________________
૧૧૧
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૬/ગાથા-૨-૩ ભાવાર્થ :
અગીતાર્થ સાધુ સંયમની પડિલેહણ આદિ સર્વ ક્રિયાની શાસ્ત્રાનુસારી વિધિ જાણીને તે વિધિ અનુસાર બાહ્ય આચરણા કરતા હોય તોપણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને નહિ જાણતા હોવાથી મોક્ષને અનુકૂળ ભાવ નિષ્પત્તિને અનુરૂપ અંતરંગ વ્યાપાર કરી શકતા નથી, જે અંતરંગ વ્યાપાર દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવને જાણીને બાહ્ય ઉચિત આચરણા કરવાથી થઈ શકે છે.
વળી, પુરુષની=સંયમ પાળનાર સાધુની, શક્તિને આશ્રયીને કઈ ઉચિત આચરણા કરવાથી સંયમની વૃદ્ધિ થઈ શકે તેનો નિર્ણય અગીતાર્થ સાધુ કરી શકતા નથી. તેથી પુરુષને આશ્રયીને ઉચિત પ્રવૃત્તિ કે અનુચિત્ત પ્રવૃત્તિનો વિભાગ અગીતાર્થ સાધુ જાણતા નથી.
વળી, કઈ પ્રવૃત્તિ પ્રતિસેવા છે અર્થાત્ કલ્પિકાપ્રતિસેવા છે, દપિકાપ્રતિસેવા છે, પ્રમાદપ્રતિસેવા છે કે આકુટ્ટીપ્રતિસેવા છે તેનો યથાર્થ નિર્ણય અગીતાર્થ સાધુ કરી શકતા નથી; કેમ કે સંવેગની વૃદ્ધિના બલવાન કારણભૂત અને ભગવાનના વચનના યથાર્થ બોધના અનન્ય ઉપાયભૂત એવા ગીતાર્થના પારતંત્રને છોડીને પિંડવિશુદ્ધિ આદિ માટે યત્ન કરનારા અગીતાર્થ સાધુઓને “ગીતાર્થ ગુરુના બળથી સંવેગની વૃદ્ધિ થતી હોય અને નવું નવું શ્રુત પ્રાપ્ત થતું હોય તો સમુદાયના તેવા સંયોગોને કારણે ભિક્ષાના દોષો કલ્પિકાપ્રતિસેવા છે” તેનું જ્ઞાન નથી, તેથી તેઓ ગીતાર્થનો ત્યાગ કરીને પિંડવિશુદ્ધિમાં યત્ન કરે છે.
વળી, અગીતાર્થ સાધુ ઉત્સર્ગ માર્ગ શું છે, અપવાદમાર્ગ શું છે તેને યથાર્થ જાણતા નથી, તેથી કેટલાક અગીતાર્થ સાધુ ઉત્સર્ગની પ્રવૃત્તિ કરવાના આગ્રહવાળા હોય છે. માટે અપવાદની પ્રવૃત્તિથી સંયમની વૃદ્ધિ થાય તેમ હોવા છતાં અપવાદના સ્થાને પણ અપવાદ સેવતા નથી. વળી, કેટલાક અગીતાર્થ સાધુ અપવાદના આગ્રહવાળા હોય છે, તેથી ઉત્સર્ગના સ્થાનને ગૌણ કરીને પણ અપવાદનું સેવન કરે છે અને સંયમનો નાશ કરે છે. આમ ઉત્સર્ગ-અપવાદની ઉચિત મર્યાદાને પણ અગીતાર્થ સાધુ જાણતા નથી. રા.
અવતરણિકા :પૂર્વગાથામાં કહ્યું કે અગીતાર્થ સાધુ દ્રવ્ય-ક્ષેત્રાદિ વસ્તુને જાણતા નથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org