પભાષ્યસૂત્રના વચનાનુસાર સંયમની સર્વ પ્રવૃત્તિ કરે છે તે મુનિમાં મિશ્રપક્ષ માનવો પડે અર્થાત્ ઉત્સર્ગ સેવન અંશથી અહિંસારૂપ ધર્મ છે અને અપવાદ સેવન અંશથી હિંસારૂપ અધર્મ છે. માટે મુનિમાં ધર્મ-અધર્મરૂપ મિશ્રપક્ષ છે તેમ માનવું પડે. પરંતુ મુનિએ પાંચ મહાવ્રત સ્વીકારેલા છે તેમાં પહેલું મહાવ્રત સંપૂર્ણ અહિંસાના પાલનરૂપ છે અને જે મુનિ કલ્પભાષ્યસૂત્રનાં વચનાનુસાર અપવાદથી પ્રવૃત્તિ કરે છે, તેમાં પહેલું મહાવ્રત નથી એમ કહી શકાય નહીં; કેમ કે શાસ્ત્રવચનથી પ્રવૃત્તિ કરનારા છે અને જે મુનિમાં સંપૂર્ણ અહિંસાના પાલનરૂપ પહેલું મહાવ્રત હોય તે મુનિમાં મિશ્રપક્ષ ઘટે નહિ For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૮/ગાથા-૨૧-૨૨ અર્થાત્ ઉત્સર્ગના સેવનની અપેક્ષાએ ધર્મ અને અપવાદના સેવનની અપેક્ષાએ અધર્મ એ પ્રકારનો મિશ્રપક્ષ ઘટે નહીં. હવે અપવાદને છાંદો સ્વીકારીએ તો=અપવાદ ભગવાનની આજ્ઞારૂપ નથી એમ સ્વીકારીએ તો, કલ્પભાષ્યસૂત્રના વચન પ્રમાણે અપવાદથી પ્રવૃત્તિ કરનાર મુનિમાં મિશ્રપક્ષ માનવો પડે અને કલ્પભાષ્યસૂત્રના વચન પ્રમાણે પ્રવૃત્તિ કરનાર મુનિમાં શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ હોવાને કારણે મિશ્રપક્ષનો અભાવ છે તેમ સ્વીકારવું પડે અને શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ કરનારા મહાત્મામાં મિશ્રપક્ષનો અભાવ સ્વીકારનાર વચન અપવાદને છાંદો સ્વીકા૨વા માટે અનુકૂળ નથી, માટે અપવાદને છાંદો સ્વીકારી શકાય નહિ . II૨૧॥ અવતરણિકા : ગાથા-૨૦માં કહેલ કે મુખ્યપણે મોક્ષને અનુકૂળ ભાવમાં ભગવાનની આજ્ઞા છે અને તેના કારણરૂપે ઉત્સર્ગની અને અપવાદની આજ્ઞા છે. તેથી હવે, ભગવાનની મોક્ષને અનુકૂળ એવા ભાવમાં આજ્ઞા શું છે ? તે બતાવીને તેને અનુરૂપ ઉત્સર્ગ અપવાદની આજ્ઞા છે, તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે - 21121 : અપુનબંધકથી માંડીને, જાવ ચરમ ગુણઠાણ; ભાવઅપેક્ષાયે જિન આણા, મારગ ભાનેં જાણ. મન. ૨૨ ૧૯૧ ગાથાર્થ ઃ અપુનર્બંધકથી માંડીને ચરમ ગુણસ્થાનક સુધી=ચૌદમાં ગુણસ્થાનક સુધી, ભાવ અપેક્ષાએ=મોક્ષને અનુકૂળ એવા ભાવની અપેક્ષાએ, ભગવાનની આજ્ઞા છે. એમ માર્ગ ભાખે જાણ=માર્ગના જાણનારા ભાખે છે. II૨૨/ ભાવાર્થ : ભગવાન વીતરાગ સર્વજ્ઞ છે અને વીતરાગ સર્વજ્ઞ થવાને અનુકૂળ જે જે ભાવો છે તે સર્વ ભાવો કરવાની વીતરાગની