________________
૧૪૭
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૭/ગાથા-૪-૫ નિષેધ છે અર્થાત્ જ્ઞાનાદિ ગુણવાળા ગુરુ મળે ત્યારે તો એકાકી રહેવાનો નિષેધ છે, પરંતુ જ્ઞાનાદિ ગુણવાળા ગુરુ આદિ પ્રાપ્ત ન થયા હોય તોપણ અન્ય જ્ઞાનાદિ ગુણવાળા ગુરુ આદિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી નિર્ગુણી એવા ગુરુ આદિ સાથે રહીને કાળ વિલંબન કરે અને જ્યારે યોગ્ય ગુરુ આદિ મળે ત્યારે તેમની નિશ્રા સ્વીકારે પરંતુ સર્વથા એકાકી વિચરે નહિ.
અહીં પ્રશ્ન થાય કે જ્ઞાનાદિ ગુણવાળા ગુરુ આદિ ન હોય ત્યારે જેમ ગીતાર્થ વિધિપૂર્વક તેઓને છોડીને એકાકી વિચરે છે તેમ અગીતાર્થ પણ એકાકી વિચરે તો શું વાંધો ? તેથી કહે છે.
ઉત્તરાધ્યયનસૂત્રમાં એકાકી વિચરનાર સાધુને પાપનું વર્જન કરનાર અને કામમાં સંગ નહિ પામનાર કહ્યો છે અને તેવો એકાકી સાધુ ગીતાર્થ જ સંભવી શકે, અન્ય નહિ. અગીતાર્થ કેમ પાપનું વર્જન કરી શકે નહિ ? અને કામમાં અસંગ ભાવ રાખી શકે નહિ ? તે સ્વયં ગ્રંથકારશ્રી આગળની ગાથામાં સ્પષ્ટ કરે છે. IIઝા અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે ગીતાર્થથી અન્ય અગીતાર્થ, પાપનું વર્જન અને કામનો અસંગ કરી શકે નહિ. તે સ્પષ્ટ કરે છે –
ગાથા :
પાપતણું પરિવર્જન ને વલિ કામ અસંગ, અજ્ઞાનીને નવિ હુએ તે નવિ જાણે ભંગ; અજ્ઞાની શું કરશે શું લહશે શુભ પાપ,
દશવૈકાલિક વયણે પંચાશક આલાપ. ૫ ગાથાર્થ :
પાપ તણું પરિવર્જન અને કામનું અસંગ અજ્ઞાનીને હોઈ શકે નહિ. કેમ હોઈ શકે નહિ? તેમાં મુક્તિ આપે છે. તે ભંગ જાણતો નથી=પાપના વર્જનના અને કામના અસંગના વિકલ્પો જાણતો નથી. વળી, અજ્ઞાની પાપનું વર્જન અને કામનું અસંગ કરી શકે નહિ, તે શાસ્ત્રવચનથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org