________________
૧૪૩
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૭/ગાથા-૨ છે પાંચ મહાવ્રત પ્રત્યેના પક્ષપાતપૂર્વક પાંચ મહાવ્રતને સેવવાના પરિણામવાળા સાધુ બકુશ કે કુશીલ છે, પરંતુ અસાધુ નથી એમ કહેલ છે. ||રા ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું તેમ કોઈક સાધુ વિચારે છે કે ખરેખર શાસ્ત્રવચનાનુસાર ગીતાર્થ ગુરુને પરતંત્ર થઈને જે ગચ્છમાં સારણા-વારણાદિથી સંયમનું રક્ષણ થાય તેવા, સુગચ્છમાં રહેવું જોઈએપરંતુ વર્તમાનમાં તેવા ગુરુ અને તેવો ગચ્છ દેખાતો નથી અને નિપુણ સહાય ન મળે તો શાસ્ત્રમાં સાધુને એકાકી રહેવાની વિધિ ઉપલબ્ધ છે, તેથી અમે એકાકી રહીએ તો કોઈ દોષ નથી તેમ માનીને એકાકી વિચરે છે તેવા સાધુને ઉપદેશ આપતાં ગ્રંથકારશ્રી કહે છે :
જો તે સાધુ માર્ગાનુસારી બુદ્ધિથી વિચારે તો પોતાનામાં પણ બધા ગુણોનો યોગ દેખાતો નથી અર્થાત્ પોતે પણ સર્વ શક્તિથી ભગવાનના વચનાનુસાર ઉદ્યમ કરીને શાસ્ત્ર ભણતા હોય, શાસ્ત્રને સમ્યક્ પરિણમન પમાડતા હોય અને અસંગભાવને અનુકૂળ શક્તિનો સંચય કરતાં હોય તેવો દઢ વ્યાપાર સતત વધતો હોય તેવું દેખાતું નથી, આમ છતાં પોતે આરાધક ભાવવાળા છે તેમ માનીને બીજાના દોષલવને જોઈને વ્રત ગુણનો મૂળથી વિયોગ છે એવું તે કેમ જાણી શકે અર્થાત્ જાણી શકે નહિ, પરંતુ માર્ગાનુસારી બુદ્ધિના અભાવથી તેવું દેખાય છે.”
વસ્તુતઃ જેમ પોતાનામાં આરાધક ભાવ હોવા છતાં વારંવાર સ્કૂલના દેખાય છે તેમ અન્ય સાધુ પણ ભગવાનના વચનાનુસાર આરાધક હોવા છતાં ક્યારેક સ્કૂલના પામતા હોય તેટલા માત્રથી ચારિત્ર નથી તેમ સ્વીકારી તેમનો ત્યાગ કરવો ઉચિત નથી, પરંતુ જો તે સાધુઓ સારી રીતે શાસ્ત્રો ભણેલા હોય અને શિષ્યોને યથાર્થ રીતે શાસ્ત્રોના અર્થો સમજાવતાં હોય, આમ છતાં ક્યારેક પ્રમાદથી કોઈક દોષો સેવતા હોય તેટલા માત્રથી તેઓનો ત્યાગ કરી એકાકી વિચરવું ઉચિત નથી.
વળી, નિપુણ એવા ગીતાર્થસાધુમાં કે ગીતાર્થ નિશ્રિત અન્ય સુસાધુમાં ક્યાં સુધીના દોષો હોય છતાં શાસ્ત્રમાં સુસાધુ કહ્યા છે તે બતાવતાં કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org