________________
૧૪૬
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૭/ગાથા-૩-૪ તેઓ ક્લિષ્ટ કર્મ બાંધશે, જેથી ભાવરોગી એવા તેઓનો ભાવ રોગ અધિક વૃદ્ધિ પામે અને ગીતાર્થના ત્યાગને કારણે તેવા નિમિત્તના અભાવથી ગીતાર્થની ઉચિત પ્રવૃત્તિ પ્રત્યે તેઓને દ્વેષ થવાનો પ્રસંગ નહિ પ્રાપ્ત થવાથી તેઓનું હિત થશે. તેથી જેમ ગ્લાનને ઔષધ હિતકારી છે તેમ ગીતાર્થ નિર્ગુણ ગુરુનો કે ગચ્છનો ત્યાગ કરે તે નિર્ગુણી ગુરુ કે ગચ્છ માટે હિતકારી છે. ll3II અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે સર્વ પ્રકારે નિર્ગુણી તેવા ગુરુ કે ગચ્છને આદરાય નહિ અને તેને ગીતાર્થ છોડે છે; કેમ કે તેની વિધિ ગીતાર્થ જાણે છે, અન્ય નહિ તેની પુષ્ટિ કરવા અર્થે કહે છે કે –
ગાથા :
તે કારણ ગીતારથને છે એક વિહાર, અગીતારથને સર્વપ્રકારે તે નહિ સાર; પાપ વરસતો કામ અસતો ભાખ્યો જેહ,
ઉત્તરાધ્યયને ગીતારથ એકાકી તેહ. ૪ ગાથાર્થ -
તે કારણ નિર્ગુણી ગચ્છને કે ગુરુને છોડવાની વિધિ ગીતાર્થ જાણે છે; અન્ય નહિ તે કારણે, ગીતાર્થને એકાકીવિહાર છે, અગીતાર્થને સર્વ પ્રકારે એકાકીવિહાર સાર નથી યુક્ત નથી.
અગીતાર્થને સર્વ પ્રકારે એકાકાવિહાર યુક્ત નથી, એમાં શાસ્ત્રવચનની યુક્તિ બતાવે છે –
જેહ પાપનું વર્જન કરતો અને કામમાં અસજતો સંગ નહિ પામતો, ઉત્તરાધ્યયનસૂત્રમાં કહેવાયો છે, તેહ ગીતાર્થ એકાકી છે. III ભાવાર્થ -
પૂર્વગાથામાં કહ્યું કે સર્વથા નિર્ગુણી એવા ગુરુ આદિને આદરવા જોઈએ નહિ અને તેને છોડવાની વિધિ ગીતાર્થ જાણે છે, અન્ય નહિ. તેથી ગીતાર્થને અપવાદથી એકાકીવિહાર છે અને અગીતાર્થને સર્વ પ્રકારે એકાકાવિહાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org