________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-કોંગાથા-૪-૫
૧૧૩
ગાથાર્થ :
તેહ=અગીતાર્થ સાધુ યથાસ્થિત ક્ષેત્ર જાણતા નથી. કઈ રીતે જાણતા નથી તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે. આ જનપદ છે કે અમ્બવિશેષ છે તેનો યથાર્થ ભેદ કરી શકતા નથી. વળી સુભિક્ષ કાળનો કલ્પ અને દુભિક્ષ કાળનો કલ્પ, ઈત્યાદિ અશેષ કાળવિચારને જાણતા નથી.
III
ભાવાર્થ :અગીતાર્થ સાધુ ક્ષેત્ર વિષયક શું જાણતા નથી તે બતાવતાં કહે છે –
આ ક્ષેત્ર જનપદ છે અર્થાત્ લોકોના અવર-જવરવાળું છે, માટે ત્યાંની ભૂમિ અચિત્ત છે અને આ ક્ષેત્ર અદ્ધવિશેષ છે અર્થાત્ લોકોના અવર-જવરવાળું નથી, પરંતુ ક્યારેક લોકોનું ત્યાંથી ગમન થાય છે. તેથી તે ક્ષેત્રની માટી વગેરે સચિત્ત છે કે મિશ્ર છે ઇત્યાદિનો યથાસ્થિત નિર્ણય અગીતાર્થ સાધુ કરી શકતા નથી.
વળી, કાળ વિષયક અશેષ વિચારો પણ અગીતાર્થ સાધુ જાણતા નથી. જેમ આ દુભિક્ષ કાળ છે માટે દુભિક્ષ કાળનો આ કલ્પ છે અને આ સુભિક્ષ કાળ છે માટે તેનો આ કલ્પ છે વગેરે કાળ વિષયના સર્વ કલ્પનો યથાર્થ નિર્ણય પણ અગીતાર્થ સાધુ કરી શકતા નથી. llll અવતરણિકા :
ગાથા-૨ માં કહ્યું કે અગીતાર્થ સાધુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવને અને પુરુષાદિને જાણતા નથી. તેથી હવે અગીતાર્થ સાધુ ક્રમ પ્રાપ્ત ભાવને અને પુરુષને કઈ રીતે જાણતા નથી તે બતાવતાં અર્થે કહે છે – ગાથા :
ભાવ હિઠ ગિલાણ ન જાણે, ગાઢ અગાઢ કલ્પ રે; ખમતો અખમતો જન ન લહે, વસ્તુ અવસ્તુ અનલ્પ રે.
સાહિબ ! પ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org