મુખ્યપણે આજ્ઞા છે અને અપુનર્બંધકથી માંડીને ચૌદમાં ગુણસ્થાનક સુધીના જીવોનાં વીતરાગ થવાને અનુકૂળ જે ભાવો For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૮|ગાથા-૨૨ છે તે ભાવોની અપેક્ષાએ જે કૃત્યો છે તે સર્વમાં ભગવાનની આજ્ઞા છે અર્થાત્ વીતરાગ થવાને અનુકૂળ ભાવોની અપેક્ષાએ ઉત્સર્ગ કત્યો છે ત્યારે ઉત્સર્ગની આજ્ઞા છે અને અપવાદ કૃત્યો છે ત્યારે અપવાદની આજ્ઞા છે એ પ્રમાણે માર્ગના જાણનારા ભાખે છે. અહીં વિશેષ એ છે કે સંસારી જીવોમાં રાગ-દ્વેષના ભાવો વર્તે છે. તેઓ પોતાના ઇષ્ટ પદાર્થ પ્રત્યે રાગ કરે છે, અનિષ્ટ પદાર્થ પ્રત્યે દ્વેષ કરે છે અને નિરર્થક પદાર્થ પ્રત્યે ઉપેક્ષા કરે છે. વસ્તુતઃ જીવને માટે આત્માનો નિરાકૂળ ભાવ ઇષ્ટ છે અને મોહથી આકૂળ ભાવ અનિષ્ટ છે અને જગતના બાહ્ય ભાવો ઉપેક્ષણીય છે; કેમ કે આત્માથી ભિન્ન એવા બાહ્ય ભાવોથી જીવને કંઈ પ્રાપ્ત થતું નથી કે કંઈ અનર્થ થતો નથી, પરંતુ જીવના મોહથી આકૂળ ભાવો દ્વારા જ અનર્થ થાય છે અને મોહના અનાકુળ ભાવોથી જીવનું હિત થાય છે અને જીવના હિત અર્થે ભગવાને સંસારના કારણભૂત એવા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ ભાવ વર્જવાના કહ્યા છે અને મિથ્યાત્વાદિ ભાવોથી વિપરીત એવા સમ્યકત્વ, વિરતિ, અકષાય અને યોગનિરોધરૂપ ભાવોમાં ભગવાનની આજ્ઞા છે. અપુનબંધક જીવ આદ્ય ભૂમિકામાં મુક્તિના અષવાળો થાય છે, ત્યાર પછી ઇષદ્ મુક્તિના રાગવાળો થાય છે તે ભાવ મોક્ષને અનુકૂળ છે તેમાં ભગવાનની આજ્ઞા છે. સમ્યગ્દષ્ટિ જીવો આત્માના વીતરાગતા આદિ પારમાર્થિક ભાવ પ્રત્યે તીવ્ર રાગવાળા થાય છે અને સંસારના ભાવો પ્રત્યે તીવ્ર ષવાળા થાય છે તેમાં પણ ભગવાનની આજ્ઞા છે. વળી સુસાધુ એક મોક્ષના રાગવાળા, મોક્ષથી વિપરીત ભાવ પ્રત્યે દ્વેષવાળા અને જગત પ્રત્યે ઉપેક્ષાવાળા થાય છે તેથી સર્વ ઉદ્યમથી વીતરાગ થવાના ઉપાયોમાં ઉચિત ઉદ્યમ કરે છે અને વીતરાગ થવામાં બાધક એવા વિપરીત ભાવોને કાઢવા અર્થે તે વિપરીત ભાવો પ્રત્યે દ્વેષ ધારણ કરે છે. એટલે સાધુ ઉત્સર્ગથી વીતરાગ થવાના ઉપાયોનું સેવન કરે છે અને ઉત્સર્ગથી વીતરાગ થવાનો યત્ન અસંભવ દેખાય ત્યારે અપવાદથી પણ વીતરાગ થવાનો ઉદ્યમ કરે છે અને જ્યારે વીતરાગતા પ્રત્યે તીવ્ર રાગ થાય છે અને સંસારના ભાવો પ્રત્યે તીવ્ર દ્વેષ થાય છે, અને જગતના ભાવો પ્રત્યે અત્યંત ઉપેક્ષા થાય છે ત્યારે