________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૭/ગાથા-૧૧
૧૫૯
વળી, કોઈ સાધુ એકાકી વિચરતા હોય, સંયમની ક્રિયાઓ અપ્રમાદથી ન કરતા હોય તેથી પાસસ્થા છે અને ગુરુ આજ્ઞા નિરપેક્ષ એકાકી છે માટે સ્વચ્છંદ છે. વળી, સદા એક સ્થાને રહેનારા છે તેથી તેવા સાધુને ચાર દોષની પ્રાપ્તિ થાય. આ ચાર દોષવાળા સાધુઓ પણ સંયમની આવશ્યક આદિ ક્રિયાઓ કરવામાં શિથિલ નથી. તેથી અવસન્ન દોષ નથી તોપણ જે આવશ્યક આદિ ક્રિયાઓ કરે છે તે રત્નત્રયીને અનુકૂળ ઉદ્યમપૂર્વક કરતા નથી, માટે પાસસ્થા છે.
વળી, આ ચારેય દોષોવાળા કોઈ સાધુ આવશ્યક આદિમાં પણ શિથિલ હોય અર્થાત્ સંયમની આવશ્યક આદિ સર્વ ક્રિયાઓ ફાવે ત્યારે કરે, ન ફાવે ત્યારે ન કરે તેવા હોય, તે અવસન્ત દોષવાળા પણ છે, તેથી તે સાધુઓને એકાકી આદિ પાંચેય દોષોની પ્રાપ્તિ થાય છે.
ગાથાના પૂર્વાર્ધમાં સાધુને એકાકી આદિ પાંચના સંયોગથી બહુ દૂષણ થાય છે તેમ કહ્યું. હવે ઉત્તરાર્ધમાં તે એકાકી આદિ પાંચદોષોના વિરોધી ભાવો ગચ્છવાસી આદિ પાંચ ગુણો છે તેના સંયોગથી બહુ ગુણો થાય છે તેમ બતાવે છે.
કોઈ સાધુ અનુયોગી આદિ ગુણોવાળા ન હોય પરંતુ આરાધક ભાવવાળા હોય અને ગુણવાન એવા ગચ્છની સાથે રહે તો તે ગચ્છમાં વાસ કરવાને કા૨ણે તેને સારા સાધુઓના સહવાસથી કંઈક ગુણની પ્રાપ્તિ થાય છે.
વળી, કોઈ સાધુ ગચ્છવાસી પણ હોય અને અનુયોગી પણ હોય તો સારા ગચ્છના સહકા૨ના કારણે અને પાસસ્થા ભાવના પરિત્યાગપૂર્વક અનુયોગના સેવનને કારણે=રત્નત્રયીના સેવનને કારણે, અધિક ગુણોની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ સંયમની ઉચિત ક્રિયાઓ રત્નત્રયીનું કારણ બને તે રીતે સેવનને કારણે ગુણવૃદ્ધિ થાય છે. આમ છતાં તે સાધુ ગચ્છવાસી અને અનુયોગી હોવા છતાં કોઈ તેવા સંયોગને કારણે ગુરુસેવી, અનિયતવાસી અને આઉત્ત ગુણવાળા ન હોય તો વિશેષ લાભ થતો નથી.
વળી, કોઈ સાધુ ગચ્છવાસી પણ હોય, અનુયોગી પણ હોય અને ગુરુસેવી હોય અર્થાત્ ગીતાર્થ ગુરુની ઉચિત વૈયાવચ્ચ કરતા હોય અને તેમના વચનનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org