________________
૧૫૨
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-૭/ગાથા-૮
અવતરણિકા :
વળી, અગીતાર્થ સાધુ એકાકીવિહાર કરે તો અન્ય શું દોષ પ્રાપ્ત થાય? તે બતાવે છે – ગાથા :
સુમતિ ગુપતિ પણ ન ધરે એકાકી નિઃશંક, ભાવ પરાવર્તે ધરે આલંબન સાંક; જૂદા જૂદા થાતા થવિરકલાનો ભેદ,
ડોલાએ મન લોકનાં થાએ ધર્મ-ઉચ્છેદ. ૮ ગાથાર્થ -
એકાકી સાધુ નિઃશંક થવાને કારણે સમિતિ ગતિ પણ ધરે નહિ. વળી, એકાકી હોવાને કારણે ભાવ પરાવર્તન થાય ત્યારે સાંકમલિન આલંબન ધારણ કરે. તથા એકાકીવિહાર કરનારા સાધુઓના જુદા જુદા આચારો થવાથી સ્થવિરકલ્પનો ભેદ થાય અર્થાત્ એક સાધુની પ્રવૃત્તિ અન્ય પ્રકારની અને અન્ય સાધુની પ્રવૃત્તિ અન્ય પ્રકારની એ રૂપ સ્થવિરકલ્પનો ભેદ થાય અને સાધુના આચારોનો આવો ભેદ જોઈને લોકોના મન ડોલાયમાન થાય અર્થાત્ આ સાધુ કરે છે તે માર્ગ છે કે અન્ય સાધુ કરે છે તે માર્ગ છે એ પ્રકારે લોકોના મન ડોલાયમાન થાય તેથી ધર્મનો ઉચ્છેદ થાય. IIkII ભાવાર્થ
જે સાધુ અગીતાર્થ છે અને એકાકી છે તેઓ શાસ્ત્રના મર્મને પામેલા નથી, સ્થૂલથી ધર્મ બુદ્ધિવાળા છે, તેઓ એકાકી હોય તો સહવર્તી સાધુની મર્યાદાથી જે સમિતિ ગુપ્તિનું પાલન થતું હતું, તે પણ નિઃશંકતાને કારણે ધારણ કરતા નથી, પરંતુ સ્વમતિ અનુસાર પ્રવૃત્તિ કરે છે.
વળી, જીવનો સ્વભાવ ક્યારે પરાવર્તન પામે તે નિયત નથી અને સમુદાયમાં રહેતા કોઈ ભાવ પરાવર્તન થાય તો પણ લજ્જાદિથી તે પ્રવૃત્તિ થાય નહિ અને ફરી નિમિત્તને પામીને સંયમનો ભાવ સ્થિર થાય જ્યારે એકાકી અગીતાર્થ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org