વીર્યનો પ્રકર્ષ થાય તો યોગી ક્ષપકશ્રેણી For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૮|ગાથા-૨૨-૨૩ પર આરૂઢ થઈ યાવત્ વીતરાગ અને સર્વજ્ઞ થાય છે અને કર્મબંધના અંતિમ કારણભૂત યોગનો વિરોધ કરે છે. આ રીતે અપુનબંધકથી ચરમગુણસ્થાનકના તે તે ભાવોમાં ભગવાનની આજ્ઞા છે એમ માર્ગના જાણનારા ભાખે છે. રિરા અવતરણિકા : અહીં પૂર્વપક્ષી કહે કે પૂર્વના આચાર્યો એક અહિંસામાં જ ભગવાનની આજ્ઞા છે તેમ કહે છે. તેથી અહિંસાના પાલનરૂપ ઉત્સર્ગમાર્ગની પ્રવૃત્તિ આજ્ઞા છે, અપવાદ છાંદો છે તેમ કહીએ તો શું વાંધો ? તેને જવાબ આપતા ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : એક અહિંસામાં જે આણા, ભાખે પૂરવ સૂરિ; તે એકાંત મતિ નવિ ગ્રહિયે,તિહાં નથવિધિ છે ભૂરિ. મન. ૨૩ ગાથાર્થ : પૂર્વસૂરિ એક અહિંસામાં જે આજ્ઞા કહે છે તે એકાંત મતિથી ગ્રહણ કરવી જોઈએ નહિ; કેમ કે તેમાં એક અહિંસામાં ભગવાનની આજ્ઞા છે એ કથનમાં, ઘણા પ્રકારની નથવિધિ છે. ll૨૩ ભાવાર્થ : “અહિંસા પરમો ધર્મ છે” એ પ્રકારના પૂર્વસૂરિના વચનનું સ્મરણ કરીને પૂર્વપક્ષી કહે છે કે ભગવાનની આજ્ઞા અહિંસાના પાલનરૂપ છે. માટે અન્ય સર્વ પ્રવૃત્તિ છોડીને અહિંસાના પાલન માટે જ ઉદ્યમ કરવો જોઈએ અને અહિંસાનું પાલન ઉત્સર્ગની પ્રવૃત્તિથી થાય છે, માટે ઉત્સર્ગની પ્રવૃત્તિને ધર્મ સ્વીકારવો જોઈએ તેનું નિરાકરણ કરતા ગ્રંથકારશ્રી કહે છે. એક અહિંસામાં આજ્ઞાને કહેનારા પૂર્વસૂરિનું વચન એકાંત મતિથી ગ્રહણ કરવું જોઈએ નહિ; કેમ કે પૂર્વસૂરિઓના તે કથનમાં અનેક પ્રકારનો નયવાદ છે. આનાથી એ ફલિત થાય કે અહિંસા ધર્મ છે એમ કહીને પૂર્વપક્ષી માત્ર બાહ્ય અહિંસા પાલનમાં જ ધર્મ સ્વીકારે છે તે ઉચિત નથી, પરંતુ અહિંસા વિષયક અનેક પ્રકારનો નયવાદ છે તે સર્વને સામે રાખીને પૂર્વસૂરિઓના For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૮|ગાથા-૨૩-૨૪ અહિંસામાં ધર્મને કહેનારા વચન છે, તેથી તે સર્વ નયની દૃષ્ટિથી અહિંસાનો અર્થ સ્વીકા૨વો જોઈએ. પરંતુ જેમ પૂર્વપક્ષી એકાંત ગ્રહણ કરીને ઉત્સર્ગની પ્રવૃત્તિને ધર્મ અને અપવાદને છાંદો કહે છે, તેમ સ્વીકારવું ઉચિત નથી. અહિંસાના વિષયમાં અનેક પ્રકારનો નયવાદ ગ્રંથકારશ્રી સ્વયં આગળ બતાવે છે. II૨૩ અવતરણિકા : ૧૯૪ પૂર્વની ગાથામાં કહ્યું કે અહિંસાના વિષયમાં ભૂરિ નયવાદ છે. તેથી અહિંસાના વિષયમાં