________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૨/ગાથા-૧૫ અવતરણિકા :
ગાથા-૧૩માં કહ્યું કે વર્તમાનના સાધુઓનું ચારિત્ર અતિચાર બહુલ હોવા છતાં પંચવસ્તુનું ધ્યાન કરીને અતિચાર કરતા અધિક પ્રતિપક્ષ ભાવ દ્વારા તે અતિચારોને મુનિ ટાળે છે. ત્યારપછી ગાથા-૧૪માં કહ્યું કે સહસા દોષ લાગે તો સાધુ આલોચનાથી તેની શુદ્ધિ કરે છે અને આકુટ્ટીથી જે દોષ લાગે તેની શુદ્ધિ પ્રાયશ્ચિત્તથી કરે છે. હવે જે સાધુ અતિચારો સેવ્યા પછી તે અતિચારોની શુદ્ધિ કરતા નથી, તેઓ સંયમશ્રેણીમાં નથી; તે બતાવવા અર્થે કહે છે
ગાથા :
-
પાયછિત્તાદિક ભાવ ન રાખે, દોષ કરી નિઃશૂકો રે; નિબંધસ સેઢીથી હેઠો, તે મારગથી ચૂકો રે. શ્રીસી ૧૫
ગાથાર્થ :
જે સાધુઓ દોષ કરીને પ્રાયશ્ચિત્તાદિકના ભાવો રાખતા નથી, તેઓ નિઃશૂક છે અને નિર્ધ્વસ એવા તેઓ સંયમશ્રેણીથી હેઠા છે માટે તેઓ માર્ગથી ચૂક્યા છે અર્થાત્ મોક્ષમાર્ગથી બહાર છે. ।।૧૫।
Jain Education International
૩૯
ભાવાર્થ :
જે સાધુઓ ‘પંચવસ્તુક’ના ‘અર્થપદની વિચારણા” દ્વારની વિચારણા કરીને સંયમ જીવનમાં લાગેલા અતિચારોને અધિક વિશુદ્ધ ભાવ દ્વારા ટાળતા નથી, તેઓમાં પ્રાયશ્ચિત્ત આદિના ભાવો નથી. આ રીતે જે સાધુ સંયમ ગ્રહણ કરીને ઘણા અતિચારોને સેવે છે, તેઓનું ચિત્ત અતિચારો પ્રત્યે સૂગ વગરનું છે અને જેઓને અતિચાર પ્રત્યે સૂગ નથી, તેઓ નિષ્વસ પરિણામવાળા છે અને નિર્ધ્વસ પરિણામવાળા સાધુ સંયમની બાહ્ય આચરણા કરતા હોય તોપણ સંયમશ્રેણીથી હેઠા છે અને વર્તમાનના સાધુઓ બકુશ-કુશીલ છે અને બકુશકુશીલ મૂળગુણ-ઉત્તરગુણ પ્રતિસેવી હોય છે એમ ગાથા-૧૧માં કહ્યું તે પ્રમાણે વિચારીને સંયમશ્રેણીથી બહાર હોવા છતાં પોતાને સંયત માને છે, તેઓ માર્ગથી ચૂક્યા છે અર્થાત્ મોક્ષમાર્ગની બહાર છે. II૧૫॥
For Personal & Private Use Only
www.jainelibrary.org