________________
૧૪૮
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન-ઢાળ-૭/ગાથા-પ સ્પષ્ટ કરે છે. અજ્ઞાની શું કરશે અજ્ઞાની પાપનો ત્યાગ કરી શકશે નહિ અને અજ્ઞાની શુભ અને પાપને શું લહશે=આ શુભ છે અને આ પાપ છે એના વિભાગને ગ્રહણ કરશે નહિ, એ પ્રમાણે દશવૈકાલિકસૂત્રના વચનથી પંચાશકનો આલાપ છે–પંચાશક ગ્રંથનું કથન છે. પII ભાવાર્થ :
જેઓ ગીતાર્થ થયા નથી તેઓ ઉત્સર્ગ અપવાદ આદિ સર્વ સ્થાનોને યથાર્થ જોડી શકતા નથી; માત્ર કંઈક ભણ્યા હોય તો સાધ્વાચારની વિધિનું જ્ઞાન હોઈ શકે. તેવા અજ્ઞાની ગીતાર્થની નિશ્રાથી પાપનું વર્જન અને કામનો અસંગ કરી શકે, પરંતુ ગીતાર્થની નિશ્રાનો ત્યાગ કરે તો સ્વમતિ અનુસાર સંયમના આચારો સેવતા હોય તોપણ ગુરુલાઘવનો બોધ નહિ હોવાને કારણે પાપનું વર્જન કરી શકતા નથી અને કામના સંગ વગરના રહી શકતા નથી.
કેમ અજ્ઞાની પાપના વર્જન અને કામના સંગ વગર રહી શકતા નથી તેમાં યુક્તિ આપે છે અજ્ઞાની પાપના વર્જન અને કામના અસંગના સર્વ વિકલ્પો જાણતા નથી તેથી પાપનું વર્જન અને કામના અસંગને કરી શકે નહિ.
વળી, શાસ્ત્રવચનથી પણ અજ્ઞાની પાપ વર્જન આદિ કરી શકે નહિ તે બતાવે છે – અજ્ઞાની શું કરશે ? અને અજ્ઞાની શુભ અને પાપને શું લહશે ? એમ દશવૈકાલિકસૂત્રના વચનથી પંચાશકગ્રંથમાં કહ્યું છે. તેથી નક્કી થાય કે અજ્ઞાની પાપનું વર્જન અને કામનું અસંગ કરી શકતા નથી.
અહીં પાપના વર્જનથી એ ગ્રહણ કરવું છે કે સાધુ સાવઘ પ્રવૃત્તિ કરે નહિ, કરાવે નહિ અને અનુમોદન કરે નહિ અને જેને તેના સર્વ વિકલ્પોનું યથાર્થ જ્ઞાન ન હોય તે પાપનું વર્જન કરી શકે નહિ. વળી, કામના અસંગથી એ ગ્રહણ કરવું છે કે સાધુની સંયમની સર્વ પ્રવૃત્તિ એકવાક્યતાથી વીતરાગભાવ સાથે પ્રતિબદ્ધ છે અને તેના પરમાર્થનો બોધ ગીતાર્થને હોય છે. તેથી વીતરાગભાવની પ્રાપ્તિનું કારણ બને તે પ્રકારે ગીતાર્થ સાધુ અસંગ ભાવપૂર્વક ઇન્દ્રિયોના વિષયોથી પર રહી શકે અને અગીતાર્થને તેવો બોધ નહિ હોવાથી બાહ્ય રીતે વિષયોનો ત્યાગ કરવા છતાં તે ત્યાગથી અસંગભાવને અનુકૂળ ઉદ્યમ કરી શકતા નથી, તેથી અજ્ઞાનીને કામનો અસંગ સંભવી શકે નહિ. Ifપા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org