________________
૧૫૬
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૭/ગાથા-૧૦-૧૧
તોપણ અન્ય એરંડ જેવા પાસસ્થા આદિ સાથે વસવું ઉચિત છે, જેથી સમુદાયના કા૨ણે ગીતાર્થ મહાત્માનું રક્ષણ થાય એ પ્રમાણે પંચકલ્પભાષ્યમાં કહેલ છે.
અહીં વિશેષ એ છે કે શાલિનું વૃક્ષ એકલું હોય તો તે સુરક્ષિત રહે નહિ પરંતુ એરંડાની વાડીમાં રહેલું શાલિવૃક્ષ રક્ષિત રહે છે. તેમ એરંડા જેવા પાસત્યાદિ સાધુઓ સાથે ગીતાર્થ સાધુ રહે તો તેનું રક્ષણ થાય છે. માટે ગીતાર્થ સાધુઓને પણ વિષમકાળમાં આત્મરક્ષા માટે ભેળો વાસ રૂડો છે, પરંતુ એકાકી રહેવું ઉચિત નથી. અત્યંત કારણ હોય તો જ ગીતાર્થે એકાકી રહેવું ઉચિત છે અન્યથા નહિ એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો અર્થ છે. ૧૦ના અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે કારણથી ગીતાર્થને એકાકીપણું કહ્યું છે તોપણ વિષમકાળમાં ગીતાર્થ સાધુએ પણ ભેલો વાસ કરવો સુંદર છે. તેની પુષ્ટિ કરવા અર્થે એકાકીને પણ દોષ પ્રાપ્ત થાય છે તે બતાવવા માટે પાંચ પ્રકારના સંયોગોથી સાધુને અધિક દોષની પ્રાપ્તિ છે અને પાંચ પ્રકારના સંયોગોથી સાધુને અધિક ગુણની પ્રાપ્તિ થાય છે તે બતાવવા અર્થે કહે છે
ગાથા :
એકાકી પાસત્યો સછંદો ગતયોગ, ઠાણવાસી ઉસન્નો બહુદૂષણ સંયોગ; ગચ્છવાસી અણુઓગી ગુરુસેવી વલિ હોય, અનિયતવાસી આઉત્તો બહુગુણ ઈમ જોય. ૧૧
ગાથાર્થ :
(૧) કોઈ સાધુ એકાકી હોય અથવા (૨) કોઈ સાધુ એકાકી અને પાસત્થા હોય અથવા (૩) કોઈ સાધુ એકાકી, પાસત્થા અને સ્વચ્છંદ હોવાને કારણે ગતયોગવાળા હોય અથવા (૪) કોઈ સાધુ એકાકી, પાસસ્થા, સ્વચ્છંદ અને સ્થાનવાસી હોય=એક ઠેકાણે રહેનારા હોય, અથવા (૫) કોઈ સાધુ એકાકી, પાસસ્થા, સ્વચ્છંદ, સ્થાનવાસી અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org