________________
૧૪૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનાઢાળ-૭/ગાથા-૧-૨ વિચારે કે શાસ્ત્રમાં ગુણવાનને પરતંત્ર થવાનું કહ્યું છે, તેથી અમને પણ શાસ્ત્ર વચન પ્રમાણ છે. માટે શુદ્ધ ગુરુ, શુદ્ધ ગચ્છ કે શુદ્ધ ગીતાર્થ હોય એવા સમુદાયમાં અમને પણ રહેવાની ઇચ્છા છે, પરંતુ વર્તમાનની સ્થિતિ જોતા ભગવાનના વચનના મર્મને જાણનારા અને ભગવાનના વચનાનુસાર શુદ્ધ માર્ગને બતાવનારા કોઈ વિબુદ્ધ દેખાતા નથી.
વળી, દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે નિપુણ સહાય ન મળે તો સાધુએ એકાકીવિહાર કરવો. આ પ્રકારના શાસ્ત્રવચનના બળથી વર્તમાનના સંયોગ પ્રમાણે અમે એકાકી વિચારીએ છીએ તેમાં લેશ પણ દોષ નથી. III અવતારણિકા :
પૂર્વની ઢાળમાં કહ્યું એ પ્રકારના ગ્રંથકારના ઉપદેશને સાંભળીને શાસ્ત્રવચનનું અવલંબન લઈને એકાકીવિહારમાં દોષ નથી એ પ્રકારની મતિ કોઈક સાધુને થાય છે તેને માર્ગાનુસારી હિતોપદેશ આપતાં ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા :
અણદેખતા આપમાં તે સવિ ગુણનો યોગ, કિમ જાણે પરમાં વ્રત ગુણનો મૂલ વિયોગ? છેદ દોષ તાંઈ નવિ કહ્યા પ્રવચને મુનિ દુઃશીલ;
દોષલવે પણ ચિરપરિણામી બકુશકુશીલ. ૨ ગાથાર્થ :
આપમાં પોતાનામાં, સવિગુણનો યોગ બધા ગુણનો યોગ, નહિ દેખતા એવા તે સાધુ, કિમ જાણે કે પરમાં વ્રત ગુણનો મૂળ વિયોગ છે મૂળથી વ્રતના ગુણનો વિયોગ છે. વત ગુણનો વિયોગ કેમ નથી ? તે સ્પષ્ટ કરતાં કહે છે. છેદદોષ તાંઈ=ોદદોષ સુધી=છેદપ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય તેટલા દોષના સેવન સુધી, પ્રવચનમાં મુનિને દુ:શીલ કહ્યા નથી=અસાધુ કહ્યા નથી, પરંતુ દોષલવમાં પણ છેદપ્રાયશ્ચિતની પ્રાપ્તિ થાય ત્યાં સુધી પ્રાપ્ત થતા અલ્પ દોષમાં પણ, સ્થિરપરિણામી બકુશકુશીલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org