ભૂરિ તયવાદ બતાવવા અર્થે પ્રથમ નિશ્ચયનયને અભિમત ભાવઅહિંસાનું સ્વરૂપ બતાવે છે ગાથા : - આતમભાવ હિંસનથી હિંસા, સઘલા એ પાપસ્થાન; તેહથકી વિપરીત અહિંસા, તાસ વિરહનું ધ્યાન. મન. ૨૪ ગાથાર્થ ઃ આત્માના ભાવના હિંસનથી હિંસા છે, એ=આત્માના ભાવનું હિંસન, સઘળા પાપસ્થાન છે=અઢારે પાપસ્થાનક છે, તેના થકી=આત્માના ભાવના હિંસન થકી, વિપરીત એવી અહિંસા તેના વિરહનું ધ્યાન છે=સઘળા પાપસ્થાનકનાં વિરહનું ધ્યાન છે. ।।૨૪।। ભાવાર્થ : આત્માનો સ્વભાવ વીતરાગભાવ સ્વરૂપ છે અને વીતરાગભાવનો નાશ કરવાથી ભાવથી હિંસા પ્રાપ્ત થાય છે અને આત્માના ભાવની હિંસા અઢારે પાપસ્થાનકનું સેવન છે અને તે અઢારે પાપસ્થાનકના સેવનથી વિપરીત ભાવઅહિંસા છે. જે સાધુ પ્રતિ ક્ષણ અઢારે પાપસ્થાનકના વિરહ માટે દૃઢ મનોવ્યાપારવાળા છે તેઓ ભાવથી અહિંસાનું પાલન કરે છે. અહીં વિશેષ એ છે કે વીતરાગ પૂર્ણ આત્મભાવમાં વિશ્રાંત છે અને જ્યાં સુધી સાધુ વીતરાગભાવને પામ્યા નથી ત્યાં સુધી વીતરાગભાવને પ્રતિકૂળ એવા અઢારે પાપસ્થાનકોના વર્જન માટે સતત માનસ ઉપયોગવાળા હોય છે For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૮|ગાથા-૨૪-૨૫ ૧૫ અને તેના વર્જનના ઉપાયરૂપે તે મહાત્મા સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે. તેથી ભાવઅહિંસાનું પાલન થાય છે અને આથી જ મુનિ સંયમ ગ્રહણ કરે છે ત્યારથી માંડીને આત્મભાવોની હિંસાના કારણભૂત અઢારે પાપસ્થાનકોના વર્જન અર્થે સુભટની જેમ મોહનો નાશ કરવા યત્ન કરે છે અને મોહના નાશ અર્થે પ્રતિક્ષણ વીતરાગનાં વચનનું સ્મરણ કરીને વીતરાગનાં વચનાનુસાર નવું-નવું અધ્યયન આદિ સર્વ કૃત્યોમાં ઉચિત યત્ન કરે છે અને જે સાધુ તે રીતે યત્ન કરે છે, તેઓ ભાવઅહિંસાનું પાલન કરનારા છે. ૨૪. અવતરણિકા : પૂર્વ ગાથામાં મુખ્ય એવી ભાવહિંસા અને ભાવઅહિંસાનું સ્વરૂપ બતાવ્યું. હવે, નિશ્ચયનય સાપેક્ષ એવા વ્યવહારનયથી અહિંસાનું સ્વરૂપ બતાવે - ગાથા : તસ ઉપાય જે જે આગમમાં, બહુવિધ છે વ્યવહાર; તે નિઃશેષ અહિંસા કહિયે, કારણ ફલ ઉપચાર. મન. ૨૫ ગાથાર્થ : આગમમાં તેના ઉપાય ભાવઅહિંસાના ઉપાય, જે બહુવિધ વ્યવહાર છે તે નિઃશેષ તે સર્વ, વ્યવહાર અહિંસા કહીએ. કેમ અહિંસા કહીએ તેથી કહે છે. કારણમાં ફળના ઉપચારથી અહિંસા કહીએ. ll૫ll ભાવાર્થ : વ્યવહારનયથી અહિંસાનું સ્વરૂપ બતાવે છે- શાસ્ત્રમાં મોક્ષના ઉપાય તરીકે