________________
૧પપ
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૭/ગાથા-૧૦ અવતરણિકા :
ગાથા-૬થી ૮માં અગીતાર્થને એકાકીવિહારનો સર્વથા નિષેધ છે તે યુક્તિથી બતાવ્યું. પછી ગાથા-૯માં કહ્યું કે અગીતાર્થનું ટોળું હોય તો પણ તે સંઘમાં નથી; કેમ કે હાડકાના સમુદાય જેવું તે ટોળું છે અને ગીતાર્થ તેનો ઉદ્ધાર કરે. હવે કારણે ગીતાર્થને એકાકી રહેવું પડે તો શું કરવું ઉચિત છે ? તે બતાવવા અર્થે કહે છે – ગાથા :
કારણથી એકાકીપણું પણ ભાખ્યું તાસ, વિષમકાલમાં તો પણ રૂડો ભેલો વાસ; પંચકલ્યભાષ્ય ભર્યું આતમરક્ષણ એમ,
શાલિ એરંડતણે ઈમ ભાંગે લહિયે ખેમ. ૧૦ ગાથાર્થ :
કારણથી=કોઈ ઉચિત નિપુણ સાધુની સહાય ન મળે તે કારણથી, તાસ-તેનેeગીતાર્થને એકાકીપણું પણ ભાખ્યું છે=એકાકી રહેવાની શાસ્ત્રની અનુજ્ઞા છે, તોપણ વિષમકાળમાં=વર્તમાનના પડતા કાળમાં, ભેળો વાસ રૂડો છે ગીતાર્થને કોઈ અન્ય સાધુ સાથે ભેગા રહેવું સુંદર છે, એમાં આત્માનું રક્ષણ થાય ભેગા વાસ કરવાથી ગીતાર્થ સાધુના સંયમનું રક્ષણ થાય, એ પ્રમાણે પંચકલ્પભાષ્યમાં કહ્યું છે અને તેમાં શાલિ અને એરંડના ભાંગાથી ગીતાર્થને ક્ષેમની પ્રાપ્તિ થાય તેમ કહેલ છે. ||૧૦| ભાવાર્થ -
અગીતાર્થ સાધુને એકાકી રહેવાનો સર્વથા નિષેધ છે અને સાધુના સમુદાયને પણ ગીતાર્થની નિશ્રા વિના રહેવાનો નિષેધ છે. પરંતુ કોઈ ગીતાર્થ સાધુ પોતાના સંયમમાં સહાયક થાય તેવા નિપુણ સાધુને પ્રાપ્ત ન કરે તો તેવા ગીતાર્થ સાધુને શાસ્ત્રમાં એકાકી રહેવાની અનુજ્ઞા પણ આપી છે. આમ છતાં વિષમ કાળ ખરાબ છે તેથી તેવા ગીતાર્થ સાધુએ કારણે એકાકી રહેવું પડે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org