________________
૧૪૫
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૭/ગાથા-૩ ગાથાર્થ :
જ્ઞાનાદિક ગુણો પણ ગુરુ આદિમાં જોઈએ પરંતુ સર્વ પ્રકારે નિર્ગુણ એવા ગુરુને કે ગરચ્છને આદરવો જોઈએ નહિ અને સર્વથા નિર્ગુણ ગુરુ કે ગચ્છ પ્રાપ્ત થયો હોય તેને ગ્લાનૌષધ દષ્ટાંતે ગીતાર્થ છાંડે છે, જે ગુણ રહિત ગચ્છનો ત્યાગ કરવાની સર્વ વિધિ જાણે છે. વળી, જે સાધુ મૂઢ છે તે સર્વ પ્રકારે નિર્ગુણ ગચ્છને છાંડવા વિષયક વિધિ જાણતા નથી અને સ્વમતિ પ્રમાણે ગચ્છને છોડીને મનમાં ગર્વ ધારણ કરે છે કે શાસ્ત્રવચનાનુસાર હું કુગુરુનો ત્યાગ કરું છું. [3 ભાવાર્થ :
પૂર્વ ગાથામાં કહ્યું કે છેદપ્રાયશ્ચિત દોષની પ્રાપ્તિ સુધી મુનિ મૂળગુણથી રહિત નથી. તેથી ચારિત્રમાં સ્થિર પરિણામી સાધુમાં દોષલવ હોય તોપણ તેવા ગુરુનો કે ગચ્છનો ત્યાગ થાય નહિ, પરંતુ જે ગુરુને કે ગચ્છને આદરવાનો છે તે ગુરુમાં કે ગચ્છમાં જ્ઞાનાદિ ગુણ અવશ્ય જોઈએ. જો તે ગુરુ કે ગચ્છ સર્વ ગુણ રહિત હોય તો એવા ગુરુ કે ગચ્છનો સ્વીકાર કરી શકાય નહિ અને તેવા ગુરુ કે ગચ્છનો ત્યાગ કરવાની સર્વ વિધિ ગીતાર્થ જાણે છે. તેથી ગીતાર્થ સાધુ ગ્લોનૌષધદૃષ્ટાંતથી તેવા ગુરુ કે ગચ્છને છોડે છે.
વળી, જે સાધુ ગીતાર્થ નથી તેઓ ગુણહીન ગુરુને કે ગુણહીન ગચ્છને છોડવાની શાસ્ત્ર વિધિ જાણતા નથી અને સ્વમતિ અનુસાર તેમનો ત્યાગ કરીને પોતે શાસ્ત્ર વિધિ અનુસાર ગુરુને કે ગચ્છને છોડ્યા છે એ પ્રકારનો ગર્વ ધારણ કરે છે.
અહીં ગ્લોનૌષધદષ્ટાંતથી ગીતાર્થ સર્વ પ્રકારે નિર્ગુણી ગુરુ ગચ્છને છોડે છે એમ કહ્યું, તેમાં “નાડ્રગુપવિત્ત, નો ય ગુરુગુ ૨ જી લ્યો ! અનુપેઠું તમેવ ય, સાવરમેન્ગવિત્તી,” આ પ્રકારનું વચન છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેમ ગ્લાનને ઔષધ આપવાથી તેનું હિત થાય છે તેમ ગીતાર્થ સાધુ નિર્ગુણ ગુરુનો કે ગચ્છનો ત્યાગ કરે તેનાથી તે નિર્ગુણ ગુરુ-ગચ્છનું હિત થાય છે; કેમ કે જો તે ગીતાર્થ નિર્ગુણ ગુરુનો કે ગચ્છનો ત્યાગ ન કરે તો તે ગીતાર્થની ઉચિત પ્રવૃત્તિ પ્રત્યે તે ગચ્છ કે ગુરુ અનાદર ધારણ કરશે અને તેના કારણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org