________________
૧પ૧
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૭/ગાથા-૭ ગાથાર્થ :
એકાકી સાધુને સ્ત્રી, રિપુશબુ જૈન સાધુના વિરોધી એવા અન્ય દર્શનવાળા અને શ્વાન=કૂતરાથી ઉપઘાત થાય. વળી એકાકી સાધુને ભિક્ષાની શુદ્ધિ થાય નહિ. તેથી મહાવ્રતનો ઘાત પણ થાય. તથા સ્વછંદપણે પ્રવૃત્તિ કરવાને કારણે ધર્મને પામે નહિ. અને પૃચ્છનાપરાવર્તના આદિ વગર શાસ્ત્રના મર્મને પણ પામે નહિ. Il૭ll ભાવાર્થ :
અગીતાર્થ સાધુ એકાકી વિચરે અને કોઈ સ્ત્રી કામની માંગણી કરે અને પોતે સ્વીકારે તો શીલનો નાશ થાય અને માંગણી ન સ્વીકારે અને જો તે સ્ત્રી એ સાધુ પ્રત્યે આક્ષેપ કરે તો ધર્મનું લાઘવ થાય. વળી, જૈન સાધુ પ્રત્યે કેષવાળા અન્યધર્મીઓ જૈન સાધુને જોઈને તેમનો પરાભવ કરે. તથા એકાકી સાધુને જોઈને કૂતરાઓ પણ તેમનો પરાભવ કરે અને હાથમાં રહેલા પાત્રાદિની વસ્તુને ઢોળી દે તો અન્ય હિંસા થવાનો પણ સંભવ રહે.
વળી, એકાકીસાધુ ગોચરી વહોરવા જાય ત્યારે કોઈ ગૃહમાંથી ભિક્ષા ગ્રહણ કરતા હોય તે વખતે સાધુના આગમન નિમિત્તે અન્ય ગૃહમાં કોઈ આરંભાદિ થયો છે કે નહિ તેનો ખ્યાલ સહવર્તી સાધુ હોય તો તે રાખી શકે, પણ એકાકી સાધુ હોય તો રાખી શકે નહિ, તેથી ભિક્ષાની શુદ્ધિ પણ થાય નહિ અને આ રીતે ભિક્ષાની શુદ્ધિ નહિ થવાથી મહાવ્રતનો પણ ઘાત થાય.
વળી, એકાકીવિહારમાં ગુણવાનની પરતંત્રતાનો પરિણામ નહિ હોવાથી સ્વચ્છંદપણે પ્રવૃત્તિ કરવાનો પરિણામ થાય છે અને જે સાધુ સ્વમતિ પ્રમાણે ધર્મની પ્રવૃત્તિ કરે છે, તેઓ ધર્મને પામતા નથી. માટે અગીતાર્થ સાધુએ એકાકીવિહાર કરવો જોઈએ નહિ.
વળી, કોઈ એકાકી સાધુ શાસ્ત્રો ભણતા હોય તો પણ પોતાને જે સ્થાનમાં સંશય થાય કે નિર્ણય ન થાય તે સ્થાનમાં કોઈને પૃચ્છાદિક કરી શકે નહિ, તેથી પ્રવચનના મર્મને પામે નહિ અને પ્રવચનના મર્મની પ્રાપ્તિ વગર સંયમની શુદ્ધિ થાય નહિ. માટે અગીતાર્થ સાધુએ એકાકીવિહાર કરવો જોઈએ નહિ. IIળા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org