________________
૧૪૦
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-9/ગાથા-૨૬ કોઈ સાધુ આલય વિહારાદિ લિંગોથી સુસાધુને સુસાધુ માને અને તેને પરતંત્ર થાય તે સાધુ પ્રથમ ભાંગામાં આરાધક પ્રાપ્ત થાય છે. વળી, કોઈ સાધુ આલય વિહારાદિ લિંગોથી તે ગુરુને સુ માને, આમ છતાં અંગારમર્દક જેવા તે ગુરુ કુગુરુ હોય તોપણ શાસ્ત્ર વચન અનુસાર ગુરુને જાણવાના ઉપાયને સેવીને તેઓને પરતંત્ર થાય ત્યારે તે અંગારમર્દકના શિષ્યની જેમ પ્રથમ ભાંગામાં પ્રાપ્ત થાય છે. વળી, જ્યારે કોઈક નિમિત્તથી આ ગુરુ કુગુરુ છે તેવો પ્રામાણિક નિર્ણય થાય ત્યારે અંગારમદકના શિષ્યોની જેમ તે ગુરુને અર્ધું માનીને તેમનો ત્યાગ કરે છે ત્યારે તેઓ ચોથા ભાંગામાં પ્રાપ્ત થાય છે તેથી તેઓ આરાધક છે.
વળી, ગુરુ ગુણવાન હોવા છતાં કોઈ સાધુ પ્રમાદને વશ અર્ધું થાય છે=અપરતંત્ર થાય છે. તેથી તેઓ બીજા ભાગમાં પ્રાપ્ત થાય છે. માટે ગુણવાનને ગુણવાન માને છે તે અપેક્ષાએ આરાધક હોવા છતાં પરતંત્ર થતા નથી તે અપેક્ષાએ આરાધક નથી.
કોઈ ગુરુ આલય વિહારાદિ મર્યાદાથી સુસાધુ ન હોય તેવા અસાધુને જેઓ પરતંત્ર થાય છે તેઓ શાસ્ત્ર અસૂવું માને એવા ગુરુમાં આ સાધુ સૂવું નથી તેમ જાણવા માટે કોઈ માર્ગાનુસારી પ્રયત્નના અભાવથી વિચાર્યા વગર પરતંત્રતારૂપ સૂવું થાય છે, તેઓ ત્રીજા ભાંગામાં પ્રાપ્ત થાય છે માટે વિરાધક છે.
આ રીતે “સૂવું માની સૂવું થાતા”ને આશ્રયીને ચાર ભાંગી પડે છે. ગુરુ પાસે તેના ફળ જાણીને જેઓ શુદ્ધ ભાંગાનો આશ્રય કરે છે તેઓ અપાર સુજશને પામે છે=ભગવાનના વચનની આરાધનાના ફળને પામે છે. રકા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org