________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૭/ગાથા-૧૨
511211:
દોષહાનિ ગુણવૃદ્ધિ જયણા ભારેં સૂરિ, તે શુભપરિવારે હુઈ વિઘન ટલે સવિ દૂરિ; દેવ ફલે જો આંગણે તુઝ કરુણા સુરવેલિ, શુભ પરિવારે લહિયે તો સુખ જસ રંગરેલિ. ૧૨
ગાથાર્થ:
જયણા=યતનાથી દોષની હાનિ અને ગુણની વૃદ્ધિ, સૂરિ ભાખે છે=આચાર્ય કહે છે. તે=તેથી હુઈ વિઘ્ન=એકાકીના કારણે થયેલા વિઘ્ન, શુભ પરિવારમાં=સુંદર સાધુઓના યોગમાં સવિ=બધા, દૂરે ટળે. હે દેવ ! જો આંગણામાં=મારા હૈયામાં, તમારી કરણારૂપી સૂરવેલિ=કલ્પવેલિ ફળે, તો શુભપરિવારે સુખ અને યશના રંગરૂપ રેલીને લઈએ=પામીએ. II૧૨॥
૧૬૧
ભાવાર્થ :
પૂર્વગાથામાં એકાકી આદિ દોષોના સંયોગોથી દોષની વૃદ્ધિ થાય છે અને ગચ્છવાસી આદિ ગુણોના સંયોગોથી ગુણની વૃદ્ધિ થાય છે તેમ બતાવ્યું, પરંતુ કાળની વિષમતાને કારણે એકાકી આદિ બધા દોષોના પરિહાર અને ગચ્છવાસી આદિ બધા ગુણોનો સ્વીકાર અતિ દુષ્કર છે. તેથી સૂરિ કહે છે કે જે આરાધક સાધુ પોતાની શક્તિ-સંયોગ આદિનું સમ્યગ્ પર્યાલોચન કરીને આત્મવંચના કર્યા વગર એકાકી આદિ દોષોના પરિહાર માટે અને ગચ્છવાસી આદિ ગુણોના સંયોગ માટે સમ્યગ્ યત્ન કરે તો તેવા સાધુઓમાં દોષોની હાનિ થાય છે અને ગુણની વૃદ્ધિ થાય છે અને જે સાધુ યતનાપૂર્વક સમ્યગ્ ઉદ્યમ કરે છે તે સાધુ વિષમકાળના કારણે એકાકી ભાવને પામ્યા હોય તોપણ શુભ પરિવારને પ્રાપ્ત કરીને સર્વ વિઘ્નોને દૂર કરે છે.
અહીં પ્રશ્ન થાય કે તેવા મહાત્માને શુભ પરિવારની પ્રાપ્તિ થાય અને સર્વ વિઘ્ન દૂર થાય તે કઈ રીતે સંભવે તેથી કહે છે
જો તે મહાત્માના હૈયામાં ભગવાનની કરુણારૂપી સૂરવેલી ફળે તો શુભ પરિવારનો યોગ થાય અને સર્વ વિઘ્ન ટળે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org