________________
૧૬૦ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવનઢિાળ-૭/ગાથા-૧૧-૧૨ અવલંબન લઈને પ્રવૃત્તિ કરતા હોય તો ગચ્છવાસી અને અનુયોગી સાધુ કરતા અધિક ગુણની પ્રાપ્તિ થાય છે. આમ છતાં તે મહાત્મા નવકલ્પીવિહાર કરનાર નથી અને આઉત્ત ગુણવાળા નથી તેથી વિશેષ ગુણ થતો નથી.
વળી, કોઈ મહાત્મા ગચ્છવાસી હોય, અનુયોગી હોય, ગુરુસેવી હોય અને શાસ્ત્રાનુસાર નવકલ્પીવિહાર કરનારા હોય તો ક્ષેત્રાદિમાં અપ્રતિબદ્ધ ભાવ અને ભગવાનની આજ્ઞાના સેવનમાં વિશેષ અપ્રમાદભાવ થવાથી ગચ્છવાસી, અનુયોગી અને ગુરુ સેવી સાધુ કરતા અધિક ગુણની પ્રાપ્તિ થાય છે. આમ છતાં આઉત્ત ગુણ નહિ હોવાને કારણે તે પ્રકારનો વિશેષ ગુણ થતો નથી.
વળી, કોઈ સાધુ ગચ્છવાસી હોય, અનુયોગી હોય, ગુરુસેવી હોય, અનિયતવાસી હોય અને સંયમની પ્રતિદિન ક્રિયાઓમાં આયુક્ત હોય=અપ્રમાદી હોય, તો શક્તિના પ્રકર્ષથી ઉત્તર ઉત્તર યોગમાર્ગની પ્રવૃત્તિ કરી શકે છે. તેથી પૂર્વના ચાર ગુણવાળા સાધુ કરતા પણ વિશેષ ગુણની પ્રાપ્તિ થાય છે.
અહીં અનુયોગી કહેવાથી સંયમની ક્રિયાઓ રત્નત્રયીનું કારણ બને તે રીતે સેવે છે તો પણ તે સાધુ આયુક્ત નહિ હોવાથી પ્રતિદિન ક્રિયાઓમાં અલનાઓ પણ પ્રાપ્ત કરતા હોય છે અને જે સાધુ આયુક્ત છે તેઓ તો સંયમની સર્વ ક્રિયાઓ ભગવાનના વચનરૂપ વિધિનું સ્મરણ કરીને તે વિધિ અનુસાર સુદઢ વ્યાપાર કરનારા છે. તેથી અનુયોગી ગુણવાળા કરતા આયુક્ત ગુણવાળા સાધુને અધિક ગુણની પ્રાપ્તિ છે. ૧૧ાા અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે એકાકી આદિ પાંચમાંથી અધિક-અધિકના યોગથી અધિક-અધિક દોષની પ્રાપ્તિ છે અને ગચ્છવાસી આદિ પાંચમાંથી અધિકઅધિકતા યોગથી અધિક-અધિક ગુણની પ્રાપ્તિ છે. તેથી હવે જે સાધુ કલ્યાણના અર્થી છે, તેઓ દોષના કારણભૂત એકાકી આદિ ભાવોના પરિવાર માટે અને ગુણની વૃદ્ધિના કારણભૂત ગચ્છવાસી આદિ ભાવોની પ્રાપ્તિ અર્થે યત્ન કરે તો હિતની પ્રાપ્તિ થાય છે, તે બતાવવા અર્થે કહે છે -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org