________________
૧૫૪
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૭/ગાથા-૯ જેવી તેઓની સંયમની આચરણા થાય છે અને તેવી આચરણા કરનાર સાધુઓ ભગવાનની આજ્ઞાનુસાર આચરણા કરનારા નહિ હોવાથી સંઘ નથી, પરંતુ હાડકાના સમુદાયરૂપ છે. જેમ હરિએ=કૃષ્ણએ, જળમાંથી વેદનો ઉદ્ધાર કર્યો તેમ તેવા સાધુઓને કોઈ ગીતાર્થ મળે તો તેમનો ઉદ્ધાર કરે. વળી, અગીતાર્થ તે સર્વ વિધિનો ભેદ જાણે નહિ=કઈ પ્રકારની આચરણા કરવાથી અસ્થિના સમુદાય જેવા આ સાધુઓ ફરી યોગામાર્ગને પ્રાપ્ત કરી ચતુર્વિધસંઘમાં સ્થાન પામે તેવો ભેદ અગીતાર્થ સાધુ જાણે નહિ. IIII
ભાવાર્થ:
પૂર્વ ગાથાઓમાં અનેક દૃષ્ટિકોણોથી સ્થાપન કર્યું કે અગીતાર્થને એકાકીવિહારનો નિષેધ છે. હવે ઘણા સાધુનો સમુદાય હોય પણ સમુદાયમાં કોઈ ગીતાર્થ ન હોય તો તે સાધુનું ટોળું પણ જે સંયમની આચરણા કરે છે તે સ્થૂલથી શાસ્ત્રવિધિ અનુસાર પ્રતિક્ર્મણ, પડિલેહણ આદિ ક્રિયારૂપ હોય તોપણ તે ક્રિયાઓ મોહના ઉન્મૂલનનું કારણ બને તેવી વિવેકવાળી થતી નથી. તેથી તેઓની તે સંયમની સર્વ આચરણા આંધળાના પ્રવાહમાં પડેલા જીવોની આચરણા તુલ્ય છે અર્થાત્ મોક્ષમાર્ગનું કારણ નથી, પરંતુ સંસારમાર્ગનું કારણ છે. વળી, જે ક્રિયાઓ ભગવાનની આજ્ઞા વગર થતી હોય તે ક્રિયા કરનાર સાધુનું ટોળું સંઘ નથી પરંતુ યોગમાર્ગરૂપ ભાવપ્રાણ વગરના હાડકાનો સમુદાય છે અર્થાત્ જૈન સંઘનો પ્રાણ યોગમાર્ગ છે અને તે યોગમાર્ગ જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરવાથી પ્રાપ્ત થાય છે અને જેઓની પ્રવૃત્તિ જિનવચનાનુસાર નથી તેઓની પ્રવૃત્તિ યોગમાર્ગરૂપ ભાવપ્રાણ વગરની હોવાથી મરેલા મનુષ્યના હાડકા જેવો તે સમુદાય છે. વળી, જેમ અન્ય દર્શનની માન્યતા અનુસાર કૃષ્ણએ જળમાંથી વેદનો ઉદ્ધાર કર્યો તેમ કોઈ ગીતાર્થ સાધુ મળે તો તેવા સાધુના ટોળાનો ઉદ્ધાર કરે અને જે ગીતાર્થ સાધુ નથી તે મડદા તુલ્ય સાધુના સમુદાયમાં કઈ રીતે યોગમાર્ગરૂપ ભાવપ્રાણ નિષ્પન્ન થાય તેની વિધિ જાણતા નથી. તેથી અગીતાર્થ સાધુ આ ટોળાનો ઉદ્ધાર કરી શકે નહિ. IIલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org