________________
૪૩
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૨/ગાથા-૧૮ છે. વળી, જેઓ પાપ નહિ કરવાની ઇચ્છાવાળા છે, છતાં અનાદિ ભવઅભ્યસ્થ પ્રમાદ હોવાને કારણે લીધેલા વ્રતોમાં સ્કૂલના પામે છે, તેઓ પણ તે સ્કૂલના દૂર કરવાના ભાવોના અભ્યાસ અર્થે પ્રતિક્રમણ કરતા હોય તો તે પ્રતિક્રમણમાં પાપનાશ કરવાની શક્તિ છે. તેથી જેઓ સાધુપણામાં અતિચારના પરિહાર માટે ઉદ્યમ કરે છે, તેઓ પાપનાશ અર્થે પ્રતિક્રમણમાં વર્તે તો તેઓનું પ્રતિક્રમણ સફળ થાય, તે બતાવવા માટે ગાથામાં કહ્યું કે તે જશ અર્થે અર્થાત્ મારા જીવનમાં લાગતા અતિચારો નાશ પામે તે જશ માટે પ્રતિક્રમણમાં વર્તવું જોઈએ, તો પ્રતિક્રમણ સફળ બને. અન્યથા અતિચારોની ઉપેક્ષાથી યુક્ત એવી સાધુની પ્રતિદિન પ્રતિક્રમણની ક્રિયા સાધુનાં સંયમનું રક્ષણ કરી શકે નહિ. પણ સંયમ જીવનમાં લાગતા અતિચારો જ સાધુના વિનાશનું કારણ બનશે. II૧૮ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org