________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૭/ગાથા-૬
૧૪૯
અવતરણિકા :આચારાંગસૂત્રના વચનથી પણ એકાકીવિહાર દૂષિત છે તે બતાવે છે –
ગાથા :
એક વિહારે દેખો આચાર સંવાદ, બહુ ક્રોધાદિક દૂષણ વલી અજ્ઞાન પ્રમાદ; વલિય વિશેષે વાર્યો છે અવ્યક્ત વિહાર,
પંખીપોતદષ્ટાંતે જાણો પ્રવચનસાર. ૬ ગાથાર્થ -
આયારે=આચારાંગસૂત્રમાં, એકવિહાર વિષયક સંવાદ દેખો વયન જુઓ અર્થાત્ આચારાંગસૂત્રમાં એકવિહાર કરનારને શું પ્રાપ્ત થાય છે એના વચનને તમે જુઓ. તે વચન બતાવે છે
બહુ શ્વેધાદિ દૂષણ થાય, વળી એકાકીવિહારમાં અજ્ઞાન અને પ્રમાદ દૂષણ થાય, વળી આચારાંગમાં વિશેષ કરીને અવ્યક્તવિહાર અગીતાર્થનો વિહાર, વાર્યો છે અને તેમાં પંખીના બાળકનું દેણંત છે. આ પ્રવચનનો સાર જાણો. III ભાવાર્થ :
પૂર્વ ગાથામાં “દશવૈકાલિસૂત્ર” અને “પંચાશકગ્રંથ”ના વચનથી અગીતાર્થને એકાકીવિહાર સંભવે નહિ તેમ બતાવ્યું. હવે આચારાંગસૂત્રના વચનથી પણ અગીતાર્થને એકાકીવિહાર યુક્ત નથી તે બતાવે છે. તેમાં પ્રથમ એકાકી રહેતા સાધુમાં શું દોષોની પ્રાપ્તિ થાય તે આચારાંગસૂત્રના વચનથી બતાવે છે.
જેઓ ગીતાર્થ નથી અને શાસ્ત્રના મર્મને હજી સ્વપ્રજ્ઞાથી પ્રાપ્ત કરી શકે તેવી પ્રજ્ઞાવાળા નથી તેઓ એકાકી વિચરે તો શ્રુતાનુસારી મતિવાળા નહિ હોવાથી અને શાસ્ત્રવચનોના પરમાર્થને જાણનારા નહિ હોવાથી, તેઓને બહુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org