________________
૪૧
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૨ગાથા-૧૭ અવતરણિકા :
કેટલાક સાધુઓ પ્રમાદને કારણે અનેક અતિચાર સેવે છે. આમ છતાં કહે છે કે અમે પ્રતિક્રમણ કરીએ છીએ. એથી અમારા સંયમ જીવનમાં લાગેલા અતિચારો પ્રતિક્રમણથી નાશ પામી જશે. તેથી અતિચાર બહુલ પણ અમારું સાધુપણું મોક્ષનું કારણ બનશે. તે તેમનું વચન મિથ્યા છે, એમ પૂર્વગાથામાં સ્થાપન કર્યું. હવે તેઓની પ્રતિક્રમણની ક્રિયા પણ દોષરૂપ છે. તે બતાવવા અર્થે કહે છે – ગાથા :- મિથ્યાદુક્કડ દેઈ પાતિક, તે ભાવે જે સેવે રે;
આવશ્યક સાખે તે પરગટ, માયામોસને સેવે રે. શ્રી સી. ૧૭ ગાથાર્થ :
મિથ્યા દુષ્કૃતને આપીને પ્રતિક્રમણ કરીને, તે ભાવે પાપો જે સેવે છે-સંયમના અતિચારો પ્રત્યે જુગુપ્સા વગર પ્રતિદિન જે રીતે અતિચારવાળું ચારિત્ર છે, તે રીતે સેવે છે. તે આવશ્યકની સાખે “વિશેષાવશ્યક વચનની સાક્ષીએ પ્રગટ માયા-મૃષાવાદ સેવે છે. I૧૭ના ભાવાર્થ –
‘પંચવસ્તુક'ના “અર્થપદ વિચારણા દ્વાર”ના વચનનું ચિંતવન કરીને જે સાધુઓ અનાભોગાદિથી લાગતા અતિચારોને ભાવબહુલતાથી ટાળતા નથી અને વિચારે છે કે “અમે પ્રતિદિન પ્રતિક્રમણ કરીએ છીએ, તેનાથી અમારું ચારિત્ર અતિચારવાળું હોવા છતાં મોક્ષનું કારણ બનશે”. આ રીતે પ્રતિદિન પ્રતિક્રમણમાં લાગેલા અતિચારોનું મિથ્યા દુષ્કત આપે છે અને તે પાપો તે ભાવે જ પ્રતિદિન સેવે છે, પરંતુ પાપ પ્રત્યે જુગુપ્સા થાય તે રીતે પ્રતિક્રમણ કરતા નથી, તેઓની પ્રતિક્રમણની ક્રિયા “આવશ્યક સૂત્ર”ના વચન પ્રમાણે પ્રગટ માયા-મૃષાવાદરૂપ છે, કેમ કે “મારું પાપ મિથ્યા થાઓ” તેમ બોલે છે અને પ્રતિદિન તે ભાવથી જ પાપને સેવે છે. માટે પાપ મિથ્યા થાઓ, તે વચન માયાપૂર્વક મૃષાવાદરૂપ છે. તેથી તેઓની પ્રતિક્રમણની ક્રિયા પાપનાશનું કારણ નથી, પરંતુ પાપબંધનું જ કારણ છે. વળી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org