________________
४०
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૨/ગાથા-૧૬ અવતરણિકા :
વળી, કોઈ અન્ય પ્રકારે અશુદ્ધ માર્ગને માર્ગરૂપે બતાવે છે – ગાથા :
કોઈ કહે જે પાતિક કીધાં, પડિકમતાં છૂટીજે રે; તે મિથ્યા ફલ પડિકમણાનું, અપુણકરણથી લીજે રે.
શ્રી સી. ૧૦ ગાથાર્થ :
કોઈ કહે છે જે પાતિક કીધા સંયમ જીવનમાં જે અતિચારો સેવાયા તે પ્રતિક્રમણ કરવાથી છૂટે છે તે મિથ્યા છે કોઈક કહે છે તે મિથ્યા છે; કેમ કે પ્રતિક્રમણનું ફળ અપુણકરણથી ફરી પાપ નહિ કરવાથી પ્રાપ્ત થાય છે. II૧૬ો. ભાવાર્થ :
પૂર્વગાથાઓમાં કહ્યું કે જેઓ સંયમ ગ્રહણ કરીને ‘પંચવસ્તુક'નું આલોચન કરીને લાગેલા અતિચારોને પ્રતિપક્ષ ભાવન દ્વારા ટાળતા નથી, તેઓ સંયમશ્રેણીથી હેઠા છે. ત્યાં કોઈ કહે છે કે સાધુ પ્રતિદિન પ્રતિક્રમણ કરે છે, તેથી સંયમ જીવનમાં લાગેલા અતિચારો પ્રતિક્રમણથી નાશ પામે છે, તેથી અમારું જીવન અતિચારોવાળું હોવા છતાં સંયમજીવનનો નાશ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે કે આ પ્રમાણે જે કહે છે તે મિથ્યા છે, કેમ કે માત્ર સૂત્રોચ્ચારરૂપ પ્રતિક્રમણની ક્રિયા કરવાથી પાપો નાશ પામતા નથી, પરંતુ સંયમ જીવનમાં થયેલી સ્કૂલનાઓને સમ્યક ઉપસ્થિત કરીને તેના પ્રત્યે તીવ્ર જુગુપ્સાનો ભાવ કરવામાં આવે તો ફરી તે ભાવથી પાપ થાય નહિ. જેથી પૂર્વ પૂર્વ કરતા સંયમમાં યતનાનો પરિણામ અતિશય થતો રહે. આથી જ કહ્યું છે કે પાપને ફરી નહિ કરવાથી પ્રતિક્રમણનું ફળ પ્રાપ્ત થાય છે, પરંતુ જેઓ પ્રતિદિન અતિચારો સેવે છે અને પ્રતિક્રમણની માત્ર ક્રિયા કરે છે, તેટલા માત્રથી તેઓ સંયમશ્રેણીમાં છે તેમ કહી શકાય નહિ. II૧૬ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org