________________
૧૪૪
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૭ ગાથા-૨-૩ કોઈ સાધુ ક્યારેક પ્રમાદને વશ દોષ સેવે આમ છતાં તે દોષનું શાસ્ત્રવચન અનુસાર છેદપ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થતું હોય ત્યાં સુધીના સાધુને પ્રવચનમાં અસાધુ કહ્યા નથી, પરંતુ જે સાધુના વિપરીત આચારથી મૂળપ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય તે સાધુને જ અસાધુ કહ્યા છે. તેથી જે સાધુમાં સમભાવનો રાગ છે અને સમભાવના ઉપાયભૂત પાંચ મહાવ્રત પાળવાનો પક્ષપાત છે તેમાં પાંચ મહાવ્રત પ્રત્યેના પક્ષપાતરૂપ સ્થિર પરિણામ વર્તે છે. આમ છતાં અનાદિ ભવ અભ્યાસને કારણે ક્યારેક ઉત્તરગુણોમાં દોષો લાગતા હોય તોપણ છેદપ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ સુધીના દોષલવમાં શાસ્ત્રકારોએ તેમને બકુશ-કુશીલ સાધુ કહ્યા છે અને તેવા સાધુ ઉપલબ્ધ હોવા છતાં, જેઓ એકાકીવિહારને કહેનારા સૂત્રનું અવલંબન લઈને ગીતાર્થ ગુરુનો કે ગીતાર્થ નિશ્રામાં રહેલા ગચ્છનો ત્યાગ કરે તો તે માર્ગમાં નથી એ પ્રકારનો ધ્વનિ પ્રસ્તુત ગાથાના અર્થથી પ્રાપ્ત થાય છે. શા
અવતરણિકા :
ગાથા-૧માં કહ્યું કે કોઈક સાધુ ગીતાર્થની નિશ્રામાં રહેવાના અભિલાષવાળા છે, પરંતુ કોઈ ગીતાર્થ નહિ દેખાવાથી એકાકીવિહાર સ્વીકારે છે તેને હિતશિક્ષા આપતાં ગ્રંથકારે ગાથા-રમાં કહ્યું કે માત્ર યત્કિંચિત્ આચારના અભાવના બળથી બીજા સાધુ વ્રતના પરિણામવાળા નથી તેમ નિર્ણય થઈ શકે નહિ. માટે શાસ્ત્ર ભણેલા સાધુ યત્કિંચિત્ દોષ સેવતા હોય તો પણ તેમની નિશ્રામાં રહીને આરાધના કરવી જોઈએ. ત્યાં કોઈને ભ્રમ થાય કે તો પછી પોતે જે ગુરુને સ્વીકારેલા હોય તે ગુરુ સંયમતા આચારો પાળતા ન હોય તો પણ તેમને ગુરુ માની પરતંત્ર થવું જોઈએ ? એ ભ્રમના નિવારણ માટે કહે છે –
ગાથા :
જ્ઞાનાદિક ગુણ પણ ગુરુઆદિક માંહે જોય, સર્વપ્રકારે નિર્ગુણ નવિ આદરવો હોય; તે છાંડે ગીતારથ જે જાણે વિધિ સર્વ, ગ્લાનીષધદષ્ટાંતે મૂઢ ધરે મન ગર્વ. ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org