________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૭/ગાથા-૮-૯ ૧૫૩ સાધુનો ભાવ પરાવર્તન પામે ત્યારે મલિન એવા આલંબનને ધારણ કરે છે, માટે પણ સાધુએ એકાકીવિહાર કરવો ઉચિત નથી.
વળી, એકાકી વિહાર કરનાર સાધુ પોતાની મતિ પ્રમાણે સાધુના આચારો પાળે, તેથી સ્થવિરકલ્પોના જુદા-જુદા ભેદોની પ્રાપ્તિ થાય અને ભિન્ન-ભિન્ન સાધુના તેવા જુદા જુદા આચારો જોઈને લોકોના મન ડોલાયમાન થાય અર્થાત્ લોકોને વિકલ્પ થાય કે આ સાધુનો આચાર જિનમતાનુસાર છે કે અન્ય સાધુનો આચાર જિનમતાનુસાર છે અને આ રીતે શ્રાવકોના મનમાં સ્થવિરકલ્પના આચારવિષયક મતિભેદ થવાથી ધર્મનો ઉચ્છેદ થાય અર્થાત્ શુદ્ધ સંયમ પ્રત્યેનો પક્ષપાત કરવાના આલંબન દૂર થવાથી લોકોને શુદ્ધ માર્ગ પ્રત્યેનો પક્ષપાત થાય નહિ, તેથી ધર્મનો ઉચ્છેદ થાય. II૮II અવતરણિકા -
પૂર્વમાં કહ્યું કે અગીતાર્થને એકાકીવિહાર ઉચિત નથી, આમ છતાં અગીતાર્થ એકાકીવિહાર કરે તો શું શું દોષો આવે તે બતાવ્યું. હવે અનેક સાધુનો સમુદાય હોય, છતાં સમુદાયમાં કોઈ ગીતાર્થ સાધુ ન હોય તો તેઓની સંયમની આચરણાથી પણ આત્મકલ્યાણ થાય નહિ તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
ટોલે પણ જો ભોલે અંધપ્રવાહ નિપાત, આણા વિણ નવિ સંઘ છે અસ્થિતણો સંઘાત; તો ગીતારથ ઉદ્ધરે જિમ હરિ જલથી વેદ,
અગીતારથ નવિ જાણે તે સવિ વિધિનો ભેદ. ૯ ગાથાર્થ :
સાધુનું યેળું પણ જો ભોળું હોય અર્થાત્ શાસ્ત્રથી પરિકર્મિત મતિવાળું ન હોય પરંતુ મુગ્ધતાથી સાધ્વાચારની ક્રિયા કરતું હોય, તો તેઓની આચરણાનો અંઘપ્રવાહમાં નિપાત થાય છેસર્વજ્ઞના વચનાનુસાર તે આચરણા થતી નથી, પરંતુ તત્ત્વને જોવામાં અંધ એવા પુરુષોની આચરણા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org