________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૭/ગાથા-૧
ઢાળા
સાતમી
(રાગ : ધમાલનો રાજગીતાની અથવા સુરતિ મહિનાની-દેશી)
પૂર્વની ઢાળ સાથેનો સંબંધ :
પૂર્વ ઢાળમાં અગીતાર્થ સાધુ દ્રવ્ય-ક્ષેત્ર આદિને જાણનારા નથી તેમ બતાવીને તેઓ ગચ્છને ચલાવે તો ગચ્છ વિનાશ પામે છે અને ગીતાર્થને છોડીને નીકળેલા અગીતાર્થ સાધુ પણ ગીતાર્થની નિશ્રા વગર એકાકી વિચરે તો વિનાશ પામે છે તેમ વિસ્તારથી બતાવ્યું. તેથી હવે કોઈ કહે છે કે ગીતાર્થની નિશ્રા સ્વીકારવી જોઈએ તે વચન અમને માન્ય છે, પરંતુ કાળની વિષમતાને કારણે ગીતાર્થની અપ્રાપ્તિ હોય ત્યારે એકાકીવિહારમાં દોષ નથી એ પ્રકારના વિચારવાળા સાધુને માર્ગનો બોધ કરાવવા અર્થે કહે છે
211211 :
કોઈ કહે ગુરુ ગચ્છ ગીતારથ સારથ શુદ્ધ, માનું પણ નવિ દીસે જોતાં કોઈ વિબુદ્ધ; નિપુણ સહાય વિના કહ્યો સૂત્રે એક વિહાર, તેહથી એકાકી રહેતાં નહી દોષ લગાર. ૧
૧૪૧
ગાથાર્થ ઃ
કોઈ કહે છે શુદ્ધ ગુરુ, શુદ્ધ ગચ્છ અને શુદ્ધ ગીતાર્થનો સમુદાય કલ્યાણનું કારણ છે તેમ હું માનું છું, પણ સાધુના સમુદાયને જોતા કોઈ એવા વિબુદ્ધ દેખાતા નથી અર્થાત્ કોઈ એવા ગીતાર્થ દેખાતા નથી. વળી, નિપુણ સહાય વગર સૂત્રમાં એક વિહાર કહ્યો છે-એકાકીવિહાર કહ્યો છે, તેથી એકાકી રહેતાં થોડો પણ દોષ નથી. I॥૧॥
ભાવાર્થ :
પૂર્વ ઢાળમાં જેઓ સ્વમતિ કલ્પનાથી ગીતાર્થને છોડીને જનારા છે તેઓ કેવા છે તેઓનું સ્વરૂપ બતાવ્યું. તે સ્વરૂપ સાંભળીને વર્તમાનમાં કોઈ સાધુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org