________________
૧૫૮
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૭/ગાથા-૧૧ હોય તો ચારના સંયોગને કારણે પૂર્વના ત્રણ દોષવાળા સાધુ કરતા અધિક દૂષણની પ્રાપ્તિ થાય. વળી કોઈ સાધુ એકાકી હોય, પાસસ્થા પણ હોય, સ્વછંદ પણ હોય, સ્થાનવાસી પણ હોય અને અવસગ્ન પણ હોય તો પાંચ દોષોના સંયોગથી અધિક દૂષણની પ્રાપ્તિ થાય.
એકાકી : ધર્મબંધુ એવા અન્ય સાધુઓથી રહિત હોય, તે એકાકી કહેવાય. પાસત્થા : જ્ઞાનાદિના પાર્થવર્તી હોય=જ્ઞાન-દર્શન-ચારિત્રની માત્ર બાહ્ય આચરણા કરતા હોય, પરંતુ અંતરંગ રીતે રત્નત્રયીને અનુકૂળ ઉદ્યમ કરતા ન હોય, તે પાસત્થા છે.
સ્વચ્છંદ : ગુરુ આજ્ઞાથી વિકલ=ગીતાર્થ ગુરુની આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરનારા ન હોય, તે સ્વચ્છેદ કહેવાય.
સ્થાનવાસી સદા એક સ્થાને વિચરનારા હોય=નિત્ય એક સ્થાનમાં રહેનારા હોય, તે સ્થાનવાસી કહેવાય.
અવસન : સંયમની આવશ્યક આદિ ક્રિયામાં શિથિલ હોય, તે અવસન્ન કહેવાય.
આનાથી એ ફલિત થાય કે કોઈ ગીતાર્થ સાધુ સર્વ ઉદ્યમથી સંયમની યતના કરતા હોય અને કારણથી એકાકી વિચરતા હોય તોપણ એકાકીપણાના કારણે કાળના દોષથી ભિક્ષાની શુદ્ધિ દુષ્કર બને, ગ્લાનાદિ દશામાં શુભભાવોમાં યત્ન દુષ્કર બને ઇત્યાદિ દોષોની પ્રાપ્તિ થાય.
વળી, કોઈ સાધુ એકાકી પણ હોય અને સંયમની સર્વ ક્રિયા કરતા હોય તોપણ રત્નત્રયીની ઉચિત પ્રવૃત્તિમાં અપ્રમાદથી ઉદ્યમ ન કરતા હોય તો પાસત્થા બને. આ બીજા પ્રકારના એકાકી અને પાસત્થા સાધુ ગુરુ આજ્ઞા અનુસાર એકાકી થયેલા હોય તો ગુરુઆજ્ઞા વિકલ નથી. તોપણ પ્રમાદી સ્વભાવને કારણે જે જે સંયમની ક્રિયાઓ કરે છે તે સમ્યગુ કરવા માટે યત્ન કરતા નથી તેથી દેશથી પાસત્થા છે.
વળી, કોઈ સાધુ ગુરુ આજ્ઞા વગર એકાકી હોય, સંયમની ક્રિયાઓ કરતા હોય છતાં રત્નત્રયીમાં અંતરંગ ઉદ્યમ કરનારા ન હોય તેથી પાસત્થા છે અને સ્વચ્છંદપણે વિચરે છે માટે ગુરુ આજ્ઞા વિકલ છે તેઓને ત્રણ દોષની પ્રાપ્તિ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org