ભાવઅહિંસાને બતાવેલ છે અને સંયમની સર્વ ક્રિયાઓ ભાવઅહિંસાની પ્રાપ્તિના ઉપાયરૂપ છે. તેથી સાધુ સ્વભૂમિકા અનુસાર સંયમની જે જે પ્રવૃત્તિ કરે છે તે સર્વ પ્રવૃત્તિ વ્યવહારનયથી અહિંસા કહેવાય. માટે કોઈ સાધુ ઉત્સર્ગમાર્ગથી ભાવઅહિંસાની પ્રાપ્તિ કરી શકતા હોય ત્યારે આગમાનુસાર ઉત્સર્ગમાર્ગની જે પ્રવૃત્તિ કરે તે પ્રવૃત્તિ વ્યવહારનયથી અહિંસા છે અને તેવા પ્રકારના સંયોગમાં ઉત્સર્ગમાર્ગની પ્રવૃત્તિથી ભાવઅહિંસાની પ્રાપ્તિ થતી ન હોય ત્યારે આગમ વચનાનુસાર અપવાદમાર્ગથી પ્રવૃત્તિ કરે તો તે અપવાદની પ્રવૃત્તિ પણ For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-૮/ગાથા-૨૫-૨૬ વ્યવહારનયથી અહિંસા છે; કેમ કે ભાવઅહિંસાના કારણમાં કાર્યનો ઉપચાર કરીને વ્યવહારનય અહિંસા કહે છે. અહીં વિશેષ એ છે કે સર્વવિરતિની, દેશવિરતિની કે અવિરતસમ્યગ્દષ્ટિની સર્વ ક્રિયાઓ જિનવચનાનુસાર થતી હોય તો તે ક્રિયાઓ વીતરાગભાવની નિષ્પત્તિને અનુકૂળ ઉચિત વ્યાપારરૂપ છે તેથી તે સર્વ ક્રિયાઓ ભાવઅહિંસાનું કારણ છે, માટે વ્યવહારનય તેને અહિંસા સ્વીકારે છે. જેમ દરિયાપથ એટલે સાધુપથ, અને સાધુપથ એટલે સમભાવનો પરિણામ, સમભાવનો પરિણામ એટલે ભાવઅહિંસા. હવે સાધુપથનું ઉલ્લંઘન થયું હોય તો તેનાથી પાછા ફરવા માટે અને ફરી સાધુપથમાં આવવા માટે દરિયાપથના પ્રતિક્રમણરૂપ “ઇરિયાવહિયા'સૂત્રથી એક લોગસ્સનો કાઉસગ્ગ કરાય છે અને કોઈ સાધુ ઉચિત કાળે જિનવચનાનુસાર તદ્ ચિત્ત, તદ્ વેશ્યા, તદ્ મન થઈને દરિયાપથ પ્રતિક્રમણ કરે તો અવશ્ય સમભાવના પરિણામને પ્રાપ્ત કરે છે. તેથી દરિયાપથ પ્રતિક્રમણની ક્રિયા વ્યવહારનયથી અહિંસા પાલનની ક્રિયા છે; કેમ કે ભાવઅહિંસાની નિષ્પત્તિનો ઉપાય છે. તે રીતે શ્રાવકની જિનપૂજાદિ સર્વ ઉચિત ક્રિયાઓ પણ વ્યવહારનયથી અહિંસા છે. llરપા અવતરણિકા :- પૂર્વ ગાથામાં નિશ્ચયનય સાપેક્ષ વ્યવહારનયથી અહિંસાનું સ્વરૂપ બતાવ્યું. હવે સાતવયોથી હિંસાનું સ્વરૂપ બતાવવા પ્રથમ વૈગમતય, સંગ્રહાય, વ્યવહારનય અને ઋજુસૂત્રમયથી હિંસાનું સ્વરૂપ બતાવે છે – ગાથા : જીવ અજીવ વિષય છે હિંસા, નૈગમનય મત જુત્ત; સંગ્રહ વ્યવહારે પટકાયે, પ્રતિજીવે ઋજુસુત્ત. મન. ર૬ ગાથાર્થ - જીવ અજીવ વિષયક હિંસા છે એમ નૈગમનયથી યુક્ત છે, સંગ્રહાય અને વ્યવહારનય છકાયમાં હિંસા સ્વીકારે છે. અને ઋજુસૂત્રનય પ્રતિજીવમાં હિંસા સ્વીકારે