________________
૧૧૨
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-ગાથા-૩-૪ તેથી સંયમની સમ્યફ આચરણા કરી શકતા નથી. હવે અગીતાર્થ સાધુ દ્રવ્યથી શું જાણી શકતા નથી ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા -
સચિત અચિત્ત મિશ્ર નવિ જાણે, કલ્પ અકલ્પ વિચાર રે; યોગ્ય ન જાણે નિજ નિજ ઠામે, દ્રવ્ય યથાસ્થિત સાર રે.
સાહિબ ! ૩ ગાથાર્થ :
સચિત્ત, અચિત અને મિશ્રને નવિ જાણે-અગીતાર્થ જાણતા નથી. વળી, કલ્પ-અકલ્પનો વિચાર જાણતા નથી. નિજ-નિજ સ્થાને યોગ્ય દ્રવ્ય યથાસ્થિત જાણતા નથી=સંયમને યોગ્ય એવા દ્રવ્યને યથાર્થ રીતે જાણતા નથી. II3II ભાવાર્થ :
પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાયને આશ્રયીને સંયમની આચરણા અર્થે કયું દ્રવ્ય સચિત્ત છે, કયું દ્રવ્ય અચિત્ત છે અને કયું દ્રવ્ય મિશ્ર છે તેનો બોધ આવશ્યક છે, જેથી સંયમની શુદ્ધિનું પાલન થઈ શકે. પરંતુ અગીતાર્થ સાધુ સચિત્તાદિ વિષયક સૂક્ષ્મ વિવેક જાણતા નથી. વળી, સંયમને યોગ્ય કપ્ય અને અકથ્ય શું છે તે જાણતા નથી અર્થાત્ વસ્ત્ર-પાત્ર વગેરે વિષયક કયા કથ્ય છે અને કયા અકથ્ય છે તેનો નિર્ણય કરી શકતા નથી. તેથી સંયમને યોગ્ય દ્રવ્ય કર્યું છે તે પોતપોતાના સ્થાને યથાસ્થિત યોજન કરી શકતા નથી. flal અવતરણિકા :
ગાથા-૨ માં કહ્યું કે અગીતાર્થ સાધુ દ્રવ્ય ક્ષેત્રાદિ જાણતા નથી, તેમાંથી દ્રવ્ય યથાર્થ જાણતા નથી તે ગાથા-૩માં બતાવ્યું. હવે અગીતાર્થ સાધુ ક્ષેત્રને અને કાળને કઈ રીતે જાણતા નથી, તે બતાવવા અર્થે કહે છે – ગાથા :
ક્ષેત્ર ન જાણે તેહ યથાસ્થિત, જનપદ અધ્વવિશેષ રે; સુભિક્ષ દુર્મિક્ષ કલ્પ નવિ જાણે, કાલવિચાર અશેષ રે.
સાહિબ ! ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org