________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન-ઢાળ-૭/ગાથા-૧૧
૧૫૭ અવસન હોય=આવશ્યક આદિમાં શિથિલ હોય. આ રીતે દોષોના સંયોગને કારણે બહુ દૂષણ છે સાધુને એક કરતા બીજા આદિનાદોષોના સંયોગને કારણે અધિક અધિક દૂષણ છે.
વળી, (૧) કોઈ સાધુ ગચ્છવાસી હોય અથવા (૨) કોઈ સાધુ ગચ્છવાસી અને અનુયોગી હોય અથવા (૩) કોઈ સાધુ ગચ્છવાસી, અનુયોગી અને ગુરુ સેવી હોય અથવા (૪) કોઈ સાધુ ગચ્છવાસી, અનુયોગી, ગુરુસેવી અને અનિયતવાસી હોય નવકલ્પીવિહાર કરનારા હોય અથવા (૫) કોઈ સાધુ ગચ્છવાસી, અનુયોગી, ગુરુસેવી, અનિયતવાસી અને આઉત્તો=આયુક્ત હોય અપ્રમાદી હોય. આ રીતે ગુણોના સંયોગને કારણે બહુગુણ છે-સાધુને એક કરતા બીજા આદિના ગુણોના સંયોગને કારણે અધિક અધિક ગુણ છે. II૧૧] ઉપદેશમાલાની ગાથા - ‘एगागी पासत्थो सच्छंदो ठाणवासि ओसन्नो । दुगमाईसंजोगा जह बहुआ तह गुरु होति ।।३८७ ।। गच्छओ अणुओगी, गुरुसेवी अणिअवासि आउत्तो । संजोएण पयाणं संजम-आराहगा भणिआ ।।३८८ ।।' ભાવાર્થ -
ગાથા-૧૦માં કહ્યું કે ગીતાર્થ સાધુને શાસ્ત્રમાં કારણથી એકાકીવિહાર કરવાનો કહ્યો છે તોપણ વિષમકાળમાં તેઓએ ભેલોવાસ કરવો જ સુંદર છે, તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે કે કોઈ ગીતાર્થ સાધુ અન્ય સર્વ રીતે ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છતાં એકાકી છે તે અપેક્ષાએ તેને એકાકીપણા કૃત દૂષણની પ્રાપ્તિ છે. હવે જો કોઈ સાધુ એકાકી હોય અને પાસત્થા હોય તો એકાકી કરતા અધિક દૂષણની પ્રાપ્તિ છે. વળી કોઈ સાધુ એકાકી પણ હોય, પાસસ્થા પણ હોય અને સ્વચ્છંદ પણ હોય, અને સ્વચ્છેદ હોવાને કારણે જિનવચનાનુસાર તેમના યોગો નથી માટે ગતયોગવાળા છે તો તેઓને પૂર્વના બે દોષવાળા સાધુ કરતા અધિક દૂષણની પ્રાપ્તિ છે. વળી કોઈ સાધુ એકાકી પણ હોય, પાસસ્થા પણ હોય, સ્વચ્છંદ પણ હોય અને સ્થાનવાસી હોય=એક સ્થાને સ્થિર રહેનારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org