છે. ૨૬. For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૮|ગાથા-૨૬-૨૭ ૧૯૭ ભાવાર્થ : ગાથા-૨૪માં ભાવહિંસા અને ભાવઅહિંસાનું સ્વરૂપ બતાવ્યું. ત્યારપછી ગાથા-૨પમાં ઉપચારને સ્વીકારનાર એવા વ્યવહારનયથી અહિંસાનું સ્વરૂપ બતાવ્યું. હવે નૈગમનય, સંગ્રહના અને ઉપચારને નહિ સ્વીકારનાર એવા વ્યવહારનય અને ઋજુસૂત્રના હિંસાને કઈ રીતે સ્વીકારે છે તે બતાવે છે. જેના બળથી હિંસા અને અહિંસાનો યથાર્થ બોધ થાય. નૈગમનય જીવ વિષયક અને અજીવ વિષયક હિંસા માને છે. આથી કોઈ પુરુષ ઘટને તોડી નાખે તો નૈગમનય કહે છે કે “ટોડને હિંસિત? સંગ્રહનય અને વ્યવહારનય ખત્કાયનાં વિષયમાં હિંસા સ્વીકારે છે. તેથી છકાયના જીવોમાંથી કોઈપણ જીવની હિંસા થાય તો સંગ્રહનયથી અને વ્યવહારનયથી હિંસાની પ્રાપ્તિ છે. વળી, સંગ્રહનય અને વ્યવહારનય કોઈપણ જીવ ષકાયમાંથી કોઈપણ જીવની હિંસા કરે તો તેને હિંસા સ્વીકારે છે, પરંતું ઋજુસુત્રનયની જેમ પ્રતિજીવમાં હિંસા સ્વીકારતો નથી. ઋજુસૂત્રનય પ્રતિજીવમાં હિંસા માને છે તેથી અન્ય જીવ હિંસા કરે તે હિંસા પોતાની હિંસા નથી, માટે પોતાની અપેક્ષાએ અન્ય જીવોથી કરેલી હિંસાને ઋજુસૂત્રનય હિંસા કહેતો નથી; કેમ કે ઋજુસૂત્રનય પરકીય વસ્તુ પોતાને અનુપયોગી હોવાથી સ્વીકારતો નથી. આથી જ ઋજુસૂત્રના પરકીય ધનને ધનરૂપે સ્વીકારતો નથી પરંતુ પોતાનું ધન પોતાને ઉપયોગી હોવાથી ધન કહે છે તેમ પોતાનાથી કરાયેલી હિંસાનું ફળ પોતાને મળે છે અન્યથી કરાયેલી હિંસાનું ફળ પોતાને મળતું નથી. તેથી દરેક જીવમાં સ્વની અપેક્ષાએ કરાયેલી હિંસા એ હિંસા છે એમ ઋજુસૂત્રનય કહે છે. રા અવતરણિકા : તૈગમય, સંગ્રહાય, વ્યવહારનય અને ઋજુસૂત્રમયથી હિંસાનું સ્વરૂપ બતાવ્યાં પછી અવશિષ્ટ શબ્દાદિ ત્રણ નયથી હિંસા અહિંસાનું સ્વરૂપ બતાવે છે – For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન-ઢાળ-૮/ગાથા-૨૭ ગાથા : આતમરૂપ શબ્દનય તીને, માને એમ અહિંસ; ઓઘવૃત્તિ જોઈને લહિયે, સુખ જશ લીલ પ્રશંસ. મન. ૨૭ ગાથાર્થ : શબ્દનય આત્મરૂપ તીને હિંસાને, માને પ્રમાદવાળા આત્માને હિંસા માને, એમ અહિંસા માને એમ શબ્દનય અહિંસા માને અપમાદવાળા આત્માને અહિંસા માને, આ વસ્તુના વિષયમાં ઓઘવૃતિને જોઈને= ઓઘનિર્યુક્તિની ટીકાને જોઈને, સુખ-ચશની લીલ-લીલાને અને પ્રશંસાને પામીએ. ર૭ll ભાવાર્થ : શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનય