________________
૪૨
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે જેઓ પ્રતિક્રમણની ક્રિયાથી પોતાના જીવનમાં લાગતા અતિચારોને દૂર કરવા યત્ન કરતા નથી. અને માત્ર સૂત્ર ઉચ્ચારણરૂપ પ્રતિક્રમણ કરે છે તેઓની તે પ્રતિક્રમણની ક્રિયા પ્રગટ માયા-મૃષાવાદરૂપ છે. તેથી હવે વસ્તુતઃ કેવા પ્રકારની પ્રતિક્રમણની ક્રિયા શાસ્ત્રસંમત છે, તે બતાવવા અર્થે કહે છે
511211 :
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૨/ગાથા-૧૮
-
મૂલપદે પડિકમણું ભાખ્યું, પાપતણું અણકરવુ રે;
શક્તિ ભાવતણે અભ્યાસે, તે જસ અર્થે વરવું રે. શ્રીસી૦ ૧૮ ગાથાર્થ :
મૂળ પદમાં=ઉત્સર્ગપદમાં, પાપતણું અણ કરવું=પાપ ન કરવું, એ પ્રતિક્રમણ કહ્યું છે.
અહીં પ્રશ્ન થાય કે જેઓ પાપ નહિ કરવા માટે યત્ન કરે છે, એવા સાધુ આદિથી પણ અનાભોગાદિથી પાપો થઈ જાય છે, તેથી તેમને પ્રતિક્રમણ કેવી રીતે સફળ બને, તે બતાવવા અર્થે કહે છે
Jain Education International
-
ભાવપણાના અભ્યાસમાં=પાપને દૂર કરવાને અનુકૂળ એવા ભાવપણાના અભ્યાસમાં, શક્તિ છે=પ્રતિક્રમણમાં પાપનાશ કરવાની શક્તિ છે, તે જશ અર્થે=પાપનાશ કરવાના જશ માટે વરવું=વર્તવું= પ્રતિક્રમણની પ્રવૃત્તિમાં યત્ન કરવો જોઈએ. II૧૮।।
ભાવાર્થ :
ઉત્સર્ગમાર્ગથી પાપ ન કરવું એ જ પ્રતિક્રમણ છે. આથી મધ્યમ બાવીશ તીર્થંકરના સાધુઓ સૂત્રોચ્ચારરૂપ પ્રતિક્રમણ પ્રતિદિન નહિ કરતા હોવા છતાં સંયમમાં અપ્રમાદપૂર્વકના ઉદ્યમથી યત્ન કરતા હતા. તેથી ઉત્સર્ગથી પાપ નહિ કરવારૂપ પ્રતિક્રમણની ક્રિયા તેઓમાં હતી અને જ્યારે અનાભોગ આદિથી સ્ખલના થઈ જાય ત્યારે તેની શુદ્ધિ માટે પ્રતિક્રમણ કરતા હતા. તેથી જેઓ પાપ પ્રત્યે તીવ્ર જુગુપ્સાને ધારણ કરે છે, તેઓ સદા પ્રતિક્રમણના પરિણામવાળા
For Personal & Private Use Only
www.jainelibrary.org