________________
૧૫૦
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૭/ગાથા-૬-૭
ક્રોધાદિ દૂષણની પ્રાપ્તિ થાય છે અર્થાત્ આત્મકલ્યાણના અર્થે બાહ્ય આચારો સેવતા હોય તોપણ અંતરંગ રીતે તો તેઓનું કષાયોમાં પ્રવર્તન થાય છે.
વળી, ઉચિત પ્રવૃત્તિમાં પ્રમાદ દોષ થાય છે; કેમ કે સૂત્રના પરમાર્થને સ્પર્શે તે રીતે શ્રુત સંપન્ન નહિ હોવાથી અજ્ઞાનને વશ સ્વમતિ અનુસાર પ્રવૃત્તિ કરે છે, જેમાં તેમનું અજ્ઞાન જ પોષાય છે અને તત્ત્વથી ભાવિત થઈ શકે તેવી પ્રજ્ઞા નહિ હોવાથી અને ગીતાર્થ આદિનું આલંબન નહિ હોવાથી બાહ્ય આચારોમાં યત્ન કરતા હોય તોપણ અંતરંગ રીતે તો પ્રમાદ જ પોષે છે.
વળી, આચારાંગસૂત્રમાં અગીતાર્થ સાધુને અવ્યક્ત કહેલ છે અને પંખીના બાળકના દ્રષ્ટાંત દ્વારા અવ્યક્ત સાધુનું વિહરણ વિશેષથી વાર્યુ છે. જેમ પંખીનું બાળક માતાથી એકલું હોય તો તેને અન્ય પંખીઓ જીવવા દે નહિ તેથી જ્યાં સુધી તે બાળક સ્વતંત્ર રીતે ઊડીને અન્ય પંખીઓથી પોતાનું રક્ષણ ક૨વા સમર્થ બને નહિ ત્યાં સુધી તે તેની માતાના બળથી જ સુરક્ષિત છે. તેમ અગીતાર્થ સાધુ પંખીના બાળકની જેમ અવ્યક્ત છે. તેથી ગીતાર્થ સાધુની નિશ્રાના બળથી તે જિનવચન અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને યોગમાર્ગમાં જીવી શકે છે અને અંતરંગ રીતે મોહના ઉપદ્રવથી રક્ષણ પામી શકે છે. પરંતુ જો તે ગીતાર્થની નિશ્રાનો ત્યાગ કરે તો તે અવ્યક્ત સાધુ બાહ્ય રીતે તપાદિની આચરણા કરે તોપણ શાસ્ત્રથી પરિકર્મિત મતિ નહિ હોવાથી અંતરંગ રીતે મોહાદિ ભાવોથી તેનો વિનાશ થાય છે, માટે અગીતાર્થને એકાકીવિહાર વિશેષથી વાર્યો છે એ પ્રમાણે પ્રવચનનો સાર છે એમ જાણો. ॥૬॥
અવતરણિકા :
"વળી અગીતાર્થને એકાકીવિહાર કરવાથી શું શું દોષો પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે –
ગાથા :
એકાકીને સ્ત્રીરિપુશ્વાન તણો ઉપઘાત, ભિક્ષાની નવી શુદ્ધિ મહાવ્રતનો પણ ઘાત; એકાકી સછંદપણે નવિ પામે ધર્મ,
નવિ પામે પૃચ્છાદિક વિણ તે પ્રવચન-મર્મ. ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org