આ ત્રણેય નયોનો હિંસા-અહિંસાના વિષયમાં સમાન અભિપ્રાય છે અને તે ત્રણેય નય કહે છે કે ભગવાનના વચનનું અવલંબન લઈને અપ્રમાદભાવથી સ્વભૂમિકા અનુસાર ઉચિત કૃત્ય કરનાર મહાત્મા અહિંસાનું પાલન કરે છે અને ભગવાનના વચનના અવલંબનમાં પ્રમાદથી કૃત્ય કરનાર હિંસા કરે છે. જેમ કોઈ શ્રાવક ભગવાને બતાવેલ પૂજાની બહિરંગ વિધિ અને તે બહિરંગ વિધિના અનુસાર અંતરંગ વીતરાગના સ્વરૂપને અવલંબીને વીતરાગભાવ તરફ ભક્તિના અતિશય માટે યત્ન કરતા હોય ત્યારે પુષ્પાદિ જીવોની વિરાધના થતી હોય તોપણ આત્મભાવમાં જવાને અનુકૂળ અપ્રમાદભાવ વર્તતો હોવાથી પુજાની ક્રિયામાં અહિંસા છે. વળી, કોઈ મહાત્મા ભાવથી મુનિભાવને ધારણ કરનારા હોય, તેથી પકાયના પાલનના પરિણામવાળા છે અને પડિલેહણની ક્રિયા કરતા હોય જે સાક્ષાત્ જીવરક્ષાને અનુકૂળ વ્યાપારરૂપ છે આમ છતાં પડિલેહણની ક્રિયાને અવલંબીને વીતરાગના વચનના સ્મરણપૂર્વક તે પડિલેહણની ક્રિયાના વિષયમાં અંતરંગ અને બહિરંગ ઉચિત યતનાથી યત્ન ન કરતા હોય તો તે પડિલેહણની ક્રિયામાં શબ્દાદિનય હિંસા સ્વીકારે છે; કેમ કે તે પડિલેહણની ક્રિયા દ્વારા આત્માના For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૮/ગાથા-૨૭ ૧૯૯ શુદ્ધભાવોમાં જવાને અનુકૂળ અંતરંગ વીર્ય વ્યાપાર નથી. અને જો તે મહાત્મા તે પડિલેહણની ક્રિયાને અપ્રમાદભાવથી કરતા હોય તો અંતરગ વીતરાગભાવમાં જવાનો વ્યાપાર હોવાથી તે ક્રિયાને અહિંસા સ્વીકારે છે. ગાથા-૨૬ અને ૨૭માં જે હિંસાનું સ્વરૂપ બતાવ્યું, તે ઓઘનિર્યુક્તિની વૃત્તિમાં જોઈને તેના પરમાર્થને જાણીને જે મહાત્મા હિંસા-અહિંસાના યથાર્થ સ્વરૂપને પામશે તે મહાત્મા સુખ-યશની લીલાને અને પ્રશંસાને પામશે. રિલા For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ એક વચન ઝાલીને છાંડે, બીજાં લોકિકનીતિ; સકલ વચન નિજ ઠામે જોડે, એ લોકોત્તરનીતિ. એક વચનને ઝાલીને=ભગવાનના અનેક વચનોમાંથી એક વચનને ગ્રહણ કરીને, બીજા છાંડે=બીજા વચનોનો ત્યાગ કરે તે લૌકિક નીતિ છે. ભગવાનના બધા. વચનોને પોત-પોતાના સ્થાને જોડે એ લોકોત્તર નીતિ છે. : પ્રકાશક : પતાઈ ગઈ.' 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. DESIGN BY | ટેલિફિક્સ : (oo9) 2604911, ફોન : (079) 32911401 For Personal & Private Use Only www.al CDiary.org E-mail: gitarthganga@yahoo.co.in 9824048680