________________
૧૬૨
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૭/ગાથા-૧૨ આશય એ છે કે ભગવાને જગતના સર્વ જીવો પ્રત્યે કરુણાના ભાવથી પોતાના જેવા વીતરાગ થવાના ઉપાય બતાવ્યા છે તેથી ભગવાનનો સર્વ માર્ગ ઉચિત ભૂમિકામાં યત્ન કરાવીને વીતરાગ થવાને અનુકૂળ ઉદ્યમમાં વિશ્રાંત થાય છે. માટે જે મહાત્મા પ્રમાણિક રીતે સર્વ ઉચિત યત્ન કરે છે તેઓ સંયોગ અનુસાર આત્માને સંસારિક ભાવોથી પર કરીને અસંગ ભાવ તરફ લઈ જવા યત્ન કરે છે તેવા યોગીઓના હૃદયરૂપી આંગણામાં ભગવાનની કરુણારૂપી સૂરવેલી અવશ્ય ફળે છે અને સમ્યગુ યતનાના કારણે તેવા સાધક યોગીઓને પ્રાયઃ કરીને શુભ પરિવારનો યોગ થાય છે, જેથી સર્વ વિઘ્ન ટળે છે. શુભ પરિવારના બળથી તે મહાત્મા સુખ અને યશની રંગરેલીને પ્રાપ્ત કરે છે અર્થાત્ તે મહાત્મા સર્વ ઉદ્યમથી વીતરાગ થવા અંતરંગ યત્ન કરે છે અને તેને અનુરૂપ સર્વ ઉચિત આચરણાઓ કરે છે, તેના બળથી પ્રગટ થયેલા પુણ્યના સહકારથી શુભ પરિવારનો યોગ થાય છે અને તે શુભ પરિવારના યોગને કારણે તે મહાત્મા સંયમની સુંદર આરાધના કરીને ચારિત્રના સુખને પામે છે અને પુણ્યાનુબંધી પુણ્ય બાંધીને સદ્ગતિઓની પરંપરારૂપ રંગરેલીને પ્રાપ્ત કરે છે. II૧ .
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org