________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૩/ગાથા-પ-૬ ભાવાર્થ :
સંગમઆચાર્ય ક્ષીણ જંઘાબળવાળા હતા અને સ્થવિર હતા=વયોવૃદ્ધ હતા. તેથી તેમણે સ્થિરવાસ કર્યો હતો, કેમ કે સાધુ ક્ષીણજંઘાબળવાળા થાય, ત્યારે સાધુને સ્થિરવાસ કરવાની શાસ્ત્રમાં અનુજ્ઞા છે અને સ્થિરવાસ કરનારા સાધુ પણ એક નગરમાં જુદા જુદા ભાગો કલ્પીને નવકલ્પી વિહારની મર્યાદાને સાચવે તેમ ભગવાનની આજ્ઞા છે.
સંગમઆચાર્ય સ્થવિર હતા અને ક્ષીણજંઘાબળવાળા હતા, આમ છતાં સંયમમાં અપ્રમત્ત હતા. તેથી એક નગરમાં રહીને પણ તે નગરમાં ગોચરીના ભાગોની કલ્પના કરતા હતા અને એક-એક મહિનો જે સ્થાનમાં રહે તે સ્થાનમાં જ ગોચરી વગેરે ગ્રહણ કરતા, પરંતુ તે નગરના અન્ય ભાગમાંથી ગોચરી લાવતા ન હતા અને જ્યારે માસ પરિવર્તન કરતા ત્યારે તે અન્ય નવા ભાગમાંથી ગોચરી લાવતા, પરંતુ નગરના નવા ભાગરૂપે કલ્પાયેલા સ્થાન સિવાય બીજે ઠેકાણેથી ગોચરી લાવતા ન હતા. આ રીતે એક નગરમાં જ જુદા જુદા સ્થાનને આશ્રયીને નવ વિભાગ કરીને નવકલ્પી વિહારની મર્યાદાને સાચવતા હતા. તેથી જે સાધુ ક્ષીણજંઘાબળવાળા નથી, છતાં તેઓના દૃષ્ટાંતનું અવલંબન લઈને સ્થિરવાસ કરે છે તેઓ સંયમમાં ભગ્ન પરિણામવાળા છે. આથી અસ્થાને સંગમઆચાર્યનું આલંબન લઈને પોતાની રુચિ અનુસાર સ્થિરવાસ કરે છે તે સાધુઓ દુષ્ટ આલંબનવાળા છે. આપણા અવતરણિકા :
ગાથા-૩માં મૂઢ સાધુઓ ચાર પ્રકારના દુષ્ટ આલંબન લે છે તેમ બતાવેલ. તેમાંથી પ્રથમ દુષ્ટ આલંબન લેનારા સાધુ કેવા છે? તે બતાવીને તેઓનું આલંબન દુષ્ટ કેમ છે, તે સ્પષ્ટ કર્યું. હવે બીજા પ્રકારના દુષ્ટ આલંબન લેનારા સાધુઓ કેવા છે, તે બતાવે છે – ગાથા :
ચૈત્યપૂજા મુક્તિમારગ, સાધુને કરવી; જિણે કીધી વયરમુનિવર, ચૈત્યવાસ ઠવી. દેવ ! ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org