________________
४४
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૩/ગાથા-૧
C Iળ ત્રીજી
> (રાગ : તુંગીયાગિરિ શિખર સોહે અથવા વીર મધુરી વાણિ બોલઈ-એ દેશી.)
અવતરણિકા :
કોઈક કહે' એ વચનથી પૂર્વમાં માર્ગવિષયક વર્તમાનમાં વર્તતા અનેક પ્રકારના ભ્રમોને ગ્રંથકારશ્રીએ બતાવ્યા. હવે તે સર્વે માર્ગ બરાબર નથી, પરંતુ ભગવાને બતાવેલો માર્ગ જ એકાંતે કલ્યાણનું કારણ છે. અને દુષ્ટ આલંબન લેનારા સાધુઓનો માર્ગ પણ કલ્યાણનું કારણ નથી, તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
દેવ! તુઝ સિદ્ધાંત મીઠો, એક મને ધરિયે;
દુષ્ટ આલંબન નિહાલી, કહો કિમ તરિકે ? દેવ ! ૧ ગાથાર્થ :
હે દેવ ! તમારો સિદ્ધાંત મીઠો છે અર્થાત્ સુખને દેનારો છે, તે એકને મનમાં ધારીએ ભગવાનના સિદ્ધાંતને મનમાં ધારીએ, દુષ્ટ આલંબન નિહાળી-આગળમાં ગ્રંથકારશ્રી બતાવશે, એવા દુષ્ટ આલંબનને નિહાળી, કહો કેમ તરીએ સંસારસાગરથી કઈ રીતે કરી શકાય ? અર્થાત્ તરી શકાય નહિ. III ભાવાર્થ :
ભગવાનના શાસન પ્રત્યેની ભક્તિથી ગ્રંથકારશ્રી કહે છે કે હે દેવ ! તમારો સિદ્ધાંત મધુર છે; કેમ કે તમારા વચનાનુસાર પ્રવૃત્તિ કરવાથી મોહનું ઉન્મેલન થાય છે, શાંતરસનો અનુભવ થાય છે, ભાવિમાં સદ્ગતિઓની પરંપરા પ્રાપ્ત થાય છે અને અંતે પૂર્ણ સુખમય મોક્ષ મળશે, તેવો વિશ્વાસ પેદા થાય છે. માટે તમારો સિદ્ધાંત મધુર છે. તેથી તમારા એક સિદ્ધાંતને જ અમે મનમાં ધારણ કરીએ છીએ.
વળી, ભગવાનના શાસનને સ્થૂલથી પામીને જેઓ ગ્રંથકારશ્રી આગળ બતાવે છે તેવા દુષ્ટ આલંબનને ગ્રહણ કરે છે, તે દુષ્ટ આલંબનને નિહાળીને,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org