________________
૪૫
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૩/ગાથા-૧-૨
હે ભગવાન ! તમે કહો; અમે કેવી રીતે તરી શકીએ ? અર્થાત્ તરી શકીએ નહિ. આ પ્રકારે ભગવાન આગળ નિવેદન કરીને ગ્રંથકારશ્રી દુષ્ટ આલંબન રહિત ભગવાનના સિદ્ધાંત પ્રત્યે પોતે અત્યંત પક્ષપાતવાળા બને છે. IIII અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે દુષ્ટ આલંબનથી કઈ રીતે તરી શકાય ? તેથી હવે દુષ્ટ આલંબનને લેનારા સાધુ મુનિ નથી, તે શાસ્ત્રવચનથી સ્પષ્ટ કરે છે -
ગાથા :
દુષ્ટ આલંબન ધરે જે, ભગ્ન-પરિણામી;
તેહ આવશ્યકે ભાખ્યા, ત્યજે મુનિ નામી. દેવ ! ૨
ગાથાર્થ :
જે ભગ્ન પરિણામી સાધુ દુષ્ટ આલંબનને ધારણ કરે છે, તે મુનિના નામનો ત્યાગ કરે છે, એમ ‘આવશ્યકસૂત્ર’માં કહ્યું છે. IIII
ભાવાર્થ :
જે સાધુઓ ભગવાનના વચનનું અવલંબન લઈને શક્તિ અનુસાર અપ્રમાદભાવથી સંયમયોગમાં ઉદ્યમ કરતા નથી, તેઓ ભગ્ન પરિણામવાળા છે=સંયમના પરિણામવાળા નથી પણ સંયમથી ભ્રષ્ટ પરિણતિવાળા છે. આથી જ આગળમાં કહેવાશે, તેવા પ્રકારના દુષ્ટ આલંબન લઈને જે સાધુ શિથિલ આચારોને સેવે છે અને પોતે શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ કરે છે, તે પ્રકારના સંતોષને મનમાં ધારણ કરે છે તેઓ સાધુવેશમાં હોવા છતાં અને બાહ્યથી સંયમની કંઈક આચરણા કરતા દેખાતા હોવા છતાં મુનિના નામનો ત્યાગ કરે છે, એમ ‘આવશ્યકસૂત્ર’માં કહ્યું છે. તેથી તેઓ મુનિ નથી, પરંતુ સંસારી જીવો છે. માટે દુષ્ટ આલંબનથી તરી શકાય નહિ, એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. માણા અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે જે ભગ્ન પરિણામી સાધુ દુષ્ટ આલંબન લે છે, તેઓ મુનિ નથી. તેથી હવે ભગ્ન પરિણામી સાધુઓ કયા કયા દુષ્ટ આલંબનોને ગ્રહણ કરે છે, તે બતાવવા અર્થે કહે છે
Jain Education International
For Personal & Private Use Only
-
www.jainelibrary.org