________________
૪૬
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૩/ગાથા-૩-૪
ગાથા :
નિયતવાસ વિહાર ચેઈય, ભક્તિનો ધંધો;
મૂઢ અજ્જાલાભ થાપે, વિગય પડિબંધો. દેવ ! ૩ ગાથાર્થ :
(૧) નિયતવાસરૂપ વિહાર, (૨) ચૈત્ય ભક્તિનો ધંધો, (3) અજ્જાલાભ-સાધ્વી દ્વારા લાવેલ આહારાદિનું ગ્રહણ અને (૪) વિગઈનું પ્રતિબંધ મૂઢ થાપે મૂઢ સાધુ સ્થાપન કરે. llall ભાવાર્થ :
શાસ્ત્રના પરમાર્થને જાણવામાં મૂઢ એવા કોઈક સાધુઓ પૂર્વના મહાત્માઓની અપવાદિક આચરણાનું દુષ્ટ આલંબન લઈને પોતાના પ્રમાદને પોષે છે અને તે દુષ્ટ આલંબન ચાર પ્રકારના છે.
(૧) નિયતવાસરૂપ વિહાર, (૨) ચૈત્યની પૂજા સાધુએ કરવી એ રૂ૫ ભક્તિનો ધંધો, (૩) સાધ્વીએ લાવેલ આહારાદિનું ગ્રહણ કરવું, (૪) સાધુએ વિગઈનું સેવન કરવું. llall અવતરણિકા :
પૂર્વમાં ચાર પ્રકારના દુષ્ટ આલંબન બતાવ્યા, એમાં હવે પ્રથમ દુષ્ટ આલંબન લેનારા સાધુઓ શું કહે છે ? તે બતાવે છે – ગાથા :
કહે ઉગ્રવિહારભાગા, સંગમઆયરિઓ;
નિયતવાસ ભજે બહુશ્રુત, સુણિઓ ગુણદરિઓ. દેવ ! ૪ ગાથાર્થ :
ઉગ્ર વિહારને ભજનારા સંગમઆચાર્ય નિયતવાસને ભજે છે, જેઓ બહુશ્રુત અને ગુણના દરિયા સંભળાય છે. એમ કહે છે દુષ્ટ આલંબન લેનારા સાધુ એમ કહે છે. llll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org