________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢિાળ-૩/ગાથા-૪-૫ ભાવાર્થ :
દુષ્ટ આલંબન લેનારા સાધુ સંગમઆચાર્યનું આલંબન લઈને પોતે એક સ્થાનમાં સ્થિરવાસ કરે છે અને પોતાની સ્થિરવાસની પ્રવૃત્તિ શાસ્ત્ર સંમત છે, તેમ કહે છે અને તેઓ પોતાના સ્થિરવાસને શાસ્ત્ર સંમત બતાવવા કહે છે કે “ઉગ્ર વિહારને ભજનારા સંયમયોગમાં અપ્રમાદથી સર્વ ઉચિત આચરણા કરવારૂપ ઉગ્ર વિહારને ભજનારા સંગમઆચાર્ય હતા અને તેઓ નિયતવાસને ભજતા હતા. વળી સંગમઆચાર્યએ નિયતવાસ કર્યો તોપણ શાસ્ત્રકારોએ તેમને શિથિલ કહ્યા નથી, પરંતુ તેઓ બહુશ્રુત અને ગુણના દરિયા હતા, એમ શાસ્ત્રમાં સંભળાય છે. તેથી સંગમઆચાર્યની આચરણા પ્રમાણભૂત છે, માટે જેમ તેઓએ નિયતવાસ કર્યો હતો, તેમ અમે પણ નિયતવાસ કરીએ છીએ તેમાં કોઈ દોષ નથી. આવું દુષ્ટ આલંબન લેનારા સાધુ સંયમની અન્ય ક્રિયાઓ અપ્રમાદથી કરતા હોય તોપણ નિષ્કારણ દુષ્ટ આલંબન લેનારા હોવાથી ભગ્ન પરિણામી છે અને મુનિના નામનો ત્યાગ કરનારા છો, એમ ગાથા-૨ સાથે સંબંધ છે. ૪ll અવતરણિકા :
કોઈક સાધુ નિયતવાસરૂપ દુષ્ટ આલંબન ગ્રહણ કરે છે તે કેવા સ્વરૂપવાળું છે, તે પૂર્વગાથામાં બતાવ્યું. હવે તે દુષ્ટ આલંબન કેમ છે? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
ગાથા :
ન જાણે તે ખીણજંઘાબલ થિવિર તેહો;
ગોચરીના ભાગ કલ્પી, બહુ રહ્યો જેહો ! દેવ ! " ગાથાર્થ :
ન જાણે તે દુષ્ટ આલંબન લેનાર સાધુઓ જાણતા નથી કે તેઓ સંગમઆચાર્ય, ક્ષીણ જેઘાબળવાળા સ્થવિર હતા. વળી, ગોચરીના ભાગ કલ્પીને બહુ કાળ જેઓ રહ્યા છે એક નગરમાં જેઓ ઘણો કાળ રહ્યા છે. પા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org