________________
૧૧૪
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-ગાથા-૫ ગાથાર્થ : -
ભાવને આશ્રયીને હિટ્ટ હૃષ્ટ અર્થાત્ નીરોગી, ગિલાણ રોગી, જાણે નહિ–અગીતાર્થ સાધુ જાણે નહિ અને ગાઢ અગાઢ કલ્પગાઢ ગ્લાન, અગાઢ ગ્લાનના આચારોને જાણે નહિ. વળી સહન કરતા, નહિ સહન કરતાં પુરુષને જાણે નહિ અને વસ્તુ અવસ્તુના અનલ્પને જાણે નહિ આચાર્ય આદિ પદવી ધરાવનારી વસ્તુ અને પદવી નહિ ધરાવનારી વસ્તુના અનેક પ્રકારના વિકલ્પોને અગીતાર્થ સાધુ જાણતા નથી. પIl ભાવાર્થ :
સાધુને સમભાવની વૃદ્ધિ અર્થે સર્વ ઉચિત પ્રવૃત્તિ સેવવાની ભગવાનની આજ્ઞા છે અને સમભાવની વૃદ્ધિમાં વ્યાઘાત થતો હોય ત્યારે ઉત્સર્ગમાર્ગને ગૌણ કરીને અપવાદમાર્ગથી પ્રવૃત્તિ કરવાની વિધિ છે. અગીતાર્થ સાધુ આરાધક સાધુના ભાવને અર્થાત્ તેના શરીરના પરિણામને યથાર્થ જાણી શકતા નથી. તેથી આ હૃષ્ટ છે અર્થાત્ શરીરથી આરોગ્યવાળા છે અને આ ગ્લાન છે, અર્થાત્ રોગી છે તેનો યથાર્થ વિભાગ કરીને બાહ્ય આચરણામાં ઉચિત અનુચિત પ્રવૃત્તિનો વિભાગ કરી શકતા નથી.
વળી, કોઈ સાધુ રોગિષ્ટ હોય છતાં આ ગાઢ રોગિષ્ટ છે, તેથી તેના માટેનો આચાર જુદા પ્રકારનો છે અને આ અગાઢ રોગિષ્ટ છે, તેથી તેના માટેનો આચાર જુદા પ્રકારનો છે, તે પ્રકારના વિભાગને જાણતા નથી. તેથી ઉચિત નિર્ણય કરીને સંયમના ભાવની વૃદ્ધિ થાય તે રીતે અન્ય સાધુઓને માર્ગમાં સમ્યક પ્રવર્તાવી શકતા નથી, પરંતુ તેમની નિશ્રામાં રહેલા આરાધક સાધુના દેહના ભાવના અજ્ઞાનને કારણે કેવળ ઉત્સર્ગથી પ્રવૃત્તિ કરાવીને કે કેવલ અપવાદથી પ્રવૃત્તિ કરાવીને તેમના સંયમયોગના નાશનું કારણ બને છે.
વળી, અગીતાર્થ સાધુ પુરુષને જાણતા નથી તે સ્પષ્ટ કરે છે. આ પુરુષ પ્રતિકૂળ સંયોગોને ખમી શકે તેવા છે અને આ પુરુષ પ્રતિકૂળ સંયોગોને ખમી શકે તેવા નથી તેનો નિર્ણય કરીને અગીતાર્થ સાધુ ઉચિત પ્રવૃત્તિ કરાવી શકતા નથી. વળી, પુરુષમાં કોઈ પદવી આદિવાળા હોય અથવા કોઈ પદવી વગરના હોય તેને આશ્રયીને પણ પ્રવૃત્તિ વિષયક અનેક વિકલ્પો છે, તેને પણ અગીતાર્થ સાધુ જાણતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org